LOVE LETTER

પ્રિય સ્નેહલ.

કેમ છો....?

મજામાં....?

હું પણ છું જ.

ઘણાં સમયે પત્ર લખુ છુ.

આજનાં જમાનામાં પત્ર લેખન બહુ ઓડ લાગે ખરું ને..?

પણ મને તે ગમે છે.કારણ કદાચ મારો લેખન નો મહાવરો અને લેખન પ્રત્યે નો પ્રેમ પણ હોય શકે.મને લખવુ કેમ ગમે છે ? હું શા માટે લખુ છુ ખબર છે ?...ઘણી વખત તો માત્ર શોખ ખાતરજ.તો કોઇક વાર જે હુ મારા દિલમા ફિલ કરું છું કોઇના પણ માટે ને તે કદાચ જાહેરમાં સારી રીતે બોલીને રજૂઆત નથી કરી સકતો પરંતુ કલમ દ્વારા લખીને સારિ રીતે રજુઆત કરિ સકુ છુ માટે લખુ છુ.તો ઘણી વખત નિજાન્દ ખાતર લખુ છું . તો કોઇ વાર એ વિચારિને પણ લખુ છું કે લખતા લખતા મારી કલમ એટલી મજબુત બને કે ભવિષ્યમાં લોકો મને મારી કલમ-લખાણથી ઓળખે.અંગ્રેજી મા એક કહેવત છે પેન ઇજ માઇટર ધેન ધ સ્વોરડસ. અર્થાત કલમ તલવાર કરતા વધુ મજબુત તાકતવર છે.તેથી મારી કલમ ને હુ મારી તાકાત બનાવવા માગુ છુ.

ખેર શું ચાલે છે..? એવરીથિંગ ઓકે..?

તને મારા વગર ગમતુ નથી જાણું છુ. એમ તો મને પણ તારા વગર કયાં ગમે છે..? પણ શું કરિયે...સમય સંજોગો આગળ આપણે લાચાર છીયે. તુ મારાથી માત્ર ભૌગોલીક અંતરે દૂર છે. બાકી મારા દિલથી અંતરમા જ છે.વળી આપણે તો રોજ મળિ સકિયે છીયે, મળિયે છીયે. ભલે તે આ ટેક્નોલોજી ના જમાનામાં મોબાઇલ - વોટ્સઅપ કે એફ.બી. પર હોય .રુબરુ નહિ તો કઇ નહિ પણ મળિયે તો છીયે.બાકી કેટ કેટલાય એવા પણ પ્રેમિ છે જે વર્ષોથી વિખુટા પડ્યા પછી મળ્યાં જ નથી .મળિ શકવાના પણ નથી કારણ કદાચ એમના જમાનામાં ટેક્નોલોજીના અધ્યતન સાધનો ન હતાં .અત્યારે તેવો એક બિજાને મળિ તો નથી શકતા પણ એક બિજાને માટે હયાત છે કે નહિ તે પણ નથી જાણતા. છતાં એક બિજાની યાદમાં પોતાનું જિવન વ્યતીત કરે જ છેને.અને એજ તો કદાચ સાચો પરસ્પર નો પ્રેમ છે.

એ લોકો માતટે ત્યારે મને એક શાયરની પંક્તિ યાદ આવે છે.

`ન કોઇ ચાહત, ન કોઇ સુરાગ....ભટકરહિ હે જિંદગી મેરી અંધેરોમે ઇન્હી અંધેરોમે મે કહિ ખો ન જાઉ.`

આપણે આવુ તો કઇ નથી .એટલુ તો સારું છે.

બાકી મને પણ તારિ ખુબ જ યાદ સતાવે છે.અને ત્યારે આ એક જ પક્તિ ફરી ફરી ને યાદઆવે છે.

વ્યથા અને વ્યવસ્થા અહિ તો બધુ જ એક લાગે છે. જિન્દગી જ જાણે એક એડજસ્ટમેંટ લાગે છે.

તારા મારા પ્રેમ માટે શુ કહુ ને શુ શુ લખુ સમજાતુ નથી. દિલમા તો ઘણુ ઘણુ છે પણ શબ્દોમા સમાતુ નથી.

સ્નેહલ તારા સ્નેહ કાજે ફક્ત એક જ શ્બ્દ છે તુ છે તો બધુ છે ને તુ નથી તો કબ્રસ્તાન છે આ જિંદગી .....

બસ અત્યારે તો અહિ જ અટકુ છુ....કારણ રાત્રિનો ત્રિજો પર્હર ચાલી રહ્યો છે....નિન્દ્રા દેવિ મને તેના શરણે બોલાવિ રહી છે. ચાલ ત્યારે ફરી ક્યારેક આ રીતે જ મળતા રહિશુ..ત્યા સુધી બાય......ગુડ નાઇટ....

- આકાશ.

યશવંત શાહ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.