કાળીમીંઢ રાત્રિ પસાર થવાનું નામ ન તી લેતી.વિક્રમ ની આંખોમાંથી ઊંઘ ગાયબ થઇ ગઈ હતી.સ્નેહા બાજુમાં શાંત મનથી ઊંઘી રહી હતી.વિક્રમેપણ સુવાનો પ્રયત્નકર્યો.આંખ બંધ થતાં જ એને ભૂતકાળ સ્મૃતિ રમી રહ્યો. valentine day ની એક સવારે વિક્રમ નો ફોન રણક્યો...સામે અલય હતો.
તેને કહ્યું: યાર.. વિક્રમ તારા ઘરની પાસે chocolate શોપ માંથી chocolates લેતો આવજે..શ્વેતા ને ત્યાંની જ chocolates પસંદ છે...વેળાસર આવાની તાકીદકરીતેને ફોન મૂકી દીધો.થોડીવારમાં જ અલયે સૂચવેલી શોપ માંથી chocolates લઈને તે શોપમાંથી બહાર નીકળ્યો.તેની લગોલગ એક રીક્ષા ઉભી રહી.સફેદચૂડીદાર ને ગુલાબી દુપટ્ટામાં અત્યંત આકર્ષક એક યુવતી બહાર આવી. તે વિક્રમ પાસે છુટ્ટા પૈસા આપવા કરગરી રહી....સ્નેહા સાથેની પહેલી મુલાકાતહતી.વિચારોમાં જ વિક્રમ ને પણ ઊંઘ આવી ગઈ.
સવારે આંખ ઉઘડતાં જ વિક્રમે સ્નેહા ને તૈયાર થયેલી જોઈ.પોતાનો સામાન ફરીથી એકવાર check કરી તેને વિક્રમ તરફ નજર કરી કહ્યું:
સ્નેહા : હું જાઉં છું.
વિક્રમ : હું તને મૂકી જાઉં...(અધવચ્ચે જ રોકતાં)
સ્નેહા: હું જતી રહીશ. તે પાછુ ફર્યા વગર જતી રહી.
હજુ તેમના પ્રેમલગ્ન ને ત્રણ જ વર્ષ થયા હતા.લગ્ન પહેલાનો પ્રેમ સામાન્ય રીતે સહજીવન માં બાષ્પીભવન થઇ જતો હોય છે.લગ્ન પહેલાનીમુલાકાતો માં એકબીજાને ઉત્તમ રીતે પ્રસ્તુત કરવાની લાહ્ય માં પોતાનું ખરેખરું વ્યક્તિત્વ બહાર આવતું જ નથી.સુંદર ગુલાબ ના ફૂલ જેવું સહજીવન હોયછે.લગ્ન પહેલા ફક્ત લાલ સુગંધી પાંખડીઓ જ દેખાય છે. લગ્ન પછી એ ગુલાબના કાંટા ખૂંચવા લાગે.વિક્રમ અને સ્નેહા એ પણ પોતાની અંદર રહેલા પ્રેમ નેબચાવવા છુટ્ટા પડવાનું નક્કી કરેલું.
વિક્રમ પોતાના જ ઘરને જોતો રહ્યો. નાનું છતાં બધું સુઘડ ને સુવ્યવસ્થિત ગોઠવેલું હતું.એની નજર ટેબલ પર પડી એના માટે નાસ્તા ની પ્લેટ ઢાંકીનેપડેલી. વિક્રમ નેથયું એને રોકવી જોઈએ પણ પછી તરત જ પુરુષ નો અહમ વચ્ચે આવ્યો.એને પણ ન'તુ જવું.
સ્નેહા ને ઘર છોડ્યાને પંદર દિવસ થયા હતા. વિક્રમ સાંજે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે દરવાજા પર નોટીસ વાંચવા મળી.ઘર ત્રણ દિવસ માં ખાલીકરવાનું છે. એને તરત જ મકાનમાલિક મનસુખરાય ને ફોન જોડ્યો.
વિક્રમ: તમારી નોટીસ મળી છે હું તો અહીં જ રહેવાનો છું.
મનસુખરાય: હા પણ આ વખતે તમે અગાઉથી જાણ નથી કરી એટલે મેં બીજાને ભાડે રાખી લીધા છે. અને ત્રણ દિવસમાં ખાલી કરવું જ પડશે.
વિક્રમ :પણ.. હું ત્રણ દિવસમાં બીજું ઘર કેવી રીતે શોધીશ...પણ સામે છેડે ફોન કપાય ચુક્યો હતો.
ત્રણ વર્ષ દરમિયાન ખબર પણ નથી પડી કેવી રીતે બધું થઇ જતું હતું.દરમિયાન સ્નેહા ફરી પાછી અમદાવાદ બદલી લઇ લીધેલી. વિક્રમ પાસે હવે કોઈરસ્તો ન હતો.તેને પોતાના મિત્ર પાસે વધારાનો સામાન મૂકીને પેઈંગ ગેસ્ટ તરીકે ચાર વ્યક્તિ સાથે રૂમ share કરવાનું નક્કી કર્યું.થોડા દિવસમાં વિક્રમ ટેવાઇચુક્યો.અહીંયા ચાર વ્યક્તિ જુદી દિશા માં દોડે.જેને જ આવડે તે કામ કરે, બધા ના કામ પણ વહેંચાયેલા.
એકવાર રવિવાર ની સવારે આઠ વાગ્યામાં સુનિલ નો અવાજ સંભળાયો. વિક્રમ આજે મારે ઓફીસ જવાનું છે તું તારા માટે રસોઈ બનાવી લેજે.વિક્રમેઊંઘરેટા અવાજે જવાબ આપ્યો આજે...આજે ઓફીસ કેમ આજે તો રવિવાર છે અને આજે રસોઈ કરવાનો વારો તારો છે? સુનીલે કહ્યું હા, પણ મારે આજે ઓફીસજવું પડશે હું ત્યાં જ જમી લઈશ.
વિક્રમે કહ્યું: ઓકે...રાજ તું ચા બનાવી દે.
રાજ: તું બનાવી લે હું ચા પીતો જ નથી.
વિક્રમ કમને ઉઠીને રસોડા તરફ ગયો. સ્નેહા નો ચહેરો તેની આંખ સામે તરવરી રહ્યો.તેને યાદ આવ્યું સ્નેહા જતાં જતાં પણ એના માટે નાસ્તોબનાવીને ગઈ હતી. પોતે સોમવારનો ઉપવાસ કરતી.પરંતુ વિક્રમ માટે એટલા જ પ્રેમથી બનાવતી જાણે પોતાને જ ખાવું હોય.વિક્રમ ને પહેલો ઝઘડો યાદઆવી ગયો. એ સવારે સ્નેહા laptop પર અગત્ય નું કામ કરી રહી હતી.તેને સવારનો નાસ્તો ન'તો બનાવ્યો.વિક્રમે પૂછ્યું તો કહ્યું મને કામ છે આજે તું બનાવીલઈશ અથવા બહારથી મંગાવી લે ને. વિક્રમ કઈ પણ કહ્યા વગર ઓફીસ જવા તૈયાર થયો.એને પોતાનું બ્લુ શર્ટ મળતું ન હતું તેને ફરીથી સ્નેહા ને પૂછ્યું ,
વિક્રમ: સ્નેહા..સ્નેહા મારું બ્લુ શર્ટ ક્યાં છે?
સ્નેહા: ઓહ હું એને મશીન માં નાખવાનું ભૂલી ગઈ તું આજે સફેદ શર્ટ પહેરી લે ને તારા પર બહુ સરસ લાગે છે. હવે વિક્રમે પોતાનો પિત્તો ગયો તેને લગભગત્રાડ જ પાડી..સ્નેહા તું તારી જવાબદારી ભૂલી રહી છે.પેલા તે ખાવાનું ન બનાવ્યું અને હવે કપડા પણ...
સ્નેહા એ (વચ્ચેથી રોકીને)પૂછ્યું: કઈ જવાબદારી વિક્રમ? જયારે પ્રેમ કર્યો તો ત્યારે તો આપણી વચ્ચે કોઈ જવાબદારી ની ચર્ચા નથી થઇ? વિક્રમ તેની વાતસાંભળ્યાવગર જ ત્યાંથી નીકળી ગયો....સ્નેહા એના વિચારોમાંથી નીકળવાનું નામ જ ન'તી લેતી.
થોડા દિવસ આમ જ પસાર થયા.કેટલીવાર મન થઇ આવતું સ્નેહા સાથે વાત કરવાનું.ક્યારેક જુના msg વાંચીને તેની પાસે દોડી જવાનું મન થતું.એની અંદર રહેલોપુરુષ એની લાગણી એની સંવેદનાને ડામી દેતો હતો.
અનીલ: વિક્રમ.. તારી ઓફિસની બાજુમાં પોસ્ટઓફીસ છે તો મારું પાર્સલ ત્યાંથી લેતો આવજે.
વિક્રમ: હા..
આજે થોડો ઓફિસથી વહેલો નીકળી વિક્રમે અનીલ નું પાર્સલ લીધું.તેમાં ચાર પાંચ બુક્સ હતી. તેને એક બુક લઇ વાંચવા માંડી. તેને અમ રસ પડવામાંડ્યો અને મજાપણ આવવા લાગી.
ઘરે આવી તેને અનીલ ને કહ્યું:
અનીલ : યાર..તે તો બહુ જ સરસ બુક મંગાવી છે. મેં વાંચવાની શરુ પણ કરી દીધી. બહુ જ સરસ લખ્યું છે..કહેતા તેને સોફા પર લંબાવ્યું. અનીલ,જરા એક કપચા બનાવી દેને...
અનીલ: વિક્રમ તું એકલો જ ઓફીસથી થાકીને નથી આવતો અને કોને પૂછીને મારું પાર્સલ ખોલ્યું?..
વિક્રમ ફાટી આંખે જોઈ રહ્યો તેને sorry તો કઈ દીધું,પણ તેની સામે જાણે સ્નેહા કંઈ કેટલાયે ન પૂછેલા સવાલો સાથે ઉભી હતી.બંનેના સહજીવનમાંસ્નેહા નો કેટલો વાંક હશે એ તો નથી ખબર પણ અત્યારે એને પોતાની ભૂલો સ્પષ્ટ દેખાતી હતી.
ત્રણ દિવસની રજા લઈને વિક્રમ સવારે અમદાવાદ જવા નીકળી ગયો.રાત્રે અલય ના ઘરે રોકાયો.અલય ને શ્વેતા લીવ ઇન રીલેશનથી રહેતાહતા.થોડા સમયમાં બંનેના લગ્ન થવાના હતા. શ્વેતા રસોઈમાં મગ્ન હતી ને અલય તેને મદદ કરતો હતો. વિક્રમ ને મનમાં થયું મેં તો ક્યારેય સ્નેહા ને મદદનથી કરી...તેની આંખો થોડી ભીનીથઇ...અલયે તેને જમવા બોલાવ્યો જાતજાતની વાતો થઇ પણ વિક્રમ મન સ્નેહામાં ખોવાયેલું હતું.હવે તેને જલ્દી સ્નેહા નેમળવું હતું. પોતાની ભૂલ સુધારી લેવી હતી.
valentine day ની વહેલી સવારે વિક્રમ તૈયાર થઈને સ્નેહા ઘર તરફ પગ ઉપાડ્યા..અને રસ્તામાં મનોમન નક્કી કર્યું...
સહજીવનમાં પ્રેમ પ્રેમી પ્રેમિકા જેવો કરશું.....જવાબદારી પતિ પત્ની ની જેમ નિભાવીશું...અને કામ રૂમ પાર્ટનરની જેમ વહેંચી લઈશું.....