પ્રારબ્ધ્

‘ પપ્પા, શ્રૃજલ સાથે મારે લગ્ન કરવા છે.’ અનોખી બોલી.

’કોણ છે એ? તું ઓળખે છે એને? એકાએક લગ્નની વાત. મને કંઇ સમજાતું નથી.’ ધીમંતભાઇ બોલ્યા.

’હું એને ઓળખતી નથી.ફક્ત એને જોયો છે. હું ગ્રહમેળમા માનતી નથી. મનમેળમા માનું છું એને જોતાંજ મને ઉમળકો થયો કે એની સાથે લગ્ન કરું.’

‘ જો બેટા, આમ તો તારી ઇચ્છાની ઉપરવટ નહી જાઉં પણ એની વિગત તો જાણવી જોઈએને? જીંદગીનો સવાલ છે. આંધળુકિયાં ન કરાય.’

‘તો તપાસ કરાવો.પછી માગું નાખો. મને એટલી ખબર છે કે તે “પ્રતિક્ષા” બંગલામાં રહે છે.’

***

અનોખી,, ક્યાં છે તું? અહી આવ. ‘ જો શ્રુજલ ચહેરે મ્હોરે સારો છે. સ્નાતક છે કુટુંબ સારું છે એક ભાઈ ને એક બહેન છે. ભાઈ નાનો ને બહેન મોટી છે,જન્માક્ષરમાં માનતા નથી. મમ્મીનો સ્વભાવ જરા કડક છે.’ ધીમંતભાઇએ થોડા દિવસ પછી માહિતી આપી.

” મારે ક્યાં એની મમ્મી જોડે લગ્ન કરવા છે. મારો અભ્યાસ એના કરતાં વધુ છે. પણ મને વાંધો નથી.’‘

“એ ધીમંત “ અવાજ તરફ જોયું તો એ એનો મિત્ર, ઇશ્વર “ અલ્યા તું અહી ક્યાથી? બહુ લાંબા વખતે દેખાયો.. શું ચાલે છે, બધા મઝામાં?’’

થોડી આડીઅવળી વાત પછી ઇશ્વર બોલ્યો ’ તારી બંને છોડી ભણી પરવારી ને? એને ઠેકાણે પાડવાનો વિચાર છે કે નહી.”

’ મોટી માટે શોધું છું .”

” મારા ધ્યાનમા એક છોકરો છે. બી. કોમ. થએલો છે. તમારી ન્યાતનોજ છે .સ્વભાવે સારો છે, કુટુમ્બ સારું છે વિચાર હોય તો મુલાકત ગોઠવું.’

ઇશ્વરે મોબાઈલ કાઢ્યો, બોલ ફોન કરૂં.? “

“ આટલી બધી ઉતાવળ? પે’લા તો અનોખી પછી એની મમ્મીને પૂછવું પડે. ગામ ઘર કુટુમ્બ, સુમી ને તો બધી વિગત જણાવવી પડે. બધી વિગત સાથે બે દિવસ પછી ફોન કર.”

***

બે દિવસ, એમાં તો કંઇ કહેવાય નહિ સારા છોકરા તો જલદી ઠેકાણે પડી જાય. શ્રુજલ્નુ ગોઠવાયુ કે નહિ તપાસ તો કરી જોઉ. ધીમંતની પોરીનો મેળ પડી જાય તો એને રાહત થાય. બે દિકરી છે. જોકે બંને સારું ભણેલી ને દેખાવે પણ સારી એમ વિચારી પ્રણવને ફોન જોડ્યો.

“ અલ્યા પ્રણવ, શ્રુજલનું ગોઠવાયું? મારા ધ્યાનમા એક છોકરી છે, કહે તો મુલાકાત ગોઠવું.”

” હજી કુંવારો છે, એને ગમે ને મને ને શીતલને પસંદ આવે તો અમારી ઈચ્છા ખરી પણ સુધાને કાને વાત તો નાખવી જોઇએ. એની સાથે વાત કરી પછી આગળ ચાલીયે.”

ઇશ્વર ગયો એટલે પ્રણવ ભાઈએ લંડન ફોન જોડ્યો ,” સુધા,શ્રુજલ્ના લગ્ન માટે છોકરી જોવાનું ગોઠવવુ છે બને તો એકદ વીક માટે આવી જા..”

“ ભાઈ શા માટે? મને તો ઠીક નથી લાગતું. કોઇ છોકરીની...... તમને તો ખબર છે. હું તો તમારાથી નાની છું. શું સલાહ આપું?’ સુધાએ આડકતરી રીતે નાપાડી ફોન મૂક્યો ને સત્વરે ઈંડિયા જવાની તૈયારી કરી.

***

આ બાજુ ઇશ્વર તરફ્થી જાણવા મળ્યુ કે છોકરાનુ નામ શ્રુજલ છે તે પપ્પામમ્મી સાથે પ્રતિક્ષા નામના બંગલામાં રહે છે કુટુમ્બ સારું ને પૈસે ટકે સુખી છે. અનોખી દુખી નૈ થાય તેની ખાત્રી મારા તરફથી. અનોખીને તો ભાવતુ’તું ને વૈદે કહ્યા જેવું થયું એટલ,. ધીમંતભાઇએએ સારૂં મૂહુર્ત જોઈ પ્રણવભાઈ સાથે વાત કરી અનોખી માટે માગું મૂકી, અનોખી - શ્રુજલ મુલાકાત ગોઠવી. બંની પસંદગીની મહોર મારી.. સુધાએ મોકો મેળવી ખાનગી મુલાકાત માટે અનોખીને બોલાવી કહ્યું જો બેટા, શૃજલને થોડા વર્ષ પહેલ જીવલેણ બિમારી હતી. જો કે હવે કોઇ ચિન્હ દેખાતા નથી. શ્રુજલ મારો ભત્રીજો છે છતાં મારી સલાહ છે કે તું આ સંબંધ માટે ના પાડ. ભાવીનુ જોખમ છે. થોડી વાર વિચાર કરી અનોખી બોલી, ” મેં મારા મનથી પસંદગી કરી છે. હાલની પરિસ્થિતી જોતાં મારી પાછા હટવા તૈયારી નથી. પછી ભાવીમા જે હોય તે સ્વીકારી લેવા મારી તૈયારી છે.”

***

સનાયા, કોલેજના દરવાજા પાસે ઊભી હતી. પલકવારમા મુખ પર સ્મિત રેલાયું,

“ માફ કરજે સાનુ,, આજે પણ મોડો પડ્યો”

“ લેટ લતીફ, કહીનો.” સનાયાએ મોં ફુલાવ્યું

તપને હાથ જોડ્યા, “ માફી તો માગી હવે શું કાન પકડું? ધત્ સનયા હસી પડી. ને બોલી,.

” પછી ભાવીનું શું?”

“ ભાવી? કોણ ભાવી? હું ઓળખતો નથી. નામ પહેલી વાર સાંભળું છું”

“ ખબર છે મારા ભોળિયા તપુ. હવે પછી શું કરવું તેની વાત કરું છુ,”

“ તારી વાત તું જાણે. મને તો બેંકમા નોકરી મળી જાય એમ છે. પણ એ માટે મેં હજી કંઇ વિચાર્યું નથી.”

“ મારી વાત કરું તો અભ્યાસ પુરો થાય મમ્મી કહે ત્યાં ગોઠવાઈ જવાનું. નોકરી કે પછી લગ્ન”

” લગ્ન મારી સાથે કે મને લટાકાવી દેવાનો? “ તપને મનની વાત છેડી.

“અનોખી મા નોખી તો છે ના ન પાડે પણ જો એમ થાય તો વિચારવું પડે. “

તપને ખભાં ઉલાળ્યાને કહ્યું “ તો પછી હું જાઉં ?”

“તો જાને મારે પણ્ ક્યાં અહી રાત વિતાવવિ છે.”

***

“ સાનુ, ક્યારની તને યાદ કરું છું તારા વિના મને ન ગમે. તું હોય તો વાતો કરતાં કરતાં કામ થઈ જાય તે ખબરેય ન પડે. વસ્તી લાગે. તેમાં જો તને થોડુ મોડુ થાય તો ચિંતા થાય.”

“ મા, ચિંતા નઇ કરવાની હું કંઇ નાની નથી. “ સનાયા માને વહાલથી ગળે વળગી.

“ ડર એજ વાતનો છે કે તું મોટી છે. “

” ડર નઇ, વિશ્વાસનો અભાવ, બીજું શું? મારે તો તું જ મારે હૈયે છે. એકવાર મારો અભ્યાસ પૂરો થાય એટલે પછી શું કરવુ તે બાબત આપણે ચર્ચા કરીશું “

” હા,. આજે તારો કંઇ પ્રોગ્રામ છે? જમ્યા બાદ મારે મારા એક કોલેજ મિત્રને મળવા જવું છે. જરા મોડું થવા સંભવ છે.”

” મા, આશ્ચ્રર્ય, એકાએક કોલેજ મિત્ર..............? “

“ અમેરિકાથી આવ્યો છે. સવારે શાકભાજી બજારમા અચાનક મુલાકત થઈ. ઘરડાં માબાપને મળવા આવ્યો છે. મારે સૌથી નજીક કહેવાય એવો આ એકજ મિત્ર., રાકેશ, એણે મને એને ઘેર મળવા બોલાવી હતી. વળતાં હું એને અપણા ઘરે આવવા આમંત્રણ આપતી આવીશ.”

***

“આવ આવ અનોખી ,વેલકમ.રાકેશે આવકારી, માબાપની ઑળખાણ કરાવી. ચાપાણી પછી બંને બેઠક ખંડમાં એક સોફામાં બેઠા.

“સમય ક્યાં પસાર થઈ, કેટલા વર્ષે મળ્યા? એકલોજ આવ્યો છે.? પરિવારમાં કોણ કોણ છે? “ અનોખીએ સ્ત્રી સહજ પ્રુચ્છા કરી.

“ હજી એકલપંડે જ છું.. ત્યાનુ કલ્ચર મને ત્યાં લગ્ન કરવા યોગ્ય નથી જણાતું. માતાપિતાની ચિંતા મને સતાવે છે.”

“ તો અહી સ્થાયી થઈ જા. કોણ રોકે છે.?”

” વાત તારી સાચી છે, એમજ કરવા વિચાર છે. પણ લગ્ન માટે મન માનતું નથી. આ જમાનાની છોકરી સંયુક્ત કુટુંબ પસંદ કરતી નથી. હું માબાપથી અલગ થવા માગતો નથી, પછી ભલે અવિવાહીત રહેવું પડે.”

” ઓ હો, આ જમાનામા ને ભિષ્મ પ્રતિજ્ઞા? ભૈ કહેવુ પડે “

“ આ બાબતે વધુ સંભાષણ બંધ કર ને તારી વાત કર.”

” મારી વાત પણ થશે., મોડું થયુ છે. આવતા રવિવારે તું મારે ઘેર આવ. સાથે જમીશું. સાનુનો પણ પરિચય થશે. મામાને મળીને એ પણ ખુશ થશે.”

***

અનોખી હજી બારસખ ઓળંગે ત્યાં સાનુની પ્રશ્નગોળી છૂટી, ” મમ્મી, કેવી રહી તમારી મુલાકાત? મને તે વેળા વિચાર આવેલો કે હું પણ સાથે આવું અને તારા મિત્ર એટલે કે મામાને મળું. પણ મને ઠીક ન લાગ્યું એટલે મુગી રહી. “

“ તું આવી હોત તો કશું અનુચિત નો’તું, ઉલટું તને ન લાવવા બાબતે મને ઠપકો આપ્યો હતો. રાકેશ આવતા રવિવારે આપણે ત્યાં આવશે. સાથે જમીશું.”

“ કેવો યોગાનુ યોગ ! મમ્મી હું વાત કરતા ડરતી હતી. મોકો મળ્યો છે સમજી કહી જ નાખું. તપન મારી કોલેજમા ભણે છે મારા કરતાં એક વર્ષ સિનીયર છે. અમે એકબીજાને પસંદ કરીએ છીયે. મને લાગે છે કે અમારા જીવનમેળને વાંધો નહિ આવે. ગઈ કાલેજ મેં તપનને પૂછ્યું કે આપણે મળીએ છીએ તે તારા પપ્પા કે મમ્મી જાણે છે? હું માનું છું કે આપણે ફરી મળીએ, તે પહેલા આપણા પેરંટ્સે જાણવું જરૂરી છે જેથી આ બાબતે અન્ય કોઇ દ્વારા એમને ખબર મળે તો ચિંતા નહિ. મા, અમારા સંબંધ માટે તારી સહમતી હોય તો હું મામા આવે તે દિવસે તપનને પણ જમવાનુ આમંત્રણ આપું. “

“ બેટા તારા વિચારો મને ગમ્યા, મને નિરાંત થઈ, તારામાં વિશ્વાસ વધ્યો. ભલે, બોલાવી લે.”

***

હું તપનને ઘેર જઈ આવી એના મમ્મી-પપ્પાએ અમારા વિચારને આવકાર્યો ને કહ્યું હરો ફરો એક્બીજાને જાણો સમજો તો ઘણું સારૂં. પણ જુવાન હૈયા છો. એટલા આગળ ન વધશો કે પાછા ન વળી શકાય અને બંને કુટુંબો ને વ્યથા ને બદનામી મળે. સાનુ બેટા, તારા પપ્પા નથી તેથી તારી મમ્મીને અમને મળવા અહી લઈ આવે તો ઠીક પરિચય પણ થાય, ને સંબંધ થાય પછી તારે ઘરે આવવા-જવા સંકોચ ન થાય.” સનાયાએ અહેવાલ રજુ કર્યો.

***

સનાયા, બી.એ. થઈ .” મમ્મી હવે મારે આગળ ભણવું નથી.”

“ તો શું? લગ્ન? “

“તપનની માફક મારે પણ સમાજ સેવા કરવી છે.” એણે તો શકભાજીની દુકાન કરી છે “

“ તો તારે શું કરિયાણાની....?”

“ મશ્કરી નૈ, મમ્મી, મેં પણ એની સાથે મળી એક નવી સ્કીમ વિચારી છે. લોકોની જરૂરિયાત પ્રમાણે તાજા શાક્ભાજી તેમને ઘેર પહોંચાડવા વિચારૂં છું. તે પણ બજાર ભાવે, નફો નહી.”

“ તો પછી લગ્ન? ક્યારે? મારી હાજરીમા થઈ જાય તો સુખે મરૂં.”

“મરવાની ક્યાં વાત કરે છે.મારાં છોકરાંને જોવાં રમાડવાં નથી?”

“ ભાઈ તમે તો નવા જમાનાના.કોણ જાણે ક્યારે લગ્ન કરશો?”

“મા એ વાત પછી. મારે જરા કામ છે. થોડીવારમાં આવું છું”

“અનોખી, કેમ ચાલે છે? આબાજુ આવ્યો હતો તો થયું સાનુને ને તને મળુ ને ખબર પૂછું, બહાને થોડો સમય ગપ્પા.......” રાકેશ પૂરું બોલે ત્યાં બારણે અવાજ.........

“ કેમ છો મા? આજકાલ દેખાતા નથી? “ તપન બારણે ડોકાયો,

“મારો પણ એજ સવાલ છે, બેટા. બેસ, સાથે સાથે ઓળખ આપું. આ રાકેશ મારો કોલેજનો મિત્ર, ને રાકેશ. આ તપન, સાનુનો કોલેજ-મિત્ર. બંને લગ્ન કરવાના છે. તમે વાતો કરો હું ચા બનાવું. સાનુ બહાર ગઈ છે. હવે આવવી જોઈએ.”

“ ટ્રેમાં ચા લાવી ટેબલ પર મૂકી સામે સોફામા બેઠી. “ કેમ છે પપ્પામામી, મઝામાં? બોલ બેટા શું વાત છે? કંઇ મુઝવણ?”

“મમ્મી કહેતી હતી કે હજી ક્યાં સુધી કુંવારા ફરશો. લગ્નનું વિચારશો કે નઈ? મને થયુ તમારી અનુકુળતા પૂછી લઉં”

“અરે વાહ! પુનિત પગલાં મારે ત્યાં ક્યાંથી? લાલો લાભ વિના લોટે નહી.. મા ખોટી વાત હોય તો કહે.” સાનુએ તપનને જોતાં કમેંટ કરી. અરે મામા તમારી તો કલ્પનાજ નો”તી.

“ આજે જ સવારે તને લગ્નની વાત કરી ને તપનજી એજ વાત લઈને આવ્યા. તારો શું વિચાર? મારી તો તૈયારી છે.”

” તું તો તૈયારજ હોય ને, હુ તને ત્રાસ આપુ છું એટલે મને ભગાડવાની વાત, ખરૂં ને.?”

“ મા તો દિકરીને હૈયે સંઘરીને વિદાય કરે છે, તેથી એ કદી એને ભૂલે નહી.” અનિખીએ ભીની આંખ પાલવે લુછી.”

“ હું તને છોડીને નથી જવાની, બસ? તપન આપણી સાથે રહેશે. ટેલીપથી, હું પણ એ માટેજ તપનને મળવા ગઈ હતી. પણ ન મળ્યો ભૂતનો વાસ પિપળે, કહેવત ખોટી નથી. “

અનોખી હસી પડી.,

” મા હવે ગંભીર વાત બંને કુટુંબોના અનુકુળ મૂહુર્તે લગ્ન માટે અમો તૈયાર છીએ.પણ્ ....”

“ સાનુ, મને કહેવા દે, મા, અમે બંનેએ લગ્ન પહેલા એચ આઈ વી ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. એમાં તમારો કોઇ વિરોધ અમે માન્ય રાખીશું નહિ.”

“ મને તો આમા એકબીજાનો અવિશ્વાસ દેખાય છે. છતાં મને વાંધો નથી, જો તપનજીના ઘરમા સહમતિ હોય તો.”

“, મા અવિશ્વાસનો પ્રશ્ન નથી, જમાનો બદલાયો છે, ગ્રહમેળ કરતાં, આ ટેસ્ટ જરૂરી છે એમ અમારૂં બંનેનુ માનવુ છે.” સનાયાએ રજુઆત કરી..

***

“ સાનુ, મને ઠીક નથી લાગતુ, ઠંડી લાગે છે, જરા આડી પડુ, મને બ્લેંકેટ ઓઢાડશે?. બ્લેંકેટ ઓઢાડતા સાનુ બોલી, મસાલાવાળી ચા બનાવી દઉ. ગરમાટો આવશે.ને ઠીક લાગશે. ચા પીધા બાદ “ .... મને માથાભેર ગોદડું ઓઢાડ. ઠંડી વધી છે.”

સાનુ વિચારે ચઢી.મેલેરિયા હશે? બ્લડટેસ્ટ્ માટે બારણા તરફ પગ ઉપાડ્યો

“ત્યાં ડોરબેલ વાગ્યો બારણું ઊઘડે ત્યાં ગમ્ભીર ચહેરે તપન ધસી આવ્યો ને ધબ દઈને સોફાપર બેસી પડ્યો. “ શું થયું તપન? આમ કેમ કરે છે.” “ આપણા લગ્ન નહિ થઈ શકે,રિપોર્ટ કહે છે, મને એચ આઈ વી છે. સાનુ આ સંબંધ માટે ના પાડ..............

આ બાજુ ગોદડુ ઓઢેલ અનોખી, સાનુના લગ્નના વિચારમા ચાલતી વિધિએ દ્રશ્ય બદલાયુ. કાને સુધાફોઇના શબ્દો કાને અથડાયા.

“ તું આ સબંધ માટે ના પાડ.,જીંદગીનો સવાલ છે.”

“ મેં મારા મનથી પસંદગી કરી છે ને હાલના સંજોગોમાં હું પાછી ફરવા તૈયાર નથી. નસીબમા જે હશે તે થશે.”

વરપક્ષની ઉતાવળને કારણે પંદર દિવસમાં લગ્ન પતાવી, નવદંપતિ કોલકાતા ઉપડી ગયાં શ્રુજલને નવી નવી નોકરી હતી ને અનોખીએ નોકરીની તલાશ શરૂ કરી. પોતાની લાયકાત પ્રમાણે ન મળતાં કામચલાઉ જે મળી તે જોબ સ્વીકારી .બંની આનંદ પૂર્વક જીવન નૈયા હંકારી વચ્ચે સમય મળે. પોતાના ભણતરને લગતાં પુસ્તકો ને મેગે ઝીન વાંચ્વાનુ.દિવસો પર દિવસો વહેતા ગયા સાથે જીવન પણ.દરરોજ સવારે અર્ધો કલાક ચાલવાનુ. સાંજે અલ્હાદક દ્રશ્યોનો આનંદ ને ક્વચિત ઝરમર વરસાદ્માં પલળવાની મઝા. શૃજુ.લગભગ દરરોજ મારે,તેમજ અમારે ઘેર ટેલીફોન કરી બધા સાથે વાત કરે ને કરાવે. ટેલીફોન પર મળાય ને અવાજ પળ સંભળાય છે. પણ નજરે ન દેખાય એટલે સંતોષ થતો નહિ.

***

એક દિવસ રાત્રે જમતા જમતા અનોખીએ પ્રસ્તાવ મૂક્યો.

” મને લાગે છે એ થોડો વખત ગામ જઈ આવિયે. બધાને રૂબરૂ મળી પણ શકાય ને સ્થળફેર થતાં ફ્રેશ પણ થવાય”

“ મને પણ એવુ લાગે છે.. આપણે મન મૂકીને કામ કર્યું છે.એકે રજાપણ ભોગવી નથી. એકાદ મહિનાન રજા માટે પ્રયત્ન કરવો જોઈએ. “

રજા મળતાં બંને ગાડીમાં વાતો કરતા નિયત સ્ટેશનની પ્રતિક્ષા કરતાં રહ્યા

***

” મને લાગે છે કે અઠવાડિયાનીજ રજા લીધી હોય. કેટલી ઝડપથી રજા પૂરી થઈ ગઈ. નહિ?. બધુ નવું નવું લાગે છે. ”

” ફેરફાર તો દરરોજ થાય છે પણ તે આપણી નજરે ચઢતો નથી. લાંબા વખતે પરત આવ્યા એટલે તે દરમ્યાન થયેલો ફેરફાર તત્કાલિક નજરે ચઢે.” અનોખીના મંતવ્યનુ સમાધાન કરી સરસ મઝાની ચા માટે કહ્યું’

સમયના વહેવા સાથે, એક દિવસ અનુએ કહ્યું

“ શૃજુ, મને લાગે છે કે મારે કોઇ ગાય્નેકને બતાવવું જોઈએ.”

” કેમ? કંઇ સારા સમચારના એંધાણ “ શૃજલે ખૂશી બતાવી “ “ કદાચ, ડૉ.નુ સમર્થન મળે તો.”

અનુએ પોતાને ઘેર સમાચાર મોકલ્ય સુમિત્રાબહેને સારા સમાચારની શીતલ બહેનને વધામણી આપી. ને આમ બધાને વાતત્ની ખબર થઈ. પિયરમા પ્રસુતિથાય એવું અનોખીનું સૂચન માન્ય રાખી શૃજલે એની મમ્મી ને જાણ કરી. શીતલ ની ઈચ્છા પ્રસુતિ પોતાને ત્યા થાય એવી હતી. તેણે તે માટે આગ્રહ રાખ્યો પણ અનોખીની મમ્મીએ પ્રથમ પ્રસુતિ પિયરમા જ હોય એવુ જણાવી શીતલબહેનને મનાવી લીધાં.

***

એક દિવસ પ્રણવભાઈ સવારે દાઢી કરતા હતા ને...ટ્રીન....ટ્રીન સંભળાતા “શીતુ જરા ફોન લે તો.”

’ હેલો કોણ? હું સુમિત્રા. સારા સમાચાર આપું. અનુએ આજે સવારે આઠ વાગે પુત્રીને જન્મ આપ્યો છે. વધામણી”

” પ્રણવ, આપણે ત્યાં લક્ષ્મીજી પધાર્યા” “ સવારમા સારા સમાચાર, શીતુ તારી તો મને ખબર નથી પણ મારી ઈચ્છા ફળી. સૌ પ્રથમ લક્ષ્મીના આગમનને હું તો શુભ માનું “

” મને પણ ગમ્યું પણ મારી ઝંખના કુળદીપક માટે હતી. ઈશ્વરેચ્છા. “

શીતલે સામે ફોન કરી, આનંદ દર્શાવી અનોખીના તેમજ નવજાત બાબત સમાચાર પૂછ્યા.

***

બારણે ટકોરા પસડ્યા, “કોણ?” “હું જયા” જયા ઘરમા આવી સીધી અનોખી પાસે જઈ દિકરીને લઈ આનંદ વ્યક્ત કરી રમાડતા રમાડતા વાતે ચ્ઢ્યા.

”ક્યારે આવી તું અમેરિકાથી? કેમ ચાલે છે મજામા? “

“ જવા દેને વાત. ધાર્યા કરતા ઉલટું. ત્યાં નાણા ને એશોઆરામની ખોટ નથી. પણ દામ્પત્ય જેવું કંઈ નહી. પત્નિધર્મ બજાવવાનો,એમના મિત્રોને જોગવવાના, એક વીક એંડ મળે તેમાં ઉપરથી આલ્કોહોલની મહેફીલ. તું જાણે છે હું કેટલી સુગાળવી છું તે. આઠેક દિવસ થયા ઇંડિયા આવ્યાને. પાછા જવાનું મન નથી. પણ પપ્પા ને સમાજ. ઉપરથી એમના ફોન. શું કરૂં? હું તો ઉપભોગનુ રમકડું ચોવીસ કલાક ની નોકરડી.” જયાએ વ્યથા ઠાલવી ને પાલવથી ભીની આંખ લુછી. તારે કેમ છે?”

“ એ બાબતે હુ નસીબદાર છું, સનાયાના જન્મ થયો બધા ખૂશ છીએ. શૃજુને તો ખૂબ આનંદ થયો. દિકરીને જોવાની ઉતાવળ. રોજ ફોન આવે. જલદી બોલાવે. બહાના કાઢે, ગમતુ નથી. ખાવાની તકલીફ, એકલો પડી ગયો ... સમઝી જાને ....તારા વગર... આ બાજુ મમ્મી ધરાતી નથી. .સાસરેથી પણ વહેલી મોકલવા તૈયાર નથી. આમ તો મારે કોઇ ફરિયાદ નથી. એ મને ખૂબ વહાલ કરે છે. તું એટલેથીજ સમજી જા. આટલો વખત થયો પણ અમારા મન કદી ઊંચા થયા નથી કે નથી મારી આંખ ભીની થઈ. કામેથી વ્હેલા આવ્યા હશે પણ કોઇ દિવસ મોડા નહિ.મારા વિના બહાર જવાનું નહિ. મિત્રમંડળમા અમે જુગલજોડી નામે ઓળખાઈયે’ સાસરા તરફ્થી પણ હું નચિંત છું. મારી સ્થિતી પણ એમના જેવીજ છે. ગઈ કાલેજ સાસુમાનો ફોન હતો કે અનુ ન આવે તો હું નોકરી છોડીને આવી રહું એવી ધમકી શ્રૃજલે આપી છે..હવે હું બનતી ત્વરાએ કોલકાતા પહોંચી જઈશ

.”સાનુને બકી કરી જયાએ રજા લીધી.

***

“ અનુ, મને લાગે છે કે સાનુના આગમન પછી મારી કાળજીમાં ઓટ આવતી જણાય છે. નહિ ?”

જવાબરૂપે અનોખી બોલી,

”સ્વભાવિક છે, ઓફિસેથી આવતાંજ અનુ...અનુ કરતો શ્રૃજુ હવે સાનુને ખભે બેસાડી પછી ચાનો ઓર્ડર આપે તેનુ કંઇ નૈ? ઈર્ષા ન કરીયે મારા....... શું કહું...ભરથાર ?.એના માટે મારે વધારાની કામગીરી ને જવાબદારી વધે કે નહિ ? મારે તો ઘરેજ એને અંગ્રેજી શીખવવુ છે ને ગુજરાતી માધ્યમની શાળામા દાખલ કરવી છે..”

” ગાંડી. જરા મોટી તો થવા દે, સંજોગો બદલાય તો ફેર વિચારણા કરવી પડે. ચાલ, આપ્ણે થોડી વાર બાગમાં જઈયે. અન્ય બાળકોને જોઇ એને મઝા પડશે. તને મન થાય તો એને ખોળામા લઈ ઝૂલે જુલજે. ને હું શિંગદાણાને ન્યાય આપીશ.” આમ દિવસો વિતતા ગયા. સાનુ બોલતા ચાલતા શીખી. ને વધારામા તોફાન... સમય આનંદમા પસાર થતો ગયો.

***

જોબનો સમય બદલાવી એવી રીતે ગોઠવ્યો કે દિકરી એક્લી પડે નહિ. એક દિવસ અનોખી જોબ પર જવાની તૈયારી માટે સાનુને કપડાં બદલાવતી હતી ત્યાં ડોર બેલ વાગી. જોયું તો શ્ર્રુજલ.

,” કેમ આજે આટલો વહેલો? તબિયત બરાબર નથી?”

સોફા પર એકદમ બેસી, બેડ તૈયાર કરવા કહી, જણાવ્યુ કે બાથરૂમ જવા ઊભો થવા ગયો ત્યા ચક્કર આવ્યાં, ખુરશીમાં બેસી જવાયું પટાવાળાનુ ધ્યાન ખેચાંતાં મને વેટીંગ રૂમમા સોફા પર સુવરાવી મેનેજરને જાણ કરી, મનેજરે ડૉ.ને બોલાવી પ્રાથમિક સારવાર આપી એસ્કોર્ટ સાથે મોકલ્યો”

મેં ફોન પર બે દિવસની રજા મંજુર કરાવી. બીજે દિવસે સવારે ડૉ.ને બોલાવ્યા. શ્રૃજલે હાલ સારૂં લાગે છે પણ તાવ જેવું લાગે છે ને અશ્ક્તિ પણ. ડૉક્ટરે તપાસી દવા લખી આપી, ફોન પર અહેવાલ આપવા જણાવ્યું. પરિસ્થિતીમા ખાસ સુધારો ન જણતાં અનુએ ઘેર પરત જવાનો નિર્ણય લઈ ગામ આવી ગયા.

***

ધીમંત ભાઈએ ફેમિલી ડો.ની સલાહ લઈ હોસ્પિટલમા દાખલ કર્યા. શૃજલની અગાઉને બિમારી ધ્યાને લઈ સારવાર શરુ કરી. ઘણા ડૉક્ટરોનો અભિપ્રાય લીધો પણ કોઇ ઉપાય કારગત ન નીવડ્યો. ડૉ.રોએ હાથ હેઠા મૂકી દીધા. બહાર આવી કોઇને બોલાવવા હોય તે માટે જાણ કરતા અનુઝડપથી આઇસીયુમા ધસી ગઈ.શ્રુજલની આંખો ઉઘાડી હતી અનુને લાગ્યુ એ કંઇ કહેવા માગે છે? એટલામા ડો.રે આવી આંખો બંધ જરી ‘હી ઇઝ નાવ નો મોર’. નર્સે મોં સુધી ચાદર ખેંચી. અનુએ દબાવી રાખેલ રુદન પરનો કાબુ ગુમાવ્યો ડૂસકાભેર રડવા લાગી. નર્સ એને સંભાળીને બહાર લાવી. બધા આશ્વાસન આપી ધીરજ રાખવા હિમત આપવા માંડી. ‘ હે ભગવાન મારી કે મારી દિકરીની સામે જોવાની તને સમયની ખોટ.........” હાથ જોડેલ અનુ ઢળી પડે તે પહેલા સુધા બહેને એને સંભાળી અને ખૂરશીમા બેસાડી.

***

ક્રિયાકર્મ પતાવ્યા બાદ અનોખી દિકરીને લઈ ઉદાસ મને બેઠી એકટશે જોઇ રહી હતી ત્યાં સુધાબહેન ધીરેથી એની પાસે અવ્યા ને બોલ્યા બેટા હિમ્મત રાખ ઇશ્વરને ગમ્યું તે ખરૂં બાકી મેં તો કહ્યું હતું તું આ સંબંધ માટે ના પાડ., આશબ્દો “ જીંદગીનો સવાલ છે. ‘ અનોખીના કાને પડઘાતાં એ સફાળી બોલી “શું થયુ ? કોની જીંદગી? “ અનોખી એ મોં પરથી ગોદડું ખસેડ્યું.

“ મમ્મા જોને તપન શું બોલે છે? એને એચ આઇ વી છે ને મને કહે છે કે તું લગ્ન માટે ના પાડ. હૌતું હશે? હું નથી માનતી. , સાચી વાત હશે તો પણ લગ્ન તો તપન સાથે જ કરીશ ગમે તે થાય.”

અનોખીને, એની સગાઇ વેળાના સુધા બહેને કહેલા શબ્દો ફરી પડઘાયા ને આંખો વરસી,

“ હે ભગવાન, કેવું દુખમય પ્રારબ્ધ?”

રાકેશ ને તપન તો સ્તબ્દ્ગ, કંઇ બોલે તે પહેલા એક કવર લઈને દોડતી એક બહેન્ આવી, બોલી,” સાહેબ,, તમારો રિપોર્ટ આ છે, તમને આપેલ રિપોર્ટ સપનભાઈનો છે. નામ લગભગ સરખા હોવાથી ભૂલ થઈ. ભૂલ ગંભીર છે, મને માફ કરશો

બધા ઉત્સુકતાપૂર્વક રીપોર્ટમા શું છે તે જાણવા અધીરા થયા.

” સાનુ તું કવરમા જો “ કહી કવર એના હાથમાં મૂક્યું.

” કવર ખોલતાં એ તો ઊછળી હું નો’તી કહેતી રિપોર્ટમાં ભૂલ હશે મારી વાત સાચી, રીપોર્ટ ક્લીયર છે, ઉજવો પાર્ટી ઉજવો”

ફરી અનોખીના મોં પર સ્મિત રેલાયું ને આંખે આંસુ સાથે ઉચ્ચાર્યું’ કેવુ સુખમય સુમધુર પ્રારબ્ધ.” શ્રૃજલ હવે પપ્પા-મમ્માને રિપોર્ટ બતાવવા સીધો ઘર તરફ.......... દોડયો!

***

ને એક દિવસ રાકેશ આનંદભેર ઘરમા ધસી આવી બોલ્યો.

” સારા સમાચાર, ભાણીને પરણાવવા મામાએ મામી પસંદ કરી અમેરિકાને ભૂલી દેશમા જ માબાપની સંભાળ રાખી શકીશ.”

” બધી વાત છોડો મામા મામી ક્યાંની ને કેવી છે.? “ સાનુની ધીરજ ખૂટી.

” ચરેમ્હોરે સારી છે,ઘઉં વર્ણી સંસ્કારી ગરીબ કુટુંબની ,મેટ્રિક્પાસ, મનગમતી. નામે સાંવરી..”

***

લગ્ન પછી એક દિવસ અનોખીને ઘરે, સાંવરી-રાકેશ, સાનુ-તપન ભેગા આનંદ મસ્તીમાં મગ્ન હતાં ને સાંવરી બોલી,

” સાંભળો, આટલા સમય પછી હું અનુભવી શકું છું કે આપણા બધાના હૈયા એવાં મળી ગયાં કે જાણે આપણે એકજ કુટુમ્બ્ના સભ્યો હોઇએ.

સાનુ—તપન પોતાના સંસારમા વ્યસ્ત, ને હું પણ, પરંતુ મારા સાસુ સસરાના અણધાર્યા અવસાનના કારણે અમોને વડીલ વિના એકલાપણું લાગે છે. મારી અંતરેચ્છા રાકેશની સહમતીની અપેક્ષાએ કહું “

” સાનુની મમ્મી અનોખીમાને હુ મા સમાન માનું છું એટલે એઓ અમારી સાથે રહે તો મારી છત્રછાયા બની રહે ને માને એકલા રહેવું ન પડે. વળી મા ને રાકેશ કોલેજ સમયથી પરિચિત છે. મિત્રો સાથે રહી ન શકે?”

” વાહ, સાંવરી. તારા સંસ્કાર માટેની મારી અપેક્ષાને તેં સરસ રીતે પાસ કરી અનોખી અસમંજસ અનુભવી રહી. સાનુ તપનના ચહેરા પર અનુમતી વર્તાતી હતી.

અનોખી કંઇ બોલે તે પહેલા સાંવરી ફરી બોલી.’ મા, હવે તમારે ના નથી પાડવાની, પણ બે મિત્રો બેદાગ સાથે રહી શકે એવી મિસાલ સાબિત કરવાની છે.

અનોખીનું અશ્રુમિશ્રિત સ્મિત સહમતી ઉપરાંત વિશેષ લાગણી દર્શાવાતી હોય એવુ જણાતું હતુ.

===========

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.