૧૦ વર્ષ પહેલાંની વાત છે. તેને હું મારાં શુદ્ધ અંતઃકરણથી લખવા માંગુ છું..

નવરાત્રીનાં દિવસો હતાં. ચારેબાજુ નવરાત્રીની રમઝટ જામી હતી.સ્ત્રી-પુરુષો,યુવાનોમાં જુસ્સાની હેલી ઉભરાય હતી.ગબ્બરેથી અંબેમાંનાં ભક્તજનો વચ્ચે આવવાનાં દિવસો હતાં. નવરાત્રીમાં ભક્તોનાં હૃદયમાં બિરાજી સૌને શક્તિ અને ભક્તિથી ભરપૂર બનાવી દે એવાં ઝાકમઝોળ દિવસો હતાં. તે સમય જ એવો હોય છે ને કે જેબધાને એક નવાં ઉત્સાહઅને ઉમંગથી ભરી દે છે.ગરબા રમતાં ન આવડે તો પણ ટોળે-ટોળાં ગરબા જોવા ઉમટી પડે છે તેમાં રમનાર તો એક બે જ વ્યક્તિ હોય.

તે સમયે ગામડાઓમાં ગરબારમવાંકેજોવાંટિકિટ ખરીદીનેજવું પડેએવું પશ્ચિમી આધુનિકરણની ટચવાળુંવાતાવરણન હતું,ભક્તિમય વાતાવરણ હતું પણ ગરબે ઘૂમનાર ઘણાંખરાંછોકરાં-છોકરીઓની ગતિવિધીઓ શંકાસ્પદલાગતીહતી.આંખોનાં ઈશારાઓથી વાતો થતી..તે સમયે રાત્રે ૧૧ -૧૨ વાગે તો ગરબાનો પ્રારંભ થતો અને મોડી રાત સુધી એટલે કે ૩-૪વાગ્યાં સુધી રાસની પણ રમઝટ જામતી.તે વખતે ૧૨ વાગ્યે લાઉડ સ્પીકરો બંધ કરાવી દે એવો કાયદો બન્યોનહતો.એટલે નોરતાનાં છેલ્લા દિવસોમાં તો બધામળસ્કા સુધી ગરબે ઘૂમ્યાં કરતાં.

અમે ઘરનાંસર્વે વાઘેશ્વરી માતાનાં મંદિરે આરતી કર્યાંબાદ,ગરબા રમીનેઘરે જઈએ. ત્યારબાદ હું અને મારી મમ્મી શેરીમાં રાસ-ગરબા રમીને,અમારા ઘરથી થોડેક દૂર એટલે કે ચાલીને જવાય એટલા અંતરે બીજા મોટા ગ્રાઉન્ડમાં ગરબા થતા હતા,ત્યાં અમે ઘરનાંસર્વેજોવા માટે જતા. મોટાપાયે થતાં હોવાથી ત્યાં રમવા અને જોવાં આખાં ગામની પબ્લીક ત્યાં ઉમટી પડતી સાથે આજુ-બાજુનાં ગામનાં લોકો પણ આવતાં. આખરે એ હતો તાલુકો એટલે પબ્લીક તો રહેવાની જ!!!

મને ગરબા રમવાનો અને જોવાનોપણ શોખ હતો અને હજી પણ એવો જ તરો તાજાં છે.એ ગ્રાઉન્ડમાં પહોંચીએ ત્યાંસુધી તો કેટલી અંધારી ગલીઓ આવતી. તે વખતે ક્યાં બધે સ્ટ્રીટલાઈટ હતી?એટલે અંધારાનો ફાયદો ઉઠાવીને બંધ દુકાનોની ગલીઓમાં જુવાન છોકરાં-છોકરીઓ નવરાત્રીનાં બહાને શારીરિક છુટછાટો લેતાંહતાં(અને હજુ પણ લેતાં હશે).જેવાં અમે ગરબાનાં ગ્રાઉન્ડમાંપહોંચ્યાં, અને હજી તો થોડીક જ વાર થઇ હશે, ને છોકરાં-છોકરીઓ વચ્ચે ઝઘડો થયો.તેને લઇને ગ્રાઉન્ડમાં ગરબા રમનાર અને જોનારની ભીડ ઓછી થઇ ગઈ.પાછળથી વાત જાણવા મળી કે શરૂઆતનાં નોરતાંથી પેલા જુવાનિયા છોકરાંઓ અને છોકરીઓ વચ્ચે કઈ ચાલતું હતું.પહેલાં તો પેલા છોકરાઓએસારો લાગ જોઈ પહેલાં-બીજા નોરતે જ એક ગામડાંની છોકરીને તેમની વાતોમાં ભોળવી તેને ફ્રેન્ડ બનાવી. પછી તેને મોંઘી ગીફ્ટો જેવી કેમોંઘા કપડાં, પરફયુમ્સ, બુકે, કેમેરોવિગેરેઆપીને તેમની ચંગુલમાં ફસાવી. નવરાત્રીનો ફાયદો ઉઠાવીતેની સાથે શારીરિક છેડતી કરી.

આવું તો હિન્દુસ્તાનનાં મોટા શહેરોથી માંડી નાનાં-નાનાં ગામમાં બનતી ઘટનાઓ છે જેને આપણે અખબારોમાં વાંચતા હોઈએ છીએ,જે મોટેભાગે રોજે રોજ બનતી હોય છે અને કેટલીક વાતો કાને પણ અથડાતી હોય છે.આ નક્કર વાસ્તવિકતા છે એટલે કે ગમે તે જાતિઅને કોમનાંછોકરાં -છોકરીઓ વચ્ચે થતું હોય પણ આ બાબત આપણને અત્યંત ગંભીર રીતે વિચારતા કરી મૂકે એવો પ્રશ્ન છે..

આજની હવા પશ્ચિમી થવાથી કપડાં ટૂંકા થયા જોડે બુદ્ધિ પણ ટૂંકી થઇ હોય તેમ કેટલીક ભોળી અને જાણે જન્મજાત મૂર્ખ હોય તેવી છોકરીઓ પોતાનાં જીવથી પણ વ્હાલી ગણાતી ઈજ્જત, નાત-જાત જોયા વગર શારીરિક ભૂખનાં હવસખોરોનાં હાથમાં આપી દે છે, એ બધું આપણેજાણીએ છીએછતાંઆપણેઆંખઆડા કાન કરીએ છીએ. આજે દેશનો વિકાસ થયો હોવાંછતાં પણપરિસ્થિતિ તોએની એ જ છે..કેટલાંક બીજી કોમનાજુવાન છોકરાઓઆપણાંઆતહેવારમાંવેશપલટોકરીને(આપણી જેમજ ટ્રેડિશનલ કપડાં પહેરીને)નવરાત્રીનાં રંગે રંગાઈ, લાલચુ છોકરીઓને કિંમતી ભેટ-સોગાદો આપે છેત્યારબાદતેમનાં ઉપર પોતાની ઇમ્પ્રેસન પાડીને કઈ છોકરીઓને નિશાન બનાવવી છે એ વિચારીને તેમને હવસની જાળમાં ફસાવતાં હોય છે અને આપણી કેટલીકભોળી છોકરીઓપ્રેમજેવો લોભિયો શબ્દ સાંભળીને,ભૌતિક ભેટ સોગાદોથીઅંજાઈઅને લગ્નનાં ખોટાં વાયદાઓમાં ફસાઈ અને પોતાની જાતને વિધર્મીઓનાં હવાલે કરી દેતી હોય છે.પેલા નરાધમો સૌપ્રથમ ભેટ-સોગાદો આપીને મનનો કિલ્લો જીતીને તેનાં તનનો ગઢ ધરાશાયી કરતાં હોય છે.નસીબજોગે કાચનું વાસણ નંદવાતા રહી જાય છે કે પછી નવરાત્રીની ભૂલ ક્યારે નવ માસમાં બદલાય જાય છે તેની પોતાને પણ ખબર પડતી નથી… એટલે તે સમયે ટ્રેડિશનલ કપડાંમાં ફરતા જુવાનિયાઓ કોઈ આતંકવાદીથી ઓછા નથી લાગતા કેમ કે તેઓ બૉમ્બ મૂકીને દેશને બરબાદ કરવા માંગે છે પણ જુવાનિયાઓ સ્ત્રીજાત જે લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે તેને ગંદી નજરો અને ગંદાઈરાદાઓરૂપી બૉમ્બથી બરબાદ કરવાં નીકળી પડે છે આ એક અત્યંત ચિંતાજનક વિષયછે. હિન્દુસ્તાન જે સંસ્કારોથી ઓળખાય છે તેની આવી ગંદી છાપ ઉભી કરનાર હવસનાશેતાનો માટે દિલમાંથી નિશાસા જ નીકળે છે.આવો લાભ ઉઠાવતાં યુવાનોને જોઈને મનમાં કદીના ઓલવાય એવો દાવાનળ સળગે છે.કહેવાતી સંસ્કાર નગરીમાં આવાં શેતાનો પણ વસે છે જેને દેશના કોઈ કાયદા બાંધી નથી શકતાં,

એક બાજુ “દીકરી બચાવો”નું આંદોલન ચાલે છે ને બીજી બાજુ સરેઆમ દીકરીઓઅનેસ્ત્રીઓની ઈજ્જત લૂંટાય છે.એટલે એક ઘડી તો એવો વિચાર આવે કે કઈ દીકરીને એક દીકરીને જન્મ આપવાનું મન થાય કેમકે જે પેટમાં તો સુરક્ષિત નથી જ, પણ બહાર આવ્યા પછી પણ તેને કયાં પ્રકારનું સુરક્ષા કવચમળશે એપણએક પ્રશ્નાર્થ જ છે. કેમ કે તેના માટે હવે તો ઘરમાં પણ સુરક્ષિત વાતાવરણ નથી રહ્યું. એ આખાં હિન્દુસ્તાનને માથે મંડરાઈ રહેલો સવાલ છે.

આપણાં સંસારને ટકાવી રાખવાં માટે સ્ત્રી એટલે કે લક્ષ્મીની જરૂર તો છે જ..તો પછી આજનાંઆવાં હવસનાં પૂજારી જુવાનિયાઓને કહેવું છે કે તમારી ગંદી નજર સ્ત્રીજાતબાજુ ફેરવવાને બદલે એમને સન્માનપૂર્વક જુઓ.બીજી બાજુ આપણાં દેશમાં સ્ત્રીજાતિ ઓછી થવા માંડી છે તો હવે એ લોકો જ વિચારે કે આખી જીંદગી અપરણિત રહીને જ કાઢવી છે? “નારી તું નારાયણી’’માનીને તેને આ સાત્ત્વિક વાતાવરણમાં ખીલવા દેવી છે કેપછી આજની નારીમાં કાલિકામાતાનું સ્વરૂપ નિહાળવું છે..?

તે માટે સારી ભાવના અને સાત્ત્વિક નજર સાથે વિચારો પણ બદલીને સ્ત્રીઓ અને દીકરીઓને માન આપી ભવિષ્યનાં સવાલને આપણો સવાલ બનાવી સાચો રાહ પસંદ કરીએ. આ વિચારો-વાર્તા ટીકારૂપે નથી લખતી પરંતુ અફસોસ અને સલાહરૂપે લખું છું. આજનાં માં-બાપો જે દીકરીઓ ને વધારે પડતો છૂટો દોર આપે છે અને તેમની આદતોને પણ નજર અંદાજ કરે છે જેને લઇ ને દીકરીઓકે જે પોતાનું તો ખરાબ કરે જ છે અને સાથે કુટુંબનું નામ પણ ધૂળમાં મેળવી દેછે.

અત્યારે ગણેશ ઉત્સવ પછી નવરાત્રીનાં ઉત્સવની લહેરખીઓ હવામાં તેની મહેંકપ્રસરાવીને પૂર-બહારમાં ખીલવાનીછે તો આ વાત આગાહી નહિ પણ અગમચેતી રૂપે આપણી ભોળી અને થોડીક મુગ્ધ છોકરીઓ માટે જે રંગીન પતંગિયાની જેમ હવામાં ઉડવા માંગે છે પણ તેને ખબર નથી તેનાં માટે હજી એવું વાતાવરણ જન્મ્યું નથી. એટલે થોડી સાવચેતી સાથે પોતાનાં રંગીન જીવનને બ્લેક એન્ડ વ્હાઇટ બનતાં અટકાવી હવસખોરોનાં હાથે મસળાતાં બચે.

જાગૃતિ લાવવા અને ચેતવણી આપવા માટે મારો આ એક નાનકડો સંદેશ છે કે જે આજનાં આધુનિકરણનું આંધળું અનુકરણ કરનારા માબાપોને સમર્પિત કરું છું.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.