આ ..દીવાળી એ તો, આ વખતે માળીયા મા થી બધુ જ કાઢી નાખવુ છે.. .માળીયા મા થી વાસણ નીચે પડવા નો અવાજ સાંભળી ને ઉમીઁલાબેન બોલ્યા દીવાળી આવવા દે બેટા...લીના ટેબલ ઉપર ચડી ને માળીયા મા વાસણ પાછુ મુકતા મુકતા મન મા ને મન મા હસી ...અને બોલી દર દિવાળી એ મમ્મી આવુ બોલે છે ને પાછા જુનાવાસણો ઘસી ઘસી ને સોના જેવા ચમકાવી ને ઇ ઠોબારા પાછા માળીયા મા મુકે છે હુ ... તો મમ્મી ને વધારે ન બોલી શકુ પણ જ્યારે જ્યારે દીપાબહેન રોકાવા આવે છે ત્યારે બોલે શુ મમ્મી કેટલુ હકડેઠઠ્ઠ માળીયા મા ભયુઁ છે એક કાઢો ને તો ત્રણ પડે... કાઢી નાખ ને બધો કચરો ને તારા ઝરમર પીત્તળ ના વાસણો કાઇ કામ નહી આવે... મમ્મી બોખે મોઢે હસવા લાગે અને બોલે તમને જુવાનીયાઓ ને તો કાઈ સંઘરવુ ગમતુ નથી આ તો ઠીક છે નહી તો હવે હુ પણ જુની થઇ ગઇ છુ તો.... ત્યા તો લીના વચ્ચે થી બોલે શુ મમ્મી ગમે તે બોલો છો.... સાસુ ઉમીઁલા બેન નો બબડાટ ચાલુ જ રહ્યો.... ખબર છે એક કહેવત છે કે (સંઘરેલો સાપ પણ કોઇકવાર કામ લાગે )આ બધી પહેલા ની કહેવતો કાઇ આમનામ નથી પડી સમજી....આ વખતે તુ દીવાળી મા રોકાવા આવજે ને... માળીયુ ખાલી કરી ને સાફ કરી દેજે..ઉમીઁલાબહેને દીકરી દીપા ને કહ્યુ ગુસ્સા મા.... દીપા બોલી પગે લાગુ મા.. તને, ધન્ય છે તુ, અને તારુ માળીયુ, હવે કોઇદીવસ તને નહી કહુ કે તુ સામાન ખાલી કર માળીયા મા થી..અને નવરાત્રી પુરી થઇ દીવાળી આવી ને ઉભી રહી...ઉમીઁલાબેને દરવખત ની જેમ પહેલા પતીદેવ નટુભાઇ ને પકડ્યા એ સાંભળો છો ....

નટુભાઇ બોલ્યા બોલ ને હવે... સાંભળતો જ આવ્યો છુ...જ્યાર થી રીટાયર થયો છુ ત્યાર થી તો( બીજા શબ્દો ગળી ગયા પેન્શન ની આવક ઓછી પડે છે ઇ તો કેટલીવાર સાંભળવુ પડે છે એવુ તો ઘણુબધુ.... ) ઉમીઁલાબેન બોલ્યા હવે કેટલુ સાંભળો છો ને એની મને ખબર છે પણ આતો દીવાળી આવી છે તમારા કબાટ મા થી તમે જે ખમીસ પાટલુન ન પહેરતા હો ને ઇ કાઢી ને મને આપી દ્યો તે કબાટ ખાલી થાય ... અને નવા કપડા માટે જગ્યા થાય..સમજ્યા... નટુભાઇ જેવા કબાટ મા થી જુના કપડા કાઢી ને ઢગલો કયૉ... ઇ પછી ઉમીઁલાબેન કપડા ની ચકાસણી કરે ... આ ખમીસ ને લાવ્યે તો હજી છ મહીના નથી થયા ત્યા જુનુ થઇ ગયુ અને આ.... તો હુ તમારા જન્મદીવસે લાવી તી ઇ કા.. કાઢી નાખો છો અને આ પાટલુન... નટુભાઇ વચ્ચે થી બોલ્યા લગ્ન કરી ને ચાલીસ વષઁ થયા દરવખતે મારી પાસે કબાટ મા થી મારી પાસે કપડા કાઢવા ની મહેનત કરાવે અને પછી માથાકુટ કરે કે આ તો સાવ નવુ છે ને આ તો હુ હમણા જ લાવી તી એના કરતા તુ જ સાફ કરી નાખતી હોય તો માથાકુટ ન ઈ તુ જે રાખીશ ને ઇ પહેયૉ કરીશ બસ.... હવે હુ કોઇદીવસ કબાટ સાફ નહી કરુ લીના રસોઇ કરતા કરતા સાસુ સસરા નો વાતૉલાપ સાંભળે અને હસતી જાય કે હવે પાક્કુ કે... દીવાળી આવી ગઇ.....દીવાળી ને આડે પંદર દીવસ બાકી હતા અને ઉમીઁલાબેન નો રઘવાટ વધી ગયો હજુ તો આ કામ બાકી છે ને ઓલુ કામ બાકી છે પલંગ ની બેડશીટો, નેપકીનો લાવવા છે ક્રોકરી મા કપરકાબી, ડીશો .... ક્યારે લાવીશુ ને ક્યારે દીવાળી નુ કામ પતાવીશુ..આ વખતે .ધનતેરસે ચાંદી ની લક્ષ્મીજી ની મુતીઁ લેવી છે ત્યા તો દીકરો વીજય બોલ્યો આ દીવાળી મા કાઇ જ ખરીદી કરવા ની વાતો નહી કરતા એક તો ધંધો ઠંડો છે અને એમા આ જીએસટી આવ્યુ ત્યાર થી વધારે ઠંડો છે પહેલા જુની નોટો ...મા.... સુપડા સાફ થઇ ગયા છે એટલે અત્યાર થી વોનીઁગ આપી દઉ છુ કે સપરમે દહાડે માથાકુટ નો થાય કે શુકન પુરતુ તો લેવુ જોવે ને લીના ડાહી ને સમજુ હતી બોલી કોઇ વસ્તુ નહી લઇએ બસ.. આ દીવાળી એ.. ને સાસુમા ને કહે મમ્મી શાંતી રાખો બધુ જ થઇ જાશે... અને બીજે દીવસે સાસુવહુ રસોડા ના ખાનાઓ સાફ કરી રહ્યા હતા ઉમીઁલાબેન નો બબડાટ ચાલુ હતો... કેટલીવાર કીધુ છે તને લીના એકપણ બરણીઓ ખાલી ન હોવી જોઇએ ખાલી થાય એટલે તરત મને કહી દેવા નુ હુ લઇ આવીશ ઘર તો મેથી ની જેમ ભરેલુ હોવુ જોઇએ... આજ પછી ધ્યાન રાખજે.. ત્યા તો ફોન ની ઘંટડી વાગી અને ખબર આવ્યા દીકરા વીજય નો એક્સીડન્ટ થયો છે....લીના રડવા લાગી ઉમીઁલાબહેન બોલ્યા.. રડવા નુ કામ નહી લાગે એક તો પપ્પા ઘરે નથી.. એટલે ધીરજ રાખ લીના, તુ હોસ્પીટલ મા પહોચી જા ... હુ ... થોડીવાર મા આવુ છુ... હાકળાબાકળા થઇ ગયા ઉમીઁલાબેન ને દીકરા ની વાત યાદ આવી.. ત્યા તો રડતા રડતા લીના નો ફોન આવ્યો મમ્મી પહેલા પૈસા ભરવા પડશે પછી ડોક્ટરો સારવાર ચાલુ કરશે લોહી બહુ વહી ગયુ છે લોહી ના બાટલા ચડાવવા પડશે... ક્યા થી પૈસા લાવીશુ ઉમીઁલાબહેન બોલ્યા તુ પૈસા ની ચીન્તા નહી કર ડોક્ટરો ને કહી દે મારા સાસુ રુપીયા લઇ ને આવે છે તમે સારવાર ચાલુ કરો.. અને ઉમીઁલાબહેને ફોન મુકી દીધો રુપીયા ની સગવડ તો મારે કરવી પડશે... અને ઉમીઁલાબેન ને માળીયુ યાદ આવ્યુ ફટાફટ ઉપર થી ઝરમર ના વાસણો, પીત્તળ ના વાસણો, તાંબા નો ભંગાર કઢાવ્યા કામવાળા પાસે... અને રદ્દીવાળા ને બોલાવ્યો... અને જોખતોલ કરી ને અંદાજે 100000 નો ભંગાર નીકળ્યો રદ્દીવાળા ની તો આંખ ચાર થઇ ગઇ ઉમીઁલાબેન રદ્દીવાળા ને બોલ્યા તારી પાસે એટલા રુપયા છે કે હુ બીજા રદ્દીવાળા ને બોલાવુ રદ્દીવાળા બોલ્યો હા બા.. રુપયા છે હમણા જ તમને લાવી દઉ પણ તમે બીજા કોઇ ને નહી આપતા આ તમારા ઝરમર અનેપીત્તળ ના વાસણ મા થી તો મોઢુ દેખાય છે, અરીસા મા દેખાય એમ.. કેવા ચોક્ખાચણક છે વાસણો તમે બહુ જતન થી રાખ્યા છે વાસણો.... શુ કામ આવા સારા વાસણો કાઢી નાખો છો... ઉમીઁલાબેન બોલ્યા હવે જાજી પંચાત કર મા... જલ્દી રુપયા લઇ આવ ત્યા હુ સાડલો બદલી લઉ... અને રુપયા લઇ ને ઉમીઁલાબેન સીધા હોસ્પીટલ મા પહોચ્યા લીના પુછવા ગઇ મમ્મી... ઉમીઁલાબહેને આંગળી ના ઇશારા વડે ચુપ કરી દીધી... અને વીજય ની સારવાર થતા વીજય સારો થઇ ગયો.... અઠવાડીયા પછી રજા મળી.. ઘરે આવી ને વીજયે પુછ્યુ મમ્મી આટલા બધા રુપીયા ક્યા થી લાવી અને ઉમીઁલાબેન બોલ્યા માળીયા માથી.... વીજય બોલ્યો.... માળીયા મા થી કેવીરીતે ..લીના ત્યા હાજર હતી બેઉજણા એ નજર કરી માળીયા ઉપર અને જોયુ તો માળીયુ એકદમ ખાલીખમ... લીના બોલી મમ્મી એટલા બધા રુપયા આવ્યા એના... ઉમીઁલાબેન હસતા હસતા બોલ્યા હા.... હુ કહેતી હતી ને સંઘરેલો સાપ પણ કામ મા આવે.....સમજી હવે હોશેહોશે દીવાળી મનાવીશુ સાસુ,વહુ (વીજય તુ ચીન્તા નહી કરતો હો...... અને વીજય મન મા હસી પડ્યો અને સલામ કરી મા ની આવડત અને સુઝબુજ ની...

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.