સંવેદનશીલ સપનાં

એ .......... વહેલી સવારે તાજાં સપનાંઓ ખીલ્યાં સઘળું સુગંધ સુગંધ !! સૂરજે મહેર વરસાવી ......... સપનાંઓ સોનેરી કતારબંધ થઈ નિજમસ્તીમાં ટહેલવા નીકળ્યાં ....... ભીતરી આશાને જીવંત રાખવા એક પતંગિયું આવી સહજ વ્હાલ કરી રંગબેરંગી ક્ષણો પીરસી હળવેથી ઉડી ગયું . સપનાંઓ , પોતીકી પળ ને માણતાં , લીલીછમ પગલીઓ પાડી , ધૂળની નાની ઢગલીઓ બનાવી એય ....... મજાનાં પોરો ખાવા બેઠાં 'ને ... એકદમ ઝબકીને જાગ્યાં ! કેમ? સાંજ થવા આવી!! હં ...., નથી ડૂબાડવા એ ..., સંવેદનશીલ સપનાંઓને !!!!! એ શુષ્ક સાંજ વીટળાય 'ને મારા સપનાઓ કરમાય ........! ના !!! એ પહેલાં જ વ્હાલની ચાદર ઓઢાડી , સુગંધની રેલમછેલમ સંકોરી મારા હૃદયની તિજોરીમાં ભરી દીધાં ...........

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.