તારી આંખોથી
નિહાળીશ હવે હું
મારી દુનિયા...

ધુમ્મસ ભર્યા
અંધકારે શોધું છું
વિતેલી પળો...

નથી જોઈતી
મુક્તિ કદી, મીઠી છે
સજા પ્રેમ ની...

ચોરાહે ઊભી
સથવારો ઝંખે છે
યાચના મારી...

એક ઘટના
નીરખાઈ રહી છે
છ નયનો થી...

વરસી રહ્યાં
પુષ્પને, નીરખે છે
પ્રણય ચક્ષુ...

તારી આંખોથી
નિહાળીશ હવે હું
મારી દુનિયા...

સાત ફેરા માં
આપી દીધો સંગાથ
સાત ભવનો...

કંઇક ખુટે
તારા વગર મારા
જીવતર માં...

ચોરાહે ઊભુ
સથવારો ઝંખે છે
મારું એકાંત...

હૈયે હરખ
ને, લાજનુ વરખ
આંખે શમણાં...

શું ઘટી રહ્યું
નથી સમજી શકતી
લાચાર આંખો...

વર્ષા પ્રેમની
વરસે છે ને હુ છું
તરબતર...

ધરાઇ ગયા
અમીરોની એંઠથી
રંકના બાળ...

કટોરી હાથે
જવાબદારી કાંખે
જીંદગી રેલે...

ફરજ કેરી
હાથમાં કટોરી ને
કાંખે વહાલ...

ભુખ લાગી છે
મારા માડી જાયા ને
જમાડુ હેતે...

વિતી રહ્યું છે
લાચાર બચપન
રેલ ના પાટે...

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.