પ્રકરણ : ૧

વિનય,દિવ્યા,સોનાક્ષી,મયુર અને વૃંદા તથા સમિર આજે વેકેશન પછી પ્રથમ વખત મળ્યા હતા. તેઓ આજે ખુબ જ ખુશ હતા. આજે કોલેજના લેક્ચર બંક કરીને તેઓ કેન્ટિનમાં બેઠા હતા. વેકેશન બાદ મળ્યા હતા તેથી તેઓની વાતો અને ગપશપ આજે ખુટવાની જ નહતી.

ઘર,વેકેશનમાં કરેલી પ્રવૃતીઓ અને બીજા ઘણા ટોપિક પર બસ વાતો જ ચાલુ હતી. આમ તો તેઓ આખા વેકેશન દરમિયાન વૉટ્સ અપ અને ફોન કૉલ કરતા જ હતા પણ રૂબરૂ મળીને આજે તેઓને વધારે મજા આવતી હતી.

વિનય અને મયુર હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. સોનાક્ષી અને વૃંદા પણ ગર્લ્સ હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. જ્યારે સમીર અને દિવ્યા તો શહેરમા જ રહેતા હતા, તેથી તેઓ તો ઘણીવાર મળતા હતા. વિનય, સોનાક્ષી, મયુર અને વૃંદા એ બધા નજીકના અલગ અલગ ગામડાઓમા રહેતા હતા તેથી તો તો વેકેશન દરમિયાન ક્યારેય મળી શકતા ન હતા.

કોલેજમાં તેઓનુ ગ્રુપ બિન્દાસ અને નીડર ગ્રુપ તરીકે જાણીતુ હતુ તેઓનુ છ જણાની મિત્રતા ખુબ જ પાકી હતી. તેઓ મુશ્કેલીમાં મુકાયેલ વ્યકિતઓની મદદ કરતા અચકાતા નહી અને અન્યાય સામે કયારેય ઝુકતા નહી.

આજે બધા વાતોના ગપાટા સાથે નાસ્તો લેતા હતા ત્યાં દુર કોલેજનો ગિલિન્ડર અને કજુંસ કશ્યપ આવતો દેખાયો. કશ્યપ મહા ગિલિન્ડર હતો ઇસકી ટોપી ઉસકે સર ફેરવવામાં મહા ઉસ્તાદ હતો અને સાથે મહા કજુંસ પણ. તેના પિતાજીની રાજકોટમાં મોટા વેપારીમાં ગણના થતી હતી અને પોશ એરિયામાં વિશાળ બંગલો હતો તેઓનો છતાંય કશ્યપ તેના પિતા જેવો મહા કંજુસ હતો. બધા સાથે વાતો કરીને ફ્રી માં નાસ્તો કરી લેતો અને ગમે તેની પાસેથી પૈસા પડાવી લેતો બધા તેનાથી દુર ભાગતા હતા પરંતુ પરંતુ મયુરના આ ગ્રુપથી તે ડરતો હતો અને તેનાથી દુર ભાગતો હતો કારણ કે આ લોકો તેની જાહેરમાં મશ્કરી કરતા અને તેની કરતુતનો સબક સારી શિખવાડતા હતા.

કશ્યપને દુરથી આવતો જોઇને વૃંદાએ કહ્યુ, “પેલો ફટિચર ચંબુ આવે છે.”

“સાલાને પહેલે જ દિવસે મસાલો લેવો હશે તે આપણી પાસે આવે છે.આવવા દે જો કેવી વાટ લગાવુ છુ ફટિચર ચંબુની.” મયુરે કહ્યુ.

“રહેવા દે ને યાર. શુ કોલેજના પહેલા જ દિવસે બબાલ ઉભી કરવી.”દિવ્યાએ કહ્યુ.

“ચલ તુ કહે તો રહેવા દઉં છુ પણ કાંઇ આડી અવળી વાત કરીને તો સાલાની ખેર નહી. એન્યુઅલ ડે માં બહુ હોશિયારી કરતો હતો મને તો ત્યારનો ગુસ્સો છે તેના પર એકવાર લાગમાં આવવા દે એટલી જ વાર છે.” મયુરે ગુસ્સામાં કહ્યુ.

“બસ ચુપ થાઓ બન્ને, જો એ અહી જ આવે છે.” દિવ્યાએ બાજુમા બેઠેલા મયુરને ટપલી મારતા કહ્યુ.

“હાય એવરીબડી” કશ્યપે બાજુમાથી એક ચેર ખેચીને બેસતા બોલ્યો. કોલેજની એવરગ્રીન ટોળકી તો અહી બેઠી છે અને હુ તો તમને આખી કોલેજમા શોધતો હતો.”

હા મહારાજ તમારી જ રાહ જોતા હતા કે મહારાજ કશ્યપના દર્શન થઇ જાય પછી જ ક્લાસરૂમમા પ્રવેશ કરીએ.” મયુર બોલ્યો.

“મસ્તી નહી પ્લીઝ.” કશ્યપે કહ્યુ.

અરે કશ્યપ મસ્તી નહી કરતા અમે,પુજાની થાળી અને આરતી પણ સાથે લાવ્યા છીએ.”પર્સમાથી નાનકડી ઘંટડી કાઢીને સોનાક્ષીએ કહ્યુ.

અરે યાર. હુ તો ફુલનો હાર પણ લાવવાનો હતો.” મયુર બોલ્યો.

“અરે પ્લીઝ દોસ્તો, મજાક બંધ કરોને હવે. હુ તમને એક અગત્યની વાત કહેવા માટે અહી આવ્યો છુ.” કશ્યપે ગંભીર થઇ કહ્યુ.

“હા...હા......હા.......તુ અને અગત્યની વાત??? બોલ બોલ ચંબુ તારે કેટલા પૈસાની જરૂર છે?” વિનય બોલ્યો.

પ્લીઝ દોસ્તો. હવે મજાક બંધ કરોને હવે અને સાંભળો મારી વાત.”

“ઓ.કે ઓ.કે. બોલ બોલ તારી વાત.” સોનાક્ષી બોલી.

“હુ વેકેશનમા મારા કાકાને ઘરે ગયો હતો ત્યાં મને એક અજીબોગરીબ વાત જાણવા મળી. મારા કાકાનો દોસ્ત અને તેનો પરિવાર બધા સાથે પિક્નિક પર ગયા હતા. ત્યાં નદીને કિનારે ગાઢ જંગલ છે તે જોવા માટે ગયા હતા. જંગલમા ગયા તો તેમણે જોયુ કે એક સુંદર આલીશાન મકાન હતુ. તેનો પુત્ર બહુ થાકી ગયો હતો તેથી તે મકાનમા જઇ થોડુ પાણી પીવા મળે તે આશાએ તેઓ મકાન તરફ આગળ વધ્યા પણ બન્યુ એવુ કે મકાનમા તેઓ ગયા તે ગયા, સવારે ત્યાંથી તે બધાની લાશના કટકા મળ્યા. ખુબ જ ખરાબ રીતે તેમની હત્યા કરવામા આવી હતી. પાછળથી એવુ જાણવા મળ્યુ કે તે બંગલામા ભૂત પ્રેતનો વાસ છે અને તે બંગલામા કોઇ પણ જાય ત્યાં રાત રોકાઇ શકતુ જ નથી.

એક વખત પેરા-વૈજ્ઞાનિકોની ટીમ પણ તે બંગલાની મુલાકાતે આવી હતી અને તેઓની પણ સવાર થયે લાશ મળી હતી તેમ મારા કાકા કહેતા હતા. ત્યાર બાદ એ મકાન બાજુ કોઇ જતુ જ નથી. લોકોમા એવો ભય વ્યાપી ગયો છે કે હવે તો સાંજ થતા તે બાજુ કોઇ જતુ નથી. લોકોનુ કહેવુ એમ છે કે રાત્રે તે મકાનની આજુબાજુમા અજીબ અજીબ અવાજ આવે છે.

રાત્રે જંગલની બાજુમાથી જ પસાર થતા રસ્તે પણ કોઇ આવ-જાવ કરતુ નથી. ઘણા લોકોને દૂરથી ઝાડ પર લટકતી પ્રેત આકૃતિઓ દેખાઇ છે. બહુ અજીબ અજીબ અનુભવો લોકોને થયા છે.

ઘણા બહાદુર થઇને તે બાજુ માત્ર જોવા ગયા હતા તો તેમાથી અમુક તો પાગલ બની ગયા છે અને કોક તો એવા બિમાર પડી ગયા છે કે તેની વાત જ ન પૂછો. મારા કાકાએ તેના મિત્રને કહ્યુ જ હતુ કે નદીકિનારે ફરવા જઓ ત્યારે એ જંગલમા ન જતા પણ ન જાણે કેમ તેઓ એ બાજુ ગયા અને આવુ બની ગયુ. બહુ ભયાનક છે એ બંગલો.

“હા....હા.....હા............ફેકુચંદ. આવુ કાઇ હોય જ નહી. આજના આ ફાસ્ટ અને ઝડપી દુનિયામા આવુ કાઇ હોતુ જ નથી. તને કોઇકે ખોટી ખોટી કહાની કહીને ડરાવ્યો છે, એન્ડ બાય ધ વે તુ આ બધી વાત અમને કેમ કરે છે?” મયુર બોલ્યો.

“હું કે અમારા માંથી કોઇ તારી આવી વાતથી ડરી જવાના નથી સમજ્યો??? એ ડર લાગતો હશે તારા જેવા કમજોર મનવાળા મહારાજને, અમને નહી...ચલ ભાગ અહીથી.....” વિનયે તેની વાત ઉડાડતા કહ્યુ અને બધા જોર-જોરથી હસવા લાગ્યા.

“અરે મને શું કામ કમજોર મનવાળો કહો છો? મે તો એ જ કહ્યુ જે મે સાંભળ્યુ અને જો એવા જ તમે નિડર અને મજબૂત મનવાળા હોવ તો એક કામ કરો, તમે એ બંગલામા એક રાત રોકાઇ આવો તો તમે બધા સાચા.” કશ્યપે મયુરને ચેલેન્જ આપતા કહ્યુ.

“એ ચલ ચલ હવે બંધ થા અને ચાલતો થઇ જા અહીથી,તારી આવી બકવાસ ચેલેન્જ સ્વિકારવાનો કે તારી સાથે આવી આધાર વિનાની વાતો કરવાનો અમને કોઇ શોખ નથી સમજ્યો.” વિનય ગુસ્સે થઇ બોલી ઉઠ્યો.

“મને ખબર જ હતી કે તમે બધા ખાલી વાતો જ કરો છો કે તમે બહાદુર છો બાકી મનથી તો તમે બધા પણ બીકણ અને ડરપોક જ છો. તે દિવસે એન્યુઅલ ફંક્શનમા તો બધાની વચ્ચે તો એવી બડાઇ કરતા હતા કે તમે કોઇ પણ ચીજ કે વસ્તુથી ગભરાતા નથી અને આખી કોલેજ સામે એવી ઓપન ચેલેન્જ આપી હતી કે તમારી ટીમ કોઇ પણ મુશ્કેલીભર્યુ કામ હોય તે કરવામા પણ ક્યારેય પિછેહઠ કરતા જ નથી.” કશ્યપ બોલ્યો.

“ચલો તો આજે મારી તમને ઓપન ચેલેન્જ છે કે એવા જ બહુ બહાદુર હોવ તો એ મકાનમા જઇ બસ એક રાત રોકાઇ આવો તો તમે ખરા અર્થમા બહાદુર કહેવાઓ.”

“અરે તારી તો...................તુ અમને અમારી ટીમને ચેલેન્જ આપે છે? બીકણ હશે તારો કહુ તે............ચુપ થા કંજુસ બીકણ ફેકુચંદ.” મયુર ઉભો થઇ તાડુકી ઉઠ્યો.

“આપ તારા એ રહસ્યમય બંગલાનુ એડ્રેસ. અમે બધા ત્યાં જશું અને એક તો શું તુ કહે તો બે રાત ત્યાં રોકાઇ આવીશું અને પાછા સહી સલામત આ જ સ્થળે તને મળશુ. બહુ આવ્યો ચેલેન્જ આપવા વાળો.” વિનયે પણ મયુરની વાતમા સુર પુરાવ્યો અને તેણે બધા વતી કશ્યપની ઓપન ચેલેન્જનો સ્વિકાર કર્યો.

“અરે હા જાઓ જાઓ. હું તમને હમણા જ એડ્રેસ અને પરફેક્ટ લોકેશન મેસેજ કરુ છું” કશ્યપે કહ્યુ.

“તુ પણ આવીશ અમારી સાથે? બોલ બીકણ કશ્યપ,” મયુરે પૂછ્યુ.

“ના, બાબા ના મારે ક્યાંય આવવુ નહી. મને તો ખુબ જ ડર લાગે.” કશ્યપ બોલ્યો.

“અમને બીકણ કહેવા વાળા ચંબુ તુ જ બીકણ છે,અને અમને તુ ચેલેન્જ કરે છે? હવે તો તને એક કે બે દિવસ નહી પણ પૂરા એક વીક ત્યાં રહીને બતાવશું” વિનય બોલ્યો.

“ઓ.કે. ફ્રેન્ડ્સ,ઑલ ધ બેસ્ટ તમને બધાને. તમે બધા જાઓ અને સુખરૂપ પરત આવી જાઓ એટલે આ કંજુસ કશ્યપ એક ભવ્ય પાર્ટીનુ આયોજન કરશે તમારી જીતની ખુશીમા.”

“હા...હા.....હા...... તુ અને પાર્ટી? ઇમપોસિબલ. ચલ હવે અમારા લેક્ચરનો સમય થઇ ગયો. બાય, અને હા,એડ્રેસનો મેસેજ કરવાનુ ભુલતો નહી હો મિસ્ટર ફેકુચંદ...” વિનય બોલ્યો અને બધા હસતા હસતા લેક્ચર માટે રવાના થયા.

વધુ આવતા અંકે................


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.