પ્રથમ મિલન

રોજ બરોજ ના આપણાં જીવન માં ઘણી ઘટના ઓ બને છે. સારી-નરસી, ખુશી ની, દુઃખ ની. પરંતું અમુક પ્રસંગો આપણ ને આખી જીંદગી યાદ રહી જાય છે. આવા અવિસ્મરણીય પ્રસંગો જીવનમાં અંકિત થઈ જાય છે. આવો જ એક યાદગાર પ્રસંગ હું અહી રજૂ કરૂ છું.

હા, યાદ છે મને એ દિવસ. કેમ ભૂલાય? મારી મારા સાજન સાથે ની પ્રથમ મુલાકાત. ઝીલ અને સાગર નું મિલન.કુદરતે અમારા નામ પણ એવા જ આપ્યા છે કે જે અમારું મિલન સાર્થક પુરવાર કરે.

અમારો પ્રેમ ફક્ત વાતચીત દ્વારા થયો હતો। . એટલે કે અમે હજી એકબીજા ને જોયા નથી। .સંદેશાઓ ની આપ-લે દ્વારા મૈત્રી થઇ હતી. શરૂઆત માં હું અને સાગર એકબીજા ને ફક્ત નામ થી જ જાણતા।. એક દિવસ એક કોમન ગ્રુપ માં અમારો પરિચય થયો। . ગ્રુપ ના બધા સભ્યો ને હું ન હતી જાણતી તેથી ગ્રુપ ના સર્જક ને બધા વિષે પૂછ્યું।.

એક દિવસ સાગર નો મેસેજ આવ્યો અને અમે એકબીજા નો પરિચય આપ્યો. અમે બંને એકબીજા ના કૌટુંબિક અને વ્યયસાયિક જીવન માં વ્યસ્ત હતા. પરંતુ રોજબરોજ સંદેશ ની આપ-લે દૈનિક જીવન નો ભાગ થઇ હતી. અમે બંને પોતપોતાની રોજ-બરોજ ની પ્રવૃત્તિ ઓ નું વર્ણન કરતા. એ અમારી રોજ ની આદત થઇ ગઈ હતી. આમ કરતા ક્યારે સાગરના દિલ માં મારા માટે લાગણી અંકુરિત થઇ ગઈ એની અમને જાણ શુધ્ધા ન થઇ. આખરે એક દિવસે સાગરે પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો. આખરે એક દિવસે સાગરે પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો. પહેલા તો હું ચકિત થઇ ગઈ. મેં પૂછ્યું હતું "સાગર, તમે શું કહી રહ્યા છો?" સાગરને દર લાગ્યો ને એમણે માફી માંગી. પરંતુ એ પણ કબુલ્યું કે જે લાગણી દર્શાવી છે તે સાચી છે. હું સ્વીકારું કે અસ્વીકાર કરું પરંતુ એ જ હકીહત છે અને એ બદલાઈ શકે એમ નથી. મેં કઈ પણ ઉત્તર ન આપ્યો. બીજે દિવસે મારા મન માં ઉચાટ રહ્યો આખી રાત પડખા ફેરવ્યા બસ સાગર ના જ વિચારો આવ્યા .પેહલા તો થયું કે મારે ના કહી દેવી છે પણ ડર લાગ્યો કે જો ના પાડીશ તો મિત્રતા નો અંત આવી જશે. મને થયું જો એમ થશે તો વધુ માં વધુ શું થશે?રોજે રોજ જે વાતચીત થાય છે એ નહી થાય। એના મેસેજ નહી આવે. તો શું થશે?શું ફેર પડશે? " પણ ના ફેર પડ્યો. ખબર નહીં કેમ પણ રોજ ના નિશ્ચિત સમયે હું સાગર ના મેસેજ ની રાહ જોવા લાગી .અરે ! હું તો રોજ જ રાહ જોતી જ હતી પણ કદી નોંધ ન હોતી લીધી. હું કેમ રાહ જોઉં છું?એના વગર મને ચેન કેમ નથી પડતું? ભલે અમે એકબીજાથી માઈલો દૂર હતા પણ દિલ થી ખુબ નજીક છીએ એ આજે સમજાયું। અમે એકબીજાની ચિંતા કરતા થઇ ગયા છીએ. એ બધી વાતો જે અમે બધાને ન કહી શકતા એ કહી મન હળવું કરી લેતા. એક ચિંતા થવા લાગી મારી સુખ દુઃખ ની વાતો હું કોને કહીશ?કોણ મારી વ્યથા સમજશે? મને કોણ દિલાસો આપશે? અમે ભલે એકબીજા ને સાંભળ્યા કે જોયા નથી પરંતુ લાગણી થી જોડાઈ ગયા છીએ

આખરે દિલ અને દિમાગ ની લડાઈ માં દિલ ની જીત થઇ. અંતર ના ખૂણે થી સાદ આવ્યો "સાગર જ તારો સાચો પ્રેમ છે એનો સ્વીકાર કર. સાગર વિના રહેવાશે?શા માટે સાગર ના પ્રેમ નો અસ્વીકાર કરે છે?એનો પ્રેમ સાચો છે નિ :સ્વાર્થ છે. તું અને સાગર એકબીજા માટે જ છો. સ્વીકારી લે. કઈ ખોટું નથી." અને બીજે દિવસે મેં લખ્યું: "મારા દિલ માં પણ તમારા માટે કંઈક અનુભૂતિ થાય છે.તમારી ખુબ યાદ આવે છે ,તમારી ચિંતા થાય છે તો તમારી ખુશી થી દિલ ખુશ થાય છે.જાણે અજાણ્યે થયેલી આ અનુભૂતિ બીજું કઈ નહી પણ પ્રેમ જ છે."

પ્રેમ એટલે પરસ્પર મળી વાતો કરવી,હાથ માં હાથ નાખી ફરવું -એ જ નથી હોતું। એકબીજા ની ખુશી માં ખુશ ને દુઃખ માં દુઃખી થવું, મુશ્કેલી માં સાથ આપવો --- આ બધું પ્રેમ જ છે. જેમ કૃષ્ણ અને રાધા વચ્ચે પ્રેમ છે પણ પતિ -પત્ની નો સંબંધ શક્ય નહોતો , એમનો પ્રેમ પવિત્ર છે એવીજ રીતે અમારું પતિ -પત્ની તરીકે નું મિલન અશક્ય જ છે તે જાણવા છતાં અમે અમારા પ્રેમ નો એકરાર કર્યા વિના ના રહી શક્ય।.

આખરે પ્રેમ નો એકરાર થયો અને પહેલી વાર અમે ફોન ઉપર વાત કરી., એકબીજા નો અવાજ સાંભળ્યો। એ પણ જાણે પરસ્પર મળ્યા નો એહસાસ હતો. મિત્રતા પ્રેમ માં પરિણામી. અમારું કાયમી મિલન નહિ થાય એ હકીકત ને સ્વીકારી અમે પ્રેમ નો એકરાર કર્યો.

બરોબર દોઢ મહિનો થયો આજે એ વાત ને. અમે એકબીજાને મળવાનું નક્કી કર્યું. .મારા શહેર ની નજીક નું સ્થળ નક્કી કર્યું।અમે બંને ફક્ત 5 થી 6 કલાક સાથે રહી શકીશું.અમે નિર્ણય કર્યો છે કે ફરજ ના ભોગે કદી પ્રેમ નહી કરીએ. કુટુંબીજનો ના મન દુભાવી ક્યારેય એક થવાનો પ્રયત્ન નહિ કરીએ.અમે એક બીજાને જીવન માં એક વિશેષ સ્થાન આપ્યું છે. અમે નિયમિત તો નહિ પણ વર્ષ માં એક થી બે વાર મળીશું। અમારો પ્રેમ પવિત્ર છે , નિ :સ્વાર્થ છે.

ફેબ્રુઆરી મહિનો સવાર ના 9 થી 9:30 નો સમય. હું રેલવે સ્ટેશન પર આવી પહોંચી।એમની ટ્રેન એક કલાક પછી આવશે.કલાક ની એક એક મિનિટ એક સદી જેવી લાગે છે.પ્રથમ મુલાકાત ને યાદગાર બનાવા મેં ફૂલો નો ગુલદસ્તો આપવાનું વિચાર્યું. સ્ટેશન નજીક એક માળી ની દુકાને થી હું ગુલાબ નો ગુલદસ્તો લઇ આવી.મને મળવા એ કેટલે દૂર થી આવી રહ્યા છે! પોતાની જોબ માં થી રજા લઇ,20 થી 22 કલાક ની મુસાફરી કરી દૂર આવશે।હું તો બે ચાર કલાક માં નીકળી જઈશ પણ એમની પરત ટ્રેન તો બીજા દિવસ ની છે તેથી એમણે રાત્રી રોકાણ પણ કરવું પડશે.ખરેખર એ સાચો પ્રેમ જ છે જેને માટે એ એટલો ભોગ આપેછે. મને એ વાત નો ઘણો વસવસો છે કે હું એમની સાથે વધુ સમય નહિ વિતાવી શકું.

ગુલદસ્તો લઇ હું સ્ટેશન પર આવી.બસ છેલ્લી 10 મિનિટ છે. એમનો ડબો જ્યાં આવશે ત્યાં હું ઉભી રહી આખરે ટ્રેન આવી. પણ બદનસીબે એમનો ડબો હું જ્યાં ઉભી હતી ત્યાં ન આવ્યો। એટલી વાર માં ફોન રણક્યો।સામેથી સાગર બોલ્યા :"ઝીલ ,ક્યાં છે ? તું આવી છે ને? આઈ એમ ઇગર ટુ સી યુ."મેં જવાબ આપ્યો :'હા હું અહીં જ છું, પણ તમારો ડબો પાછળ લાગે છે તમે ત્યાંજ રહો હું બસ આવું જ છું. " ફોન મૂકી હું ઝડપ થી ચાલવા લાગી.મારુ મન પણ સાજન ને જોવા આતુર છે. એકબીજા ને ફક્ત તસ્વીરમાં જ જોયા છે. એવાજ લાગતા હશે. એમ વિચારતી જ હતી ત્યાં એક સાદ આવ્યો "ઝીલ".... ને મેં જોયું તો સાગર ઉભા હતા. લાલ રંગ ની ટીશર્ટ માં ખુબ મોહક લાગોછો.મન તો થયું કે ભેટી પડુ ,પણ જાહેર સ્થાન પર હોવાથી એમ ન કર્યું। અમારી નજર મળી બંને ના દિલમાં ખુશી ની મહેક ફરી વળી. ચેહરા પર સ્મિત એનું સાક્ષી છે.હું તો મંત્રમુગ્ધ થઇ ગઈ.સાગર બોલ્યા :"હાય ! કેમ છે?કેવો દેખાવું છું ફોટા જેવો કે અલગ ?"હું બોલી :"સારું છે. તમે કેમ છો?એકદમ ફોટા જેવાજ લાગો છો.

નજીક ના રેસ્ટોરન્ટ માં અમે 4-5 કલાક સાથે રહ્યા। ચાર કલાક ચાર પળ ની જેમ વીતી ગયા.હવે વિખુટા પડવાનો સમય આવ્યો કાશ સમય અહીજ થોભી જાયતો કેટલું સારું।પણ એવું નથી થતું.મારી આંખો અશ્રુ થી ભરાઈ ગઈ.એમણે મારા આંસુ લૂછતાં કહ્યું :" તું જાણે છે ને કે અ।પણે આટલું જ મળી શકીશું.તો પછી દુઃખી કેમ થાય છે? તને ખુશ જોવા માંગુ છું.આપણે ફરી મળીશું. જેટલો સમય સાથે વિતાવ્યો એ સાર્થક છે.યાદગાર છે.જો એમાં સંતોષ માનીશું તો ક્યારેય છુટા પાડવાનો વસવસો કે દુઃખ નહીં થાય.પણ હા તને વચન આપું છું કે જયારે મારી જરૂર પડે ,કોઈ મુશ્કેલી આવે તો એક અવાજ દે જે હું મારો પૂરતો પ્રયત્ન કરીશ કે બને એટલો વહેલો તારી પાસે આવી શકું. હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું. ઝીલ આપણે એકબીજા ના છીએ અને રહીશું.બસ હવે તો એ જ પ્રાર્થના કરી શકું કે આવતા જન્મ માં આખુંય જીવન સાથે રહી શકીએ એવો અવસર ભગવાન આપે. "

એ મને ટ્રેન માં મુકવા આવ્યા. હું ટ્રેન માં બેઠી. ટ્રેન ઉપડી.જ્યાં સુઘી સાગર દેખના ત્યાં સુધી હું એમને નીરખી રહી.

આજે ય અમારો પ્રેમ એવો જ છે.દૂર છતાં અપાર,પવિત્ર,અનહદ, અકલ્પનિય………..


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.