માને પત્ર

વ્હાલી મમ્મી,

ખબર ન પડી કે સોનેરી તડકો ક્યારે જતો રહ્યો...આ વખતે હું જઇશ તો પાછી નહીં વળુ તમારા પાસે.! ..કાલે મારા લગ્ન છે. નવા જીવનમાં મારો પ્રવેશ છે. પણ મા... તારા હુંફનો ખોળો હવે છુટી જવાનો ...માનવામાં નથી આવતુ .

મા, .. તારા માટે જેટલુ કહું એટલુ ઓછુ. એકલા હાથે ઝઝુમી તે અમને બન્ને બહેનોને મોટી કરી. રૂચીદી તો ઠરેલ.. પણ મારો તુમાખી વાળો સ્વભાવ તે સહન કર્યો. અમારો સરસ ઉછેર કર્યો ને અમને કાબેલ ઇંસાન બનાવ્યા..

મા.. ગઇકાલે રાતના તે જે વાત કરી ..તારુ સ્થાન મારી નજરોમાં વધારે ઊંચુ થઇ ગયુ. સમઝણી થયા પછી હું ઘણી વાર તને પૂછતી... ‘પપ્પા આપણી સાથે કેમ નથી રહેતા?’. તુ કહેતી... ‘બેટા, શરીરનો જે ભાગ સડી જાય તેને કાપીને ફેંકી દેવામાં જ શ્રેય છે.’ મારા લગ્ન નક્કી થયા અને મારી જીદ હતી કે પપ્પા અને મમ્મી સાથે મને કન્યાદાન આપે.. રૂચીદી એ મને સમજાવી... ‘માને બહુ તકલીફ પહોંચશે.. આ જીદ તુ છોડી દે’..પણ હું.. હું મારી જીદ પર અડી રહી.

કાલે રાતના તે અમને બન્ને બહેનોંને બેસાડી કહ્યુ.... ‘રૂચી, મીતા.. તમારે જાણવું છે ને કે તમારા પપ્પાને મેં કેમ છોડ્યા.તો આજે હું તમને હકીકત કહું છુ.. લગ્ન કરીને આવી ને મને ખબર પડી કે તેમને પીવાની ખરાબ આદત છે. મેં સમજાવવાની કોશિશ કરી પણ તેમનાથી આ વ્યસન છુટ્યુ નહી. મીતા, તારા જન્મ પહેલા જ્યારે તેમને ખબર પડી કે આ વખતે પણ મારા ગર્ભમાં કન્યાભ્રુણ છે. તેમને મને એબોર્શન માટે ફોર્સ કર્યો. ‘આટ્લી મોંઘવારીમાં વધારે બાળક પોંસાય નહીં. નેક્સ્ટ ટાઇમ દિકરા માટે ટ્રાય કરીશું.’.. .દિકરા માટે ટ્રાય... મને શોક લાગ્યો.!!! એક જીવની હત્યા કરવાની .. એ પણ એટલે કે એ કન્યા છે..

મેં સાફ શબ્દોંમાં નકારી દીધુ. એમની વાત ન માની એટલે એમનો અંહ ધવાયો.. શરાબના નશામાં તેમને મારા પર હાથ ઉગામ્યો.!! ઉગામેલો હાથ મેં ત્યારે જ પકડી લીધોં... સ્ત્રી બધુ સહન કરી શકે પણ પોતાના આત્મ સમ્માન પર આઘાત નહીં.અન્યાય કરવાવાળા કરતા અન્યાય સહન કરે તે વધારે દોશી છે. એ જ ક્ષણે નાની રૂચીને લઇને મેં ઘર છોડી દીધું.’

મા... તુ હીબકે ચડી ગઇ અને અમે બન્ને અવાક શા તને જોઇ રહ્યા. મા.. મારા ખાતર તે આટલા દુખ સહ્યા!! જે વ્યક્તિને મારા અસ્તિત્વનો ઇંકાર હતો તેની પાસે હું કન્યાદાન કરાવવાની જીદ કરતી હતી.. ! મા... મા... મને માફ કરી દે.નાદાનીમાં કરેલી એ જીદો બદલ જેનાથી તેને દુખ પહોંચ્યુ હશે.પણ ક્યારેય તે કશું કહ્યુ નહીં.

મા... હિમાલયની હાડ ઓગાળે એવી ઠંડી માંય હુંફ આપે અને રણના વેશાખી વાયરા માં શીતળતાનો અહેસાસ કરવે તેવો અદભુત ઇલમ છે તારા પ્રેમમાં...તારી પરવરિશમાં.. હું નતમસ્તક છુ તારી સામે કે દુનિયા સામે ઝઝુમી તે મને જન્મ આપ્યો.

આજે જ્યારે હું મારા નવા જીવનમાં પગલા માંડુ છુ તો એજ આશિર્વાદ માંગુ છુ કે મને પણ તારા જેવી..મક્કમ આત્મવિશ્વાસથી છલોછલ થવાની શક્તિ આપજે..

હમેંશા તારો પ્રેમ ઇચ્છતી

મીતાના પ્રણામ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.