લવ લેટર

પ્રસ્તાવના

આ પત્ર મારા એક મિત્ર એ મને આપેલો જેણે લખેલો હતો તેની પ્રેમિકા માટે.ખુબ જ સવેન્દ્શીલ પત્ર માં અમુક અંશો મારા પણ છે. હમેશા મારા તમામ મિત્રોનો આભારી રહીશ.

Love letter

Dear Mansi

માનસી મેં તને પહેલી વાર જોઈ ત્યારે જ મેં તને મારું દિલ દઈ દીધું હતું.પ્રેમ કરવાનો પહેલો અહેસાસ મને થયો હતો. “love” કેટલો અદભુત વર્ડ છે નઈ માનસી.કેટલા ભાગ્યશાળી હશે જે લોકો એ સાચો પ્રેમ કર્યો હશે અને પામ્યો હશે.તાજ-મહેલ પ્રેમ નો સાક્ષી છે.

માનસી આ પત્ર જિંદગી નો પહેલો પત્ર છે જે હું તને લખું છુ.શરુઆત ક્યાંથી કરવી તે જ સમજાતું નથી. દુનિયા માં ઘણા પત્ર લખાયા હશે પણ માનસી આ પત્ર મારા માટે તો બેસ્ટ પત્ર માનો રહશે.આધુનિક યુગ માં પણ હું પત્ર લખવા બેઠો છુ પણ મને આ રસ્તો બેસ્ટ લાગ્યો છે.

માનસી તારું નામ સંભાળતા જ ઘણો આનંદ આવે છે મન માં.માનસી હું તને કહેવા માગું છુ કે તારા વિનાની પહેલાની જિંદગી કેટલી શુંસ્ક હતી મારા માટે.હું જિંદગી જીવવાના કારણો શોધતો,પ્રેમ શોધતો.તેના માટે કેટલીય બૂક ના પાના ફફોળીયા છે કે શું છે આ જિંદગી અને પ્રેમ ? પણ કશા માંથી કઈ જ મળ્યું નઈ.તબ્લોભાઈ ને કઈ મળે. પ્રેમ કે જીન્દગી ને તો ફિલ કરવી પડે,માણવીપડે,જીવવી પડે, સ્વપ્ના જોવા પડે જીવવા માટે નઈ માનસી.

માનસી તને ખબર છે મારવાના હઝારો વિચારો આવતા પણ હું અંદર દબાવીને રાખતો, પણ દબાયેલી સ્પ્રિંગ બમણા વેગે ઉસળે એ હું જાણતો હતો.એક દિવસ તો માનસી મેં નક્કી ભી કરેલું કે નથી જીવવી આ શુષ્ક, વાહિયાત, નીરસ જિંદગી અને તને ખબર છે તું મને મળી!!!! પછી મને ખબર પડી કે જિંદગીને તો એન્જોય કરવાની હોય ફ્રેન્ડ સાથે, તારી સાથે,પરેન્ટ સાથે,ભાઈ અને દી સાથે.મન ભરીને જીવી લેવાનું આ બધું તે જ તો મને શીખવાડ્યું છે માનસી!!!

મને હજીય યાદ છે જે ૧૫ મી તારીખે રાત ના ૫ વાગ્યે પાવાગઢ ની એ પગથીયા ચડતી માનસી.પહેલીવાર તને જોયેલી મેં.કેટલી સુંદર દેખાતી હતી તું.તારો સફેદ કલરનો ડ્રેસ તારી સફેદ ત્વચા સામે જંખો પડતો હતો.તારા સ્ટ્રેટ હેર,અને કલરે-કલર ના ઈયરિંગ્સ કોઈ પણ નું દિલ મોહી લે.કોઈનો પણ સાથ લીધા વિના ૫૦૦૦ પગથીયા તું એકલી ચડી ગઈ હતી.અને પાસળ પાંસળ પતંગિયા ની જેમ હું તને જોતો રહેતો.કેટલો કોન્ફીડન્સ હતો તારો, અરે હું તો હાલ્ફ માં જ થાકી ગયો હતો.આ તો તારા સહારા થી હું માંડ ચડીયો હતો.તારા રેશમી વાળ ક્યારેક ક્યારેક મારા ચહેરા પર અડકતા ,ક્યારેક તારો હાથ મારા હાથ ને સ્પર્શ કરતો,તારા ચપ્પલ મારા બુટ સાથે અડકીને તે સોરી ભી કીધેલું તે.તારી સાથે ચાલવાની કેટલી મજા આવતી હતી મને. ત્યારે હું તને જાણતો ના હતો પણ આપડે વર્ષો થી એકબીજાને જણતા હોય તેવો અહેસાસ થયેલો મને માનસી.દર્શન કરી આવીને કેટલી ઝડપ થી દોડતી હતી તું,અને મને પણ દોડાવ્યો હતો તે.માનસી તને ખબર છે હું તને છુટવા દેવા માંગતો ના હતો,કારણકે હું જાણતો હતો કે તું છુટી જશે તો મારા હાથ માંથી મારી જીન્દગી ભી છુટી જશે.અને પછી કેટલાય સવાલ કરત મને મારી જિંદગી .

માનસી તને યાદ છે મેં જયારે તારી પાસે મોબાઈલ નંબર માંગ્યો ત્યારે તે ક્ષણ મારા માટે કેટલી કપરી હતી.કારણકે મેં ક્યારેય કોઈ છોકરી પાસે જઈને સરખી વાત ભી નથી કરી.તે ક્ષણ મારું હર્દય ધબકારા કરવાનું ચુકી ગયું હતું.હા!! મને તે વાત નો આનંદ ભી છે કે તે મને નંબર પણ આપ્યો.સ્ટુપીડ!!! કેટલું ધીમે બોલતી હતી તું. જો કોઈ એક નંબર ફરી ગયો હોત તો ??? બીજી વાર નંબર માગવાની હિમત ના હતી મારી પાસે.

માનસી તે નંબર આપ્યા પછી કેટલો કુદ્યો હતો હું.અને તરત જ whats app ચેક કર્યું હતું મેં.અને તું મળી મને,પાગલ કરી દીધો હતો તે મને એ ધુળેટી ની દિવસ અત્યાર સુધી ની બેસ્ટ દિવસ હતો મારા માટે.

તારા whats app નંબર માં મેં તને ૧૧ વાગ્યે hi અને હેપ્પી ધૂળેટી નો મેસજ કર્યો હતો.અને તે છેક ૬ વાગ્યે મેસેજ કર્યો હતો.તને ખબર છે આ ૭ કલાક માં મેં હજાર વાર whats app ચેક કર્યું હતું માનસી.મને થયું કે તું મને મેસેજ ની કરે પણ તારો મેસેજ આવ્યો.જેવી જ મેં તને જોયેલી હતી તેવી જ માનસી મારા whats app ના પ્રોફાઈલ માં હતી.ટ્રાવેલિંગ કરતી વખતે મારા મોબાઈલની બેટરી ૧% જ હતી ત્યારે પણ હું તારા પ્રોફાઈલ

ને જોતો રહ્યો હતો.ભગવાનને મેં ખુબ આભાર માન્યો કે ચલ તું આવી મારી પાસે.પછી ના દિવસમાં તારી સાથે whats app માં ખુબ વાતો કરી હતી નઈ માનસી.ક્યારેક ફોન માં પણ આપડે વાતો કરતા હતા.તારો અવાજ સાંભળીને મારો દિવસ બની જતો હતો.તારી સાથે ના મેં હઝારો સપના જોયા છે કદાચ ઈશ્વર જ સપના જોવાની હિંમત આપતો હશે અને તૂટવાની પણ નઈ માનસી.મેં જે સપનાની બનાવેલી ઇમારત બનાવી હતી તે ઈમારત તારા એક વાક્યે ભુક્કો કરી નાખ્યો છે.કેટલા દિવસો પછી મેં સપના જોયા હતા મેં માનસી.માનસી મેં જીંદગીમાં કોઈજ વાર ભગવાનને ફરિયાદ નથી કરી.હું કોઈ ને દુખ પહોચાડવા ના હતો માંગતો.હું વકીલ બન્યો પણ પપ્પા ના કહ્વાથી મારે શું બનવું હતું તે કોઈએ પૂછ્યું જ ની.હું યેમ માનતો હતો કે ભગવાન આવું ઈચ્છતો હશે એટલે તો જિંદગીના ૨૩ વર્ષ વિતાવ્યા કઈ જ બોલ્યા વિના.એક સિદ્ધો સાદો વ્યક્તિ બની ને રહ્યો ક્યારેય કોઈને દુખ પહ્ચાડ્યું નથી મેં માનસી.પણ જયારે તું આવી ત્યારે થયું કે હાશ કોઈ તો આવ્યું મને સમાંજ્વાવાળું,હું કેટલો ખુશ હતો માનસી.મેં તને કેટલીય વાર પૂછ્યું હતું કે તું કઈ છુપાવે છે મારા થી??પણ તેનો જવાબ નઈ આપતી તું.

મેં તને કેટલીય વાર પૂછેલું કે માનસી તું ખુશ છે મારાથી અને તું હા પાડતી હતી.આપડે કરેલી ફોન માં વાતો હમેશા હું રેકોર્ડીંગ કરતો અને સંભાળતો હતો.હું ખુશ હતો.અને આ ખુશીની કોઈ ને નજર લાગી ગઈ નઈ પરી.

તને તે રાત યાદ છે માનસી જે દિવસે અચાનક જ તે મને કહ્યું હતું કે “મારે બોય-ફ્રેન્ડ છે.”મને એમ કે તું મજાક કરે છે.પણ તું તો સાચું બોલતી હતી. માનસી શા માટે તે મને આ વાત છુપાવી હતી.તને ખબર છે તે રાત્રે હું ખુબ રડ્યો હતો.સવારે મમ્મી અને દોસ્ત લોકોએ પણ પૂછ્યું હતું કે શું થયું છે તને ???તારી આંખો કેમ લાલ છે.તે દિવસે ગળા સુધી ડૂમો ભરાય ગયો હતો મને.જો કોઈ આગળ બોલત તો હું ફરી થી રડી પડત.

પછીના દિવસ માં મેં તને ફરી થી પૂછ્યું હતું કે શું તને મને love કરે છે માનસી?? કેટલીય આસાની થી તે તેનો જવાબ આપ્યો હતો “ના”.અને પછી તે કહ્યું હતું આજ પછી મને ફોન નઈ કરતો.તે દિવસે ફરી થી રડ્યો આ દિવસે જોર જોર થી રડ્યો હતો હું.દીવાલોને પણ કદાચ રડું આવી ગયું હશે.બાજુમાં રહેલી ઘનશ્યામ મહરાજની મૂર્તિ પણ રડી રહી હતી તેવું લાગ્યું હતું મને.બલર થઇ ગયેલી જિંદગી એ મને મેસજ આપ્યો હતો.પણ હું તને પૂછવા માગું છુ કે માનસી તે પહેલા મને કેમ ના કહ્યું કે હું બીજા ને love કરું છુ.મારી સાથે આવું કેમ કર્યું માનસી તે.આ બધા સવાલો નો જવાબ તારે આપવો પડશે હો માનસી.હું તારા જવાબ ની રાહ જોઈશ..................

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.