સદાકાળ યૌવન

જીવનનાં બધા તબક્કામાં યુવાનીનો સમય ઉત્તમ ગણાય છે. યુવાની એટલે ઉત્સાહ, યુવાની એટલે નવી ઉર્જા, યુવાની એટલે થનગનાટ અને કઈક બનવાની ખેવના કઈક પામવાની તલસાટ.

ખરી યુવાની એટલે આજીવન વિદ્યાર્થી બની સતત નવું શીખતા રહેવું. પોતાના ઈચ્છિત લક્ષ્યોની પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ શક્તિ દ્વારા હતાશ કે નિરાશ થયા વિના નિરંતર પ્રત્નશીલ રહેવું એટલે યુવાની.

એમ કહેવાય છે કે યુવાનીને કોઈ ચોક્કસ ઉમર હોતી નથી. શરીર કદાચ વૃદ્ધ થાય પરંતુ વિચારો તો યુવાન રહેવા જોઈએ. ઉમદા વિચારધારા અને નવીનતા યુવાની બરકરાર રાખે છે. સફળતા પામવા કોઈ ઉમર કે અવસ્થાની આવશ્યકતા રહેતી નથી.

કઈ ન કરવું કે નવું ન વિચારવું એટલે વૃદ્ધાવસ્થા. ક્યારેક માણસ નાની ઉમરમાં વૃદ્ધ થઇ જતો જોવા મળે છે. જો તમે કઈ રચનાત્મક કાર્ય કે લોકોપયોગી પ્રવૃત્તિ કરતા નથી તો તમે વૃદ્ધ છો.

યુવાન બહાના ન બનાવે. પોતાના તન અને મનને સ્વસ્થ રાખે. પોતાના કાર્યોને કુશળતાથી પાર પાડે. પોતાની જવાબદારી પોતે જ ઉપાડે. જેનું જીવન સમાજમાં આદર્શ અને નવો રાહ ચિંધનાર પ્રેરણાદાયી હોય તે સદાકાળ યુવાન ગણાય.

ટહુકો :

આપણું શરીર ભલે વૃદ્ધ થતું હોય પરંતુ,

વિચારો તો હંમેશા યુવાન રહેવા જોઈએ.


કેતન મોટલા ‘રઘુવંશી’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.