ભૂખ્યો નાનકો બોલ્યો "મા ખાવાનુ આપ ને." અને તેની મા ભીખીની આંખમાંથી આંસુ સરી પડ્યા. ભીખી, ૬ વરસનો નાનકો અને તેનો અસાધ્ય રોગથી પીડાતો પતિ કાલના ભૂખ્યા પેટે હતા. આ યાદ આવતા ભીખી કાચની જેમ તુટતા તુટતા રહી ગઈ. તેને થયુ કે તે જે વાતથી ડરતી હતી તે જ ક્ષુધા રાક્ષસ ફરીથી નાનકાના પેટમા ઘુસી ગયો હતો. નાનકો ફરીથી બોલ્યો "મા કંઈક ખાવાનુ આપને."

૬ વરસનો નાનકો સાવ નાનકડી ખાટલી માં ટુંટીયુ વાળી ને પડ્યો હતો. ભીખી આંખો માં વહેતા ચોધાર આંસુ સાથે વિચારી રહી કે ભગવાન આમ કેમ કરતૉ હશે ? મારા છોકરાને બટકુ રોટલો ખવડાવવા ની તેવડ મને નહોતી આપવી તો છોકરો જ શું કામ આપ્યો.? આના કરતા તો મને વાંઝણી રાખી હોત તો સારુ થાત. નાનકા નુ ભુખનુ દુખ ન જોઈ શકવાની તે હૈયાફાટ કલ્પાંત કરવા લાગી. પણ તેનુ આ રૂદન સાંભળે તેવુ ત્યાં કોઈ પણ ન હતુ. કારણ કે તે જ્યાં રહેતી હતી ત્યાં આજુબાજુ માં કોઈ પણ રહેતુ ન હતુ. અને રહે પણ કોણ.? ભીખીને ક્યાંય પણ જગ્યા ન મળી તેથી તે સ્મશાન પાસે રહેતી હતી.

તેણે ૭ વરસ પહેલા પરણી ને આ ઝૂંપડી માં પગ મૂક્યો ત્યારે પણ સામે જ એક મડદુ ભડભડ બળતુ હતુ. અને ૧ વરસ પછી એક રાત્રે આવી જ ભડભડતી ચિતા સામે તેણે નાનકાને જન્મ આપ્યો હતો. પણ સાવ નાના બાળકનુ ભુખનુ દુખ તે સહન કરી શકી નહી. તેને થયુ ભગવાન નાનકા ને ઉપાડી લેય તો સારૂ. પતિ ફાટેલી ગંધાતી ગોદડી પર ખોં ખોં કરતો પડ્યો હતો. ભીખી પાસે પણ હવે જીંદગી સીવાય કંઈ બન્યુ ન હતુ. પણ તે મરવા માગતી ન હતી. તે મૃત્યુ થી ડરતી ન હતી. મૃત્યુ તેના માટે રોજની ઘટના હતી. પણ તે નાનકા માટે જીવવા માગતી હતી. તેણે વિચાર્યુ આ તે કેવી વિટંબણા? નથી જીવી શકાતુ કે નથી મરી શકાતુ. ત્યાં જ તેના કાને નાનકાના શબ્દો પડ્યા 'મા ખાવાનું આપને. બહુ જ ભુખ લાગી છે."

નાનકાના અવાજ ની સાથે સાથે દુરથી એક બીજો અવાજ પણ સંભળાયો. શ્રી રા.......મ. શ્રી રા......મ. રામનામ સત્ય છે. રામનામ સત્ય છે. જોકે આવા અવાજ સાંભળવા ભીખી ને માટે કોઈ ખાસ નવી વાત ન હતી. પરંતુ આજે આ અવાજ સાંભળીને પ્રથમ વખત તેના મનમાં એક ભયંકર વિચાર સ્ફુર્યો. પણ પોતાના આ નવા વિચાર થી તે પોતેજ કમકમી ઉઠી. તે છેલ્લા ૭ વરસથી જોતી આવી હતી કે જ્યારે કોઈ પણ મડદુ બાળવા માટે લાવવામાં આવે ત્યારે તેની સાથે લોટના પિંડ પણ અચૂક પણે હોય. જો આ લોટના પિંડ કોઈ પણ રીતે મળી શકે તેમ હોય તો ૩-૩ જીવની ભુખ ભાંગે. આ વિચાર થી તે ધૃજી ઉઠી. ભયની એક કંપારી તેના શરીર માંથી પસાર થઈ ગઈ. તે એટલી બધી ડરી ગઈ કે તેના હાથ પગ પાણી પાણી થઈ ગયા. તેના પગ નીચે થી જાણે ધરતી ખસી ગઈ. ડરનુ એક લખલખુ તેના શરીર માંથી પસાર થઈ ગયુ. તે સાવ શુન્યમનસ્ક થઈ ગઈ. તેની વિચાર શક્તિ કુંઠીત થઈ ગઈ.

દુર દુર થી આવતા શ્રી રા.....મ ના અવાજો હવે સાવ નજીક આવી ગયા હતા. નાનકો ફરીથી બોલ્યો "મા, કંઈક ખાવાનુ તો આપ." સાવ પેટના ઉંડાણમાંથી આવતા આ અવાજે તેને આખેઆખી હલબલાવી નાખી. " હા મારા બેટા" કહેતા જ તે ઉભી થઈ. ડર ઉપર ભુખ નો વિજય થયો હતો. ભીખીનો ચહેરો ભયાનક બની ગયો. મડદુ હવે સળગી ગયુ હતુ. ડાઘુઓ પરત ફરી રહ્યા હતા. તે જુના સાડલાનો છેડો માથે નાખતીક ને ઉભી થઈ. પડતી આખડતી તે સ્મશાન માં આવી. અને બધુ આમતેમ ખાંખાખોળા કરવા લાગી. અને તેના હાથમાં લોટનો એક પિંડ આવ્યો. પિંડ ને એકદમ લઈને તેનો રેટલો બનાવી તે જ સળગતા અગ્નિ માં રોટલાને શેકવા લાગી. મા ને ઝૂંપડી ની બહાર જતી જોઈને નાનકો પણ તેની પાછળ આવ્યો.

મા ને રોટલો શેકતી જોઈને તેની આંખો માં ચમક આવી ગઇ. અને દોડીને તે ભીખીના ખોળામાં ભરાણો. ભીખીની આંખો માં થી વાત્સલ્ય નિતરી રહ્યુ. ગરમાગરમ રોટલાનુ એક બટકુ તોડી ફૂંક મારતી ગઈ અને વહાલથી ખવડાવતી ગઈ. ભૂખ્યો નાનકો અડધો રોટલો ખાઈ ગયો. પછી સંતોષથી ભીખી સામે જોયુ. બાકીનો અડધો રોટલો સાડલાના છેડામાં વિંટાળતી નાનકાને લઈને તે ઉભી થઈ.

પોતાના નાનકાની ભુખ ભાંગી તે ખુશી માં તેની આંખો માં હર્ષ ના આંસુ આવી ગયા. એક તરફ જ્યારે નાનકાની ભાંગતી હતી, ત્યારે બીજી તરફ અગ્નિ માં બળી ગયેલુ મડદુ એક લોભી, કંજૂસ, કૃર, દયા વગરનો અને હેવાનિયત ભરેલો અપવિત્ર આત્મા હતો. બરાબર તે જ વખતે તેણે પ્રેતયોનીમાં પ્રવેશ કર્યો.

તે સાથે જ તે ભીખી અને નાનકાનુ લોહી પીવા માટે તે બન્ને ની તરફ ધસ્યો. પણ તે ત્યાં જ થંભી ગયો. અને આ મા દિકરાનો પ્રેમ કહો કે પછી કે મમતા કહો, કે પછી ભૂખ્યા પેટને વળતી ટાઢક કહો, જોઈને દિગ્મૂઢ થઈ ગયો. નાનકાની ભૂખ ભાંગી એટલે નિંદર રાણી પણ આવ્યા. નાનકો થોડીવાર પછી ઘસઘસાટ ઉંઘવા લાગ્યો. પ્રેતાત્માએ વિચાર્યુ કે આ નાનકા નું લેહી બહુ જ મીઠુ હશે, તેથી તે હું પછી પીઈશ. પહેલા તો આ ભીખીનુ લોહી જ પીય લવ.

જેવો તે ભીખીનુ લોહી પીવા આગળ વધ્યો કે બીજા ૪ પ્રેતાત્માઓએ તેને ઘેરી લીધો. અને કહેવા લાગ્યા કે અમે વરસોથી અહીંયા રહીયે છીયે. આ ત્રણેય માણસો પણ ૬ થી ૭ વરસ થી અહીં રહે છે. અમે ધારીયે તો ત્રણેય નુ લોહી પી શકીયે છીએ. પરંતુ અમે એવુ નથી કરતા. કારણ કે અમને એક બહુ જ જ્ઞાની ગુરૂજી અહીં મળી ગયા છે. અમને આ ગુરૂજી એ બહુ સારૂ જ્ઞાન આપ્યુ છે કે કયારેય કોઈ પણ ખરાબ કામ કરવુ નહી. નિર્દોષ લોકોને ક્યારેય પણ હેરાન પરેશાન કરવા નહી.

તમને જ્યારે ભુખ લાગે ત્યારે બાજુના જંગલ માં જઈ કોઈ પણ પ્રાણીનુ લોહી પીય અને માંસ ખાય પેટ ભરી લેવાનુ પણ કોઈ પણ માણસ નુ લોહી ક્યારેય પણ પીવુ નહી. આપણે આવા ગરીબ માણસ નું રક્ષણ કરવુ જોઈએ. એટલે તું આ પ્રેતાત્મા સાથે જંગલમાં જા અને કોઈ પણ પ્રાણીનુ લોહી પીજે. એટલે આ નવુ પ્રેત એક પ્રેત સાથે જંગલ તરફ ઉડવા લાગ્યુ.

જો કે ખરેખર તો આ બધા પ્રેત ત્યાં રહેતા ન હતા. પરંતુ રખડતા ભટકતા ત્યાં આવી પહોંચ્યા હતા. અને એક સાથે ૩-૩ માણસોનુ લોહી પીવા મળશે તે જાણી ખુશખુશાલ થઈ ગયા હતા. પરંતુ તેઓ આ વધારાનુ પ્રેત તેમા ભાગ પડાવે તેમ ઈચ્છતા ન હતા. તેઓ તો જંગલ તરફ ગયેલા પોતાના સાથી પ્રેત ની રાહ જોઈ રહ્યા હતા. તે પાછો આવે પછી ભીખી, નાનકો અને ખોં ખોં કરતા ભીખીના પતિની મીજબાની કરવા ની હતી.

આ બાજુ થોડે દૂર જઈ ને આ પ્રેતાત્માએ નવા બનેલા પ્રેતાત્મા પર હુમલો કર્યો. નવુ પ્રેત કંઈ પણ સમજે તે પહેલા તો તેને એક ખાડો કરી ને જમીન મા ઊંડે દાટી દેવામાં આવ્યુ.

બરાબર તે જ વખતે એક પવિત્ર પ્રેતાત્મા ત્યાંથી પસાર થતા હતા. તેમણે બચાવો બચાવો એવો અવાજ સાંભળીને તે નવા પ્રેત ને જમીનમાંથી બહાર કાઢી તેની વાત સાંભળી. તેથી તરત જ બન્ને ઉડતા ઉડતા સ્મશાન સુધી આવ્યા. અને ત્યાંથી બધા પ્રેત ને ભગાડી મુક્યા.

આ બાજુ ભીખી એ પોતાના પતિ ને બાકી વધેલો અડધો રોટલો ખવડાવી દીધો અને પોતે ભૂખી તરસી ઉંઘી ગઈ. આ જોઈને પવિત્ર પ્રેતે નવા પ્રેતને આ લોકો માટે કાયમી ધોરણે ભોજનની વ્યવસ્થા કરવા કહ્યુ. નવુ પ્રેત શહેર તરફ ઉડ્યુ.

ત્યાં તેણે અસાધ્ય રોગથી પીડાતા એક દર્દી ને જોયો. તે દર્દ સહન કરી શકતો ન હતો. તેથી મોત માગી રહ્યો હતો. પ્રેત તેનુ બધુ જ લોહી પીય ને તૃપ્ત થયુ. દર્દી ના ચહેરા પર છુટકારો થયો તેનુ સ્મિત પથરાઈ ગયુ. થોડી વાર પછી દર્દીના મૃતદેહને સ્મશાન તરફ લઈને તેના સગા સંબંધી ઓ આગળ વધ્યા. શ્રી રા.....મ શ્રી રા.......મ નો ધ્વનિ કાને પડતા જ ભીખી સફાળી બેઠી થઈ ગઈ. સાડલાનો છેડો માથે નાખતી તે ઝૂંપડી ની બહાર નીકળી.

પછી તો આ ક્રમ રોજનો થઈ ગયો. પ્રેત દરરોજ જીવનથી હારી ગયેલાને દુ:ખ મુક્ત કરે અને જીવન જીવવાની અદમ્ય ઈચ્છા વાળા ૩ જીવો જીવી જાય. ચિતાઓ સળગતી રહે અને જઠરાગ્નિ બુજાતો રહે

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.