રાજવીના ખાસ મિત્ર રાહુલના આજે લગ્ન છે . તે મિત્રે તેને નિમંત્રણ જ નથી મોકલ્યું .બધા મિત્રોને એની નવાઈ લાગે છે . નેહા પૂછે છે રાહુલને રાજવી ક્યાં ? રાહુલ હકીકત જણાવે છે . બધાને દુ:ખ થાય છે .

પણ બેઉ જણ એક વાતનો ખુલાસો તો શું પણ અણસાર સુધ્ધા કોઈને આવવા દેતા નથી કે કારણ શું છે ?

નિકિતાએ જયારે રાહુલને પ્રેમમાં દગો કર્યો ત્યારે રાહુલ એ હદે ભાંગી ગયો હતો કે તેને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો . રાજવી આ તમામ વાતો થી અણજાણ હતી .તેમની વચ્ચે કોઈ ખાસ દોસ્તી પણ નહોતી .પણ લાગણીના આવેગમાં રાહુલે રાજવીને તમામ હકીકત જણાવી દીધી .રાજવીએ રાહુલ ને માનસિક સધિયારો આપ્યો ,તેને તુટવા ના દીધો . પણ આ સહારો આપનાર રાજવીને અજાણપણે જ રાહુલ પ્રેમ કરવા લાગ્યો .રાજવી તેના માટે જીવવાનું કારણ બની ગયી . એક અલ્લડ અને ખુશનુમા રાજવીને તો આનો કોઈ પણ અણસાર ના હતો .કેમકે રાજવી એક પરિણીતા હતી ,તેના બે બાળકો પણ છે .તેના પતિ સાથે ખુબ સરસ જીંદગી છે તેની …સુખી દામ્પત્યજીવન છે . …રાજવી ઉમરમાં રાહુલ થી વીસ વર્ષે મોટી હતી .

પણ કહે છે ને કે પ્રેમ આંધળો હોય છે …બસ કોઈ પણ પ્રયત્ન વગર થઇ જતો હોય છે …રાહુલે અચાનક જ પોતાની કોલકાતા બદલી કરાવી લીધી .અને ત્રણ મહિના પછી લગ્ન પણ નક્કી થઇ ગયા …..અને ત્યારે રાજવીને બધું સમજાઈ ગયું . તેને કોઈ ફરક ન પડ્યો . પણ રાહુલે જે કર્યું એની યથાર્થતા સમજાઈ ગયી .


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.