સ્કૂલ વેન નો હોર્ન સાંભળી ને નાનકડો રોહન દોડી ને શાળા એ જવા નીકળી ગયો. સ્કૂલવેન માં છોકરાઓ ધમાલ મસ્તી કરતા હતા, પણ રોહન ના મન માં મમ્મી પપ્પા ના ઝઘડા ના સંવાદો ઘુમરાતા હતા. પપ્પા નું મોટાભાગે ટૂર પર રહેવું, રાજીવ અંકલ નું અવાર નવાર મમ્મી ને મળવા ઘરે આવવું, રાતે સાંભળતા ઝઘડા ના અવાજો, ચીસાચીસ , ઇંગલિશ દારૂ ની બોટલો ફોડવી, આ બધું ફિલ્મની જેમ એના માનસપટ પર ઉભરાવા લાગ્યું..!

કેટલા હોંશ થી આજે સવારે પોતાનું રિઝલ્ટ બતાવવા ગયો હતો ...ક્લાસ માં પ્રથમ આવ્યો હતો ! પણ પપ્પા નો હેન્ગ ઓવર હજી ઉતર્યો નહોતો અને મમ્મી વહેલી સવાર થી પોતાની કાર લઇ ને ક્યાંક ચાલી ..ગયી હતી ...!

સ્કૂલવેન એક બ્રેક સાથે ઉભી રહી .....સામે બોર્ડ વંચાયું "કલરવ અનાથાશ્રમ" ઘણા બાળકો ત્યાં મસ્તી થી રમી રહ્યા હતા, રોહને ભગવાન ને પ્રાર્થના કરી .."મને કેમ અનાથ ના બનાવ્યો ?"

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.