''અંતર માં ઉજાશ''

''અંતર માં ઉજાશ''

જીવન નદીના પ્રવાહની જેમ સતત વહેતું રહે છે. તમારા લક્ષ્યો,આશાઓ અને સ્વપ્નો સાચા પાડવા જીવનરૂપી નાવને સાચી દિશામાં પુરુષાર્થના હલેશા લગાવી આગળ વધતા રહેશો તો ચોક્કસ પાર ઉતરી જશો.

તમારા જીવનની દિશા તમે જ નક્કી કરો. તમે નક્કી કરેલા માર્ગ પર અડગ રહી સતત ચાલતા રહો. કોઈના ટેકાની આશા ન રાખો. કારણ એક વખત ટેકાની આદત તમને આખી જીંદગી ટેકો શોધવા મજબુર કરી દેશે. આપણે આપણા ભરોશે ચાલવું.

શક્ય હોય તો જીવનમાં કોઈ પાસે કશું માગવું જ નહિ, લેવાની લેશમાત્ર અપેક્ષા જ ન રાખવી. તમે કોઈ પાસે કઈ માંગશો ને નહિ મળે તો દુખી થશો.

આપણી અંદર જે શ્રેષ્ઠ તત્વ , શુભ તત્વ પડેલું છે તેને લોકોમાં વહેચતા રહો,, આપતા રહો, સેવા, સત્કર્મ અને સદવિચારો ની વહેંચણી કરતા રહો.

જીવનને તેજસ્વી,ઓજસ્વી અને યશસ્વી બનાવવા તૈયાર રહો. જીવનમાં કાયમ સદાચરણ અને સદવિચારોનું સ્વાગત કરો.

કોઈના ઉછીના અજવાળે ન રહેવું. આપણે આપણો દીવો બનવું. સાથે પરમકૃપાળુ પરમાત્મા ની ભક્તિના માર્ગે અંતરમન ને અજવાળતા જવું. અંતરની જ્યોત જીવનમાં આનંદ, ઉલ્લાસ, પ્રકાશ રેલે છે, પરમ સત્ય તરફ લઇ જાય છે.

જીવનમાં પ્રતિપળ હરિનામ નો સહારો લઇ લ્યો..પછી અન્ય સહારાની જરૂર નહિ રહે.

ટહુકો :

રોજ સવારે કોરો કાગળ ને કલમ લઇ બેસું ત્યારે,

કોણ મારામાં આવીને શબ્દોની રંગોળી સજી જાય છે.

કેતન મોટલા "રઘુવંશી"

લખ્યા.તા. 17/06/2015

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.