બોલતું બુશશર્ટદિવાળીના ફટાકડા મોડે સુધી ફોડ્યા. મઝા આવી. લોકો ભલે પ્રદુષણ કહે, એનાથી જીવાત મારી જાય છે એમ કહે  છે. મમ્મી મોટું ચોરસ ગેરુથી લીપી ફૂલ પાંદડીની ડિઝાઇન બનાવતી હતી. પપ્પા મારી સાથે ફટાકડા ફોડી કાલ માટે  નવાં કપડાં ગોઠવતા હતા. કાલે વહેલું ઉઠવાનુ હોઈ મેં આંખ મીંચી. હજુ આસપાસ ફટાકડા ફૂટતા હતા. દિવાળીએ નહીં ફોડીએ તો ક્યારે? ઊંઘ આવતી ન હતી. મેં બારી તરફ જોયું. કૈંક હાલતું ચાલતુ લાગ્યું.


ઓહ!  આ તો મારું નવું રેશમી બુશ શર્ટ. મને કહે હાય, કેમ છે? મેં કહ્યું , મઝામાં. કાલથી આપણે લાંબા સમયના દોસ્ત. શર્ટ એ બાંય હલાવી, મેં એની સાથે હાથ મિલાવ્યા.

મેં કહયુ “ તું ખૂબ સુવાળું,  ચમકતું છે. ધન્ય છે તને બનાવનાર ને.ં”

શર્ટ કહે “ તને ખબર છે કેટ કેટલી મહેનત અને કેટલા જીવ ના નાશ પછી હું બન્યું છું?”

નાશ? ખૂબ મહેનત? મેં કહ્યું ,” મને સમજાવ તારી ઉત્પત્તિ ની વાત.”


શર્ટ કહે “હું બનું છું રેશમ ના લાંબા તાર માંથી.  આ વળી તાર એટલે શું? શર્ટ એ સમજાવ્યું કે લાંબા દોરા , વાયર માટે તાંબા ના તાર, મમ્મી ના મંગળસૂત્ર માં સોના ના તાર એમ એના માં  રેશમ ના તાર.

હવે એ તાર ક્યાંથી આવ્યા?  એ જીવતા કીડાઓ માંથી. આ કીડાઓ શેતુર ના ઝાડ ના પાન ખાઈ જીવે છે અને 6 કે 7 અઠવાડિયા માં જન્મ થઈ 10 હજાર ગણું વજન પ્રાપ્ત કરે છે. રેશમ ના કીડા ઓ પોતાની લાળ માંથી પોતાની આસપાસ લંબગોળ કવચ રચે છે. અંગેજી આઠડા ની જેમ ફરતા 3 લાખ ચક્કર મારે એટલે એક કિલોમીટર એટલે કે તારા ઘર થી 15 મિનિટ ચાલીને થાય એટલું અંતર. આ તાર બે ની જોડી માં કીડાના મુખ માંથી નીકળે છે અને હવા ના સંપર્ક માં આવતાં જ સખત બની જાયછે. લોખંડ જેવા સખત નહીં પણ જેમાંથી તાર બની શકે એવા ઘન પદાર્થ. એક બદામ કે ખારી શીંગ જેવા આકારનું.

“હા, હું સમજ્યો.સંક્રાંતિ પર દોરા નું ફિન્ડલુ વાળું છું એવું લગભગ. “

“પણ એ લાંબા વખતે અને થોડું થોડું જ બને. એમાંથી કાપડ ના તાર માટે અનેક કીડા ખાસ ઉછેરવા પડે.  અર્ધો કિલો વજન થાય એટલા રેશમ માટે 2500 કીડા મારવા પડે છે. એટલામાં મમ્મી ની બે સાડી, અથવા બે ત્રણ ઝબ્બા કે તારા બે ત્રણ શર્ટ , બસ એટલું જ કાપડ મળે.

આ ઉછરેલા કીડા  ખૂબ ભેગા થાય એટલે એને જીવતા ગરમ પાણી માં નાખે. કીડા મરી જાય એટલે કોશેટા માં થી તાર ખેંચવામાં આવે. કિડાને મારવા ને બદલે ગરમ હવા ફૂંકી રેશમ ખેંચી લેવાની શોધ થઈ છે ખરી પણ એમાં રેશમ ખૂબ ઓછું નીકળે છે.

હવે આ તાર  તો ભીના હોય. સમય લેતી પ્રક્રિયા થી એને સુકવે. હવે તાર ને છુટા પાડે. એક એક લાંબા તાર ને વીંટે વિશાલ ફિંડલા પર.

એ પછી એને વણવા પડે. એ માટે હાથશાળ , કબીર વણતા એ શાળ નુ ચિત્ર  જોયું હશે. શાળ નો હાથો નીચે લઈ ઉપર કરતા તાર એક સાથે થઈ જાય પછી આડો હાથો ફેરવતા ઝીણી જાળી ની જેમ વણાઈ જાય. લે જો આ નાના ચોરસો. “


મેં કાપડ ના તાર વચ્ચે થી ઝીણા ચોરસ જોયા.


શર્ટ કહે, “હા, અહીં એ નજીક હતા. યુનિફોર્મ ના કોટન શર્ટ માં સહેજ દૂર હોય એટલેજ તું. રમત માં કોઈને શાહી છાંટે તો એના ગંજી ઉપર પણ એ ઝીણા કાણાઓ માંથી ઉતરે. અહીં કાંઈ   પણ ઢોળાય તો ઉપર જ ડાઘ રહે.

રેશમને ગરમ પાણી થી ધોવાય નહી. બારીક તાર તૂટી જાય. ઠંડા પાણી માં જ ધોવાય.

મારો મૂળ રંગ શાળ પર થી ઉતરે ત્યારે સફેદ હોય. પછી ડિઝાઇન પડે.”

મેં કુતુહલ થી પૂછ્યું કઇ રીતે?

શર્ટ કહે “તાર ને કલર કરી એટલે કે કલર ના પાણી માં ઝબોળી રાખી ગરમ સુકવ્યા હોય એ કલર વાળા તાર અને સફેદ તાર ને આડા ઉભા વણે એટલે તૈયાર થાય તારા ચેકસ ની ડીઝાઇન.  મમ્મી ની સાડી ની નિત નવી ડિઝાઇન માટે લાકડાં ના બ્લોક બનાવે, એને ડાય કહેવાતી શાહી માં ઝબોળે અને તમારા સર રિપોર્ટ માં સિક્કો મારે એમ ડિઝાઇન નો સિક્કો સાડી પર મારે. એવા ચોક્કસ અંતરે મારેલા સિક્કા થી સાડી ડિઝાઇન વાળી બને. એને પટોળા પણ કહે છે.  એવી જ રીતે મહારાજ ના પીતાંબર બને.

તને મારી ચેકસ ગમી?”

મેં કહ્યું, “હા, બહુ જ. એટલેજ દુકાનના શોકેસ માં થી કઢાવ્યું.”


શર્ટ કહે “હવે મને કરે ઈસ્ત્રી એટલે હું પહેરવા તૈયાર.

પણ મને ઈસ્ત્રી પણ બહુ ગરમ ન ફેરવાય.

આજ કાલ કૃત્રિમ રેશમ પણ પોલિસ્ટર નું બને છે એ રેશમ જેવું ચમકતું હોય પણ એવું ટકાઉ નહીં. એ રેશમ કરતા સસ્તું પણ હોય.

મેં કહ્યું તેમ તાણાવાણા એટલે કે પેલા ઝીણા ચોરસ બહુ નજીક હોય એટલે અત્તર મારી પર લગાવો અને કૃત્રિમ રેશમ પર લગાવો.. મારુ દૂર થી પણ સુગંધ આપશે, રહેશે પણ બહુ વાર સુધી.”

હું ખુશ થઈ ગયો મારા નવા મિત્ર ની વાતો પર. ફરી એની સાથે હાથ મિલાવ્યો, એને ભેટવા ગયો ત્યાં કાને અવાજ પડ્યો “ શુકન નું સબરસ..”

લો. સવાર પડવા આવી. મારી આંખ ખુલી ગઈ. સામે  મારુ નાનકડું પેન્ટ અને ઉપર હસતું રેશમી શર્ટ પડેલાં. બહારથી તોરણ ની લાઈટ પડી અને શર્ટ એ સામી લાઈટ ફેંકી.. લાઈટ  સ્કૂલ માં કહે છે એમ ‘પરાવર્તિત ‘ થઈ.

મેં નવા મિત્ર ને પહેરવા ઉતાવળથી બ્રશ કરવા બાથરૂમ તરફ ડગ માંડ્યા. સાથે પોતાનો જાન આપી આપણને સુંદર વસ્ત્ર આપતા કીડાઓ નો મનોમન આભાર માન્યો. હા એ જીવ ની હત્યા જરૂર છે. કોઈને મારી નાખવા તો મને પણ ન ગમે પણ એનો જન્મ એ કામ માટે જ થયો હશે જેમ રેશમી પીતાંબર પહેરતા કૃષ્ણ નો જન્મ અધર્મ નો નાશ કરવા થયેલો એમ સર કહેતા હતા.

મેં નજીક આવી શર્ટ ને એક ફ્લાઈંગ કિસ કરી , પહેરવા એની ગડી ખોલી.

સુનીલ અંજારીઆ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.