એક વાત

અમે પહેલી વાર મળવાના હતા...એક સોસિઅલ નેટવર્કિગ સાઇટ પર અમે કનેક્ટ થયા...પછી...ચેટ અને કલાકો સુધી ના ફોન કોલ્સ...સપનાઓ...અને પછી મળવાનું નક્કી થયું...મને એની તરફ તીવ્ર લાગણી હતી જ પણ મને અવિશ્વાસ પણ હતો...હજારો શંકાઓ...અવિશ્વાસ...ઘણી બધી એક્સાઇટમેન્ટ સાથે હું એને મળવાની હતી...મળ્યા ના આગલા દિવસે મારા મન ની બધી જ વાત મેં મારી ડાયરી મા ઉતારી....

કાગળ મારી વાતો સાંભળે છે ખરા પણ ક્યારેય મારી મુંઝવણ નો ઉકેલ નથી આપતા...છતાય મને મારી વાત હમેંશા થી કાગળ પર ઉતારવાનું ગમ્યું જ છે...

૨૦ . ૦૩ . ૧૫

"બસ,આ એક જ રાત નું અંતર છે હવે એકબીજ ને જોવા માં...કારણ કે આપણે ઘણી વાર મળી લીધુ છે બંધ આંખો થી સ્વપ્ન માં..લાગણી નીતરતો આપણો આ સંબધ ક્યાંક મળ્યા પછી નિચોવાઇ ને શુષ્ક તો નહી થઇ જાય ને..?!

તારી વાતો અને વાયદા મારી અપેક્ષા અને ધારણા કરતા પણ વધારે છે..અંદર-અંદર થી જ થયા કરે છે કે આટલી સહેલાઇ થી મને ગળે આવે એવો પ્રેમ અને તું ક્યાંથી મળી જાય..?!

એટલે જ હું તને વારેઘડીએ પુછું છુ કે..."આ બધુ ખરેખર સાચુ છે ને..?કોઇ નાટક તો નથી ને..?"

અને તારો જવાબ હોય છે હંમેશા...."તને હજી પણ વિશ્વાસ નથી મારી પર..?!"

અને મારી જીભ ત્યાંજ મૌન થઇ જાય છે..પણ મારું મન?!

એના વિચારો અને પ્રશ્નો ની વણઝાર અટકતી નથી...તારા જવાબ થી હું સંતોષાતી નથી હજીય....મારું મન પણ ચેતવણી આપે છે જાણે...અહી થી અટકી જવાની...!!બીજી જ પળે ઇચ્છા થાય છે તને પણ ચકાસી જોવાની...જોંઉ તો ખરી...શું થાય છે આગળ...મને પણ ખબર છે કે બોલવામા અને કરવા માં આસમાન જમીન નો ફર્ક છે...!

તને મળવાની તીવ્ર ઝંખના જેવી મને છે એવી તને પણ છે જ....પણ આવતીકાલ પછી કદાચ તું બદલાઇ પણ જાય..!તારા વિચાર અને લાગણી પણ બદલાઇ જાય મારી માટે...બની શકે તારું બોલેલુ તને જ યાદ ન રહે...મન મા તો થાય છે કે તારી બોલેલી બધી જ વાતો કાગળ પર લખાવી લઉં...અને નીચે તારી સહી..!!

એ પણ વિચાર આવે છે કે મળવાની જ ના કહી દઉં...!કારણ કે જ્યારે તું કહીશ 'બસ આપણે અહીં થી જ અટકી જઇયે..!'

આ વાત સૌથી વધારે મને તકલીફ આપશે...!

હમણા સુધી એમ જ થયા કર્યુ છે કે મારી શંકા...અવિશ્વાસ ના ઝાડ તારી લાગણી વાળી વાતો અને માનવા માં ન આવે એવા મધ થી પણ મીઠા વર્તન ના પવન થી ઉખડી ને દુર ફેંકાઇ ગય છે...

પણ આવતી કાલ પછી કદાચ તારો પવન બીજી દિશા મામ ફંટાઇ જાશે....ફરી થી પેલી કુંપળો ફુંટવા નું શરૂ થશે અને હું એને તોડવાનો પ્રયત્ન કર્યા કરીશ...!!

આટલા બધા વિચારો નું વાવાઝોડુ વારેઘડી એ ત્રાટક્યા કરે છે...મારા મન પર..!

લખ્યા પછી થોડી શાંતિ તો થઇ પણ જવાબો હજી મળ્યા નથી...હજી એ જ વાત મન માં ઘર કરી ગઇ છે...

વિશ્વાસ કરું તારી વાતો નો ??કે જે થાય છે એ જોયા કરું..?પણ સાવ નિર્લેપ તો કેમ રહી શકાય..?

વિશ્વાસ તો કરી લઉં એકવાર પણ તારા બતાવેલા સપના નુ શું..?એ તો હું પણ જોવા લાગી છું...મારા માં થીજેલુ કંઈક તેં ફરી થી ઓગાળ્યુ....બસ એને....,મારી ઇચ્છાઓ...,અને તારી સાથે જોયેલા સપના ને સાવ વહી ન જવા દઇશ...!

અને એમ થશે કદાચ તો હું કંઇ નહી કરી શકુ...!બસ મારી આશંકા સાચી પડશે....હું સાચી પડીશ...થોડુ હસવુ પણ આવશે કે દિવસ અને રાત ની જેમ માણસ પણ બદલાઇ જાય છેઅને એક વેદના ની શરૂઆત થશે....પણ કદાચ કંઇક સારુ પણ થઇ શકે છે...ખબર નહી કેમ પણ મારું મન એ દિશા માં વિચારી જ શકતુ નથી....!જોઇયે તારી વાતો સાચી પડે છે કે મારી આંશકા...!!"


અમે મળ્યા પછી થોડી પ્રોબ્લેમ્સ પણ આવી કારણ કે જેવી છોકરી વિશે એને વિચાર્યુ હતું એવી હું જરાય ન'તી....!પણ છત્તાય અમારો સંબધ આગળ વધ્યો....હું ખુશ તો હતી પણ કન્ફ્યુઝ પણ હતી...ક્યારેક એ મારી સાથે ઘણા જ પ્રેમ થી વાત કરતો જાણે એને પણ મારી માટે તીવ્ર લાગણી છે અને ક્યારેક એ સાવ અજાણ્યો બની જતો...જાણે હું એને ઓળખતી જ નથી...!!હજી પણ અમારો સંબધ એ જ રીતે ચાલે છે.....!એવુ નથી કેં હું એના વગર રહી નથી શકતી પણ એ ના હોય તો બધુ જ ખાલી ખાલી લાગે છે...ઘણી વખત પ્રયત્ન પણ કરી જોયો...!!

ફરી થી અમારા સંબધ મા અંતર આવ્યુ....કારણ તો મને પણ નથી ખબર...એણે ક્યારેય કીધુ જ નહી...!

ફરી થી મેં કઇક લખ્યું...જે હું ઇચ્છતી હતી...

૧૯ . ૦૫ . ૧૫

એક વાત કે જે હું વિચાર્યા કરું છુ...હું વિચારુ છું માત્ર તને..!

"તારા મન ની આટલી નજીક છું...છત્તા તને અડકી શકતી નથી....,મારી ઇચ્છા પ્રમાણે સાંભળી શકતી નથી...પણ...મને રહેવુ છે તારી સાથે...ઝગડવું છે...પછી રિસાવું છે...નાની-નાની વાત માં...કે તું મને મનાવે પછી...!તને ન ગમતી વાત કરવી છે...વારે-વારે...કેમ કે મારે તને ગુસ્સે કરવો છે...તને ખીજવવા માટે....!પછી મન મા ને મન માં હસીશ હું તો...!!

રડવુ છે તારી છાતી પર માથુ મુકી ને....જીદ કરવી છે....અને એ તું પુરી પણ કરીશ...!?

અને હું મન માં ને મન માં અભિમાન કરીશ તને મેળવી ને...અને સાચવવો છે...તારી નાની-નાની વાતો નું ધ્યાન રાખવુ છે...તારું કામ કરવું છે...અને થાકવું છે....મારો હક જતાવવો છે તારી પર...રાતો ની રાતો ગાળવી છે....વર્ષો સુધી...પછી પ્રેમ કરવો છે...અવિરત....અટક્યા વગર...તારા શરિર પર ચકામા ઉપસી આવે એવો પ્રેમ...મારા નખ ના નિશાન રહી જાય તારી ચામડી પર..!લોહી ના ટશિયા ફુટી આવે એવો પ્રેમ...!!

વરસાદ માં તારા શરિર ની ભીનાશ...,ગરમી માં તારા શરિર ની ઠંડક અને શિયાળા માં તારી ગરમી માણવી છે મારે..!

તારો શ્વાસ-ઉચ્છવાસ મારી છાતી માં ભરવો છે...ક્ષણ-ક્ષણ શ્વસવો છે મારા શ્વાસ બંધ થાય ત્યા સુધી...!

થોડી પીડા પણ આપવી છે અને તૃપ્તિ પણ....

આ બધી કલ્પ્ના વ્યર્થ માત્ર છે...તું મારો નથી એ ખબર છે મને....પણ સાચે જ હું કલ્પ્ના માં જીવી ને થાકી છું...સાચે-સાચ માણવો છે તને..એટલે જ ગુસ્સો આવે છે મને...મારી જાત પર...કે જે તારા વિચારો ની પાછળ પાછળ ભમ્યા કરે છે....!

ગુસ્સો આવે છે તારા અસ્તિત્વ પર....

કે જે મને ખેંચ્યા કરે છે...તારી તરફ...!"

મારા આ સંબધ મા ઘણા અંતર આવ્યા પણ હજીય એ મારી સાથે જ છે...ખબર નથી પણ કંઇક તો એવુ છે જ જે મને એનાથી અલગ નથી કરી શકતુ...અને કંઇક એવુ પણ છે જે હજી પણ અમારી વચ્ચે નથી...કંઇક અધુરૂ છે...કદાચ હંમેશા જ રહેશે..!!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.