મૂળ લેખક : સીમા અશીન સકસેના

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : દિવ્યા ગોર ‘તૃષ્ણા’

ધ્યાનમગ્ન એ તપસ્વિની નું જ્યારે
કરી દે છે કોઈ ધ્યાન ભંગ,
એ બેચેન થઈ તડપી ઉઠે છે,
રોમે રોમ ભરચક થઈ જાય છે પીડા થી,
એકાગ્ર મન
ચંચળ થઇ ભટકવા લાગે છે,
બેબાકળી બની એ અહીં તહીં ભાગે છે,
ભલામણ કરે છે
દરેક રચના ને,
માંગે છે આશિષ
દર્દ થી છટપટાતી આત્મા ની શાંતિ માટે,
મન માં ફરી એકવાર એ ઇશ્વર
નો ધ્યાન કરવાનો ભાવ લઈ ને,
રડતી ડુસકા ભરતી
વહાવી દેતી આંખો થી કેટલાય સાગર,
તુટી ને વિખરાયેલા દરેક કણ કણ થી કરેલ એની પ્રાર્થના નો આખરે સ્વીકાર થાય છે,
થઈ જાય છે એ ફરી થી ધ્યાનમગ્ન
પોતાના અધૂરા છુટેલા તપને પુનઃ પુરો કરવા માટે,
બેસી જાય છે એ શિખર ની ચોટી પર
મન માં આશ અને
ચહેરા પર ચમકતો પ્રકાશ લઇ ને,
એ તપસ્વિની !!gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.