ઓય કાજુ આપડી એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું બે ...!નોટિસ બોર્ડ માં જોઈને આવેલી બિંદુ એ કહ્યું.સોની બોલી ઓ સાચે?હાલી સાચું એવું હોય તો જા જોઈ આવ જાતે.બિંદુ દરવખતે મજાક કરતી હોય એટલે કોઈને એના પર વિશ્વાસ થતો નહિ.પણ જ્યારે પણ એ સાચું કહે તો મને જ કે એટલે બધાને લાગે આ સાચું કહે છે મારા જોડે એ મજાક ના કરે અને એ ભણવાની બાબતમાં તો નહીં જ.એટલામાં વિબ્બી બોલી ચલ હવે ડેટતો કે નવરાત્રીમાં તો નથી ને?નીલુ બોલી નવરાત્રી પેલા તો નથી ને?એટલામાં નીકુ બોલી બે નવરાત્રી પછી તરતતો નથી ને?સસસસસ....એને બોલાવાતો દો યાર હેલી બોલી.બોલ બિન્દુડી..અરે પેહલી ઓક્ટોબરથી સાત ઓક્ટોબર અને પછી પ્રેક્ટિકલ ની પરીક્ષા અને પાછું ખાલી કેમેસ્ટ્રી ના પેપરમાં જ રજા છે બાકી કોઈ પેપર માં નથી.

સોની જોય ને આયી બે કાજુડી આ સાચું કે છે હા હવે રામકથા પતી ગઈ હો આવ હવે બેસ અલા પણ નવરાત્રી પતે ક્યારે??બે કાજુ 29 ઓક્ટોબરએ એટલે આપડી પાસે 1જ દિવસ અને ફર્સ્ટ ટર્મ ચાલુ એમ?હા હવે એમ હો કાજુ..નીલુ બોલી.

બિંદુ કે બે મારે નવરાત્રી નથી કરવી યાર આવુથોડી હોય તરત પરીક્ષા હશે તો વાંચસુ ક્યારે આપડે??એક તો આપડે લાસ્ટ યર એ એ પણ એન્જોય નય કરવાનું યાર.સોની કહે હુતો કરીશ બે નવરાત્રી તો ના છોડાય જાને જે થવું હોય એ થાય સવારે વાંચવાનું અને રાત્રે રમવાનું.હેલી ધીરે રહીને બોલી હા જાડી પાછી તું ગરબા રમીને સવારે ઉઠવાની ખરીને બોલી પડી આમ હુહ...!!

એટલામાં મેડમ કલાસ મા આવ્યા અને ટાઇમટેબલ ની સાથે સિલેબસ આવી ગયો.સિલેબસ તો જાણે છેલ્લી પરીક્ષા હોય એટલો લાંબો હતો અને ટાઈમ એનાથી પણ ટુંકો અને ઉપરથી નવરાત્રી.

બે હેલુડી આ સિલેબસ છે કે પછી દરિયો?પૂરો જ નથી થતો યાર સોની લખતા લખતા બોલી.

હોસ્ટેલ પર જઈને બધા ડિસ્કસ કરવા લાગ્યા એક્ઝામનું વાંચીસુ કે ગરબા રમીસુ બધા 12માં વાળા લોબીમાં ભેગા થઈને આ ડિસ્કસન કરતા હતા.કેટલાક લોકો એવા પણ વિચારવા વાળા હતા જેને કાઈ ચિંતા નહતી થઈ જશે કરી લઈસુ જ્યારે જે થાય એ આપડે તો નવરાત્રી કરવાની જ અને એ પણ સજી ધજીને એ ચણીયા ચોલી વર્ષના એક વારતો પેહરવા મળે અને એવા એ ઓક્સીડાઈજનો શણગાર પેરવાની મજા જ કંઈક ઓર છે યાર.આ પેરેન્ટ્સ ડે માં બધું મંગાવી લયે ચલો આજે તો ફોન આવે એટલી વાર લિસ્ટ આપી જ દેવું છે મમ્મીને કેટલાક લોકો આવી બધી વાતો કરતા હતા.અને કેટલાક ડિસ્કસન.એવામાં અમારા વોડર્ન મેમ આવ્યા શુ આ સાની મીટીંગ ભરાઈ છે?મેમ ગરબા ની.હા હો ખબર છે નવરાત્રી આવી ગઈ તમારે.પણ મેમ અમારે બીજા જ દિવસથી એક્ઝામ છે .તો શુ થયુ ગરબા તો રમવાના જ હવે એમ પણ તમારા લોકોનું લાસ્ટ યર છે તો રમી લેવાનું.તમારા માટે તો બધું આયોજન કરીયે છે.પણ મેમ અમારે 12મુ છે તો રિજલ્ટ તો લાવું પડેને અને આ ફર્સ્ટ ટર્મ છે તો વાંચવું પડે બધા ના માઈન્ડ એક જેવા ના હોય ને મેમ.હા પાછા જાને તમે લોકો 5 કલાક માં વાંચી લેવાના હોય એમ.બાર ગરબા વાગતા હશે અને તમે અહીં વાંચો બને જ નહીં એવું હમણાં શાંત વાતાવરણ છે તો પણ તમે ક્યાં વાંચો છો તો ત્યારે વાંચશો.મેમ અમે લોકો એવું વિચારીએ છે કે અમે 12માં વાળા નહિ આવીએ ગરબામાં.તમે વિચાર્યું ને અમે માની લીધુ એમ એવું ના ચાલે તમે ના આવોતો પછી બીજા બધા પણ આવું બહાનુ કાઢે અને વિરોધ કરે.તમે એવું હોય તો એકવાર સરને મળી લો સર કે એમ કરીશું .અને એવું હોય તો તમને ખબર જ છે આપડે દરવખતે ની જેમ 12 વાગે નાના કિડ્સ ને મોકલી દયે છે તો જેને વાંચવું હોય એ 12 વાગે એ નાના કિડ્સ ની બસ માં પાછા આવતા રહેજો જેને એવું કરવું હોય તે લોકો નામ લખાવી દેજો ઠીક છે.અને જેને રમવું હોય તેને છૂટ છે.એમ કહીને મેમ જતા રહ્યા.પછી તો અમારા સુપરવાઈઝર જોડે જે અમે લોકો એ ચર્ચા વિચારણા કરી છે એવું તો હોસ્ટેલમાં જ મજા આવે એક્સામની સાથે સાથે ગરબા અને પાછા ટ્યૂશન ના ટેસ્ટતો ખરાજ બધી જ ખીચડીમાં અમે બરાબર પકાય ગયા હતા.બીજા દિવસે મેમ એ સર ને વાત કરી હશે તો સરે અમને બધા ને એમની કેબિનમાં બોલાવ્યા સર એટલે અમારી હોસ્ટેલના ડિરેક્ટર.સરે કહ્યું કેમ તમે ના પાડે છો સર એક્સામ છે સર એક જ દિવસ બાકી રહેશે સર ફર્સ્ટ ટર્મ છે અરે ઓ સસસસહહહ એક એક કરીને બોલો આ કઈ મેનર્સ છે તમારી?

સરે કીધું ઓકે તમારી એક્સામ છે તો હું સ્કૂલમાં વાત કરીશ કઈક આગળ પાછળ કરશે પણ તમારે નવરાત્રીમાં જવાનું જ છે તમારા બધા માટે તો અમે આયોજન કરીયે છે તમે જ ના આવો તો ના ચાલે અને જો તમે ના આવો તો પછી બીજ ઘણા જેને નવરાત્રીમાં રસ નથી એલોકો વિરોધ કરે અને તમે અહીં હોવ એટલે કોઈ સુપરવાઈઝર ને તમારી જોડે રાખવા પડે તો એમને પણ નવરાત્રી માં જવા ના મળે તમારા બધાના લીધે પ્રોબ્લેમ કેટલી થાય એના કરતાં 3-4 કલાક નવરાત્રી કરી લેવાની એમ પણ તમારી પાસે આખો દિવસ તો હોય જ છે ને તો ત્યારે વાંચી લેવાનું પણ નવરાત્રીમાં તો આવાનું જ કમ્પલસરી.એમ પણ હવે આમતેમ તમે 3-4કલાક બગાડોજ છોને મસ્તીમાં તો એ નવરાત્રીની મજામાં લઇ લો.સાચું કહું તો પેહલા એવા સ્ટુડન્ટસ જોયા જે નવરાત્રી રમવાની ના પાડે છે એક એ સ્ટુડન્ટસ હતા જેને આ નવરાત્રીના સેલિબ્રેશન ની શરૂઆત કરાવી હતી અને એક તમે ના પાડે છો ખરા છો એટલામાં બીજા સર આયા અને કહે હવે રમી લેવાની પરીક્ષા તો આવે એના માટે આ ચાન્સ નય ખોવાનો વળી આવો મોકો ફરી નય મળે બધા સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે રમવાનો ખરુંને મેમ.

મેડમ એનાઉન્સમેન્ટ કરીદો કે બધા એ ફરજિયાત નવરાત્રી માટે વેમાલી બિલ્ડીંગ પર જવાનું જ છે.ઓકે સર બસ સાંભળી લીધું જાવ હવે મેમ બોલ્યા.એનાઉન્સમેન્ટ સાંભળીને અમુક લોકો તો ખુશ થઈ ગયા કારણ વેમાલી બિલ્ડીંગ એટલે બોયઝ હોસ્ટેલ અને અમારી સ્કૂલ પણ ત્યાં જ નીચે સ્કૂલ ઉપર હોસ્ટેલ અને ત્યાં ગ્રાઉન્ડ પણ ઘણું મોટું એટલે નવરાત્રીમાં મજા આવે પાછું અમારા સર નવરાત્રીમાં અમારા બધાના ઇન્જોયમેન્ટ માટે પાર્ટી બોલાવે અને દર વર્ષે અમારી હોસ્ટેલ માં નવરાત્રી નું સેલિબ્રશન જોરશોરનું થાય.એટલે જ તો હોસ્ટેલની નવરાત્રી ના ભુલાય.કમ્પલસરી જવાનું છે આવું સાંભળીને બધા પાછા નવરાત્રીની તૈયારીમાં પડી ગયા આમ એક ખુશી તો હતી જ કે સર આટલું બધું કરે અને આવો મોકો મળે તો રમી લેવું પછી ક્યાં ફરી બધા ભેગા થવાના છે પણ બીજો પરીક્ષા નો ડર પણ હતો જ.રૂમ માં આવી બધા સર અને મેમ પ્રત્યેની બધી ભડાસ કાળતા હતા અને એટલામાં અમારી ફ્રેન્ડ ફિલોસોફર કિંજલ આવી જે એ વાતથી અજાણ હતી કે અમે સર જોડે જયને આવ્યા છે અને આ રીતે નવરાત્રી અને પરીક્ષા આગળ પાછળ છે પણ જેવું ખબર પડી આવી અમારા રૂમ માં અને અમને બધાંને આ રીતે ટેનસન માં જોઈને બોલી ઓ હેલ્લો બિનદાસ રહો યાર શુ ટેનસન લો છો નવરાત્રી તો રમવાની જ આપડે પરીક્ષા તો આવે ને જાય અને એમ પણ એ લોકોને સ્કૂલ નું રિજલ્ટ લાવાનું હોય એટલે પેપર બઉ હાર્ડ નઈ હોય આપડે તો પાસ જ થવું છે ને થય જઈસુ યાર શુ ખોટું ટેનસન લો છો.અંજુ બોલી હા હો બધાના માઈન્ડ તારા જેવા ની હોય કઈ અલે અંજુ કઈ ની આપડે એતો કય જુગાડ કરી લેશું સોની બોલી.પછી બાજુના રૂમ ના અને અમે બધા ફ્રેન્ડસ અમારી રૂમમા ભેગા થઈ ને બધુ ટેનસન ભૂલી નવરાત્રીની વાતોમાં પડી ગયા.વાતવાતમાં ડીસાઈડ થયું કે જો હવે નવરાત્રી કમ્પલસરી કરી જ છે તો હવે આપડે કરીશુ જ.નીલુ બોલી અને હા એ પણ બધા દિવસ ટ્રેડિશનલ પહેરીને શુ કેહવું વિબ્બી?હા અને હા કાજુ તારે પણ પેહરવું પડસે જ કે તરત બિંદુ બોલી હા આપડી હોસ્ટેલ ની કોમ્પિટિશન માં આપડા ગ્રૂપમાંથી કોઈ એક તો વિનર થવું જ જોયે અને હા ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન પણ આપડામાંથી જ કોઈ હોવું જોઈએ બિંદુ એકદમ જોશ માં બોલી.કાજુ કે હું અને ટ્રેડિશનલ જાવ ને હવે તમને બધાને ખબર છે મને નથી ગમતું.નીકુ કહે હા પણ તારે આ વખતે પેહરવું પડશે આફ્ટરઓલ અવર લાસ્ટ યર યાર એસ યુ સૅય. હા કરો બ્લેકમેલ પણ યાર આમ પણ મને ગરબા બઉ ના ગમે હું ટ્રેડિશનલ તો નહીં જ પેહરુ યાર.હેલી કહે શુ ની ગમતા ગરબા તને એમ લાસ્ટ યર મારો કાકો લાસ્ટ સુધી મેમ જોડે રમતું હતું? સાલા તમે તું સોની અને બિંદુ આ સ્નેહલડી નીલુ બધા જ બઉ રમતા હતા યાદ આવ્યું?અને એના લીધે અમારે બેસી રહેવું પડતું તમારી રાહ જોવા નાસ્તો કરવા માટે.વિબ્બી કે આ હેલી તો નાસ્તા માટે જ આવે છે બે આ વખતે તો તારે પણ રમવું પડશે તને જોવા તો બધા કાનુડા રાહ જોતા હશે એટલામા સ્નેહલ બોલી હા ગોરી રાધા ને જોવા કાળા કાનુડા તાકીને જ ઉભા હોય છે. હેલી કે ઇ..ઇ..જાને હવી કોઈ સાલું ઢંગનુ નથી.સોની કે કોઈ મળે તો સેટીંગ કરી આપશુ આપડે હવે એમ બધી વાતો કરીને હેલીની અમે બઉ ઉડાવતા કારણ એ અમારા કલાસ ની ગોરી રાધા હતી અને અમે એને બહુ ખિજવીએ તો એ બહુ ચિડાય એટલે મજા આવતી.બસ પછી જેમ ડીસાઈડ થયું એમ બધી તૈયારી ચાલુ થઈ ગઈ .નવરાત્રી ના 3 દિવસ બાકી હતા અને એ પેલા પેરેન્ટ્સ ડે આવતો હતો એટલે બધા એ નવરાત્રી ની વસ્તુઓ નું લિસ્ટ બનાવી દીધું અને ઘરેથી મંગાવી લીધો નવરાત્રી નો શણગાર.પેરેન્ટ્સ ડે આવી ગયો બધા એ પેરેન્ટ્સને મળ્યા અને પરીક્ષા અને નવરાત્રીની બધી વાત કરી બધા ના પેરેન્ટ્સ એ અલગ અલગ રિસ્પોન્સ આપ્યો.દરવખત ની જેમ પેરેન્ટ્સ ડે ની રાત્રે બધા અમારા રૂમ માં ભેગા થતા.એટલામાં બિંદુ બોલી બે મમ્મી એ કીધું કે નવરાત્રી 12 વાગ્યા સુધી જ રમજે અને પછી વાચજે બે મારી મમ્મી તો મેમ ને કેહવા ગઈ કે આને 12 વાગે મોકલી જ દેજો હેલી બોલી સોની કે મેં તો કઈ કીધું જ નય કહીયે તો મમ્મી બોલેને હાહાહા...નીલુ કે આ સારું હો જાડુ મારી મમ્મી તો કે રમવાનું નય એટલે થાક ના લાગે એટલે 12 વાગે આવીને વંચાય નીકુ જોરથી હસી અને એટલામાં સોની બોલી કાજુ તને શુ કીધું?કાજુ કહે મને તો તમારા બધાથી ઊંધું કીધું મારી મમ્મી કે ગરબા તો રમી જ લેવાના બેટા ખાય પી ને એન્જોય જ કરવાનું એમ પણ લાસ્ટ યર છે અને આવો મોકો ફરી ક્યાં મળે વાંચવાનું તો થયા કરશે થોડીક વધારે મેહનત કરી લેવાની પણ નવરાત્રી તો એન્જોય કરી જ લેવાની.બિંદુ કહે બે કાજુ મમ્મી તો તારી મમ્મી જેવી જ હોવી જોઈએ હમેશા એન્જોય કરવાનું જ કે અને તું અમથી ટેનસન લેયા કરે હેલી બોલી એ જ તો શું કાજુ હવે તો આ વાત પર તારે ટ્રેડિશનલ જ પેહરવાનું છે.હાહાહા બકા મારી પાસે તો ચણીયા ચોલી છે જ નહીં અને ના કોઈ ઓર્નામેન્ટ્સ મને ગમતું નથી એટલે મમ્મી કઈ લાવી જ નય ને મેં કય મનગાવ્યું પણ નય હવે તો હું નય જ પેહરુ.એટલામાં અમારા સુપરવાઈઝર આયા મારું પહેરી લેજે એમ પણ મારૂ તને થય જશે મારી પાસે છે ચણીયા ચોલી હા અને જો નય થાય તો હું ફિટીંગ કરી આપીશ કાજુ હો નીલુ બોલી અને એટલા માં પાછી સોની કે આઈ હેવ ઓલ મેકઅપ કીટ સો હું તને તૈયાર કરી દઈશ. અને બિંદુ કે અરે આપડે બધું સેટીંગ કરી લાઈસુ આખી હોસ્ટેલ આપડી તો છે આમ બધા કાજુ ને ટ્રેડિશનલ પહેરવા માટે કઈ જ બાકી રાખ્યું નય બધું જ એરેન્જમેન્ટ કરી દીધું. બસ પછી શું પહેલા બે દિવસ તો બધા સિમ્પલ માં ગયા વેમલી બિલ્ડીંગ નું તો જાણે એવું ડેકોરેશન કર્યું હતું કે બધા જોતા જ રહી ગયા...આમ ગેટમાં એન્ટર થતા જ સામે પાર્ટી નો સ્ટેજ ઉપર મસ્ત નાની નાની લાઈટ વાળી છત્રી કોટન એ નાના વાદળો અને સાથે જાને વરસી રહ્યો એ થનગણતો સંગીતનો વરસાદ આજુબાજુ બાંધણી ના દુપટ્ટા અને એવું જ બાંધણી ના શણગારથી જે મન્દિર બનાવ્યું હતું વાહ આજે પણ એ આંખમાંથી નીકળતું નથી અને પાછું જે સ્ટેજ હતો એ પણ ગજબ નો ડેકોરેટ કર્યો હતો..બસ બે દિવસે તો આમજ અમે મજા કરી અને સાથે અમારી કોમ્પિટિશન પણ જોયી અને પેહલા જ દિવસથી મોસ્ટલી બધા ટ્રેડિશનલમાં આવતા હતા કોમ્પિટિશન સ્ટાન્ડર્ડ વાઇસ રમાતી હતી.આમ નાના અને મોટા એ બધાનું અલગ અલગ એટલે મજા આવતી.અમે લોકો તો મેમ સાથે જ રમતા અમને મજા આવતી મેમ પણ અમારી જેમ શોખીન હતા અને મેમને પણ અમારા ગ્રુપ સાથે મજા આવતી વળી મેમ એ કાજૂને કીધું કે તમારા ગ્રુપ માં બધા ગરબા તો ગજબના રમો છો જજ કરતા મેમ તમને જોતા જ રહી જાય છે મને પૂછતા હતા કે વિથઆઉટ ટ્રેડિશનલ ને જજ કરવાનું પણ આપડો રૂલ્સ છે ટ્રેડિશનલ જેને પહેર્યું હોય એને જ જજ કરવામાં આવે એટલે હવે ટ્રેડિશનલ પહેરીને આવજો ના હોય તો મારી પાસેથી લઈ જજો.કાજૂને લાગ્યું કે સાલું હવે મેમ પણ અમારી તારીફ કરે છે તો હવે ટ્રેડિશનલ પહેરવું જોયે મને શોખ નથી પણ ફ્રેન્ડસ ને કેવું પડશે એમ પણ અમે બધાએ નક્કી કર્યું છે કે કોઈકે તો વિનર બનવું છે એટલે કાજુ એ ત્રીજા દિવસે બધાને કીધું કે ચલો આજે ટ્રેડિશનલ પેહરિયે કાજુ ને ટ્રેડિશનલ પેહરવાનું સાંભળી બધા ખુશ થઈ ગયા અને બધા ટ્રેડિશનલ પહેરી ઉપડ્યા વેમાલી બિલ્ડીંગ.મેઈન બિલ્ડીંગથી આવતા જ ઘણા લોકો એ કહ્યું કે આજે તો બાકી 42 રૂમ નમ્બર ચમકે છે બાકી.અમને બધાને ટ્રેડિશનલ માં જોઈ બધા અંદર અંદર ચાલુ પડી ગયા આજે તો વિનર શીટ ગઈ અને કાજુ એ સાંભળી ગઈ.કાજુ એ ગ્રુપમાં કહી દીધું દોસ્તો આપડે જીતી ગયા સમજી લો.બધા ગ્રાઉન્ડ માં ઉતર્યા મોરપીંછ વર્ક ની ચણીયા ચોલી સાથે ઓકસોડાઈજ નો સેટ હાથમાં કળા અને કેડે કંદોરો જોઈને હરકોઈ હરખાય જાય એવો અમારા બધાનો ડ્રેસઅપ હતો.કોમ્પિટિશન ના ગરબા સ્ટાર્ટ થયા અને અમે રમી રહ્યા હતા કે જજ કરતા મેમ અમારા ગ્રુપ આગળ આવ્યા અને અમારા વખાણ કરીને ગયા.નાસ્તાના બ્રેક માં હેલી અમારી રાહ જોતી હતી અમે ગરબા માં એવા મશગુલ થયા હતા કે બ્રેકના પડયો ત્યાં સુધી નીકળ્યા જ નહીં હેલી ને ભૂખ લાગી હતી એટલે એતો બધાનો નાસ્તો જાતે જ લાઇ આવી પછી બધા નાસ્તો કરી પાછા ભાગ્યા. અને પછી છેલ્લે વિનર એનાઉન્સમેન્ટ અને બધા શાંતિ થી બેઠા હતા અમે તો એકબીજાની ઉડાવામાં પડ્યા હતા અમારા કલાસના બોયઝ આજે પહેલીવાર ગરબા રમવા આવ્યા હતા એટલે અમે તો એમની ઉડવા માં રચ્યાપચ્યા હતા અને એકદમ જ એનાઉન્સમેન્ટ થયું કાજલ ફ્રોમ 12 સાયન્સ અને અમે બધા જ ઉછળી પડ્યા. હોસ્ટેલમાં ગરબા પુરા થઈ જાય પછી ડીજે વગાડતા તો અમે ડીજેના તાલ પર એ અમારા ડિસ્કો નાઈટ માં જુમતા અને એ દિવસે તો બધા ખુશીના મારે બહુ નાચ્યાં અને પાછો શનિવાર હતો એટલે બધા બિનદાસ નાચતા હતા એ દિવસે બહુ મજા આવી હતી.પછી બધા જ દિવસે અમે બધા રોજ ટ્રેડિશનલ પહેરી જતા અને રોજ એટલા જ જોશથી રમતા.આખરે છેલ્લો દિવસ આવ્યો સવારે એનાઉન્સમેન્ટ થયું કે જે લોકો વિનર થયા છે એ બધાને આજે કમ્પલસરી ટ્રેડિશનલમાં આવાનું રેહશે અને એમાંથી કોઈ એક ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન નો વિજેતા બનશે.આ સાંભળી કાજૂને બધા એ કીધું જો કાજુડી આજે તારે જોરદાર પર્ફોમન્સ આપવું પડશે હો લાસ્ટ ટાઈમ તો સોની આ વિજેતા નતી બની પણ આ વખતે તો તારે બનવું જ પડશે.સોની કહે હા કાજુ એમ પણ આપણું લાસ્ટ યર છે યાર આપડા ગ્રૂપનું નામ બનવું જોઈએ યાર હો.અરે હા પણ તમે લોકો ભૂલી ગયા મારી પાસે કઈ ચણીયા ચોલી તો નથી યાર જે હતી એ બધી એક એક વાર પહેરી લીધી છે અને આજે તો મોસ્ટલી આપડી બધી ચોલી કોઈ ને કોઈ લય ગયું છે પહેરવું શુ હવે?? એટલામાં બિંદુ આવી ડોન્ટ યુ વોરી માય ડિયર આપડે જુગાડ કરી લાવ્યા ..આ લે તારી મનગમતી એકદમ ફૂલ ટ્રેડિશનલ કચ્છી વર્ક અને રજવાડી સ્ટાઇલ ની ચણીયા ચોલી.કાજુ કહે બે આતો પેલી ફેનીની છે એને તને આપી એ તને ઓળખતી હતી બિંદુ કહે અરે આપડને બધા ઓળખે લે બસ હું લાઇ આવીને તું પેહર અને વિનર બનીને આવ.સોની કહે અલી પણ આમાં ઓર્નામેન્ટ્સ?ચલ એતો સેટ થય જશે પણ હાથમાં પાછું કાંઈક સેટ કરવું પડશે.. નીલુ કહે આપડે પિંકી પાસેથી બલૈયા લાઇ આવસુ એને કાલે પહેર્યા હતા એ સારા લાગશે.બિંદુ કહે હા ચલ હું લઈ આવું.ફાઇનલી બધું જ સેટીંગ થઈ ગયું અને કાજુ ને એકદમ ટ્રેડિશનલી રજવાડી ચોલી અને ભરવાડી બલૈયા ની સાથે મેકઅપ કરી ને રેડી કરી દીધી.રૂમમાંથી નીકળતા ની સાથે જ મેમ મળ્યા પેહલા તો એમને કાજૂને ઓળખી નહિ અને રૂમ માં જ બૂમો પાડવા માંડ્યા.પછી કાજુ બોલી મેમ આઈ એમ હીયર.. ઓહ માય ગોડ કાજુ તું લે મેં તો ઓળખી જ નય ઓકે લે આ તારી ટોકન અને ચલો જલ્દી નીચે આવી જાવ આપડે આજે વહેલા જવાનું છે.ઓકે મેમ અમે આવીએ જ છે.ગ્રાઉન્ડ પર પોહચતા પેહલા તો આરતી કરી આજે બીજીવાર એવું બન્યું કે અમે આરતીમાં હતા બાકી રોજ ટ્યૂશન થી મોડું થતા આરતીમાં અવાતું જ નહીં.આરતી પછી કોમ્પિટિશન ચાલુ કરી પેહલા જે લોકો વિનર હતા એમની વચ્ચે જોરદાર કોમ્પિટિશન ચાલી નોનસ્ટોપ ત્રણ તાળી થી લઈને ફાસ્ટ ગરબા સુધી.છેલ્લે ફાસ્ટ ગરબામાં તો કાજુ અમારા મેમ અને બીજા 10 15 સ્ટુડન્ટ જ રહ્યાં.પછી બધાને ગરબા રમાંડ્યાં રાસ પણ રમ્યા અને લાસ્ટ માં હિંચ અને ટીમલી.ટીમલીમાં તો આજે સોનીએ નવી શીખવાડી તો બહુ મજા આવી એટલે બધા રમ્યા અને પછી વિનર એનાઉન્સમેન્ટ આવ્યું.બધા ગોઠવાય ગયા બધાના મનમા મૂંઝવણ ચાલતી હતી.કે શું થશે અને પછી ધીરે ધીરે સ્ટાન્ડર્ડ વાઇસ વિનર એનાઉન્સમેન્ટ થવા માંડ્યું જ્યારે 10-12નું આવ્યું ત્યારે અમારા ગ્રુપ ના બધા ક્રોસ ફિંગર કરી ને ઉભા હતા અને જોરથી આવાજ આવ્યો ટુડેઝ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન વિનર ઓફ2012 ઇસ ગોસ ટુ... એની ગેસીસ??અને બૂમો આવી કાજલ કાજલ બીજી બાજુથી પણ બીજા ઘણા ની બૂમો આવી અને ફાઇનલી મેમ બોલ્યા કાજલ પ્લીઝ કમ...અમે બધા જોરથી બૂમો પાડી ઉછળી પડ્યા અને બધા એક સાથે બોલ્યા હિપ હિપ હુરે...મેમ પણ અમારી જીતથી ખુશ થઈને હિપ હિપ હૂરરરે બોલાવ્યું.

ગોલ... અચિવ ....પછી તો જે ડીજે માં કુદયા અને એ 2012 ની નવરાત્રિને હંમેશા માટે એક યાદ બનાવી દીધી.બીજા દિવસે સ્કૂલ માં બધા ચર્ચા કરતા હતા કે બે ક્યાં આપડે 10 દિવસ પહેલા નવરાત્રીની વાતો કરતા હતા ને નવરાત્રી આજે પુરી પણ થઈ ગઈ.અને એટલામાં જ બિંદુ આવી ઓ કાજુ આપડી પરીક્ષા નું ટાઈમ ટેબલ આટલું બોલતા જ સોની એ બિંદુ ને અટકાવી અને કહ્યું પ્લીઝ યાર હમણાં એ વાત ન કર એકતો આજે જ નવરાત્રી પતિ છે અને આપડી રોજની મજા બન્ધ હવે અને એવામાં તું આવી ન્યુઝ લાવે યાર દુઃખી ની કર.અરે ના એમ નથી યાર શુ યાર તું પણ દરવખતે કય બેડ ન્યુઝ જ હોય એક કામ કર જા તું જાતે જ જોય આવ વિબ્બી કે તું બોલ ને આગળ હા તો સાંભળો થોડીક ગુડ ન્યુઝ છે..એટલામાં ધરતી અને સામી બન્ને સાથે બોલ્યા ગુડ ન્યુઝ અને એ પણ થોડીક જ સારી?હાહાહાહા...

અરે હા એતો સાંભળશો એટલે ખબર પડશે..સ્નેહલ બોલી હાતો સંભળાય હવે..હા તો સાંભળી આપડી પરીક્ષામાં થોડોક ફેરફાર થયો છે એટલે નવરાત્રીનો આરામ કરજો અને હા પેહલા પ્રેક્ટિકલ પરીક્ષા છે એટલે આપડને થિયરી માટે ટાઈમ મળશે સો ડોન્ટ વોરી...ઓહ વાવ આતો થોડાક સારા ન્યુઝ છે સામી બોલી અને એટલામાં દરવાજા આગળથી બૂમ આવી

એ કાજુ આ બિંદુ સાચું કે છે યાર ન્યુઝ તો થોડીક સારી છે સોની પાછળથી બોલી.અને ધરતી પાછી હસી થોડીક સારી ..બધા હસી પડ્યા કાજુ બોલી એ હા હો આવી જા રામકથા પતિ ગઈ.પછી બધા ખુશ થયા અને આ ન્યુઝ સાંભળી થોડાક રિલેક્સ થઈ ગયા પછી પાછું એ જ રૂટીન ચાલુ થઈ ગયું હોસ્ટેલ થી સ્કૂલ અને સ્કૂલ થી ટ્યૂશન.નવરાત્રી પણ સારી ગઈ અને પરીક્ષા પણ.ખરેખર એ હોસ્ટેલની નવરાત્રી યાદગાર નવરાત્રી બની ગઈ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.