શર્મિલા

કવિતા નો કેકારવ ને હ્રદયના લેખ..તો વારંવાર વાંચતા આવ્યા..પણ સ્ત્રી પોતાની મરજી મુજબ જો જીવે તો લોકો ને કેમ નથી ગમતું સમજાતું નથી ક્યારેક..ધબકતું હૈયું હોય ઉમંગ થી ખળભળ હૈયા પર મૌન નામ નું તાળું લગાવી ને રેહવાનું કેમ હોય...? એમ વિચારતી રીચા હજુ બહુ ન્હાની હતી પણ આમ કેમ તેમ કેમ ??? એને મળો એટલે હંમેશ પ્રશ્નો ની ઝડી નો સામનો કરવાની તૈયારી રાખવાની. તેનું વિચારમંથન ચાલતું હતું ને પાર્ક માં ચૂપચાપ જોઈ રહી...તેની બહેનપણી શર્મિલા મજા કરી રહી હતી ને પોતે પોતાના જગતમાં ખોવાયેલી..! આ શર્મિલા ને બધું કેહવા જોઈએ તેની પાકી સખી હતી ને....રોજ રોજ ની વાતો સાંભળી રીચા વિચારે મારે ત્યાં તો આવુ કઈ જ નથી થાતું તારી મમ્મી ને પપ્પા કેમ રોજ રોજ ઝગડે છે ? એક વાર પૂછ્યું પણ ખરું ...શર્મિલા કહે અમે છ બેહનો છીએ..મોટીબેન ને જોઈ હોય તેવું યાદ નથી...તે ફિલિપાઇન્સ માં રહે છે !! ને મારો ચોથો નંબર છે મને કોલેજ પણ કરાવશે નહીં તેમ કહે છે હજુ તો નવમું ધોરણ પતશે...! તનેજ મારા અંતર ની વાત કહું છું હો..નાની બેન નું પણ ધ્યાન મારે જ રાખવાનું હોય છે જ્યાં સુધી મમ્મી હોય ત્યાં સુધી તો ખરું જ આજે વળી સ્કુલ માંથી વેહલા છુટ્ટી થઈ ગઈ તેથી તારી સાથે પાર્કમાં, બાકી નાની રેવતી માંડમાંડ બોલતી હોય કે રડતી હોય તો હું જ રાખું તેનું ધ્યાન ...તે બિચારી નો શો વાંક જન્મી ત્યારથી તેને નથી દેખાતું..

ને થોડું કાલુ બોલે પણ સમજે તો બધું જ છે..પણ પપ્પા તેને માર્યા વગર વાત ના કરે...તો હું લઈ આવું મારી પાસે...ને સમજાવું પ્રેમથી..પપ્પા ઓફિસ થી આવ્યા છે તો થાકી ગયા હોય પછી વ્હાલ કરશે તને ...પણ આ પછી ક્યારેય આવેજ નહીં...હા મમ્મી રાત્રે સૂવડાવતી વખતે જરુર ગીત ગાતા સૂવડાવે...એના એજ કરૂણ ગીતો...કદાચ મમ્મી કઈક કેહવા માંગતી હશે આ ગીતો દ્વારા કે શું ...!! વ્યથા ને વ્યાધિ ઉંબરે ઉંબર ડોકાય પણ બારી કોણ ખોલે છે ને ક્યારે ખુલે છે ?? રિચા જ તેની બારી કે ખુલ્લુ દ્વાર બને તો...ઘરે આવી બધી વાત મમ્મી ને કરી છાપામાંથી ડોકિયું કાઢી મમ્મી બોલી તો આમાં રેવતી નો કે શર્મિલા નો કોઈ વાંક નથી પણ સારી સંસ્થા માં જો તેનો ઉમેરો કરે તો કઈક શિક્ષણ ને તાલિમ મળી રહે ...આખરે પોતાના પગ પર ઉભી રેહતા શીખી જાય તો સારું ને..!! લેટ મી સી વોટ કેન આઈ ડુ..!! રિચા ને પણ મદદ તો કરવી જ હતી પણ કઈ રીતે થશે તે વિચારતી હતી ...તેણે પૂછ્યું મોમ આવું કેમ થતું હશે...તેને પણ પ્રેમ તો જોઈએ જ ને...બાળકનું ના દેખાવા છંતા અપંગ કે કદરૂપુ હોવું શુ બાળકનો વાંક હોય છે ? નહીંજ ને તો પછી મા કુમાતા નથી થઈ શકતી તો આ જમાના માં આવો પિતા કેમ હશે..? શા માટે આટલી બધી દિકરી ઓ ??બેટા દરેક પોતાના નસીબ લઈ ને આવે છે આપણે કોઈ ઉપાય શોધીએ. નટુભાઈ પટેલ ને પપ્પા સારી રીતે જાણે છે વાત કરી જોઈએ...!! રેવતી ને સ્કૂલમાં મોકલી દેવાશે તું ચિંતા ના કર. ને હા તારી સખી શર્મિલા ને ક્યારે ઘરે લાવીશ...?? હું પૂછી જોઈશ. નટુભાઈ યુ એસ માં આવેલા ને પપ્પા ઓફિસ માં બહુ બીઝી હતા...વાત કંઈ થઈ ના શકી. આ બાજુ શર્મિલા પર પણ અત્યાચાર વધતો જતો હતો...રેવતી ને મારી મારી ને અધમુઈ કરી નાંખેલી...ત્રણ દિવસ થી ખાવા ન્હોતું આપેલું શર્મિલા એ પણ ના ખાધું ...મોમ ને માસી ને ત્યા જાવું પડેલું તો પપ્પા ને ખુલ્લુ મેદાન મળી ગયુ જાણે...! શબ્દ ને ના અવકાશ મળે તો તે બિચારી શું કરે...રેવતી ઘરેથી ચાલી ગયેલી ને રાત પડી ગયેલી...શર્મિલાએ ઉંબરે રડતા રડતા પગ મૂક્યો..આંટી ને કહે મારી બહેન ને ગોતી દે રિચા...પણ મમ્મી ને પપ્પા તો કાશ્મીર ગયા હતા...શું થશે હવે...?? ઘરે જઈશ તો પપ્પા શું કરશે તે પણ ખબર નથી મારી બીજી જોડકાં બહેનો રૂમમાં સંતાઈ ગઈ છે ને હા સૌથી નાની બેન ને લઈ ને પપ્પા જમવા બેઠા છે ..કેન યુ

હેલ્પ પ્લીઝ ??? તેનુ રડવાનું બંધ ન્હોતું થતું ...! પાડોશી રંજનમાસી ને ત્યાં બંને ગયા ને રંજનમાસી એ તેમને આશ્વાસન સાથે વચન આપ્યું ...પોલિસ ને ફોન કરીને બધી બાતમી જણાવી ફ્રસ્ટ્રેટેડ પિતાની હાલત પણ વિચિત્ર છે પણ આ તો સરાસર ના ઇન્સાફી છે. રેવતી મળી તો ખરી પણ તળાવ માં ડૂબી ગયેલી મળી. શર્મિલા ચુપચાપ થઈ ગઈ જાણે હંમેશ માટે..હવે રિચા ને તે મળતી નથી. રિચા તેની પાસે જઈ શકતી નથી..તેના પપ્પા ના ડર થી શર્મિલા સ્કૂલ માં નથી આવતી. શુ થયું હશે તેનું વિચાર વંટોળ માં ક્યારે ઓટો વાળાએ હોર્ન માર્યુ ને તે પણ યાદ નથી...અરે અરે જોઈ ને રસ્તો ક્રોસ કરો ને..કેહતો તેતો આગળ વધ્યો..!

આગળ જોઈ ને ચાલતા પણ શું અડફેટમાં નથી આવી જાતા.. ડહોળાઈ ગયું મન આજે તો. સમાજ ના કેહવાતા રિવાજો..પુત્ર ઝંખના માં વધતી દિકરી ઓ ની સંખ્યા..!! રિવાજો પ્રમાણે નહીં પણ સમય પ્રમાણે વર્તવું તે પણ વ્યક્તિ ઉપર આધારીત છે.ને પુત્ર કે પુત્રી માં હવે શો છે તફાવત...ઉપરથી જ્યારે આવી રીતે અપંગ ને ખોડ ખાંપણ વાળા બાળક બાળકી ની તો વધુ પ્રેમ થી ઉછેર કરવો જોઈએ...પણ આવક કરતા જાવક વધારે હોય ત્યાં બીજું શું સંભવિત છે ?? વર્ષો પછી અચાનક એક દિવસ પોરબંદર રિચા ને જવાનું થયું ..ગુરૂકૂળ માં તેની સંચાલિકા તરીકે નિમણુંક થયેલી. ને રાબેતામુજબ હિસાબ કિતાબ માં ને શિક્ષકગણ માં અવેજી માં આવતા સર્વે સાથે ખુબ સારી રીતે વર્તતી...જિંદગી જાણે યંત્રમય પણ નિયમિત ચાલી રહી હતી...સ્કુલ માંથી ક્યારેક વેરાવળ સોમનાથ પ્રભાસપાટણ જાવાનું થતું આજે ફરી આનાકાની કરતા જોડાણી હતી. દરિયા કિનારો વિશાળ જોઈ ને જ મન ખુશ થઈ જાય..મંદિરે દર્શન કરી પાછી વળી રહી હતી ને તેની નજર સામે શર્મિલા ને પગથિયે બેસેલી જોઈ...રિચા બાજુમાં આવી ને ઉભી હતી પણ તેને ખબર પણ ન્હોતી. ખરેલા પૂષ્પમાં રિચા સુગંધ ખોળી રહી હતી...રુંધાતા શ્વાસે ઉંહકારો કરી જ લીધો...શર્મિલા તું કેમ છે..?? ક્યાં ખોવાઈ ગયેલી...શું કામ તું સ્કુલમાં ના આવી...??બધું પૂછવું હતું પણ તે કાંઈના બોલી શકી...તેની શુષ્ક હથેળી દાબતા.."શર્મિલા" કેહતા રડી પડી...!! શર્મિલા ના ખોળામાં એકાદ બે વર્ષનું હેન્ડીકેપ્ડ બાળક રડતું હતું ...ને તે તેને પ્રેમથી સમજાવી રહી હતી...તું જે માને છે તે બધું જ ના થયું ..મારા લગ્ન કરી નાંખવામાં આવ્યા..ને મે પ્રેમથી તેમનું બાળક સ્વીકારી લીધું ...ભલે મે જન્મ નથી આપ્યો..જન્મ આપી ને મા ગુજરી ગઈ હતી મને તો ખબર પણ ના હતી કે તેમના લગ્ન થયેલા ને આવું બાળક પણ છે..પણ હું ખુશ છું જો મન રેવતી પાછી મળી ગઈ છે...હું તેને સ્કુલ માં મૂકીશ ...જરૂર ભણાવીશ. રિચા ને રડતી જોઈને તે બોલી નબળુ પાસુ જાણી લઈને પાછળ ના પડીએ..આડા અવળા ઉભા થઈ ને આગળ બસ વધીએ..ને રિચા એ જોડાઈ ને કહ્યું ખુશી માટે જિંદગી છે ને ખુશી વ્હેંચી લઈએ..!! પણ રિચા મારે રજની ને ભણાવી છે ને હું જોબ ગોતું છું ...રિચા કહે પોરબંદર મુવ થઈ જા તો જોબ અપાવું...ગુરૂકૂળમાં હું સંચાલિકા છું તું આવીશ ને ??? શર્મિલા ગુરૂકૂળ માં જઈ ને બધું નક્કી કરી આવી હતી ને તેના પતિનું એક્સીડન્ટ માં અવસાન થયું...!! કેટલી વાર પરીક્ષા લેશે આ ભગવાન આ છોકરી ને મા હવે ક્યાં જશે..?? જોબ કરે કે છોકરું સાચવે? પ્રેમ ની જ્યોત પ્રજવલ્લીત રાખતી દીવડી જ ઓલવાઈ જશે કે શું ?? રિચા તેને મળી ને ઘરે જ લઈ આવી અહીં જ સાથે રહી ને આપણે બંને સખી નહીં સગી બહેન ની જેમ રેહશું ને રજની ને મોટી કરીશું...!! દુઃખ નું ઓસડ દહાડા...રજની મોટી થતી ગઈ ને સમાજ માં ભળતી ગઈ..!! શર્મિલાએ રિચા ને પૂછેલું પણ ખરું તે કેમ લગ્ન ના કર્યા..?? રિચા કહે હું ખુશ છું મારા ગુરૂકૂળ માં મારી શર્મિલા સાથે ...તો તે શું ઓછું છે કહીને વાત ટાળી કાઢી...!! મંદિરમાં ઘંટનાદ થાય ને ત્યારે રૂંવાડા જાતે ઉભા થઈ જાય...ઘૂઘવતાં દરિયે બેસો ને આંખો બંધ કરો ને શિવલિંગ નજરે તરવરી જાય...એક મુસલમાન રિક્ષાવાળો હાથ પકડી ને હિંદુ ને દર્શન કરવા લઈ જાય ...આ બધું રિચા ની નજર બહાર ન્હોતું જતું...પૂજારી ની નજર ક્યાંક બીજે ગઈ કે રજની ઉઠી ને શિવલિંગ ને વળગી ગઈ...બે મિનિટમાં હો હો થઈ ગઈ..શર્મિલા થોડી ઝંખવાણી પડી ગઈ...રિચાએ શિવસ્તુતિ અડધેથી બંધ કરી રજની નો હાથ પકડી ને લઈ ગઈ...!!સ્પેશલી ચેલેંજ શબ્દ વાપરવો ઉચિત કેહવાશે હેન્ડીકેપ ને બદલે...ઇમોશનલી તે હજુ ૬ વર્ષની બાળકી જ હતી ..પણ રજની મોટી થઈ રહી હતી !!આમ જો તેની વર્તણુંક નહીં બદલાય તો તેને હેન્ડલ કરવી ભારે પડશે..!! નમેલી આંખે ટપક્યાં અશ્રુ ડુબતા સૂરજ ને વંદી રહ્યા. નટુભાઈ ના ફોનથી સંસ્થામાં દાખલ કરી ને રજની ને ખુશ જોઈને બધા રાજી થયા હતા...રજની હવે હોંશે હોંશે સંસ્થામાં અઠવાડિયે બે દિવસ ૪ કલાક ત્રણ દિવસ ૫ કલાક જાય છે ..સંસ્થામાં રોજ રોજ નવું નવું બનાવાય છે...જુના ન્યુઝ પેપરની શોપિંગબેગ બનાવે છે..ઘર આંગણે સજાવાતી રંગોળી એક ચોરસ કાપેલી ડિઝાઇન માં નિયમ પ્રમાણે મોતી ચોંટાડી ખુશ ખુશ થાય છે તો ક્યારેક નાની નાની દિવડી ઓ ને રંગે છે. સામે એક ક્રાફ્ટ ની દુકાન છે ત્યાં શર્મિલા જતી રહે તેની રજની ને સંસ્થા માં મૂકી ને ..!! ક્યારેક કઈક લે ક્યારેક જસ્ટ વિન્ડો શોપિંગ....!!

પ્રેમ ત્યાં રોજ કામ કરે તેને શર્મિલા ગમી ગયેલી..ઉમંર માં પણ બહુ તફાવત ન્હોતો ..એક દિવસ પ્રેમે પ્રસ્તાવ મૂકયો ...તેને રજની સાથે પણ બનતું ક્યારેક તે શોપ માં આવતી એકાદ બે શેલ્ફ રમણભમણ કરી ને ખુશ થતી...પ્રેમ કદી રોકેટોકે નહીં !! ઉપર થી એકાદ વસ્તુ ખુશ થઈ ને આપે. શર્મિલાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ને ત્રણે જણા એક સાથે રેહવા લાગ્યા...રિચા ફરી વિચારી રહી...પુરૂષ પુરૂષ માં કેટલો ફેર...!! હવે દર રવિવારે ચારેય ભેગા થાય ક્યારેક પિકનિક, ક્યારેક સિનેમા, ક્યારેક નાટક, તો ક્યારેક જ્સ્ટ બેસી ને બગીચે વાતો કરે છે...બધા નો મેળ થઈ ગયો છે ને રજની હવે થોડી થોડી સમજુ ને ડાહી લાગે છે. તેની સંસ્થા ની નવી વસ્તુ બનાવવી તેને ગમે છે. રિચા ક્યારેય તેની વાતો નથી કરતી માત્ર ટાળી દે છે...! પ્રેમ ક્રાફ્ટના નવા પ્રોડક્ટ ની વાત કરે તે સાંભળી ખુશ થાય છે ..કલા છે ભોજ્ય મીઠી, ભોક્તાવિણ મળે નહીં અને દરેક માં કલા તો હોય જ છે ...રેવતી ની સ્મૄતિની નાજુક આંગળીએ સાકાર થતું નાનું સ્વપ્ન એજ રજની...!! સંસ્કૄતિની સાચી સમજ જ આ ,ને તલાશે ઇશ્કની આછી રોશની પણ આ રજની જ ને !!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.