તું મળી ને મળી બસ બેવફા શ્વાસો ની વણજાર

અય જિંદગી તારા છે રૂપ હજાર.

એ બાળપણ હતું કે દોખજ ની શરૂઆત,

વિચારું છું, જોવું છું,

અય જિંદગી તારા રૂપ છે હજાર.

મધ્ય રાત્રી એ આમ આકાશ ને તાકવું,

ને યાદ કરવું એને,

ને બસ ખતમ કરી નાખવું ખુદ ને,

અય જિંદગી તારા રૂપ છે હજાર.

એ પ્રથમ સ્પર્શ તારી આંખો નો,

અકળાવે છે મને આઘાત હવે વિરહનો,

શુ કહું હવે હું અય,

જિંદગી તારા રૂપ છે હજાર.

એ રાહદારી અને એ શમણાં ના તોરણ,

બસ જોવું છું એમ જ કે તું છે કે બસ છે મૃગજળ નું નામ બીજું,

અય જિંદગી તારા રૂપ છે હજાર.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.