ગણપતિ બાપ્પા મોરયા

ગણપતિ બાપ્પા મોરયા

ગણપતિ ધર માં આવવા નાં હોય ત્યારે એક અલગ જ વાતાવરણ ધર માં નિર્માણ થયા નો ભાસ થતો હોય છે. જાણે અણધારા શુભ અહેસાસ. એક અનોખી ઊર્જા, સ્ફૂર્તિ, અને ખુશી નું માહોલ સર્જાવા લાગે છે. ભારત માં એનો ઊત્સાહ અગણિત જોવા મળે જ છે પણ ભારત ની બાહર રહેતા લોકો નાં આનંદ માં પણ કોઈ જ કમી જોવા મળતી નથી. એ જ ઊત્સાહ સાથે બધા જ તહેવારો માણતા હોઈએ છીએ. અને સવિશેષ કે નોકરી-ધંધો કરતા હોવા છતાં! ભગવાન ની દયા થી અહિં, સાથ-સહકાર કરવા વાળા મિત્રો નો પણ તોટો નથી. નોકરી પર મૂંગે મોઢે, વાંધા-વચકા વગર સાથી કર્મચારીઓ નો શુભ કાર્ય માં સાથ દેવો, કે પોતાનો મુસ્લિમ મિત્ર અચાનક આવી ને તમને કહી જાય કે 'જા આજે તુ ધેર જલ્દી જતો રહે..તારે ગણપતિ બેસાડવા નાં છે ને?! રમઝાન માં તેં પણ તો મને મદદ કરી હતી ?!' અને ભાભી ને કેજે મોદક મોકલાવે. અને કોઈ પણ પ્રકાર ની પોલિટિક્સ વગર!

રોજ આરતી માં કોઈ ન કોઈની હાજરી હોય જ, ત્યાં સુધી કે જો રૂબરૂ ન મળી શકવા નાં હોય તો વિડિયો મેસન્જર થી પણ આરતી માં હાજરી પૂરાવે. મિત્રો નું તો શું કહેવુ? તું તૈયારી કરી ને થાકી ગઈ હોઈશ કહી ને વિકેન્ડ માં જાત - જાત ની વાનગીઓ લાવી ને ગણપતિ નાં થાળ માં કોઈ કમી ના રહેવા દે! અને આ જોશ બાળકો માં પણ એટલો જ કે.. આ વખતે કેવા ગણપતિ ને તૈયાર કર્યા છે અને કેવુ ડેકોરેશન હશે એનું ભારે કૌતુહલ! અહિં એ પણ કહેવુ જરૂરી કે ભારત માં લોકો નું વિવિધ પ્રકાર નુ મંડપ અને ડેકોરેશન જોઈને એમ પણ થાય.. અહિં કાંઈ નથી મળતુ આવું કઇ રીતે કરશું?! પણ જોશ આવે અને ધર માં થી જ મળેલી વસ્તુઓ થી ફસ્ટ ક્લાસ સજાવટ કરી લઇએ! ભારત માં બહુ જ ઈઝીલી બધુ ઉપલબ્ધ છે..ગણપતિ ને બેસાડવા નુ સ્થાન -મંદિર કે મંડપ, ગણપતિજી ની મૂર્તિ તો ખરી જ, મોદકપ્રસાદ, અને ત્યાં સુધી કે ફૂલ અને દર્વા પણ! મને એની ખૂબ જ ખુશી છે કે, ભલે ને ગમે તે રીતે પણ માણસ આ બિઝી શેડ્યુલ માં પણ સમય કાઢી ને પોતાનો તહેવાર ઊજવે તો છે ને?..કદાચ અમે પણ ભારત માં હોત તો એવુ જ કરત! એમ કરવા થી શ્રધ્ધા-ભાવના ઓછી નથી થતી.જો રેડિમેઈડ મળતુ હોય, જેબ ને પરવડતુ હોય, અનેક ચોઈસ ઊપલબ્ધ હોય, સમય નો અભાવ હોય, તમારી કોઈ વસ્તુ ખરીદવા થી જો બીજા ને રોજગાર મળતો હોય તો એ કોઇ પણ સ્વરૂપે આર્શિવાદ સમાન જ છે. ખેર, પણ અહિં આમા નું કંઈ ન મળે..ન ગણપતિ, ન મંડપ, ન ડેકોરેશન, ન મોદક, ન રસોઈયણ, કે ન વાસણ ધોવા વાળી..છતા ભાવના અને જોશ માં કોઈ જ કમી ન જોવા મળે! બધા પોત-પોતાની રીતે આનંદ -ઊત્સાહ અને પોત-પોતાની શ્રધ્ધા અનુસાર તહેવાર ને ઊજવતા હોય છે. એક વાર આરતી થી પણ મારા ગણપતિ ખુશ રહે છે અને ચાર વાર કરવા થી પણ! અંતે એજ તો તહેવાર ઊજવવા નુ મહત્વ છે ..સંતોષ, હસી - ખુશી અને બધા નાં સાથ-સહકાર થી. આ બધા માટે હું ગણપતિ ને જ આભારી છું.

'થેન્ક યુ ગણુ મહારાજ, લવ યુ.'

'ગણપતિ બાપ્પા મોરયા'

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.