બાળક એક ગીત .....!!

લીપ્સ એના રેડ રેડ ગાલ ગુલાબી રૂઝ કર્યા હોય તેવા

નાની શોર્ટ્સ ને બકુડુ ટોપ ભૂખરાંયાળા વાળ ની લટો

તંગ થઈ ઉંચા કર્યા કરે તોય વાળ એના વળગ્યાં કરે

ડીમ્પલ પડેલ ફૂલેલા ગાલુ બ્લોન્ડ હેર ને બ્લ્યુ આંયખુ

ટગર ટગર જોયા કરે એની ઢીંગલી ને વ્હાલ કરે

પલક ઉઠાવી જોઈ લે ટોઝ પકડી ઉંચી થાય

મીઠુ મુસ્કાન ધરી લે નાનકાં ફ્લીપ-ફ્લોપ સેંડલ ને

ટપુકડો એનો ફ્લાવરી ડ્રેસ મન મોહી લે દૂરથી ડેડીના ખોબામાં આળોટી લે

બીજો ગોળમટોળ "મોમ" ના ખભે બ્લેન્કેટમાં "ફીશ" જેવુ મોઢું કરી મોમ ને કીસ કરે

વાંકડિયાળા વાળ એના ફરફર ઉડે ભૂરી આંખો પગલાં ગોતે

નીચે વળી શંખલા શોધે દરિયાના મોજાં પકડે

નીચે લપસતી રેતી અડકે વ્હાલું લાગે, વ્હાલ આવે

હસાવુ તો મા ને વળગે કુતુહુલતા એની નિહાળી

બતકુ-બગલું-કુરકુરિયું લલચે ઘૂટુરઘુ ઘૂટરઘુ કબુલુ ભાળે

પકડવા જાય ને કબૂતર ઉડે મગજ માં એના શું શું ઉડે...!!

-----રેખા શુક્લ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.