ઓ !! વરસાદ !!

નથી તું આગળ ,નથી તું પાછળ

નથી તું નીચે , નથી તું ઉપર

નથી તું અંદર ,નથી તું બહાર

ક્યાં છુપાયો છે તું ,

કેવો છે તું પાગલ, બસ હવે તો તું આવ,

મસ્તીની લહેરો સાથે, તું મને બહાવ

બુંદબુંદથી તરસ છીપાવ,

મનની આગને હવે તું બુઝાવ.

તું ભલે ભૂલી ગયો મને,

કીંતું નથી ભૂલ્યો તને હું,

જાણે

એવું લાગે છે કે.....,

બસ પરપોટાંની જેમ સતત હું તો ફુટ્ય઼ા કરું ,

ને

હવે

આમ

નકરા રેતીલા રણમાં લથબથ થઇને ચાલ્યા કરુ છું...

એટલે જ

આ..,

બાથમાં ભીડેલું આખુંય ખેતર ખરેખર સુક્કુંભઠ્ઠ લાગે છે...

આહ ! બાફરો, ઊફરો, શુષ્ક થયેલા

વરસાદ ને હવે

હું

કરગરું છું...

ચત્તો પાટ પડ મારામાં ખાબકીને

ધુમધડાકા સાથે

ગર્જના ને કાડાકા સાથે

ગડગડાટી કરી ધડાકાભડાકા સાથે

હવે તું વરસ, બસ હવે તું વરસ

ના ફરફર ના છાંટા

ઓ મેઉલા ! તું ધોધમાર વરસ

ના રિમઝિમ ના ઝરમરીયો

ઓ મેહુલા ! તું અનરાધાર વરસ

ના ફોરા ના નેવાધાર

ઓ મેઘલા ! તું સાંબેલાધાર વરસ

આકાશના ગર્ભને ચીરીને ઓ ધીંગા વરસાદ

નખરાળો નટખટ મસ્તીખોર બની ને વરસ

બસ..કરી દે મને તૄપ્ત તૄપ્ત ,

નખશીખ....

આપી હરખની હેલી

સતત... અવિરત..

ઉપરથી નીચે, બહારથી અંદર..

ભીંજવી દે ભીતર ભીતર

મારા હ્રદયની લાગણીનું અસ્તર

તરબતર...તરબતર...તરબતર..

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.