રાત્રિના 12 વાગે આવેલો ફોન ઉપાડતા વેંત "હેપી બિર્થ ડે"ની શુભેચ્છાથી શિવાની નું મન ફરી પરફૂલ્લીત બન્યુ.હજુ તો થઁકસ બોલે એ પહેલા બીજા નો ફોન પણ આવા લાગ્યો. જાણે રાતે 12 વાગે સવાર પડી હોય એમ બધા એ વિશ કરવા કોલ કરવા લાગ્યા.બીજે દિવસ રોજ કરતા થોડો વધારે ઉત્સાહથી કૉલેજ તરફ જવા રવાના થઈ.કેક કટ અને મળવાની ગિફટસ વિશે વિચારમા આજે તો કૉલેજ પણ જલદી પહોચી.ધારણા મુજબ ઉજવણીમા જ દિવસ ગયો.


હવે સૂરજ પણ આથમવા લાગ્યો હતો પણ ઉત્સાહ નહીં.હજુ હોટેલમાં બીજા મિત્રો રાહ જોતા હતાં.કૉલેજથી સીધા અમુક મિત્રો સાથે શિવાની હોટેલ પહોચી.એક રીતે તો આ પાર્ટી જ મિત્રમંડળ વધારવાનું કારણ હોય છે તો સાથે કેટલાંકનાં આંખોમાં વસી જવાનું પણ.

હજી કેક કાપવાની શરૂવાત કરે ત્યાં જ છન છન ના પાયલનો અવાજ આયો અને સાથે જ એમાં લયબદ્ધ રીતે ભળતા કોકીલકંઠી અવાજમાં "હેપી બિર્થ ડે"ની કદાચ આ છેલ્લી વિશ.

અવાજ તરફ નજર જતા જ કોઇક ઋષિને પણ તપ મુકાવી 2 મિનીટ જોવા વિવશ કરે એવું રુપ. સૂર્યોદયનું પહેલું કિરણ પડવાથી તળાવમાં ખીલતી એ કમળની કળીને પણ શરમાવે તેવો ગુલાબી વર્ણ.એ જ તળાવના પાણી થી પણ ઊંડી એ પાણીદાર આંખો.તળાવનાં કાંઠે થયેલી વેલ જેવી લાંબો અને સુદ્રઢતા થી બાંધેલો ચોટલો.કાળી અને પાતળી ભ્રમરો વચ્ચે કદાચ નજર નાં લાગે એટલેજ કરેલી કાળી બિંદી.કદાચ આમા થી ય કોક તરી જાય તો એને ય ડુબાડી દે એવું ગાઢ સ્મિત
.

"થઁકસ રોહી" કહી શિવાનીએ જળપરીને પાર્ટીમાં જોડી.પાર્ટી હવે ધીમે ધીમે અંત તરફ વળી અને બધા મિત્રો છુટા પડતાં ગયા.અને હવે શિવાની પણ શિવાંશ સાથે ઘેર તરફ જવા નીકળી. શિવાંશ કશુ બોલે તેં પેહલા જ શિવાની બોલી "રોહિણી, મારા કૉલેજ ની ફ્રેન્ડ".કદાચ એ એટલે જ એ ખાસ મિત્રો છે.કશુ કહ્યા વગર પણ એકબીજાને જોઇને જ સમજી જતા.તોય બચાવમાં શિવાંશે કહ્યુ,"ના ના, એવું કય નહીં" પણ મનની વાત હોઠો પર આવી જ જાય એમ એનાંથી પુછાય ગયુ "તારી કલાસમેટ?" અને હા પ્રત્યોતર આપતા
રોહિણીની વાતોમાં બેવ મિત્રો ઘેર પહોંચ્યા. ઘેર પહોંચીને તરત,શિવાંશે ફેસબૂકમા એનું નામ શોધ્યું.મ્યુચયલ ફ્રેન્ડ નાં લીધે જલદી મળી ગય. અને એ રીકવેસ્ટનું ભૂરું બટન દબાવતા પેહલા તો કેટલાય વિચારોનું મનમા વંટોળ ઉઠ્યું અને શમ્યુ.કેટલાય સમણાઓ સાથે એને ભૂરું બટન સફેદ બનાવ્યું.

રાત્રિનાં 10 વાગે નોટીફીકેશન આવતાં સાથે જ જાણે જોયેલા બધા જ સપના પૂરા થતા દેખાયા અને હ્ર્દય જરાક 1-2 ધબકાર વધારે જ કરી ગયું.પણ હવે જરાક હાથમાં ખચકાટ હતો.કદાચ પેહલા મેસેજનો અસમંજસ હતો.તોય થોડુ વિચારીને "thanks" તો મોકલ્યું."કેમ" નો રીપ્લાય આવતાં જ આગળનો મેસેજ તૈયાર જ હતો."રીકવેસ્ટ એક્સેપ્ટ કરી એટ્લે".અને હજુ મેસેજ સેન્ડ થાય એ પેહલા રોહિણી એ ફેસબૂક બંધ કર્યું.હવે શિવાંશે પણ બીજા દિવસ પર વાત ઢૉરીને સપનાની દુનિયામાં ડગ માંડ્યા.

બીજે દિવસ સવારમા "good morning" નો મેસેજ મોકલ્યો. રોહિણીનો રીપ્લાય આયો.અને ધીમે ધીમે મેસેજમા વાતો થતી ગય. વધતી ગય.હવે તો ફેસબૂક પરથી વહોટસ એપ પર વાતો આવી ગય.હવે, ફોન પર વાત કરવી હતી પણ શરૂવાત કયાં થી કરવી એ સૂઝતું નહતું.છતાય ગમતી વ્યકતિ સાથે વાત કરવા ક્યાં વાતની જરુર હોય છે.રાત્રે 9 વાગે શિવાંશે ફોન જોડ્યો.સામાન્યતઃ આ 9 વાગયાના ફોનકોલ જ ગાઢ મિત્રતા હોવાંનાં કે શરુ થવાના એંધાણ હોય છે અને ગાઢ મિત્રતા એ પ્રેમનાં.થોડી વાત ચાલી અને ફોન મુકાય ગયો.અને કદાચ પહેલો ફોન હતો ને એટલે જ જલદી મુકાય ગયો.


હવે તો સવાર થી મેસેજ અને રાત્રે ફોન એનાંથી સતત અને ધીમે ધીમે મિત્રતા વધી.હવે આ ચાલતી કલાકો વાતોનું ફ્ળ કદાચ મળવાનું હોય એમ લાગ્યું કારણ શિવાંશને રોહિણી એ મળવા માટેનો સમય આપ્યો. બીજે દિવસ સાંજ પડી પણ સવારવાળો ઉત્સાહ ઓસર્યો નહતો પરન્તુ બમણો થયો હોય એમ લાગતું.આજે તો મોડો નાં થવાની લાયમા વહેલો જ આવી ગયેલો.અને આવીને થોડીવાર મોબાઇલ જોતો કે તો થોડીવાર જાણીતા જ એ રસ્તાનો ભૂગોળ પાકું કરતો.

અને એક્દમ જ હ્ર્દય સહેજ ધબકારો ચૂકી ગયુ કારણ ક્ષિતિજ પર ઉગેલા ચંદ્રની બરાબર નીચેથી બીજો ચંદ્ર આવતો દેખાયો.બગીચામાંબાંકડા પર જય બેઠા અને પછી અલકમલકની વાતો ચાલવ માંડી. હજી જાણીતા હતાં,પણ ઓળખીતા નહીં.અને એટ્લે જ કદાચ એક અંતર હતુ વાતો માંય અને બાકડા પરેય .શિવાંશ પણ બરાબર હસી મજાક થી એ અંતર ભરવા મથામણ કરતો કા તો સીધુ જ કહું તો ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતો.અને આમ જુવો તો આ આંખોનાં રમતની શરૂવાત જ એકબીજા ને ઈમ્પ્રેસ કરવાથી થાય છે.આમ તો ઝડપથી જ કોઇ પણ મિત્રના મનની વાત જાણી લેતો શિવાંશ આજે રોહિણી સામે થોડો પાછો પડતો લાગ્યો.થોડીવારમાં બેવ પોતપોતાના ઘર તરફ જવા લાગ્યા.


રાતે થતા જ શિવાની અને શિવાંશ ચાલવા માટે નીકળ્યા. પણ હજુ શિવાંશનાં મનમા સાંજ વાળી વાત જ ચાલતી હતી.અને એને જોયને જ શિવાની એ પુછ્યું કે શું વાત છે આજે કયાંક ખોવાયેલો ખોવાયેલો લાગે છે તુ?" પહેલા તો વાત ટાળતા શિવાંશે ના કીધું.પણ વાતો વાતો મા શિવાંશથી રોહિણી બોલી જવાયું.અને તરત જ શિવાની બધી વાત સમજી ગય.બીજી કોઈ વાત સમજવામાં કદાચ

થોડી પાછળ રહી જાય પણ મનમા ચાલી રહેલી વાત જાણવામા તો સ્ત્રી બરાબર પાવરધી જ હોય છે. શિવાની હવે નાડ પારખી ગયેલાં વૈદ્યની જેમ રોહિણી વિશે વાત શરુ રાખતા કહ્યુ"રોહિણીને તો કોક બીજો એમની જ કોલેજનો કોઇક ગમે છે અને એ તો રોહિણી મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો મને બરાબર ખબર છે."

હવે આંખો સામે જ શિવાંશને એનાં સપનાનો મહેલ તૂટતો હોય એમ દેખાયો.પછી થોડી આમતેમ વાતો કરી બેવ જણા છુટા પડ્યા.આજે તો શિવાંશે ઘેર પહોચી મેસેજ પણ નાં કર્યો.થોડી જ વાર મા રોહિણીનો મેસેજ આયો.શિવાંશ હવે અવઢવમા ફસાયો વાત કરવા કે ના કરવાની.
થોડીવાર વિચારી મેસેજનો રીપ્લાય પણ આપી દીધો.સવારે તો કદાચ રોજની જેમ વાત પણ શરુ થઇ ગઇ.હવે રોજ વાત થતી અને લાંબો સમય સુધી ચાલતી.હવે આગળ શુ બોલવું એ કદાચ બન્નેમાંથી કોઇએ વિચારવું નહતું પડતું.હૈયાની વાત હોઠ પર નિખાલસતાથી આવી જતી અને આ નિખાલસતામા એક ગાઢ મૈત્રી બંધાતી હતી.

જમીને રોજની જેમ શિવાંશે રોહિણીને કોલ કર્યો.રોજ કરતા આજે જરા અવાજ ધીમો લાગ્યો.શિવાંશે પુછ્યું "શુ થયુ?" ત્યારે રોહિણી એ બીજી વાત નીકાળી એ વાત બદલી દીધી. પણ પછી શિવાંશે ફરી પૂછતાં રોહિણીએ કીધું "મોહિતે, આજે મારી સાથે વાત પણ ના કરી."પછી શિવાંશે મોહિત વિશે પુછ્યુ.તયારે રોહિણી એ કીધું કે એ મને ગમે છે. અમે સારા મિત્રો પણ છે પણ એ પહેલ કરે તો મિત્રતા આગળ વધે.

હવે રોજની બેવ જણાની વાતોમા લગભગ ત્રીજા નો ઉમેરો થઇ ગયો હતો.શિવાંશને આ ગમતું નહતું પણ રોહિણીને તો સારુ લાગે છે એમ માની એ વાત કરતો કાંતો કદાચ એકતરફી પ્રેમ હતો એટલે કરતો.

સમય પણ એની ગતિથી વધતો હતો અને જોતજોતામાં કૉલેજનો વાર્ષિકોત્સવ નજીક આવી ગયો.આ વાર્ષિકોત્સવની તૈયારી દરમ્યાન રોહિણી અને મોહિત જરાક વધારે નજીક આવી ગયા.હવે તો બધા મિત્રોને પણ ખબર પડી ગઇ હતી.અને આમ પણ મિત્રોને હંમેશા આવી વાત પહેલા જ ખબર પડી જાય છે. હવે બસ હૈયાની વાત હોઠો પર લાવવાની હતી.બધા ક્ષેત્રોમા આગળ વધતી અને સફળતા મેળવતી યૈવાના એ આજે પ્રેમમા પણ ઝપઁલાવી અત્યાર સુધીની પ્રથા તોડી એક નવો ચીલો ચીતરવાનું નક્કી કર્યું. હવે નક્કી તો કરી દીધું પણ વાત થોડી ત્યાં અટકી જાય.હવે તો વાત એનાં થી વધું અઘરી હતી અને એ હતી i love u કહેવાની.કદાચ આ એક એવી ક્ષણ રોહિણી એવી બનવા માગતી હતી જે મોહિતને જીવનભર યાદ રહે.હવે, એની જ તૈયારી કેમની કરવી એ જ પુછવા

રોહિણી એ શિવાંશને ફોન કર્યા

રોહિણી - શિવાંશ મારે તને એક વાત કહેવાની છે અને એનાં પર થોડુ સજ઼ેસન પણ જોયે છે

શિવાંશ - હા,બોલ ને એક શુ બે કહે..

રોહિણી-હુ કાલે મોહિત ને પ્રપોઝ કરવાની છું.

વાત સાભરતા વેંત જ જાણે કોઈ એ પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય એમ એક જોરદાર ધ્રાષ્કો શિવાંશે અનુભવ્યો પણ થોડી જ વારમા પોતાની જાત સંભારતા શિવાંશે જવાબ આપ્યો.


શિવાંશ - હા, તને જેમ સારુ લાગે એમ પણ પેહલા જાણી લેજે બધુ,પછી પાછળથી કોઇ લોચા નાં થાય.

રોહિણી- અરે ના,એ આટલાં સમયથી મારો મિત્ર છે.અને હવે તો અડધા કલાસને ખબર પડી ગઇ છે.તો કોઈકે તો શુરૂવાત કરવી જ પડશે તો હુ જ કરી દવ.

શિવાંશ - સારુ તો પછી..બેસ્ટ ઓફ લક..કાલે વાત કરીયે..બાય..ગુડ નાઈટ.

રોહિણી - ઓહ..થેંક્સ.. બાય..ગુડ નાઈટ

પણ આજે બેવને ઉંઘ કયાં આવાની હતી.રોહિણીને પ્રેમને પામવાનો ઉત્સાહ હતો જ્યારે શિવાંશને પ્રેમ ગુમાવાનો રંજ.શિવાંશ ફોન મુક્યા પછી પણ પોતાની જાતને સંભારવાની મથામણમા હતો જ્યારે રોહિણીનાં મગજમા તો કાલનાં વિચારોનું વમળ ઉઠ્યું હતુ.કેવા કપડા પહેરું,કયાંરંગનાં પહેરું,બિંદી નાની કે મોટી,કયાં ઝૂમખાં એવા કેટલાય વિચારોની હારમાળા એનાં મનમાં સર્જાય ગઇ હતી.પ્રેમ પામવા સામે વાળા વ્યકતિને પ્રભાવિત કરવો જ પડે છે કદાચ આ વાત રોહિણી બરાબર જાણતી હતી.

કાંઇકને પ્રભાવીત કરવાની વાત આવતા જ આપણે પેહલા જ બ્રાહ્ય દેખાવ પર ધ્યાન આપીએ છે.અને એમા આપણો કોઈ વાંક નથી,કારણ આપણને એ જ શીખવાડવામાં આવ્યુ છે "first impression is last impression" દ્રારા.રોહિણી પણ મોહિતને પ્રભાવીત કરવા સજાગ હતી.

આજે રોહિણીની સુંદરતામા જાણે કંઇક અજાણીતો જ વધારો થયો હતો.કેટલાંક તાજા ખીલેલા ગુલાબને ભેગા કરી કોઇ આજે ગાલ પર ફેરવી ગયું હોય એવો ગાલ પર પડતો શરમનો એ ગુલાબી શેરડો.ગુલાબનાં એ જ બાગનાં બેવ છેડે પ્રથમ વર્ષામાં ગેલમાં આવીને પીછા ઉંચા કરી નાચતા મોરનાં એ ઝૂમખાં.જાંબુનાં અર્કનો રસ જાણે હોઠ પર લગાવ્યો હોય એમ જાંબુડી હોઠ.સ્ત્રીનો જન્મથી જ ગમતા ગુલાબી રંગનો ડ્રેસ. કદાચ ગુલાબી રંગ સ્ત્રીઓને એટલા માટે પણ ગમતો હોય છે કે એમા ગુલાબ આવી જાય છે અને ગુલાબને ક્યાં પતંગીયા શોધવાની જરુર હોય છે.આમ જ રોજ કેટલાય પતંગીયા રોહિણીની આસપાસ ગુમરાતા.પણ આજે તો એ સાંજનું કરમાતૂ ગુલાબ નહી પણ સોળે કળાએ ખીલેલો ચાંદ લાગતી હતી.પૂનમનાં આખા ચંદ્રની ચાંદની કોઈ સંગેમરમરનાં મકબરા પર પડતાં જેમ મકબરો ચમકી ઉઠે તેમ આજે રોહિણીનો દેહ ચમકતો હતો. એ તાજને છેડથી વહેતી કોઈ ગાઢ નદીના ઊંડા પ્રવાહની ગતિની જેમ સડસડાટ એની ચાલ હતી.ત્યાં જ કિનારા પર આગિયાનાં ગણગણાટની જેમ એની ચાલમાં તાલબદ્ધ ભરી જતા એ ઝાંઝરાનો લય.અને આ બધુય જેની સામે પાણી ભરે એવા નિર્મળ અને ઊંડા નીરની શાંતતાને સમાવે તેવું સ્મિત.અને એ સ્મિતમાંય જાણે કોઈ જોગીએે વર્ષોનાં તપને અંતે મેળેલી કોઈક સિદ્ધિ છુપાવી હોય એવું ગાઢ રહસ્ય.


પેહલા જ એ મોહિતની જગ્યા એ શિવાનીને મળી કારણ દિલની વાત કેમની કહેવી એની આખીય વાત રાતે 4 થી 5 વાર અલગ અલગ રીતે નક્કી કરેલી છતાંય એમા કોઇક ભુલ ના થાય જાય એટ્લે છેલ્લી વાર શિવાની સામે પ્રેક્ટિસ કરવા માગતી હતી.કોઈ જ ગુલાબ, કેક કે નદી કે તળાવનો કાંઠો એવું કાંઇ નહતું જે આ પ્રપોઝને વધુ આકર્ષક બનાવે.જોકે એક સોળે શણગાર સજ઼ેલી યૌવના પોતાનાંમા જ એક આકર્ષણ હોય છે.અને રોહિણી આજે એમાંય વિશેષ હતી.અને હવે તો શિવાની એ પણ રોહિણીને મંજુરી આપી દીધી.રોહિણી અને શિવાની કલાસની બહાર ઉભા રહી મોહિતની રાહ જોતાં હતાં.મોહિતના આવતાં સાથે જ,

શિવાની:મોહિત,જોને આજે રોહિણીનો મૂડ સારો નથી લાગતો. મૂડ ખરાબ છે!!આ એને જોયને લાગે છે ઉપરથી એ કેટલાયનાં ખરાબ
મૂડ સારા કરી દે એવી લાગે છે.


રોહિણી થોડા જુઠા ગુસ્સામાં:બસ તુ બોલ જ નહીં. અને મારે કોઈના મૂડ સારા નથી કરવા.


મોહિત:સારુ સારુ..શાંતી શાંતી.. ચાલ કેન્ટીનમા જઇએ.


રોહિણી: નાં,મારે નથી આવુ.


મોહિત: કેમ નહીં આવવુ??..ચાલને હવે..


આમ કહીને રોહિણીને મોહિત કેન્ટીન તરફ ખેંચી જાય છે કેન્ટીન તરફ જવા તો નીકળ્યા તો ખરા પણ કેન્ટીનની જગ્યા એ કૉલેજની પાછળનાં બાગનાં છેડે એક તરુ નીચે જઇ બેઠા.આમ તો સવારનો જ સમય હતો એટ્લે કાંઇ રવિ પણ આકરો નહતો બન્યો પણ છતા છાંયો મળે એટલાં માટે કાંતો કોઈ જોઇનાં જાય એટલાં માટે ઘટાદાર વૃક્ષ નીચે બેઠા હતાં.આ પ્રેમ અને ઝાડને પણ અનેરો સંબંધ છે.પ્રેમનો અંત ભલે ગમે ત્યાં થાય.પણ પ્રેમનું ઉદગમ અને એ ગાઢ બનવા માટે આ ઝાડ જ કારણભૂત હોય છે.

મોહિત:શુ થયુ રોહી??આ તને જોયને લાગતું તો નથી મૂડનાં હોય એવું.

રોહિણી જૂઠો ગુસ્સો બતાવતા:હા, તને તો ક્યાંથી એવું લાગે.ક્યારેક મારી જોડે બેસીને શાંતીથી વાત પણ કરી છે તો ખબર પડેને.

મોહિત: હા,તો હવે બોલ.જો આ બેઠો

રોહિણી મો ને એક નાની મચક આપતાં: ઓહઃહ બહુ સારુ. બેસી જ રહે તુ.નહીં કશુ કહેવું મારે.

મોહિત:અરે યાર, બોલને..શુ કેહવું છે??

રોહિણી:બહુ ભોળો ના બન. જાણે તને કાઈ ખબર જ નાં હોય એમ.


મોહિતને પણ જાણ તો હતી તેમ છતા અજાણ બનવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા માગતો હતો.

મોહિત:તુ શું વાત કરે છે કઈ જ ખબર નથી પડતી.સીધુ જ કહી દે ને.

આમ તો રોહિણી આજે પહાડની જેમ અડગ નિશ્ચય કરીને આવેલી તો પણ આજે જ્યારે મોહિત સામે હતો ત્યારે ગઇકાલે નક્કી કરેલી અને અરીસા સામે બોલાયેલી એ છટા અને રીત બેવ જાણે ક્યાંક ઓઝળ થઇ ગય હતી.શબ્દો ક્ષીણ બન્યા હતા અને જીભ જરા થૉથવાતી હતી.તેમ છતાં મળેલા શબ્દોને જ કાગડાનાં માળાની જેમ અસ્તવ્યસ્ત ગુંથી એકીશ્વાસે બોલી ઉઠી.


રોહિણી:હુ તારી ને મારી વાત કરૂ છું.બસ તને જ ખબર નથી બાકી તારા સિવાય આખી કૉલેજને ખબર પડી ગઇ છે.હુ કૉલેજમા આવતાં વેંત તને શોધું છું.તારી સાથે બેસું છું.તારી જોડે રહું છું.તારા ગમતા દરેક એ કામ કરૂ છું જેનાં થી તને ખુશી મળે. હુ હંમેશા તને ખુશ જોવા માંગુ છું. તારી જીવનની દરેક પળ ખુશીઓથી ભરવા માંગુ છુ અને તારી સુખમા જ નહીં દુઃખમાં પણ સહભાગી થવા માંગુ છું.હુ તારી સાથે રહી જીવન જીવવા નહીં,પણ એક ઉત્સવની જેમ ઉજવવા માગું છું.જીવની દરેક પળ માણવા માગું છું.હુ તને ચાહું છું.શુ તુ મને??!!


એકદમ જ અણધાર્યા પ્રશ્નથી મોહિત હેબતાઈ ગયો.હજી કદાચ મોહિત નિશ્ચિત નહતો રોહિણી પ્રત્યે પ્રેમ હતો કે આકર્ષણ.તેમ છતા યુવાનીના મોહમાં કા તો પછી મિત્રો સ્વભાવથી પ્રેરાય તરત પ્રત્યુત્તર આપતાં.
મોહિત:હા,રોહિણી હુ પણ તને પ્રેમ કરૂ છું.

મનગમતો જવાબ સાંભરીને રોહિણીના વધેલા ધબકાર હજી માંડ શાંત થવા પ્રયત્ન કરતા હતાં.પણ હૈયાનો ઉમરકો હજી વ્યકત નહતો થઇ શકતો.
રોહિણી: તો તે મને કીધું કેમ નહીં હજી સુધી??

મોહિત:પણ હુ જ નક્કી નહતો કરી શક્તો પેહલા હુ ચોકક્સ થાત પછી તને કેહત.

રોહિણી:પણ

મોહિત:હવે તેં કહી દીધુંને શું ફર્ક પડે તે કીધું કે મે.
અને આટલું કહેતાં કહેતાં જ મોહિતે રોહિણીને એક નાનું આલિંગન આપી રોહિણીના પ્રશ્ન અને હૈયું બેવ શાંત કરી દીધું.

હજી તો થોડુ બેઠા ત્યાં જ કૉલેજનો બેલ વાગ્યો.અને મોહિત અને રોહિણી કૉલેજ તરફ ગયા.જતી વખતે રોહિણીના મુખ પર એક વિશિષ્ટ પ્રકારનું સ્મિત હતુ.જે જોઈતું હતુ એ મળી જવાનો આંનદ એનાં મુખ પર સપઁસતપંણે દેખાઈ આવતો હતો.રોહિણીને જોઇ શિવાની સમજી ગઇ એટ્લે એને પુછ્યા વગર જ કહી દીધું.
શિવાની:પાર્ટી જોઈએ પાર્ટી
રોહિણી:હા સારુ.
શિવાની:ચાલો તો ડોમીનોઝ મા
રોહિણી: અરે આજે નહીં ફરી જઈશું..શિવાંશને પણ પાર્ટી આપવાની છે મારે હજુ.
શિવાની એકદમ આશ્ચર્યમા;લે કેમ એને શુ કામ!?તમારે બને ને વાત થાય છે??એને ખબર છે આજ વિશે?
રોહિણી:હા, કાલે જ કીધું હતુ.અમારે રોજ વાત થતી જ હોય છે તો એને આજનું ખબર જ હતી.

શિવાની ઉત્સુકતામા:ઓકે તો શુ કીધું એને??


રોહિણી: કઈ નહીં. મને વીશ કરી આજ માટે.અને પછી સુઇ ગયો.ખબર નહીં કેમ કાલે એ જલદી સુઈ ગયો રોજ કરતા??

આનું કારણ શિવાનીને તરત ખબર પડી ગઇ.તેમ છતા એને મૌન રેહવું જ હિતાવહ સમજ્યું.અને કારણ કહેવાનો પણ હવે કોઈ અર્થ નહતો રહ્યો. કેમકે રોહિણી હજી હમણાં જ કોઇક બીજા જોડે જીવન વિતાવવાના વચનો આપીને આવી હતી.
કૉલેજ પુરી થતા જ શિવાની ઘેર જઇ ત્વરિત શિવાંશને મળવા ગઇ. શિવાંશ બહાર જ ઉભો હતો.આવતાં સાથે એને સ્મિતસાથે આવકાર આપ્યો
શિવાંશ: ઓહઃ બહુ દિવસે ભૂલી પડી..

આ જોઇને શિવાની અચંબિત થય ઉઠી.જે પેહલા માર્ક્સ ઓછાં આવે તો પણ ઉદાસીન થઈને ઘેર જનારો એનો મિત્ર આજે આટલી મોટી વાત હસીને છુપાઈ દેવા માંગતો હતો.કદાચ આજે શિવાનીને લાગ્યું કે હવે શિવાંશ મેચ્યોર થઈ ગયો હતો.

શિવાની:હા, થોડુ કૉલેજનું કામ હોય છે તો વ્યસ્ત હોવ છું.

વચ્ચેથી વાત કાપીને શિવાંશ:બોલ બીજુ, કાઈ કામ હતુ?? મમ્મીનું કામ હોય તો સોરી મમ્મી બહાર ગયા છે.

હવે, શિવાની આ જુઠા દેખાવથી અકરાઇને બોલી
શિવાની:શિવાંશ, બસ હવે.પેહલા તો દરેક નાનામા નાની વાત મને કહેતો તો અને આજે આટલી મોટી વાત મનમાં ભરી રાખી છે.કહી દે ને મનેે.મન હળવું થઇ જશે.અને તારે મારાથી છુપાવાની કેમ જરૂર પડી યાર.શુ તારી અને મારી મિત્રતા કરતા રોહિણી વધારઅગત્યની થઇ ગઇ છે હવે?!!
હવે શિવાંશ એની લાગણીઓને દબાઈ ના શક્યો.શાંત પાણીના ઊંડા સરોવરમાં એક પથ્થર નાખીને હચમચાવી નાખ્યો હોય તેમ હવે શિવાંશનું હ્ર્દય પણ હચમચી ગયું હતુ.અને હવે અવાજમા લાગણી ધસી આવી હતી.શિવાંશ:પણ હું શું કરૂ શિવાની?? એ મને નહીં પણ મોહિતને પ્રેમ કરે છે.તને ખબર છે એ રોજ મારી જોડે વાત કરે છે પણ વાત મોહિતની હોય છે.એ દરેક વાતમા એની જ વાત કરે છે.અને કદાચ રોહિણી એની સાથે વધારે ખુશ રેહશે.અને એ મારી સાથે હોય કે બીજાની સાથે એ ખુશ રહે એ વધારે મહત્વનું છે મારી માટે.


આટલું સાંભરી શિવાની સ્તબ્ધ થઇ ગઇ હતી.એને કદાચ બોલવા માટે શબ્દ નહતા મળતાં.

શિવાની:યાર,આજે મને ગર્વ છે કે તુ મારો મિત્ર છું.અને મને પણ ખબર છે એટલું સરળ નથી જેવી રીતે તુ બોલી ગયો.પણ તે એકવાર કીધું હોત તો.


શિવાંશ:પણ કદાચ એને કહેવાનો અર્થ જ નહતો.કેમ કે હું એને કેહત અને એ મારી સાથે મિત્રતા પણ તોડી નાંખેત તો મને એની બીક હતી અને એને ક્યારેય મને પ્રેમીની રીતે જોયો જ નથી એ મને મિત્ર માનતી હતી.અને હું એને મિત્રની રીતે ગુમાવવા નહતો માગતો.

શિવાની:પણ અત્યારે ય એ ક્યાં તારી થઇ છે એ તો બીજાની જ્ થઇ ગઇ ને.
અને આ વાત શિવાંશના હૈયે સોસરવી નીકળી ગઇ.એ અંદરથી ભાંગી ગયો હતો.તેમ છતા પણ એ કોઈ હારેલા કે તૂટેલા પ્રેમીની જેમ એના હૈયાની મનોવ્યથાને આખોથી નીતારી કે બીજી કોઈ રીતે જાહેર કરી દેવા નહતો માંગતો.અને કદાચ એમ કરવા માટે એનું પુરુષયુવા હ્ર્દય પણ એને મંજુરી નહતું આપતું.
શિવાંશ:પણ એ મિત્ર તરીકે તો મારી સાથે છે ને. કદાચ કામ પડશે ત્યારે યાદ કરશે.કદાચ કોઇક મુસીબતમાં હશે ત્યારે યાદ કરશે. અને એ વખતે જ્યારે રોહિણીનાં મુઝાયેલા ચેહરા પર હુ સ્મિત લાવી શકીશ અને એની સ્મિતનું કારણ તો હું બની શકીશ.
એટલામા જ શિવાનીના ઘેર થી રિંગ આવી એ કાપીને શિવાંશને રોહિણીના વિચારોમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરતા.

શિવાની:હુ ઘેર જવ છું.તુ પણ મારા ઘેર ચાલ એમ પણ તારા ઘેર તો કોઈ છે નહીં તો એકલો ક્યાં બેસીશ.અને મારી બીજી પણ કેટલી મિત્રો છે રોહિણી જેવી જ.તને તો આનાથી પણ સારી મળી જશે.

શિવાંશ:અરે નાં,મમ્મી આવતી જ હશે.તુ જા ઘેરથી ફોન આવ્યો હોય તો વાંધો નહી. મને એકલું નહી લાગે.
શિવાની:ઓકે પણ એકલુ લાગે તો આવતો રહેજે મારા ઘેર.એકલો ના બેસી રહેતો.
શિવાંશ:સારુ.
આટલું કહી શિવાની તેનાં ઘર તરફ વળી અને શિવાંશ એનાં ઘરમાં પ્રવેશ્યો.

આમ તો શિવાંશ પોતાની લાગણીઓ છુપાવવામાં સફળ નીવડ્યો હતો.પણ હવે જ્યારેે એકલો પડયો ત્યારે ફરીથી રોહિણીના વિચારો એના મનને ધેરવા ધસી આવ્યાં હતા.કદાચ ક્યાંક કૈંક ખોટું થયુ એવો ભાસ એનાં મનમા સતત ઉદભવતો હતો.એને પણ હ્ર્દયના કોઇક ખૂણામાં મોહિત પર ગુસ્સો આવતો હતો તો સાથે જ રોહિણીને ના કહેવાનો અફસોસ પણ થતો હતો.કાંતો આ મોહિત અમારી વચ્ચે નડી ગયો કાંતો પોતાનો જ હિમ્મત ના કરી શકે એવો સ્વભાવ નડી ગયો.આમ ક્યારેક પોતાને જ દોષ દેતુ મગજ તો ક્યારેક મોહિતને દોષ દેતા મન વચ્ચે આજે રીતસરનું યુદ્ધ ફાટી નીકળ્યું હતુ.અને એટલાંમા જ

ઘરની ડોરબેલ વાગી અને શિવાંશ દરવાજા તરફ ગયો.મમ્મી આવી ગઇ હતી.એ દરવાજો ખોલી ફરી પાછો રૂમ તરફ પાછો જતો હતો ત્યાં જ

મમ્મી- ક્યાં જાય છે?

શિવાંશ- રૂમમા જાવ છું.કશુ કામ હોય તો બુમ પાડજે.

આટલું કેહતા કેહતા એ રૂમમાં પહોચી ગયો.ફરી એકલો પડતાં રોહિણીના વિચારો શરુ થઈ ગયા.આની મથામણમાં શિવાંશનું માથું દુખવા લાગ્યું અને તે ક્યારે સુઈ ગયો એની એને જ ખબર ના રહી.

રાત્રે મમ્મીના બુમથી શિવાંશ જાગ્યો.જમીને ફરી બહાર ચાલવા નીકળ્યો. હજુ આજે રોહિણીનો ફોન આવ્યો નહતો.રોહિણીનો ફોન આવશે તો કેમની વાત કરીશ,શુ વાત કરીશ એનાં માટે હજુ એ તૈયાર થતો હતો અને એટલામા જ શિવાનીનો અવાજ સભળાયો.

શિવાની-શિવાંશ..શિવાંશ..ઉભો રહે..હુ પણ ચાલવા આવુ છું.

મનોમન એને ઈશ્વરનો પાડ માન્યો.કદાચ એને રોહિણી સાથે ફોન પર વાત ના કરવા માટેની યુક્તિ એને સુજી ગઇ હતી.

હજુ બેવએ ચાલવાનું શરુ કર્યું ત્યાં જ રોહિણીનો ફોન આવ્યો.

રોહિણી:હાય,શિવ.તને ખબર છે આજનો દિવસ મારા

જીવનનાં શ્રેષ્ઠ દિવસોમાંનો એક છે.

શિવાંશ:હા, મને શિવાની એ કીધું.

રોહિણી:હા,એ કોલેજમા મળેલી એટ્લે એને પેહલાની ખબર છે.

શિવાંશ:ઓકે.એ અત્યારે મારા જોડે જ છે.લે એની જોડે વાત કર.

રોહિણી:ના.હું પછી ફોન કરૂ.બાય.

શિવાંશ:ઓકે બાય...શિવાંશના ફોન મૂકતાની સાથે જ

શિવાની:રોહિણીનો ફોન હતો??શુ કહેતી હતી??

શિવાંશ:હા,કઈ ખાસ નહીં એના અને મોહિત વિષે..

આટલું બોલતા જ બેવ વચ્ચે એક સ્મશાનવત શાંતી ફેલાઇ ગઇ.શિવાની ફરી વખત એ વિષય પર વાત નીકાળી શિવાંશને દુઃખી કરવા નહતી માગતી.પણ આજે શિવાંશના ધારવા કરતા જલદી ફોન મુકાઈ ગયો હતો કદાચ એ સમજી ગયો હતો હવે એની જગ્યાએ કોઇક બીજાના ફોન આવવાનો હતો.કોઈ બીજો સત્વરે એની જગ્યા ભરવાનો હતો.એ કદાચ રોહિણીની પાસે નહીં પણ શ્વાસે શ્વાસે થવાનો હતો.


બેન્ને વચ્ચેની શાંતી યથાવત હતી અને આ નીરવ નહીં પણ સ્મશાનવત શાંતી હતી એટ્લે જ શિવાનીને ખૂચતી હતી.એને આ શાંતી અને ચાલવાનો બેવનો અંત લાવતા

શિવાની:ચાલ હુ ઘેર જવ બાય.ગુડ નાઈટ.

શિવાંશ:હા,હુ પણ બાય.ગુડ નાઈટ.

ઘેર જઇ સુવાના નિષ્ફળ પ્રયાસ કર્યા પણ ઉંઘ તો આવવાની નહતી કેમકે રોજ મોડી રાત સુધી વાતો કરવાની ટેવ પડી ગઇ હતી.હવે એ જ ટેવને મનોમન કોસતા કોસતા ક્યારે સુઈ ગયો ખબર ના રહી.

બીજે દીવસ સવાર તો થોડુ સ્વસ્થ્ય લાગ્યું પણ હવે રોજીદા કામ તરફ વળવાનું હતુ.એને બીજાની જેમ બેસી રેહવું પોસાય તેમ નહતું.એમ વિચારી એ એના કામ તરફ આગળ વધ્યો.

જ્યારે રોહિણી બમણા ઉત્સાહથી કૉલેજ જવા તૈયાર થઈ કારણ હજુ પ્રેમ નવો હતો અને ઉત્સાહ પણ.

હવે ધીમે ધીમે સમય પસાર થતો ગયો.રોજ કોલેજમાં લેક્ચરની હાજરી છોડી કેન્ટીન કે બગીચાના ઝાડ નીચેની હાજરી વધારે ભરાતી થઈ ગઇ.રોજની મુલાકાતો અને રાતોની લાંબી લાંબી વાતોની જાણ હવે કૉલેજમા થવા લાગી હતી.કાલ સુધી જે કોઇકને જ ખબર હતી એે હવે બધાના ચર્ચાનો વિષય બની ગઇ હતી.ધીમે ધીમે બન્ને એકબીજાને ઓળખતા થતા હતાં. હવે આ સંબંધને એક અલગ ઓપ આપવાનો હતો જેમા એકબીજાના સ્વભાવનો સુમેળ કરાવવાનો હતો.

એકબીજાના અવગુણો અવગણી સદગુણોને સ્વીકાર કરવાની વાત હતી.હવે અહમના હૂં ને ઓગળવાની વાત હતી.હુ અને તુ ભૂલી સમય સાથે સંબંધમા આગળ વધી "આપણુ" બનાવવાની વાત હતી.કદાચ એ ઝાંખો ના પડી જાય એટલા માટે એકબીજાને સમજી સંબંધમાં સુગંધ ભેળવી સુગંઘીત કરવાનો હતો.કદાચ તકરારો મીઠી સુધી સીમિત રહે એનું હવે ધ્યાન રાખવાનું હતુ. કદાચ વિશ્વાસના પાયા ક્યાંક ઘસાય ના જાય એવો વિશ્વાસ કેળવવાનો હતો.પણ અહિ તો ઉતાવળે આકર્ષણને જ પ્રેમ સમજી લીધો હતો.સમય સાથે જે પરિપક્વ ના થઈ શક્યો પણ સમય જતા ઉડવા લાગ્યો હતો. કદાચ બેવના અહમ એકમેકમા ભળવાને બદલે અથડાવા લાગ્યા હતા.હવે જે વાતોના વખાણ થતા હતા એ જ હવે આંખમા કણાંની જેમ ખુચવા લાગી હતી.ક્યારેક એક બોલે તો બીજો સાંભરે અને બીજો બોલે તો પહેલો ચુપ રહે પણ હવે બેવ બોલતા હતાં અને કોક ત્રીજો જ સાભારતો હતો.અને આ ત્રીજો પણ પોતાના મનમા આવે એમ અર્થઘટન કરી સમજાવતો હતો જે હંમેશા પતનના માર્ગ તરફ ચિંઘ્યા સમાન હતો.આમા ક્યાંય હવે જોડા જેવું રહ્યુ હોય એમ નહતું લાગતુ કારણ જોડા માટે બે જ જણાનું હોવું જરુરી છે આમાં તો હવે કોઇક ત્રીજાનો હસ્તક્ષેપ કરવો જરુરી બની ગયો હતો.હવે મીઠી તકરારોમા ક્યાંય મીઠાશ નહતી રહી.તકરારે પણ તક ઝડપી ત્રાસનું સ્વરુપ લઇ લીધુ હતુ.


હવે નાની નાની વાતો પર ઝગડા થવા માંડ્યા હતાં.મોહિત ક્યારેક ઘણાં મિત્રો વચ્ચે પણ એને ખરું-ખોટું સંભળાય દેતો હતો.રીતસરનું અપમાન, વાત વાતમા નીચુ દેખાડવાનું તો હવે જાણે સામાન્ય થઈ ગયું હતુ.

હવે રોહિણી થાકી ગઇ હતી.કદાચ એના મનમાં ભરાયેલો દાવાનળ ક્યાંક ઠાલવવાની જૃરૂર હતી.એ અંદરથી જ હારવા લાગી હતી.કોઇક ટેકાની સખત જરૂર એને લાગતી હતી.કોઇક મિત્રની જરૂર હવે વર્તાતી હતી કદાચ મનમાં ભરેલી વાતો ખોલવા માટે.અને એ જ સમયે શિવાંશના મેસેજની નોટીફીકેશન આયી.

અને રોહિણીને ફરી એના મિત્ર શિવાંશની યાદ આવી. શિવાંશ હજી પણ એને ફોન,મેસેજ કરતો હતો.હજી કાંઈ મિત્રતા ઘટી નહતી ગઇ.હા,ચોક્કસપણે થોડુ અંતર વધી ગયુ હતુ પણ કદાચ એ પણ રોહિણીના પોતાના જ લીધે.

"How's you?" ના બીજા મેસેજના નોટીફીકેશનથી એનો વિચાર તુટી મેસેજ પર ધ્યાન ગયું.એને તરત જ રીપ્લાય આપવા મેસેજ ખોલ્યો.
રોહિણી - "Fine.u??"
શિવાંશ - "good"
રોહિણી - "બોલો બીજુ"
આમ તો અંગ્રેજીમા વાત શરુ કરવાથી આપણે હવે ટેવાતા જઇએ છીએ કારણ સ્માર્ટ ફોન નહીં પણ ગુજરાતીમાં અભિવાદન કરવાનું આપણે ભૂલી ગયા છે.
શિવાંશ - "કાંઇ નહીં, તુ કહે?"
રોહિણી - "કાંઇ ખાસ તો નહીં...પણ..
શિવાંશ - "હા, બોલ ને પણ..
રોહિણી- "કાઈ નહીં..મિસ યુ..ખાસા દિવસથી તારા સાથે વાત પણ નહીં થઈ."
શિવાંશને કેમનો પોતાની વાત માટે મનાઈ લેવો એ વાત રોહિણીને કદાચ બરાબર જાણ હતી.એટ્લે જ આ શબ્દોથી રોહિણી એના અને શિવાંશ વચ્ચેનું અંતર ઝડપથી ઓછું કરવા માગતી હતી.
શિવાંશ- "હા. તો તુ ફ્રી હોય ત્યારે કહે હુ ફોન કરીશ"

થોડી જ વારમા રોહિણીએ શિવાંશને ફોન કર્યો.
રોહિણી એ દુઃખી અવાજમા જ- હેલો
શિવાંશ અવાજ પારખીને-હાય, શુ થયુ??
રોહિણી -કાઈ નહીં..બસ હવે બધુ પુરુ જ થાઈ ગયું.
શિવાંશ-હા, મને શિવાની કહેતી હતી. તમારા બેવ વિશે..
રોહિણી- યાર,મારી જ ભુલ થાઈ ગઇ.હવે ક્યારેય આ પ્રેમની ભુલ નહીં કરૂ
શિવાંશ- અરે એવું કંઈ નહીં.પ્રેમ ભુલ નથી પણ પસંદગી કરેલી વ્યક્તિ એ ભુલ છે.મે તને પેહલા જ કહેલું કે સાચવીને પ્રેમ કરજે.કોઈ એક ખોટા વ્યક્તિની પસંદગી થયા પછી હંમેશા માટે પ્રેમ પર થી વિશ્વાસ ઉઠી જા છે.જોકે બધાનો આવો નિર્ણય ભુલ ભર્યો પણ નથી હોતો કેમ કે એકની એક ભુલ બીજી વાર ના કરવી જોઈએ.પણ પ્રેમ એ ભુલ નથી પણ ભુલ ભુલમા આપણે આકર્ષણને પ્રેમ સમજી બેસીએ છે અને પછી અંતે નિષ્ફળ નીવડેલો પ્રેમ એક સફળ દુઃખી અને દિશાવિહીન યુવા બનાવે છે.જ્યારે પ્રેમમાં તો ભુલ પણ સ્વીકારાઈ જાય છે.દરેક પરિસ્થિતિમાં તારી કાળજી.મારા અણગમા પર તારા ગમાનો વિજય.મારા પહેલા તારો વિચાર.અને જરા ધ્યાનથી શોધીશ તો એે પણ મળી જશે જે તારી માટે છે.જે તને પ્રેમ કરે છે.કદાચ તુ મારી પાસે નથી પણ છતાંય તારી કાળજી અને તારી જ ખુશીનો વિચાર.કાઈ પણ વિચાર્યા વગર તને ગમે એટ્લે તારી મદદ.તો પ્રેમ ખરાબ નહીં. તેં પસંદ કરેલુ પાત્ર ખરાબ હતુ.
રોહિણી(એકદમ આવચક થાઈને)- તે પણ મારી માટે આ જ બધુ કરેલું..અને મને ખુશ રાખવાં પાછળ તુ પણ કયાંક મને??
અનાયાસે જ શબ્દો સરી પડ્યા
શિવાંશ- હા,રોહિણી..મે તને શિવાનીની બર્થડેમા જોઇ ત્યારથી તને પ્રેમ કરૂ છું.હુ તને પેહલા જ કહેવાનો હતો પણ તે મને મોહિત વિશે કહ્યુ તો મે ચુપ રહીને તારા સુખે જ સુખી રહેવાનું નક્કી કર્યું.પણ હજી જ્યારે તને દુઃખી જોવ છું તયારે મને નથી ગમતું એટ્લે જ મારો કોઈ હક ના હોવાં છતા તને મદદ કરૂ છું.હજી પણ જો તને ક્યાંક સારુ ના લાગે તો પ્રેમી તરીકે નહીં તો મિત્ર તરીકે પણ હુ તારી સાથે છું.
રોહિણી-i love u..
ઉત્સાહથી શિવાંશ-i love u 2...
અને બીજી કલાકોનાં વાતોનો એક નવો અને છેલ્લી શ્વાસે સાથે થોભનારો એક સંબંધ શરુ થયો.જે કદાચ સાચો હતો કારણ એમાં આકર્ષણ મુખ્ય નહતું અને જે ગાઢ મિત્રતાના પેટેથી જન્મેલો...


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.