અંતિમ પત્ર

પ્રિયતમા ને

રવિ આશ્રય સોસાયટી ભાદરવા સુદ - ૧૧ ગુરુવાર

પ્રિય પ્રતિક્ષા,

ક્યાંથી શરૂઆત કરું?

દૂર દૂર નાં રેતાળ પ્રદેશ માં પાણી માટે તરસતી આછી ભૂરી સાંજે તારું મળવું જાણે વનનાં એકાંત માં નિર્દોષ ટહૂકતું પંખી મારાં રોમ રોમ માં છવાતું હોય... આવી જ રીતે મળી હતી તું મને યાદ છે એ દિવસ જ્યારે ઇશ્વર ને આજીજી કરતો હતો કે મારી ગમગીની માં મીઠાં ગીતનાં સૂર રેલાવ, ગાયો નાં ધણથી છૂટાં પડેલાં વછેરાં નાં અંગ અંગ માં ફેલાંયેલાં હેત જેવાં જ મારાં હેત ને મોકળાશ મળે અને સમગ્ર પૃથ્વી ને જાણે સૂર્ય ને ખિસ્સાં માં સંતાડી માત્ર ચંદ્ર નાં મધમધતાં રૂપ નાં જ દર્શન થાય એવાં ચહેરાં ને એવી મીઠી ચાંદની પ્રિત ને મારી બેજાન નાનકડી દુનિયા માં લાવ... અને અચાનક એ દિને તારાં સંપર્ક નો રોમાંચ જાણે ભરઉનાળે ધોમધખતાં તાપમાં શીતળ વર્ષાં નું વરસવું અને અચાનક જ મોર અને ઢેલ નાં ટોળાઓ નો મીઠો કલરવ થવો..કેવો સંગીતમય સ્પર્શ તારો! ને ભરચક લીલાં વૃક્ષો થી ભરાયેલાં વનરાંવનમાં એક વૃક્ષ થી બીજાં વૃક્ષ ને આ સમાચાર ને કેટલાં ઝડપથી પહોંચાડું એવું માની પવન ઊપર બેસી ને નિરંતર લહેરાતો, જાણે એક અનામી ઝોલાં ખાતી દરિયાની નાવ ને નામ સાથે સુકાની નું મળવું... તારું આવવું કેટલું સ્મિતજનક! જાણે પ્રાણવાયું નું બેવડી ગતિ થી મારાં શરીર માં તાત્કાલિક ગોઠવાઇ જવાની હોડ....

હા! પ્રતિક્ષા આ બધાં જ મારાં એ દિવસ નાં અવિસ્મરણીય અનુભવો રહ્યાં હતાં અને મને ખાતરી છે કે તને પણ આવું જ કંઇક થયું હશે, પણ તારાં શબ્દો યાદ આવ્યાં,

"રવિ હું ક્યારેય તમારાં જેટલો પ્રેમ મારાં સાત જનમ માં પણ નહીં કરી શકું, મને પ્રેમ ને દેખાડતાં નથી આવડતું!"

અરે ગાંડી તારું મારી બેજાન પડેલી અવાવરું દુનિયાં મા આમ સાહસી બની ને આવવું શું આ પ્રેમ નથી? પછી હું પણ કહેતો,

"જો પ્રતિક્ષા મારાં પ્રેમ માં કોઇ જ તારલાં ટાંક્યાં નથી, હું માત્ર મારી લાગણી ઓ ને ખુલ્લેઆમ ઢાળું છું તારાં તરફ..." પછી તારાં મૌન ને વધુ દ્રઢ બનાવતાં એક બંધ કમરાંમાં કેદ કરતી હોય એમ તું શૂન્યવત બનતી... પણ હા પ્રેમ , શ્રધ્ધાં અને પ્રાપ્તિ માં પ્રેમ અને શ્રધ્ધાં મહત્વની હોય છે, પ્રાપ્તિ તો માણસ ની નીતિ છે પ્રેમ સાથે ખૂબ ઓછાં અંશે લેવાંદેવાં છે...હું હંમેશાં મારાં નજીક નાં સ્વજનો ને દરેક બાબતે ખુશ રહેવાં કહેલો હોઉં છું, પરંતું તું મારાં પ્રાણ્વાયું કરતાં અધિક હોય અને તું જ જો ખુશ ન રહી શકે તો ત્યારે મારી અંદર બેવડો ઘા પિરસાય છે..હું દ્રવી ઊઠું મારાં મન પર કાબૂ ન રહે અને હું અનેકાનેક ભૂલો નો શિકાર બની બેસતો.. જેનાં થી તારાં દુખનું કારણ વધતું.. પણ હંમેશાં તારું સ્થિર રહેવું મારાંપણાં નો અહેસાસ કરાવે છે. તે એકવાર કહેલું કે આપણે સાથે જ છીએ...આ શબ્દો છેક ઊંડાંણ માં ઘર કરી ગયેલાં, ત્યારથી સતત ભય રહે છે, એ જ કે ક્યાંક હું તને ખોઇ ન બેસું.

તને વિચારું ત્યારે ગર્વ ની લાગણી અનુભવાય છે...તારાં વિચારો ને હું ખરેખર નમન કરું છું તે કહેલું, "રવિ, જીવનમાં લગ્ન જ માત્ર અંતિમ પાસું નથી..!" પણ હું હતભાગી છું આવું ન સમજી શક્યો..ભારોભાર મને અસ્વીકૃતિ નો ડંખ લાગ્યાં કરતો..થોડોક સમય વંચનાં નો અગ્નિ ભડભડ બળતો. પણ પછી અચાનક વર્ષા થતી વિચારો ની, કે પ્રણયને ભલાં હું કઇ રીતે અને શા માટે બાંધું? હું કોણ પ્રણય ને ચોક્કસ સ્વરૂપ આપવાં વાળો? બસ આમ જ મારી વંચિતતાં ની અગ્નિ ને તારાં વિચારો દબાવી દેતાં.. પરંતું સમાજ નું શું? એ શું કહેશે? શું આપણાં ઉચ્ચ પ્રેમ અને શ્રધ્ધાં નાં મિનારાં ને સમાજ સમજી શકશે? સમાજ માટે તો આવાં સંબંધો એકમાત્ર કાચાં સૂતર જેવાં છે એ ગમે ત્યારે આવાં દોરાં ને તોડી માણસ નાં અસ્તિત્વ અને તેમનાં પ્રેમની ગાંઠ ને નષ્ટ કરી દે છે.. હાં તારું જે નામ છે એનો અર્થ તારાં સ્વભાવ માં દસ ગણો પ્રભાવિત છે. પરંતું તારી પણ એક આગવી દુનિયાં છે તારે એને પણ ન્યાય આપવાનો જ હોય...હું માનું છું કે મારી તારાં પ્રત્યે ની અપાર લાગણી ને તને ક્યારેક ખોવાનાં ડરથી અસમંજસ માં હું ઘણી ભૂલો કરી ચૂક્યો છું..મેં દરવખત અવનવાં ખુલાસા કરેલાં જે તદ્દન સાચાં અને નિર્દોષ જ હતાં... આમ તો હું તને દોષ ન આપી શકું પરંતું તારાં એ અણીદાર શબ્દો જાણે મનને ચીરી રહ્યાં છે...

" રવિ મારાં વિનાં રહેવાં ની તારે ટેવ પાડવી પડશે...!!" હવે હું કળી શકું છું આ ભાવ ને..તે કહેલું કે આપણે જીવનભર ચાહતાં રહીશું એકબીજાંને...પરંતું શું તારાં લગ્ન બાદ મને યાદ કરી ને તું દુઃખી નહીં થાય? શું હું બીજે લગ્ન કરી ને સુખી રહી શકીશ? તું હંમેશાં તારું નિર્દોષ સ્મિત જાળવી શકીશ? લગ્ન બાદ ચાર જીંદગીઓનાં મન કચવાય ત્યારે શું...???

ના! હું તને જરાય દુઃખી ન જોઇ શકું અને હાલ આ પત્ર લખી રહ્યો છું ત્યારે તને જરાંય મારાં તરફ નિકટ લાવવાનો પ્રયાસ નથી કરતો.. ઊપરોક્ત શબ્દો સાંભળી ને મેં મારી ભૂલો ને થોડું વધું ઉગ્ર સ્વરૂપ આપ્યું, વધું જલદ બનાવી અને તારાં મનમાં મારાં માટે ભારોભાર જ્વળાઓ પેદાં કરવાનું શરૂ કર્યું... ને તે છતાંય તારી સ્થિરતાં હજું ત્યાંજ ટોચ પર ઊભી છે, મારાં માટે ધિક્કાર ઊપજે એવાં લાખ પ્રયત્નો બાદ થોડાં દિવસ પહેલાં તારાં શબ્દો એ મને અમૂક અંશે સંતોષ સાથે પારાવાર દુઃખ પણ આપ્યું, પણ મને ખાતરી છે કે તને આવું બોલતાં ખુબ દુઃખ થયું હશે તું રડી પણ હોઇશ...

તે કહેલું, " મારો નંબર કાઢી નાંખો ફોન માંથી હું પણ કાઢી નાંખું છું મારાં વિશે તમે હવે વધું ન વિચારો...હવે કદાચ વાત નહીં થાય...!! એ વખતે જાણે વાવાઝોડું આવ્યું હતું અને પળવાર માં જ બધું વેરવિખેર થયું...!!

મને ગર્વ છે કે હું મનથી તારી સાથે જોડાયેલો છું, એક એવી વ્યક્તિ ને ચાહી કે જે મને જ સર્વસ્વ માને છે...હવે હું જઇ રહ્યો છું તારી દુનિયાથી દૂર સંભારણાંઓ ને જીંદગી નું સ્વરૂપ આપવાં અર્થે...ઇશ્વર તને સરળતાં, સહજતાં, સજ્જનતાં, અને તેજસ્વિતાં થી ભારોભાર મઢી લે એવી પ્રાર્થનાં... હું એકાંત ભરેલાં નિર્જન રસ્તે, ભાંગ્યું મન લઇ ને, ભીની આંખો સાથે ચાલી નીકળું છું...તને હંમેશાં કુશળ જોવાની અને મારી 'પ્રતિક્ષા' ન જોવાની અભિપ્ષા સાથે...

અસ્ત થયેલો, રવિ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.