થાકી ને આમ બેસી જઈએ એ કેમ ચાલે ?

રમવા પહેલાજ હારી જઈએ એ કેમ ચાલે ?

મંઝીલ પણ મળશે ને રસ્તા પણ ફળશે ;

વિઘ્નો થી આમ થાકી જઈએ એ કેમ ચાલે ?

કંટક પણ ચૂભશે ને પુષ્પો પણ સજશે,

અશ્રુ પણ ખરશે ને હાસ્ય પણ મળશે,

અનંત એક માર્ગ ને અનપેક્ષિત વણાંકો ;

દર વણાંક પર આમ હાંફી જઈએ એ કેમ ચાલે ?

એકાંત પણ કળશે ને મહેફિલો પણ જમશે,

દુઃખો પણ નડશે ને ખુશીઓ પણ વધશે,

ક્યાંક સુંવાળી રાહ તો ક્યાંક નિર્દયી ઠોકરો ;

દર ઠોકર થી આમ ડરી જઈએ એ કેમ ચાલે ?

માનવી છે તું ને સંઘર્ષ તારું કામ,

જ્યાં સુધી ડગલાં ભરે એટલુંજ અહીં ધામ ,

લાંબી કર્મો ની યાદી ને સમય નું મર્યાદિત જાળ ;

હાથ પર હાથ આમ ધરી દઈએ એ કેમ ચાલે ?

થાકી ને આમ બેસી જઈએ એ કેમ ચાલે ?

રમવા પહેલાજ હારી જઈએ એ કેમ ચાલે ?

મંઝીલ પણ મળશે ને રસ્તા પણ ફળશે ;

વિઘ્નો થી આમ થાકી જઈએ એ કેમ ચાલે ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.