પપ્પા એટલે ધોમધખતા તાપમાં શીતળ છાંયો પ્રદાન કરતું વૃક્ષ... પપ્પાનું મન એટલે વિશાળ, અમાપ, અગાધ, અફાટ દરિયો... પોતાના સંતાનો માટે હાથપગ ઉછાળીને કંઈ પણ કરી છૂટવાની ખેવના રાખે ત્યારે જાણે દરિયો ઘૂઘવતો હોય, ઉછળતો હોય તેવું લાગે...પોતાના સંતાનોના હિત માટે કઠોરમાં કઠોર નિર્ણય લે ત્યારે દરિયાનાં ખારા પાણી જેવાં લાગે ને... એ જ પપ્પા...

એક એવો પર્વત જે પોતે અનેક તોફાનો, વાવાઝોડાં કે વરસાદ, ઠંડી, ગરમી બધું જ વેઠ્યા પછી પણ પોતાનાં સંતાનોને તેનો અહેસાસ પણ ન થવા દે તે પપ્પા....

જેમ ઝરણાંનું પાણી પથ્થર પર પડે ને પથ્થર ઘસાઈ જાય તેવી જ રીતે પોતાના સંતાનો માટે બધું જ કરી છૂટે...કેટલીક વાર તો પોતાની જિંદગી પણ દાવ પર લગાવી દે. છત્તાં સંતાનો માટે કંઈક ઓછું કર્યાનો વસવસો મનમાં રહી જાય ને તે પપ્પા...

પપ્પાને કયારેય પ્રેમ વ્યકત કરતાં ન આવડે... પપ્પાનાં પ્રેમને શોધવો હોયને તો, દરિયનાં પેટાળમાં ઉતરીને એવાં છીપલાંને શોધવું પડે, જેમાં અણમોલ મોતી છૂપાયેલું હોય...બસ, એ અણમોલ મોતી એટલે જ પપ્પાનો પ્રેમ...
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.