જો ઓજસ, હું ખુબ ઓપન માઇન્ડેડ છું અને ફ્રી લાઈફ જીવવામાં માનું છું. મારી સાથે ફ્રેન્ડશીપ છે તેનો મતલબ હું તને પરણીશ, એમ ના માંની લેતો, સૌમ્યાએ ઓજસની છાતી પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું.

ડાર્લિંગ, તું મારા સિવાય કોઈને લવ કરી શકવાની નથી અને મેરેજ પણ મારી સાથે જ કરવાની અને ના કરે તો ય કઈ નહિ,અત્યારે તો તું મારી વાઈફ જ છે ને ? નહિ તો.....આ રીતે મારા સાથે બેડ પાર્ટનર બની ના હોત. કહેતા ઓજસે સૌમ્યા તરફ સરકી એને કિસ કરતા કહ્યું : અને બીજી જ ક્ષણે સૌમ્યામાં સમાઈ ગયો....! સૌમ્યાએ એની પીઠ પર હાથ પસરાવતા કહ્યું : ઔજસ...આઈ લવ યુ...!

આઈ લવ યુ ટુ..! પણ, મને ખબર જ છે, તું મારી જ છે.હવે આપણે ક્યારે મેરેજ કરવા છે એ કહેજે, હું ઘરે મમ્મી-પપ્પા સાથે વાત કરી લઉં, અને તું ય તારા ઘરે વાત કરી લે, કહી સૌમ્યાને કિસ કરીને બેડ પરથી ઉભા થતા ઓજસે કહ્યું.

ઓજસ...બસ...આ રીતે આપણે લવ કરતા રહીયે એ જ બસ છે, તું કહીશ ત્યારે હું આવી જઈશ,તારે બીજું શું જોઈએ? સૌમ્યાએ પણ બેઠા થઇ કપડાં સરખા કરતા કહ્યું.

ઓકે. ..પછી મને ના કહેતી કે દગો દીધો, લવ નહોતો કરતો, મારે પણ ઘરે જવાબ આપવાનો છે, મમ્મી પાપા મેરેજ માટે કઈ કેટલીય છોકરીઓને નક્કી કરી ચુક્યા છે, કોઈક તો પસંદ કરવી જ પડશે !

ઓહ્હ...વાત એમ છે, કરી લે કોઈને પણ પસંદ, મારાથી સારી હોઈ તો મને ભૂલી જજે, મને કોઈ દુઃખ નહિ થાય...! ઓજસ તું ખરેખર મેરેજ કરી લેજે, હું આમ પણ મેરેજ કરવા માંગતી નથી..! સૌમ્યાએ બેફિકરાઈથી કહ્યું.

મને એ સમજાતું નથી કે તું શા માટે મારી સાથે મેરેજ કરવા નથી માંગતી. તારા મનમાં, તારા દિલમાં, કોઈ બીજું જ છે કે શું? ઓજસે શંકા વ્યક્ત કરી.

અત્યરે તો તું જ છે, તું મેરેજ કરી લે પછી કઈ વિચારીશ, પણ હું મેરેજ કદી નથી કરવાની....નથી કરવાની...નથી કરવાની. ..! સમજ્યો ..!

ઓકે બાબા...કહેતો ઓજસ ફ્લેટ માંથી બહાર નીકળી ગયો...! એ ફ્લેટ સૌમ્યાનો જ હતો..! બંને એક જ કંપનીમાં સાથે સર્વિસ કરતા હતા અને સૌમ્યા તેના ડિપાર્ટમેન્ટની હેડ હતી. સાથે કામ કરતા કરતા બંનેની આંખ અને દિલ મળી ગયા. સૌમ્યાના મમ્મી પપ્પા ઓસ્ટ્રેલિયા પુત્ર સાથે રહેવા જતા રહ્યા હોવાથી સૌમ્યા એકલી જ રહેતી હતી. બંને નું અફેર જગબત્રીસીએ ચઢે એ પહેલા જ લીવ ઈન રિલેશનશિપથી બંને સાથે જ રહેવા લાગ્યા હતા.જો કે ઓજસ સૌમ્યા ના ફ્લેટ પર રાત્રે ભાગ્યે જ રહેતો,તેના ફેમિલીને તેના સૌમ્યા સાથેના રિલેશનની ખબર ના હતી, તે જાણ કરવા માંગતો હતો, પરંતુ સૌમ્યા મેરેજ કરવા તૈયાર નહોતી એટલે એ કહી શકતો ન હતો, હવે તેના મમ્મી પપ્પા તેને મેરેજ કરવા પ્રેશર કરવા મંડ્યા હતા, તેઓ તેને જો કોઈ સાથે લવ હોય તો તે રીતે મેરેજ કરાવવા પણ તૈયાર હતા. તેઓને ના પાડી પાડીને થાકેલા ઓજસે પણ સૌમ્યા માનતીજ નથી તો પછી મેરેજ કરી લેવા મન મનાવી લીધું. અને મમ્મી પપ્પા ને યુવતીઓ બતાવવા કહી દીધું ..! એ પછી એ કેટલીક યુવતીઓને મળ્યો પણ ખરો ..! અને તેઓની તસવીરો પણ સૌમ્યાને બતાવવા લાગ્યો. એને એમ હતું કે સૌમ્યા એ લગ્ન કરવા તૈયાર થયો હોવાથી ભડકશે, પણ એ તો ખુબ ખુશ થવા માંડી. એણે તેને પોતાની પસંદ પણ જણાવવા માંડી આખરે એક યુવતીને ઓજસે પસંદ કરી લીધી.મેરેજ ની તારીખ નક્કી થતા ઓજસે સૌમ્યાને મેરેજનું કાર્ડ આપી તેની સાથે સંવનન કરતા કહ્યું કે, સૌમ્ય આ છેલ્લી વાર કહું છું, તું જો મેરેજ કરવા તૈયાર હોય તો હું આ મેરેજ ફોક કરી દવ... બોલ...!!

અરે ડાર્લિંગ...બિન ફેરે હમ તેરે હી હે ..! મેરેજ પછી ય તું મારી સાથે આવજે, મેરા ઘર ખુલ્લા હૈ, ખુલ્લા હી રહેગા...કહી એણે ઓજસને પ્રેમથી નવડાવી દીધો.

ઓજસે તેને કિસ કરી જતા જતા કહ્યું : હવે હું મેરેજ પછી ક્યારે આવીશ તે કહી શકું નહિ, પણ તું મેરેજમાં આવી જજે ..!

ડેફિનેટલી..કહી સૌમ્યા ઓજસને જતો જોઈ રહી..એના ચહેરા પર ખુશીનું સ્મિત ફરકી ગયું, અને આંખ માંથી એક આસું પણ સરી પડ્યું.

મેરેજ ફંક્શનમાં ઓજસની આંખ સતત સૌમ્યાનો ઈંતેઝાર કરી રહી પણ સૌમ્યા ક્યાંય દેખાઈ નહિ, મેરેજ સેરેમની પતિ ગઈ તોય સૌમ્યા ક્યાંય દેખાઈ નહિ. બીજા દિવસે રિસેપ્શન રાખ્યું હતું. સૌમ્યા એમાં તો આવશેજ એવી એને ખાતરી હતી, પરંતુ સૌમ્યા ના દેખાતા એણે કોનટેક્ટ કરવા મોબાઈલ ફોન જોડ્યો તો સ્વીચ ઓફ આવતો હતો. એણે તેની કંપનીના સાથીદારોને પણ સૌમ્યા કેમ નથી દેખાતી એમ પૂછતાં તેઓએ તે બે એક દિવસ થી ઓફિસ નહિ આવતી હોવાનું કહ્યું. !

ઓજસ બીજે દિવસે હનીમૂન પર જતા પહેલા સૌમ્યાને મળવા ખુબ અધીરાઈથી ફ્લેટ પર પહોંચ્યો તો ફ્લેટને તાળું હતું, એ આશ્રર્યમાં પડી ગયો.સૌમ્યા ગઈ ક્યાં ?? એની સમજમા કઈ ના આવ્યું, એ હનીમુન કરવા કાશ્મીર ગયો, પણ એનું મન તો સૌમ્યા માટે જ તડપતું રહ્યું , એણે કઈ કેટલીવાર સૌમ્યાનો મોબાઈલ ફોનથી કોનટેક્ટ કરવા પ્રયાસ કર્યો પણ ના થયો.

એકાદ સપ્તાહ બાદ એ હનીમૂન ટુર પરથી પરત ફરીને ઓફિસે ગયો ત્યારે એના આશ્રર્ય વચ્ચે સૌમ્યા હાજર હતી. એને જોઈને એ મરક મરક હસી અને તેને શેક હેન્ડ કરી અભિનંદન આપતા મેરેજમાં ના આવી શકવા બદલ સોરી કહ્યું. ઓજસ કઈ જ ના બોલીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, સાંજે ઑફિસેથી છૂટ્યા બાદ એનાથી નહિ રહેવાતા એ સૌમ્યાના ફ્લેટ પર ગયો તો ત્યાં સૌમ્યા સાથે એક છ સાત વર્ષનો છોકરો હતો, એને જોઈને એ કઈ બોલે તે પહેલા જ સૌમ્યા બોલી : ઓહ ...ઓજસ..આવ..આવ ..! તને હું ઓળખાણ કરાવું આ છે મારો રાજા...! એનું નામ જ છે રાજા ..! એના પપ્પા એજ એ નામ પસંદ કર્યું હતું, પરંતુ એ હજુ સમજણો થાય એ પહેલા જ તે એક અકસ્માતનો ભોગ બન્યા ..! કહેતા એની આંખ માંથી આંસુ વહેવા મંડ્યા..!

એને રડતી જોઈ રાજા દોડતો દોડતો કિચન તરફ ગયો..! એના તરફ જોતા જોતા સૌમ્યા બોલી ...ઓજસ. .સોરી. ..મેં તને આ વાત કહી ના હતી.! હું તારો પ્રેમ ગુમાવવા માંગતી નહોતી..! એક સંતાનની માતા વિધવાને તું કઈ રીતે સ્વીકારે ! અને હું પણ નહોતી ઇચ્છતી કે હું તારા પર બાળક સાથે બોજ બનું..!

ઓહ..માય.. ગોડ..સૌમ્યા... સૌમ્યા.. તે આ શું કર્યું. ? મને મારા મેરેજ પહેલા તો જરા કહેવું હતું ! હું મેરેજ જ ના કરત, પરંતુ હજુ કઈ મોડું નથી થયું, મેં તારી યાદમાં હનીમૂન ટુર કરી પણ હનીમૂન નથી મનાવ્યું..હું અદિતિને તલાક માટે મનાવી લઈશ ..એ ખુબ સમજુ છે, મેં એને તારી સાથેના અફેરની વાત કરી હતી, ત્યારે એણેય મને એક યુવક સાથે લવ હોવાની વાત કરી હતી ! મેં તેને ત્યારે જ તેની સાથે મેરેજ કરાવવાની તૈયારી બતાવી હતી એટલે એ માની જ જશે અને નહિ માને તો ય મને કોઈ ફર્ક પડતો નથી, આઈ લવ યુ..અને આ રાજા આજથી મારો રાજા છે એમ કેહતા એણે મમ્મીને પાણીનો ગ્લાસ ધરી રહેલા રાજાના માથા પર હાથ પસરાવતા કહ્યું. .! તે દ્રશ્ય જોઈ રહેલી સૌમ્યાની આંખમાંથી આંસું સારી પડ્યા..હા...એ આંનદના હતા..સંતોષના હતા...gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.