ના પૂછીને થાય, ના તોલીને થાય,

આ તો પ્રેમ છે, પરાણે કેમ થાય?

થઈ જાય તો થઈ જાય એક નજરમાં,

નહી તો રહી જાય જીવનભરમાં.

ડગલે ને પગલે જો ખાતરી કરે તો પછી પ્રેમ શાનો ?

આંખો મીચીને સાથે ચાલે તો પ્રેમ ક’વાનો.

વાદળ દુરથી જોયા કરે તો મળવાનું કેમ થાય?

મન મુકીને વરસી પડે તો ધરતી ની ભેટ થાય.

નદી સાગરને સામેથી મળવા જાય ને પછી સાગરમાં જ ખોવાય જાય,

જાણે બેમાંથી એક થાય, પ્રેમ તો બસ આંમ જ થાય.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.