પંદર વખત રીંગ ગઈ પણ એનો ફોન વ્યસ્ત જ આવ્યા કર્યો, આજે તો મારે વાત જાણીને જ છૂટકો અને હું ઓફિસેથી જલ્દી નીકળી ઘર તરફ જવા રવાના થયો. એવી તે કેવી વાત કરતી હશે ? કોણી સાથે કરતી હશે ?ક્યાં પ્રયોજનથી કરતી હશે ? વગેરે વિચારો સાથે દોડતી મારી સ્કોડા કાર મારા મનની સ્પીડ કરતા થોડી ઓછી ઝડપે દોડી રહી હતી ને એ સ્વાભાવિક પણ હતું . કેમ કે આવું સાલું અઠવાડિયામાં બે વાર બન્યું અને આજે ત્રીજી વાર ...! એટલે નક્કી કંઇક તો રંધાઈ જ રહ્યું હોવું જોઈએ ! કોઈ ચક્કર લાગે છે ! શું ચક્કર હશે ? કે પછી એને પેલા ખરેખરા ચક્કર તો નહી આવી ગયા હોય ?ખુશખબર વાળા ! પણ એવું હોય તો એ મને હિન્ટ તો આપેને !! કોઈ ઈમરજન્સીમાં એ મને જ ટ્રાય ન કરતી હોય ને અસ્વસ્થ અવસ્થામાં ફોન કરતા કરતા પડી ગઈ હોય ને એનો ફોન ચાલુ રહી ગયો હોય ! ને એથી જ એ વ્યસ્ત આવતો હોય !!! એમ પણ બને ! કે પછી એનાથી કોઈ એવું કામ થઈ ગયું હોય જેને જોતા જ આપણને ચક્કર આવી જાય !!!...ના ના ...આ બેમાંથી એક પણ વાતમાં મને તથ્ય નથી લાગતું.

........સ્કોડા કારની સ્પીડ ૧૨૦ હતી ને એનાથી પણ વધારે મારા મનમાં દોડતા વિચારોની સ્પીડ હતી.! તે હોય જ ને ! કેમ કે મારી એક જ રીંગમાં ઝટ ફોન ઉપાડી લેતી કેતકીની ઝડપ અને મારા પ્રત્યેની પ્રતીતિ ને હું સતત અનુભવતો આવ્યો છુ ને એ અહસાસને હું જાણતો હતો અને માણતો હતો! હું એને કહી પણ દેતો “કેતકી તારી આ ફોન ઉઠાવવાની ઝડપ પરથી મને એવું લાગે છે કે તું નક્કી ગયા જન્મમાં ચીલ હશે..! જે ઉંચે આસમાનથી નીચે ફરતા સાપને એક જ ઝાટકે ઉઠાવી લેતી હશે !!! નક્કી તું ચીલ જ હોવી જોઈએ ! ‘’’નચિકેત જેવું આવું કહે છે મને ? એમ કહી કેતકીની “આતા માઝી સટકલી” જેવી હાવભાવની પ્રતીતિ સાથે મારી પાછળ દોડતી ને હું બેડરૂમ તરફ ભાગતો ! જેવી એ રૂમમાં પ્રવેશે કે હું એને મારી રીતે ઝડપી લેતો ! ત્યારે એ બોલી પડતી ! “હું ચીલ જેવી છુ તો તું પણ “બાઝ”થી ઓછો નથી ! તારી પકડમાંથી છૂટવું એ અજગરની ભીસથી પણ અઘરી ભીસ ! ક્યારેક જો ખરેખર ગુસ્સામાં હોય તો કેતકી હાથમાં રહેલી કઈ પણ વસ્તુ મારી તરફ ઉગામતી ! પણ ફેંકતી નહી !...આ જ તો કેતકીનો પ્રેમ હતો ! જે મને એના મોહપાશમાં સતત જકડી રાખવામાં કરગર નીવડતો હતો !!

પણ આ શું મને એના પર આટલો હેત છે તો પછી આજે મને એના પર કેમ આટલો શક ઉભરાઈ આવી રહ્યો છે ? કેમ ? મારું મન મનોમન વધારે શંકાશીલ વિચારો સાથે સ્કોડા કરતા વેગ પકડી રહ્યું હતું. આજ દિવસ સુધી કદી પણ એવું કશું બન્યું નથી કે મને કેતકીના શંકા જાય ! એના નિખાલસ વર્તન પ્રત્યે મને કડી શંકાત્મક ભાવ ઉત્પન્ન થયો નહોતો તો પછી આજે જ કેમ ? કેમ ? વિચારોનેમાં આજે મારાથી પહેલીવાર ટ્રાફિક સિગ્નલનો નિયમ તુટ્યો હતો. ચલાન નક્કી ઘરે આવશે એ પાક્કું હતું. શું કરું મારી આકુળતા મને વ્યગ્રતા તરફ ધકેલી રહી હતી. મન ચંગા તો કથરોટમેં ગંગા ને બદલે મન “નંગા” યાને અભદ્ર વિચારો તરફ ગરકાવ થઈ રહ્યું હતું.

રોજની જેમ આજે ઓફિસેથી ઘરે જતા એને મળવાનો ઉમળકો મૃત્યુ પામ્યો હતો ! અને હું જાણે એ ઉમળકાનો અંતિમ અંતિમ સંસ્કાર કરવા જઈ ન રહ્યો હોવ એવો મને અનુભવ થતો હતો . એને મળવાનો ઉમળકો લઇ જેવો હું ઘરે જતો..ને મારી રાહ જોતી કેતકી પર એ ખજાનો અને અનહદ પ્રેમનો ઉભરો ઘરે જતાની સાથે જ એના પર ઠાલવી દેતો ! બેગ સોફા પર મૂકી ન મૂકી એને ઉચકી લેતો ! ને જાણે દિવસ આખાનો થાક ઉતારતો હોવ એમ એને બાહુપાશમાં જકડી લેતો ! જેમાંથી છૂટવું કેતકી માટે અશક્ય રહેતું! મનોમન તો કેતકીને પણ ગમતું પણ સ્ત્રી સહજ સ્વભાવ આવી વાતો કહેતા થોડી શરમાળ થઈ જાય એવું બનતું આવ્યું જે મારામાં પણ બનતું ને પછી તો એને મારા સાન્નિધ્ય શરણાગતી સ્વીકાર્યે જ છૂટકો હતો ! ઘરે જતા જ કેતકીને પ્રેમથી તરબોળ કરી દેતો હું આજે કેમ શુષ્ક રેતાળ પટ જેવો ને ઉબ્દ્ખાબ્દ ખડગ જેવો બરછટ બની રહ્યો છુ ? મારા જ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી !

...થયું કે ઘરે પહોંચવાનો ટૂંકો રસ્તો થોડો ખરાબ છે પણ રસ્તે ઓછો ટ્રાફિક હોય એટલે ત્યાંથી ઝટ પહોચી જવાશે પણ ! નસીબ ફૂટેલા હોય તો શું કરી શકાય ! રસ્તો બંધ હતો ! સમારકામ ચાલતું હોવાથી ફરી એ જ રસ્તે મારે આવવું પડ્યું !

કેતકીને સવારે પ્રોમિસ કરેલું કે આજે નક્કી તારી માટે ગરજો લઇ આવીશ પણ જા નથી લઈ જવો સાલું આજે એને મારું મન ભ્રમિત કરી નાખ્યું છે કે મને હવે એના માટે કોઈ જ લાગણી સ્નેહ ઉત્તપન્ન નથી થતો ! વર્ષ પહેલા એક જ નજરે જે કેતકી પહેલા મનમાં ઉતરી ગઈ હતી તે કેતકી આજે મારા મનમાંથી સાવ ઉતરી ગઈ છે!

મારી ક્રોધાગ્ની મને બાલી રહી હતી તો એનાથી પણ વધારે કેતકી પ્રત્યેની મારો વહેમ મને એના પ્રત્યે વધુ બેરહેમ કરવા ઉક્સાવી રહ્યો હતો ! આજે તો !!!એની હતી ન હતી કરી નાખું ..એનું ! શું કરું ને શું નહી ! કદી દાંત ન પીસનારો હું કચકચાવી દાત પીસી રહ્યો હતો.શંકા અને ક્રોધાવેશમાં હું વિસરી ગયો હતો કે કેતકી મારી શું છે ??ભ્રમભય મને આકુળવ્યાકુળ કરી રહ્યો હતો પણ હું શું કરી રહ્યો છુ એ મને કળતું નહોતું !

વિચલિત મન કહી રહ્યું હતું “નચિકેત બસ હવે તું થોડી ધીરજ ધર ને કેતકીને રંગે હાથે પકડી લે ! થોડી જ વારમાં પાંચબત્તી એરિયા ક્રોસ કરીશ કે ઘર આવ્યું જ સમજ !”

હમેશા ગાડીનો અવાજ સાંભળી બહાર આવી જતી કેતકી આજે ન આવી ! એટલે મારો શક વધારે મજબૂત થયો ! હું ચોર પગલે ઘરમાં તો પ્રવેશ્યો !!પણ !! આ શું ?

......મારા મનમાં દોરાયેલું ચિત્ર અને પ્રસ્તુત જીવંત ચિત્ર સાવ અલગ હતું ! સોફા પર બાજુવાળા બા કેતકીના સેલફોનથી કોઈની સાથે વાત કરતા હતા ! જેવી કેતકીની નજર નજર મારા પર પડતા જ બોલી!”કેમ ચોર પગલે આજે આવવું પડ્યું !? મારી જાસુસી કરી રહ્ય છો કે શું ?? તમને એમ જ ને કે છેલ્લા પોણા કલાકથી કેતકી કોણી સાથે વાત કરી રહી હશે ? ને મનોમન બધી વાર્તા ઘડી નાખી હશે નહી ?

હું ગે ગે ફે ફે થઈ ગયો મનમાં વિચાર્યું આ સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિ જોરદાર કામ કરતી હોય છે જે પુરુષોના મનની વાત સહેલાઇથી જાણી જતી હોય છે! ત્યાં ફરી કેતકી બોલી ક્યાં ખોવાઈ ગયા મી.નચિકેત ? તબિયત તો સારી છે ને ? એ તો આ બા મને કહે કેટલા દિવસથી દુબઈમાં રહેતા એમના દીકરા સાથે વાત નથી કરી તો દીકરા મને ફોન લગાવી આપને એટલે મેં ફોન જોડી આપ્યો ! એટલે મિસ કોલ મારી વાત કરાવી રહી છુ !

છેલ્લા કલાકમાં મેં મારી ચરિત્ર્યવાન પત્નીને ચરિત્રહીન ચિતરવામાં મેં કશું જ બાકી નહોતું રાખ્યું ! નિર્લજ્જતાની બધી હદ મેં વટાવી નાખી હતી ! ધિક્કારને પણ લાયક નથી રહ્યો ! ત્યાં જ મારી નજર ટીપોઈ પર પડેલ પુસ્તક પર પડી ! એ ઉઠાવવા જ જઈ રહ્યો હતો ત્યાં કેતકી બોલી “મન એવા માનવી” પુસ્તકનું શીર્ષક છે ! નચિકેત આ બહુ સરસ પુસ્તક છે પુસ્કર ગોકાણી એના લેખક છે !

તું પણ આ “મન એવા માનવી” વાંચજે ! હું શું બોલું કેતકી તને ! પણ આ પુસ્તકની વાત ખરેખર સાચી જ છે “મન એવા માનવી” આજે હું મારા મનના વિચાર પ્રમાણે કે હલકટ કક્ષાનો બની ગયો હતો..! I am Sorry! Ketki ! મારું નિર્લજ્જ મન તારી મનોમન લાજ ઉતારી રહ્યું હતું ને હું કાયર એને અનુસરી રહ્યો હતો !.....મને માફ કર કેતકી !

ત્યાં જ કેતકીએ મારો ફોન જોયો અને જોતાની સાથે જ બોલી પડી નચિકેત ૧૫ મિસ્ડ કોલ !? અરે બા બાપુજીના કેરટેકર નટુનો ફોન હતો ! તે રીસીવ જ ન કર્યો ? એ પણ ૧૫ વખત !! કેતકીએ તુરંત એને ફોન લગાવ્યો ! તો જાણવા મળ્યું કે બા સીડીએથી પડી ગયા છે અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે ! તમને ક્યારના ફોન લગાવતા હતા !!!!!

મારા માટે વ્યથિત કેતકીને જોઈ મને મારામાંથી ખસી જવા માટે હું જગ્યા શોધી રહ્યો હતો !

“ખરેખર મન એવા માનવી” જેવો હું મારી જાતને જેટલું ધિક્કારું એટલું ઓછુ છે !

સ્તબ્ધ નિસ્તેજ હું કેતકીને એકીટશે તાકી રહ્યો હતો !
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.