‘’વાર્તાનો અંત ‘’

‘’વાર્તાનો અંત ‘’ બહુ ઓછા સમયમાં બધુ પામી લેવાની માણસની પ્રકૃત્તિ હોય છે.જીવનમાં બધા ભૌતિક સુખ, વૈભવ માણી લેવા માનવ મન આતુર રહેતું હોય છે.સુખ મેળવવા પછી અસત્ય અને હિંસાનો રસ્તો અપનાવવો પડે તો પણ માણસ અચકાતો નથી પરિણામે પોતાના મનમાં દુર્ગુણો પેસી જતાં હોય છે. માનવ મન ચંચલ છે સુખ પામવા ઝંખતો માણસ દુઃખ થી ડરે છે.જેમ જેમ સુખની નજીક જતો હોય તેમ દુઃખ નો ભય સતાવે છે.દુઃખોથી ડરવું નહિ કારણ દુઃખો તો માનવી ના સાચા ઘડવૈયા હોય છે.દુઃખો માણસને સાચા માર્ગ પર ચલાવે છે. સુખ અને દુઃખ એ આપણા મનની વિચારધારા છે. સંતોષ અને ઉમદા વિચાર ધરાવનાર ઉમદા માણસ સુખી છે. મનને શ્રેષ્ઠ વિચાર કરવાના આદેશ આપવા જોઈએ. આપણા જીવનનો હેતુ માત્ર ભૌતિક સુખ સગવડો કે વૈભવ વિલાસ નથી. વધારે પડતી સુખ સુવિધાઓ માણસને નમાલા અને લાચાર બનાવી દે છે. જે વ્યક્તિનું જીવન સરળ અને સાદગી ભર્યું હોય તે સુખી છે. જેની જરૂરિયાતો ઓછી તે સુખી. આપણા જીવનની વાર્તા નો અંત ખાધું,પીધું અને રાજ કર્યું એવો નથી. ઈશ્વરે આપણને સુંદર માનવ દેહ અને સાથે સુંદર વિચારધારા આપી હોય તો સેવા, સત્કર્મ અને છેવાડાના માણસને મદદ પહોચાડી ઈશ્વરની આરાધનામાં જીવન સાર્થક કરીએ. ટહુકો : જે દુઃખ નામના શબ્દથી ભયભીત નથી તે સુખી. કેતન મોટલા ‘રઘુવંશી’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.