ઋણ

પૂર્વી તૈયાર થઈને અરીસા સામે ઉભી રહી. છેલ્લાં બે વર્ષમાં એની ઉંમર દસેક વર્ષ મોટી લાગતી હતી. આંખો નીચે કાલા કુંડાળા, ચહેરા પર કરચલીઓ, ઝૂંકી ગયેલી ગરદન, અને નિસ્તેજ ભાવવિહીન આંખો જો કે એમાં દીકરીનાં લગ્નનો ભાર અને સ્વજનો દ્વારા થયેલા વિશ્વાસધાતની અસર પણ હતી. ઢીંગલી જેવી સાલ્વી આચનક પરણવા યોગ્ય થઈ ગઈ એની પૂર્વીને ખબર જ ન પડી. અને વિરાગ પણ ખુદથી દૂર થઈ સૃષ્ટિની નજીક જતો રહ્યો એનો ખ્યાલ પણ ખુદને કયા આવ્યો હતો? બેવફાઈની યાદનું એક તીર હૃદયમાં ભોંકાયું અને આંખમાંથી બે ચાર આંસુ ટપકી પડયા વીતેલાં એ દિવસોને જેટલી મક્કમતાથી એ ભૂલવાનો પ્રયત્ન કરતી એટલી જ તીવ્રતાથી એ યાદો સોંયની જેમ ભોંકાતી હતી. તો બીજી બાજુ સૃષ્ટિએ કરેલાં ઉપકારોની વાસ્તવિકતાનો બોજ હૃદયને કચડતો હતો. વિચારોનું વાવાઝોડુ પૂર્વીને ભૂતકાળનાં દસ વર્ષ પહેલાંનાં દિવસોમાં લઈ ગયું. ઓફિસેથી આવતા એનું એકટીવા ટ્રક સાથે અથડાયું અને ચિરનિંદ્રામાં સરી પડતાં માંડ માંડ બચી... બ્રેઈનમાં ઈજા થવાને કારણે એ કોમાં સરી વિરાગ સાલ્વી અને નાનકડા સ્મિતથી દૂર હોસ્પિટલ જ બે વર્ષ સુધી એનું ધર બની ગયું. બે વર્ષે કોમામાંથી બહાર આવ્યા બાદ ધરે આવી ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ હતી. એનાં ધર પર નાની બહેન સૃષ્ટિમો કબજો હતો. બાળકો માસી-માસી કરીને સૃષ્ટિને પાછળ ફરતાં અને વિરાગની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન પણ સૃષ્ટિ જ રાખતી પૂર્વીને લાગતું કે ધરમાં એ એક અનવોન્ટેડ વ્યકિત હતી એનું શરીર હજુ અશકત હતું. સાસુ-સસરાં હતાં નહીં કે તેઓ આવીને ધર સંભાળે. આ સંજોગોમાં વિરાગ માટે ઓફિસ બાળકો અને ધર સંભાળવું સ્વાભાવિક મુશ્કેલ હતું તેથી પૂર્વીના મમ્મી-પપ્પાએ જ સૃષ્ટિને અહીં મોકલી હતી. સૃિષ્ટને અહીં મોકલી હતી. સૃષ્ટિ બેંકમાં જોબ કરતી અને સાથે પૂર્વીનાં પરિવારને પણ સંભાળતી. સૃષ્ટિનાં આદિફત્યને સ્વીકાર્યા વિના પૂર્વી પાસે બીજો કોઈ ઓપ્શન ન હતો.

એક વર્ષની ફિઝીયોથેરેપીની ટ્રીટમેન્ટ બાદ જયારે એ થોડું હતી-ફરતી થઈ ત્યારે એણે વિરાગને કહ્યું.

વિરાગ... હવે હું ઠીક છું. આપણે એક બાઈ રાખી લઈએ જેથી સૃષ્ટિ મમ્મી-પપ્પા પાસે જઈ શકે. અને આમેય એ છવ્વીસની થઈ એના માટે છોકરો પણ શોધવો પડશેને?

હા... હા... તું જેમ કહે એમ... વિરાગે થોથવાતા સ્વરે કહ્યું.

અને એ જ દિવસે સાંજે બાલ્કનીમાં વિરાગ અને સૃષ્ટિને વાત કરતાં પૂર્વીએ સાંભળ્યા..

જીજુ... દીદી હવે ઠીક છે. મારે જવું પડશે પણ હું તમારા વગર ન રહી શકું.

સૃષ્ટિ... તો તારા વિના પણ મને નહીં જ ચાલે. તું હવે મારી દિલની ધડકન બની ગઈ છે. તું અહીં રહી શકે એવી કંઈ ગોઠવણ આપણે કરવી જ પડશે. એટલું કહીને વિરાગે સૃષ્ટિને પોતાની નજીક ખેંચી બાહુપાશમાં જડકી લીધી..

આ જોઈને આધાતથી દિંગમૂઢ બનેલી પૂર્વી જમીન પર ફસડાઈ પડી. આ વખતે એને પેરેલેસિસનો એટલે આવ્યો અને ડાબુ અંગ કામ કરતું બંધ થઈ ગયું. ફરી એકવાર હોસ્પિટલનાં ચક્કર અને લાંબી પથારી... હવે પૂર્વીને જિંદગી ભાર લાગતી હતી. એક બાઈ પૂર્વ માટે વિરાગે રાખી જે એનું બધુ ધ્યાન રાખતી. સવાર-સાંજ વિરાગ રૂમમાં આંટો મારી જતો. છોકરાંઓ શરૂઆતમાં મમ્મી પાસે આવીને બેસતા... માથા પર હાથ ફેરવતા. સ્કૂલની વાતો કરતાં. પરંતુ ધીમે ધીમે એ પણ ઓછું થવા માંડયું. એકલતા અને સ્વજનોથી તરછોડાવાનું દુઃખ એની બીમારીને વધુ વિકટ બનાવતું. પૂવી૪નાં સ્થાને સૃષ્ટિ ગોઠવાઈ ગઈ હતી. એ ચારેય સાથે જમતાં બહાર ફરવા જતા અને કલાકો સુધી ડ્રોઈંગ રૂમમાં વાતો કરતાં. ખડખડાટ હસતાં પોતાનાં બાળકો સચવાય ગયાનું સુખ માણવું કે પતિ છીનવાઈ ગયાનાં દુઃખને રડવું? એ પૂર્વીને સમજાતું નહોતું.

એક વખત એણે વિરાગને કહ્યું કે તું અને સૃષ્ટિ આમ. બાળકોની હાજરીમાં... પૂર્વી વાકય પૂરું કરે એ પહેલાં જ વિરાગે એને અટકાવી દીધી.. અને કહ્યું, જો પૂર્વી છેલ્લા ચાર વર્ષમાં તારી માંદગીએ ધણાં સમીકરણો બદલી કાઢયાં છે હું અને સૃષ્ટિ એકબીજાને પ્રેમ કરીએ છીએ, એણે બાળકોને માની જેમ સાચાવ્યા છે તારું ધર વિખેરાવા નથી દીધું. તો તારે તો એનો ઉપકાર માનવો જોઈએ. અને આમેય તારી પાસે તો હું કોઈ આશા રાખી શકું એમ નથી. તું આ પરિસ્થિનિે જેટલી ઝડપથી સ્વીકારી લે એટલું વધુ સારું. રહી બાળકોની વાત, તો તેઓ હવે મોટા થયા છે. પોતાની જાતે બધુ સમજી જશે.

વિરાગનો જવાબ સાંભળીને પહેલાં તો એ ખૂબ રડી. પછી મનમાં વિચાર્યું કે હવે હું એને શું સુખ આપી શકવાની? પોતાનું સુખ શોધવાનો વિરાગને અધિકાર છે. અને કોઈ બીજી સ્ત્રીને બદલે મારી બહેન જ હસે તો એટલીસ્ટ બાળકો તો સચાવશે. એમ વિચારી પૂર્વીએ આ સંબંધોને મને-કમને સ્વીકારી લીધા.

સમય સરતો ગયો.. પૂર્વી સારી થઈ રૂટિન કામમાં ધીરે - ધીરે જોડાવા લાગી. સૃષ્ટિનાં હાથમાંથી ધરનો દોર લેવાનો એ પ્રયત્ન કરતી પરંતુ બાળકોને હવે સૃષ્ટિનાં હાથની રસોઇ જ ભાવતી. એમની નાની-મોટી વાત તેઓ વધારે સૃષ્ટિ સાથે જ શેર કરતાં એક દિવસ અકળાઈને એણે સાલ્વીને કહ્યું કે તારી મા હું છું તારે મને કશું કહેવાનું કે પૂછવાનું જ નહીં? ત્યારે સાલ્વીએ જે જવાબ આપ્યો તે પૂર્વી માટે અનઅપેક્ષિત હતો. મમ્મા... તે અમને જન્મ આપ્યો એ બરાબર છે. વી લવ યુ પણ સૃષ્ટિ માશીએ પણ અમને નવી જિંદગી આપી છે. છેલ્લાં આઠ વર્ષતી તેઓ જ અમને સંભાળે છે તને તો અમને શું ભાવે? શું ગમે એ પણ ખબર નથી... સૃષ્ટિ માસીએ અમારા માટે થઈને લગ્ન પણ ન કર્યા. મમ્મા ટ્રાય ટુ અન્ડર સ્ટેન્ડ અસ.

દીકરીનાં આ શબ્દોએ પરિવાર માટેનો રહ્યો-સહ્યો મોહ પણ તૂટી ગયો હતો. અને પૂર્વીએ પોતાની લાગણીઓને સંકેલીને શરીર પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

મમ્મા... મમ્મા... મંડપ મૂર્હુતનો સમય થઇ ગયો છે. તારે અને પપ્પાએ ગણેશ સ્થાપના કરવાની છે... કેટલીવાર છે.

સ્મિતનો અવાજ સાંભળીને પૂર્વી ભૂતકાળમાંથી બહાર આવી. એ દિવસે જીવનની વાસ્તવિકતા સમજાવનાર સાલ્વીનાં કાલે લગ્ન છે અને એની બધી તૈયાર સૃષ્ટિએ જ ઉત્સાહપૂર્વક કરી હતી. ખુદની દીકરી હોય એમ.

હા, બેટા આવી... આંખનાં આંસુ લૂંછી પૂર્વી બહાર આવી... એણે સૃષ્ટિને બૂમ પાડી.

સૃષ્ટિ, વિરાગ સાથે ગણેશ સ્થાપનામાં અને લગ્નની વિધિમાં તારે જ બેસવાનું છે પણ દીદી...

સૃષ્ટિને અટકાવીને પૂર્વીએ મક્કમ સ્વરે કહ્યું... તે મારા ધર અને પરિવારને સાચવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. એ ઉપકારનું ઙ્ગણ ચૂકવવાની મારી ફરજ છે. આજે આખી સમાજ સામે વિરાગ સાથે લગ્નની વિધિમાં બેસવાનો હક્ક આપી મારે હળવા થવું છે. આજે તારે મારી આટલી વાત તો માનવી જ પશે. અને સૃષ્ટિને હાથ કડીને પૂર્વીએ વિરાગની બાજુમાં પાટલા પર બેસાડી દીધી. હાજર રહેલાં લોકો આヘર્યથી પૂર્વીને જોઈ રહ્યાં. પૂર્વીને થયું કે આજે હું સૃષ્ટિનાં પ્રેમ ઙ્ગણથી મુકત થઈ. ધડી પહેલાનો વિષાદ ઓગળી ગયો અને ચહેરા પર મક્કમતાની રેખા ઉપસી આવી.

સાલ્વીનાં વિદાયના બીજે દિવસે પૂર્વીએ પણ ધર છોડી દીધું.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.