પપ્પાના કબાટને અચાનક જીવ આવ્યો. પપ્પાનું શર્ટ આજે ઉત્સવ મનાવે છે. જવાબદારીઓને કારણે ચોળાઈ ગયેલા શર્ટ ઊપર આજે અચાનક કોઈએ વ્હાલની ઈસ્ત્રી ફેરવી દીધી. સવારથી સાંજ સુધી પપ્પાના પરસેવામાં છબછબિયાં કરતા શર્ટમાં, અચાનક આજે અત્તર ઢોળાયું. દીકરા નામના બીજમાંથી એક ભાઈબંધ ઊગવા લાગ્યો, પપ્પાનું શર્ટ હવે દીકરો પહેરવા લાગ્યો.

કોઈ રાજા-મહારાજાની મિલકત વારસામાં મળતી હોય, એમ દીકરો પપ્પાના શર્ટમાં પ્રવેશ્યો. પપ્પાના શર્ટે કોઈ પણ જાતની શરત રાખ્યા વગર, full sleeveની બંને બાંયો ખોલીને દીકરાને આવકાર્યો. પપ્પાના શર્ટ માટે આનાથી વધારે ગૌરવની વાત બીજી તો શું હોય ?

હેંગર ઊપર રહેલા શર્ટના અચાનક કોલર ઊંચા થઇ ગયા. પપ્પા હવે પપ્પા મટીને દોસ્ત થઇ ગયા.

દીકરાને સમાવવા માટે, પપ્પાનું શર્ટ થોડું થોડું સંકોચાય અને પપ્પાની છાતી ગજ ગજ ફૂલતી જાય.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.