હે,‘માઁ’ હુંતારા પ્રેમનો ‘આસ્વાદ’

ચાખવા આવી છું.

સપ્તરંગી ‘ઈન્દ્રધનુષનાં’‘સપનાં’

લઈને આવી છું.

‘સાગર’ કેરાં છીપલાંમાં ‘મોતી’

બનીનેઆવી છું.

આભમાં ટમટમતાં ‘તારલાં’

બનીને આવી છું

આભમાં ઊગેલા ચાંદની ‘રોશની’

બનીનેઆવી છું.

પંખીની ફરફરતી ‘પાંખો’ તણી‘ઉડાન’

લઈનેઆવીછું.

ફૂલોમાં મહેંકતી ‘સુગંધ’

લઈને આવીછું.

‘માઁ’ તું મને આ ઘરમાં લાવીતો,

તારા ઘરમાં ‘રોશની’

બનીને આવી છું.

‘પ્રીત’બની તારા હેતથી ‘હૈયું’

ભરવા આવી છું.

‘હૂંફ-લાગણી’ પામી તારી ‘હાલરડાં’

સાંભળવા આવી છું.

વ્હાલભયૉ તારા હાથે ‘પારણે’

ઝૂલવા આવી છું.

પ્રેમતણી નજર તારી ‘તાંતણે’

ગૂંથવા આવીછું.

ઢબૂકતા નાનાં હૈયે તારા ‘ખોળે’

રમવા આવી છું.

મારી કિલકારીથી તારું ‘આંગણું’

ગજવવા આવીછું.

પા-પા પગલી કરી આખા ‘ઘર’માં

દોડવા આવી છું.

તું જ હાથ થકી મીઠો ‘કોળિયો’

ખાવા આવી છું.

હે,‘માઁ’ હું તારી ‘મમતા’માં

ભીંજવવા આવીછું.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.