(વાત ભટકતી આત્માની મુક્તિની)

મેહુલ આજે ખૂબ જ ખુશ દેખાય રહ્યો હતો,જેનું મુખ્ય કારણ એ હતું કે મેહુલને આજે સરકારી નોકરી મળી હતી,અને પોતે આજે જે સ્થળ પર નિમણુંક આપવામાં આવેલ હતી ત્યાં હાજર થવાં માટે જવાનો હતો.સૌ કોઈ ઇચ્છતું હોય કે પોતાને સરકારી નોકરી મળે, જે મેહુલને મળી ગઈ, આમપણ આપણા ગુજરાતમાં કહેવાય છે કે,”સાધુ બનવું તો સ્વામિનારાયણ સંપ્રદાયના, અને નોકરી કરવી તો સરકારી.” દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય પોતાની સાથે જ લખાવીને આ પૃથ્વી પર જન્મે છે.હિન્દૂ સંપ્રદાય મુજબ દરેક વ્યક્તિ માત્ર નિમિત્ત જ હોય છે બાકી તેના લેખ તો વિધાતાએ ઘણાં સમય પહેલાં જ તેનાં જન્મતાની સાથે જ લખ્યા હોય છે,આપણી આસપાસ બનતી દરેક ઘટના,આપણા જીવનના દરેક તબ્બકા એ આપણાં નસીબના આધારે કે તેને અનુરૂપ હોય છે.મેહુલનાં નસીબમાં હવે આગળ જે થવાનું હતું તેનાથી પોતે એકદમ અજાણ હતો, પરંતુ જે થવાનું હતું તેની મેહુલે કલ્પના પણ નહીં કરી હોય.

મેહુલ પોતાના ઘરેથી પોતાના માટે જરૂરી બઘી જ વસ્તુ કપડાં વગેરે પેકિંગ કરીને સાંજે પોતાનાં માતા - પિતાના અને મોટાભાઈ - ભાભીને પગે લાગી તેમના આશીર્વાદ લઈ ને પોતાને નોકરી માટે જે શહેરમાં જવાનું હતું ત્યાં જવાં માટે તે રવાનાં થયો.

મેહુલે જુનિયર કલાર્કની પરીક્ષા સફળતા પુર્વક પાસ કરી હોવાથી તેને જુનિયર ક્લાર્ક તરીકે અમદાવાદથી થોડે દુર આવેલા એક અંતરીયાળ ગામડામાં પોસ્ટિંગ આપવામાં આવેલ હતું.મેહુલ પોતે કાર્યાલય સમય પહેલા જ પોતાની ફરજ પર હાજર થઇ, જરૂરી બધી જ પ્રકિયા પૂર્ણ કરી, તેનાં હેડ ક્લાર્ક પરેશભાઈને પોતાનો હાજર રિપોર્ટ આપ્યો.અને પૂછ્યું,

“સાહેબ ! મેં હાજર થવાની તો બધી વિધિ પૂરી કરી લીધી પણ….”

“પણ ! પણ…..શું ?....બોલ..!”

“પણ ! સાહેબ આ ગામ મારા માટે તો અજાણ્યું છે તો હું ક્યાં રહીશ?”

“મારા નિમણુંક આદેશમાં તો લખેલ છે કે તમને સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ સરકારી આવાસ આપવામાં આવશે તેમ..”

“હા ! તને કવાર્ટર ચોક્કસથી આપવામાં આવશે પણ, અત્યારે તો આપણી પાસે જે કવાર્ટર છે તેમાં તો સમારકામ ચાલે છે, માટે તારે એકાદ - બે મહિના માટે તું તારી રીતે રહેવાની વ્યવસ્થા કરી લે, પછી તને ચોક્કસથી કવાર્ટર આપવામાં આવશે.”

“ સાહેબ ! તમારી વાત તો બરાબર છે, પરંતુ મારા માટે આ ગામ નવું છે, હું કેવી રીતે રહેવાની વ્યવસ્થા કરી શકું, જો તમારા ધ્યાને કોઈ ફ્લેટ કે મકાન હોય તો મને જણાવો તો હું જરૂર તમે કહેશો એવું જ કરીશ.”

“એક મકાન તો છે !.......”

“ખરેખર …..?” - મેહુલ ખુશ થતાં પૂછ્યું

“પણ…..?”

“પણ ! પણ ! ...શું ?...સાહેબ?”

“પરંતુ ! એ મકાન ગામથી એકાદ કિ.મી દૂર છે.”

“અરે ! સાહેબ ! એમાં કંઈ વાંધો નહીં, આમેય તે હું એકલો રહેવાનો છું તો પછી ગમે ત્યાં હોય તો પણ ચાલે.”

“બીજી વસ્તુ એ કે એ મકાન ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ છે માટે તારે પહેલા તો એ મકાન સાફ કરાવડાવવું પડશે.”

“ઓકે ! સાહેબ, કઇ વાંધો નહીં.”

“હું ! આપણી ઓફિસના પટ્ટાવાળા ને કહીશ એ તને મકાન સાફ કરી આપશે.”

“ઓકે ! સર.”

“તને ! ચારેક વાગ્યાની આસપાસ ચાવી મળી જશે”

“થેંક્યું વેરી મચ ! સર.”

************************************************************

મેહુલ પોતાની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવી રહેલા મનોજભાઈ સાથે તેની ગાડી પર બેસીને પોતાને જે મકાનમાં રહેવાનું હતું ત્યાં જવા માટે રવાના થયાં.થોડીવાર પછી તેઓ ગામની બહાર નીકળીને એકાદ કી. મી દૂર આવેલા પેલા મકાન પર પહોંચ્યા.

મકાન જોઈ મેહુલ એકદમ આનંદમાં આવી ગયો,ખૂબ જ આલીશાન કહી શકાય તેવું હતું,ગામથી દૂર,એકદમ શાંત વાતાવરણ,એકદમ નિરવ શાંતિ,મકાનની આગળ એકદમ લીલા રંગની ચાદર ઓઢી હોય તેવો બગીચો, અને બગીચામાં આવેલા મોટા મોટા વૃક્ષો વગેરે મન મોહી લે તેવા લાગી રહ્યા હતાં, જાણે પ્રકૃતિનાં ખોળે આવી ગયા હોય તેવું મેહુલને લાગતું હતું, આ બધું જોઈ મેહુલનાં શરીરમાં આનંદની લાગણીઓ ઘોડાપુરે વહેવા લાગી, પરંતુ મેહુલ એ બાબતથી એકદમ અજાણ હતો કે તેની આ આનંદની લાગણીઓ ક્યારેય ડર કે ભયની લાગણીઓમાં ફેરવાય જવાની હતી.

આ બધું જોઈને મેહુલનાં મનમાં ઘણાં પ્રશ્નો ઉદ્દભવ્યા એ મનોમન વિચારવા લાગ્યો કે શાં માટે કોઈ આવું સારૂ મકાન છોડીને બીજે રહેતું હશે?શું કારણ હશે કે આ મકાન છોડી જવા પાછળનું?શું કંઈ ઘટનાં તો નહીં બની હોયને આ મકાનમાં ????....આવા અનેક પ્રશ્નો મેહુલનાં મનમાં જન્મ લઇ રહ્યા હતાં, આથી તેણે મનોજભાઈને પૂછ્યું -

“મનોજભાઈ ! આવુ સરસ મકાન કોનું છે ?”

“સાહેબ ! મને ખબર છે ત્યાં સુધી આ મકાનમાં છેલ્લે આપણા ગામનાં સરપંચશ્રી રહેતા હતાં, આથી તેનું જ આ મકાન હોવું જોઈએ.”

“તો અત્યારે એ સરપંચશ્રી ક્યાં રહે છે”

“સાહેબ ! એતો છેલ્લા પાંચેક વર્ષથી શહેરમાં રહે છે”

“પણ ! આવું સારૂં મકાન છોડીને?” - મેહુલ એકદમ આશ્ચર્ય સાથે પૂછ્યું.

“સાહેબ ! બધા કહે છે કે સરપંચશ્રી અચાનક જ રાતોરાત કોઈને કહ્યા વગર જ આ મકાન ખાલી કરીને જતાં રહ્યાં, શાં માટે એ કોઈને ખબર નહીં પરંતુ તે આ ગામનાં વડીલ ગણાતાં ભાનુપ્રસાદને આ ઘરની ચાવી આપીને કંઈપણ કહ્યા વગર જતા રહ્યા.”

“એકાએક જ તે ???” - મનમાં નવાઈ સાથે મેહુલે પ્રશ્ન પૂછ્યો.

“હા ! સાહેબ” - મનોજભાઈએ માથું હલાવતા જવાબ આપ્યો.


ત્યારબાદ બંનેવ મકાન સાફ કરવાના કામમાં લાગી ગયા અને એકાદ કલાકમાં તો મકાનમાં જાણે કોઈ નવી ચેતના આવી ગઈ હોય તેમ, વર્ષોથી એકદમ અવાક અને શાંત એવું મકાન મેહુલનાં અવાજ થી ગુંજી ઉઠયું. ત્યારબાદ મનોજભાઈએ પોતાના ઘરે જવા માટેની મેહુલ પાસેથી રજા લીધી અને કહ્યું કે -

“સાહેબ ! તમારે રાત્રે જમવું હોય તો અહીંથી અડધો કિલોમીટર દૂર એક હોટલ આવેલ છે જે 9 વાગ્યાં સુધી ખુલ્લી હોય છે તો તમે ત્યાં જમી આવજો.”

“હા ! ચોક્કસ”

*************************************************************

ત્યારબાદ મેહુલ પોતાનો સામાન ગોઠવવામાં વ્યસ્ત થઈ ગયો એકાદ કલાકમાં તેણે પોતાનો બધોજ સામાન વ્યવસ્થિતિ ગોઠવી, પોતાના કાંડા પર પહેરેલ ઘડિયાળમાં જોયું,...સાંજના 7:30 વાગી ચુક્યા હતાં, આથી તે ફેશ થઈને, નાઇટડ્રેસ પહેર્યો અને જમવા માટે ગયો.અડધો કિલોમીટર ચાલતા જ મનોજભાઈએ જણાવેલ હતી તે હોટલ આવી ગઈ, મનોજે એક ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો.જમવામાં મેહુલને ખૂબ જ મજા આવી ગઈ, જમ્યા બાદ તે બિલ આપી, હોટલની બહાર આવેલા એક પાનની દુકાને ગયો અને ગોલ્ડફ્લેક એક બોક્ષ ખરીધ્યું અને તેમાંથી એક સિગારેટ સળગાવી, એકપછી એક ગોલ્ડફ્લેકનાં દમ લેવાં માંડ્યો.દુકાનદારે મેહુલને પૂછ્યું,

“સાહેબ ! તમેં અહીં રહો છો?”

“ના ! પરંતુ મને આજ ગામમાં સરકારી નોકરી મળી છે , અને હું આજે જ આ ગામમાં આવ્યો છું.” - સિગારેટનો એક કસ મારતાં મેહુલ બોલ્યો.

“મેં પણ તમને આજે પહેલીવાર જોયા માટે જ પૂછ્યું”

“ઓકે”

આટલું બોલી મેહુલ ત્યાંથી પોતાના મકાન તરફ પોતાના પગલાઓ ઉપાડયા. થોડુંક ચાલ્યો ત્યાં જ પોતાનું મકાન આવી ગયું,મેહુલ આજે ખૂબ જ થાકી ગયો હોવાથી તેને પથારીમાં પડતાની સાથે જ ઊંઘે તેને સંપૂર્ણપણે ઘેરી લીધો, ક્યારે ઊંઘ આવી તેનો મેહુલને ખ્યાલ જ ના રહ્યો.

*************************************************************

મેહુલ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તેવામાં તેના કાન સાથે કોઈકની નિઃસહાય ચીસોનો અવાજ અથડાયો.

“કોઇ અમારી મદદ કરો, બચાવો.....બચાવો”

આ ચીસો સાંભળી મેહુલ પેલા અવાજની દિશા તરફ દોડવા લાગ્યો, ત્યાં જઈને જોયું તો એક એક 30 વર્ષની આસપાસની સ્ત્રી જમીન પર પડેલ હતી, જેના પેટનાં ભાગે કોઈ ધારદાર એકદમ તિક્ષણ હથિયાર વડે હુમલો થયેલ હોવાથી એકદમ લોહીલુહાણ થયેલ હતી, જેવો મેહુલ તેની પાસે પહોંચ્યો, મેહુલને જોઈને પેલી સ્ત્રી એ પોતાના હાથની આંગળીઓ વડે મકાનની એકબાજુ તરફ ઈશારો કર્યો, મેહુલને ખ્યાલ આવી ગયો કે જરૂર પેલી સ્ત્રીનાં પરિવારમાં કોઈ અણધારી આફત આવી ગઈ હશે, આથી તે મદદ કરવા માટે પેલી સ્ત્રીએ ઈશારો કર્યો તે દિશામાં દોડ્યો અને ત્યાં જઈને જોયું તો, પહાડી માણસ,આંકડા ચડાવેલી મૂછો,કપાળની વચ્ચે કાળી મેશથી ચાંદલો કરેલ હતો,તેનાં આંખની ઉપરનાં ભાગે કઇક વાગ્યાનું નિશાન પણ હતું અને તે મકાનની બહારની બાજુએ ત્રણ ખાડા ખોદી ને મૃતદેહોને દફનાવી રહ્યો હતો.મેહુલ તેને અટકાવવા માટે પોતાના હાથ લાંબા કરીને પેલા પહાડી માણસનો હાથ પકડવા ગયો, પરંતુ મેહુલનો હાથ પેલા પહાડી માણસના હાથની આરપાર નીકળી ગયો, આ જોઈ મેહુલ એકદમ સ્તબ્ધ થઈ ગયો અને થોડી ક્ષણો માટે એ નવાઈમાં પડી ગયો કે આ કેવી રીતે શક્ય બને …..આથી તેણે ફરીવાર પેલા પહાડી પુરુષના ખંભાનાં ભાગ પકડીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ વખતે પણ એવું જ થયું મેહુલનો હાથ પેલા પુરુષના શરીરની આરપાર નીકળી ગયો.મેહુલને હવે ખ્યાલ આવી ગયો કે પેલો કોઈ પુરુષ નથી પરંતુ કોઈનો પડછાયો હતો તે સમજી ગયો.

આથી મેહુલ એકદમ હતાશ અને નિરાશ થઈને એક દુખભર્યો નિસાસો નાખી, ત્યાંથી ચાલવા લાગ્યો જેવો તે પેલી સ્ત્રી જયાં લોહીલુહાણ હાલતમાં પડેલ હતી ત્યાં પહોંચ્યો, ત્યાં પોતે જે જોયું તેના પર પોતાની આંખને પણ વિશ્વાસ આવી રહ્યો હતો નહીં…..કારણ કે ત્યાં કોઈ હતું જ નહીં, આથી તેણે તરત જ ફરીને પેલા પહાડી પુરુષ જ્યાં હતો તે તરફ પોતાની નજર ફેરવી તો તે પણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો હતું.બધું પહેલાની જેમ જ એકદમ બરાબર જ હતું.મેહુલને પોતાની સાથે જે કઇ બની રહ્યું હતું તે કઈ સમજાતું હતું જ નહીં,આથી પોતે વિચારતા વિચારતા પાછો ફર્યો,પાછા ફરતી વખતે તેણે પોતાના મનની શંકના સમાધાન માટે ફરી એકવાર પેલી જગ્યા પર નજર કરી, પરંતુ અચાનક જ મેહુલનું ધ્યાન મકાન પર પડ્યું……...એ મકાન બીજું કોઈ નહીં પરંતુ પોતે જે મકાનમાં આજથી રહેવા આવ્યો હતો તે જ મકાન હતું………………….આથી મેહુલ એકદમ ગભરાય ગયો.


એકદમથી તે ગભરાઈને પોતાની પથારીમાં બેઠો થયો, અને જાગીને જોયું તો પોતાની નજર સમક્ષ કંઈપણ હતું જ નહીં, આથી મેહુલે પોતાની પથારીની બાજુમાં પડેલ પાણીની અડધી બોટલ એક જ શ્વાસમાં ગભરાયેલી હાલતમાં પી લીધી.ઘડિયાળમાં જોયું તો તેને ખ્યાલ આવ્યો કે સવારનાં 6 વાગી ચુક્યા હતાં, અને સૂર્યના થોડાક કુમળા કિરણો પણ પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

મેહુલ ફ્રેશ થઈ, ભગવાનની પ્રાર્થના કરી , સાંજે જે હોટલ પર જમ્યો હતો, ત્યાં ચા - પાણી , નાસ્તો કરવા માટે ગયો.નાસ્તાપાણી કર્યા બાદ, મેહુલે પોતાના ખિસ્સામાંથી ગોલ્ડકલેક કાઢી અને એકપછી એક એમ દમ લેવા માંડ્યો.

*************************************************************

સવારે 9 કલાકની આસપાસ મેહુલ પોતાની ઓફિસે પહોંચી ગયો અને પોતે એ ગડમથલમાં હતો કે પોતાને રાત્રે જે સ્વપન આવ્યું તેના વિશે પરેશભાઈને વાત કરવી કે નહીં,આ વિચારોમાં જ મેહુલનાં ટેબલ પર રહેલ ચા એકદમ ઠંડી થઈ ગઈ, જેના પર પરેશભાઈનું ધ્યાન ગયું આથી તેણે મેહુલને પૂછ્યું કે -

“મેહુલ ! શું વિચારોમાં ખોવાય ગયો છે.”

“કંઈ નહીં ! સાહેબ.”

“મારે ! તમને એક વાત કહેવી છે.”

“ હા ! જરૂર, જણાવ”

“સાહેબ ! પણ કેવી રીતે કહું એ મને નહીં સમજાતું.”

“તો એક કામ કર તું એ ભૂલી જા કે હું પરેશભાઈ છું, તું માત્ર એટલું જ વિચાર કે હું તારો મોટો ભાઈ છું, જેવી રીતે એક નાનો ભાઈ પોતાના મોટા ભાઈને કોઈપણ વસ્તુ નિઃસંકોચપણે કહી શકે તેવી રીતે મને જણાવ.”

પરેશભાઈનાં આ શબ્દો સાંભળીને મેહુલમાં હવે બધી વાત જણાવવાની હિંમત આવી ગઈ હતી,આથી મેહુલ પોતાને આવેલ આ વિચિત્ર અને અકાલ્પનિક ડરામણા સપનાં વિશે એકદમ વિગતવાર જણાવ્યું.

“ખરેખર ! આવું હતું ?”

“હા ! સાહેબ, આ અગાવ મને આવા પ્રકારનાં સપના ક્યારે પણ નહીં આવ્યા”

“મને પણ ! એ વાત નહીં સમજાતી,ખરેખર નવાઈની વાત કહેવાય કે જે મકાન સાથે તારે આજ દિવસ સુધી કંઈ લેવા-દેવા ન હતું એ મકાન તને સપનામાં આવ્યું એટલે એ કંઇક તો રહસ્યમય કહેવાય.”

“સાહેબ ! મને થોડોક ડર પણ લાગી રહ્યો છે”

“ઓકે ! તું ડર નહીં હું તારા અને મારા મનની શંકના સમાધાનનો એક રસ્તો જાણું છું, મારી પાસે આપના ગામની બાજુના જ ગામમાં એ મકાન જેનું છે તે સરપંચશ્રીના નાના ભાઈનો મોબાઈલ નંબર મારી પાસે છે, આપણે તેને ફોન કરીને પૂછી લઈએ.”

પરેશભાઈએ પોતાના મોબાઇલ માંથી સરપંચશ્રીના નાનાભાઈ કિરીટભાઈને ફોન કર્યો અને આ આખી વિગતો જણાવી, ત્યારે કિરીટભાઈ એ કહ્યું કે -

“સાહેબ ! તમારી વાતમાં સચ્ચાઇ તો છે જ તે, વ્યક્તિએ આ જન્મમાં કરેલા ખરાબ કાર્યોનું ફળ આજ જન્મમાં ભાગોવવું પડે છે, મારા મોટા ભાઈએ પણ કરેલા ખરાબ કાર્યોને લીધે તે પોતાના જીવનની અંતિમપળો દરમિયાન ખૂબ જ રિબાઈ રહ્યા હતાં, અને તેનાં શરીર માંથી આત્માને મુકતી નહોતી મળી રહી, આથી તેણે બધા પરિવાર સમક્ષ પોતે કરેલી ભૂલ જણાવતા કહ્યું કે મારા ગામમાં મારૂ જે મકાન છે તે મને ખુબ જ ગમી ગયું હોવાથી તે મકાનમાં રહેતા ત્રણ સભ્યોના પરિવાર નું પોતે એકદમ નિર્દયતા અને ક્રૂરતાપુર્વક હત્યા કરી, અને તેને મકાનની આગળનાં ભાગે આવેલ બગીચામાં દફનાવી દીધા છે,આટલું બોલતાની સાથે જ મારા મોટાભાઈનો આત્મા તેના શરીરને છોડી ને કાયમીક માટે જતો રહ્યો, સામાન્ય રીતે કોઈપણ ગુનાહ માટે કાનૂન કે પોલીસ સજા આપે છે પરંતુ મારા મોટાભાઈને તો કુદરતે જ સજા આપી દીધી.

“ તો ! શું ? મેહુલને આવેલ સ્વપન સાચું હતું??”

“હા ! 100 % , પરંતુ હું એ નહોતો જા ણતો કે આવું પણ બની શકે, સારૂ ! પરેશભાઈ હું એકાદ કલાકમાં જ ત્યાં આવું છું” - આટલું બોલી કિરીટભાઈએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.


************************************************************

એકાદ કલાક બાદ કિરીટભાઈ પણ પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા અને મેહુલ અને પરેશભાઈ સાથે થોડાક મજૂરો લઈને પેલા મકાને ગયાં અને મેહુલ દર્શાવેલ જગ્યાએ મજૂરો પાસે ખોદાવ્યું અને પોતાના મોટાભાઈ દ્વારા જે પરિવારને કમોતે મરવાનો વારો આવ્યો હતો,તે દરેકના અસ્થિઓ નું કંકાલ મળ્યું.ત્યારબાદ બધાએ તે દરેક પરિવારજનો ના આત્માને શાંતિ મળે તે માટે શાસ્ત્રોવત બધી અંતિમ વિધિ કરાવી. કિરીટભાઈ અને તેના તમામ પરિવારજનો એ પોતાના મોટાભાઈ દ્વારા કરવામાં આવેલ આવા ક્રૂર અને નિર્દય કૃત્ય બદલ ક્ષમા યાચનાં કરી, અને બધાની રજા લઇ ત્યાંથી પોતાના ઘરે જવા માટે રવાના થયાં.

હવે મેહુલને પણ સમજાય રહ્યું હતું કે પોતે તો માત્ર એક નિમિત્ત હતો પરંતુ તેનું નસીબ પોતાના હસ્તે વર્ષોથી મુક્તિ માટે ભટકી રહેલા કોઈ એક પરિવારનાં મોક્ષ અપાવવા માટે નિમિત્ત બન્યો હતો…….હવે મેહુલને અને પરેશભાઈને પોત - પોતાના મનમાં જે કાંઈ પ્રશ્નો હતાં તેના જવાબ મળી ગયાં હતાં.

આ બનાવ બાદ મેહુલ બે મહિના એ જ મકાનમાં રહ્યો પરંતુ તેની સાથે કોઈ એવી ઘટના ફરી ક્યારેય બની જ નહીં અને ફરી ક્યારે પણ ખરાબ સ્વપન પણ આવ્યું હતું નહીં.


મિત્રો કહેવાય છે કે નસીબ કે વિધાતાનો ખેલ પણ નિરાળો હોય છે કોની સાથે શુ બનશે ? ક્યારે બનશે ? ક્યાં બનશે ? કેવી રીતે બનશે ? આ બધું અગાવથી જ નક્કી હોય જ છે, આપણે તો તે માટેના માત્ર ને માત્ર નિમિત્ત જ બનતા હોઈએ છીએ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.