ત્રણ લઘુકાવ્યો

'ત્રણ લઘુકાવ્યો'

(૧) મારા અજવાળાં સૂર્યનાં જરાય ગરજાઉ નથી. તને સ્મરું ને સઘળું દેદિપ્યમાન...!

(૨) ચુપકીદી નામનો ચક્રવ્યુહ ભેદવા 'શબદ' નામના અભિમન્યુએ કમર કસી. આ દેખી સાતમે કોઠે ખડી, ખુલ્લી તલવાર સમી મગરૂરી દાઢમાં હસી..!

(૩) આંખ લુછી ઉંબરેથી પરત ફર્યા ટકોરા જ્યારે બારણું વીંધીને "કોણ છે?" એવો સપાટ પ્રશ્ન બહાર આવ્યો..

~~ રાજુલ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.