હંમેશા કોઈપણ પગલું ભરતા પેહલા વ્યક્તિ તેના આગળનો, ભવિષ્યનો કે પરિણામ નો વિચાર કરીને જ આગળ વધતો હોઈ છે.
ઘણીવાર સમય એવો આવે છે કે સમજાતું નથી,
શું સાચું, શું ખોટું?
કોણ સાચું, કોણ ખોટું?
ક્યો માર્ગ ઉચિત, કયો અનુચિત?
કોનું માનવું, કોના પર વિશ્વાસ કરવો??.....

વગેરે જેવા અનેક પ્રશ્નો ઉદ્દભવતા હોઈ છે. ત્યારે આપણને છેલ્લી એક જ આશા દેખાય છે. એ છે પરમાત્મા, ભગવાન: ઈશુ, અલ્લાહ, જિજસ, કૃષ્ણ કે સ્વામિનારાયણ. જેના ભરોસે આપણે આ જીવનમાં સંઘર્ષો માંથી પસાર થઇ જઈએ છીએ.

આવો એક પ્રસંગ જોઈએ.

એક નવદંપતી લગ્ન બાદ શહેરમાં રહેવા ગયા. ત્યાં તેમને ફ્લેટ ભાડે લીધો અને રહેતા. ખુબ ખુશ ખુસાલ જીવન જીવતા આ નવદંપતિ. રોજ અનિકેત એફિસે જાય અને ઋત્વિ ઘરના કામ કરી ને અનિકેત માટે ગરમા-ગરમ રસોઈ બનાવી રાખે. એમ રોજનું રુટિંગ ચાલતું હતું. રજાના દિવસે ક્યાંક બહાર જતા ને બહાર જ જામી લેતા તો ક્યારેક સ્પેસિઅલ ઘરે મનગમતી આઈટમ બનાવતા.

એક દિવસ બન્યું એવું કે અનિકેત કંપનીનો મેનેજર હોવાથી મલિકની ગેરહાજરીમાં એક અમેરિકાની નવી કંપની સાથે ડીલ કરવાની થઇ. અનિકેતે આ ઓફર જોઈ ને મલિકને ફોન કર્યો પણ મલિક ક્યાંક કામ માં હોવાથી ફોન પર વાત થઇ શકી નહિ. હવે અનિકેતે વિચાર્યું કે આ કંપનીને ફાયદો થાય એમ જ છે અને ઓફર સામેથી આવી છે એવું સારું કામ હોઈ તો મલિક ના તો ના જ પાડે. માટે મારે આ ડીલ સ્વીકારવી જોઈએ. અને મલિક પણ ગર્વ અનુભવશે. આમ વિચારી મલિક ની ગેરહાજરીમાં અનિકેતે આ ડીલ સ્વીકારી લીધી અને પોતાના પગાર માંથી બાના પેઠેની રકમ આપીને ડીલ કન્ફોર્મ કરી. આ બધું બીજા અન્ય કારીગરો તો જોતા જ હતા. સાંજે છૂટ્ટીને અનિકેત ઘરે આવ્યા બવ ખુશ હતા આજે.

"ઋત્વિ....ઋત્વિ....ઋત્વિ.... "તેડીને ફાદુડી ફરી લીધી બે-ત્રણ
"અરે, શું થયું? , આટલા બધા ખુશ??"
"આજે હું બહુજ ખુશ છું."
"બોનશ મળ્યું?,પગાર વધ્યો?, કે કંપનીના CEO બન્યા?"
"ના બાબા ના, આજ મલિકની ગેરહાજરીમાં કંપનીના લાભ માટેની મોટી ઑફર મેં સ્વીકારીને કંપનીને મોટો ફાયદો કર્યો. જોજે કાલે મલિક બહુજ ખુશ થશે."

આમ વાતો કરતા કરતા જમ્યાને આજે તો ખુશી નો પર નહોતો. અનિકેત તો જલ્દી સવાર પડે ને કંપનીએ જવાની ઉતાવળમાં હતો. પણ કહે છે ને કે "ક્યારે શું થવાનું કોને ખબર?" બન્યું એવું કે અનિકેત ઑફિસે પહોંચ્યો તે તો તેના આનંદમાં જ હતો.

ત્યાં પહોંચ્યો તો સામે મલિક અને કંપનીના સીઈઓ અને બીજા અમુક કારીગરો ત્યાં સામે જ ઉભા હતા. તેમને જોઈને અનિકેત મનમાં માલકાયો બધા મારા સ્વાગત માટે ઉભા છે. હમણાં મને મલિક ભેટી પડશે અને શાબાશી આપશે. પણ એવું એક પણ વર્તન જોવા જ ના મળ્યું. ત્યાં તો કાંઈક નાવોજ માહોલ હતો. બધા તેની સામે અલગ દ્રષ્ટિકોણ થી જોઈ રહ્યા હતા. આ જોઈને અનિકેટને કઈ સમજાયું નહિ. તે થોડો સીરિયસ બની ગયો. અને ચુપચાપ પોતાના સ્થાને બેસવા માટે ચાલતો થઇ ગયો.

ત્યાં માલિકે બોલાવ્યો," અનિકેત"!
"જી, સર"
"અહીંયા આવો."
અનિકેત પાછો વાળીને સર સામે જઈને ઉભો રહ્યો.

"તે તારી નવી કંપનીની ડીલ અમેરિકા સાથે કરી એનું ઉદ્દઘાટન ક્યારે છે?, અમને આમંત્રણ તો અપીસને??"

આટલુ સાંભળતાતો અનિકેટની આંખો ખુલી રહી ગઈ, મો પણ, અને હાથમાંથી જ મનગમતા ભોજનનું ટિફિન પણ છૂટી ગયું, આંખોના ખૂણા ભીના થઇ ગયા. અને અને સ્તબ્ધ બની ગયો.

અનિકેત વિચારતો હતો એવું કેમ થયું?, કેવી રીતે સમજાવું?, આવું કોને કીધું હશે? અને કઈ બોલ્યા વગર પોતાનું કામ કરવા લાગ્યો.

સાંજે ઘરે આવતા તેને રસ્તામાં ગાડી રાખીને ઉભો રહ્યો. એક નજર આકાશ તરફ કરીને એટલુંજ બોલ્યો , "આ ગેરસમજ નો તુજ કાંઈક રસ્તો બતાવ ,ભગવાન!."

બીજા દિવસે કંપનીએ ગયો ને જોયું તો એવું લાગ્યું જાણે કાલ કઈ બન્યું જ નહોતું. જેમ રોજ ચાલતું તું એમજ બધું હતું. કોઈનો ચહેરો પણ ઉદાસ કે રોષ વાળો નહોતો. કે કોઈને તેના પ્રત્યે દ્વેષ ભાવ પણ નહોતો દેખાતો. તેને બધાના હવભાવને સૂક્ષ્મ નજરે નિહાળ્યા પણ એને બધું બરાબર જ લાગ્યું.
એને થયું કે આ કેવીરીતે બન્યું?
કાલે તો બધા મારી સામે હતા આજે પાછળ કેમ આવી ગયા?
એનું શું કારણ હોઈ શકે?
પણ પછી તેને માલિકે તેની ઓફીસમાં બોલાવીને બધી વાત કરી અને કહ્યું કે " જયારે મેં જોયું કે તે તારા પગાર માંથી કંપનીના લાભ માટે કપાત મુક્યો છે ત્યારે સમજાયું કે આ વ્યક્તિ ક્યારેય એવું ના કરી શકે."

આમ, "જયારે અપણને ક્યાંય રસ્તોના દેખાય ત્યારે ભગવાન પર ભારોંસો રાખવો, જો આપણે પ્રામાણિક અને નૈતિકતા થી જીવતા હશું તો ક્યારેક આપણી સાથે ભગવાન અન્યાય નહિ થવાદે."

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.