તમારા માતા-પિતા કોણ?

નિકુલભાઈ રોજ સવારે મંદિર જાય. ભગવાનની પૂજા-અર્ચના કરે અને ઘરે આવે. આવીને નાસ્તો કરતા કરતા પત્ની સાથે આનંદ - કિલ્લોલ કરે અને પછી ઓફિસ જાય. અને નિકુલભાઈ ઓફીસ ગયા પછી રિયાબહેન ઘરનું કામ કરે અને ક્યારેક પાડોસીમાં બેસવા જતા. એમ રોજ ચાલતું.
રિયાબહેન બાજુવાળાના છોકરો સ્મિતને બહુ વહાલ કરતા. દિકરાથી પણ વિશેષ. આમ જોઈએ તો રિયાબહેનને છોકરી-છોકરા બઉ વ્હાલા. તેઓ બધાને એટલો જ પ્રેમ કરતા. તેમના ઘરે આવેલ કોઈ પણ છોકરાઓને ત્યાંથી જવાની ઈચ્છા ના થાય,અને સ્મિત તો સ્કૂલથી આવીને પહેલા રિયાબહેન ને વળગી પડે પછી જ ઘરે જાય.

સામાન્ય રીતે પાડોસીમાં ક્યારેક નાની નાની વાતોમાં બોલવાનું તો ચાલતું જ હોય. એવીજ રીતે એક દિવસ બન્યું એવું ક સ્મિતના મમ્મી અને રિયાબહેન વચ્ચે થોડી બહેશ થઇ ગઈ. રિયાબહેન ને તો દુઃખ પણ લાગ્યું. પણ જે થયું તે ! એમને એમ કરી ને છોડી દીધું. પણ સ્મિતની મમ્મી ની એક વાતનું તેમને બહુ દુઃખ લાગ્યું હતું.એમને કહ્યું કે, "પોતાને છોકરા નથી એટલે બીજાના છીનવી ના લેવાય."

રોજ ની જેમ સાંજે સ્મિત આવ્યો ને રિયાબહેન પાસે આવે એ પહેલા એની મમ્મી એ ગુસ્સામાં બોલાવી લીધો,
"સ્મિત, સીધો ઘરે આવજે જ્યાં ત્યાં જતો નહિ કોઈના ઘરે"
નાના બાળકને આવી બધી શું ખબર પડે. એને થયું મમ્મી ને કઈ કામ હશે... કા'તો કોઈ મહેમાન આવ્યું હશે...
સ્મિત તો દોડતો દોડતો પહેલા ઘરે ગયો.
"હા, મમ્મી આજ પહેલો ઘરે આવ્યો. બોલ ને શું કામ છે મારે રિયા આન્ટી ને મળવા જવું છે."
"ક્યાંય નથી જવાનું તારું હોમવર્ક કારવા બેસ ચાલ."
"પણ મમ્મી.....પાંચ મિનિટ..."
"પણ...પણ... મારે તારું કઈ નથી સાંભળવું.તું મળવા નહી જાય એટલે નહી જાય બસ મેં કહી દીધું."

આ બધું રિયાબહેન ઘરમાં રહીને સાંભળી રહ્યા હતા. તેમને ખુબ દુઃખ લાગ્યું કે આ કુમળા બાળકને આવા વિચારો કેમ આપે છે....!?
પછી નિકુલભાઈ ઓફીએ થી આવ્યા અને જમવાનું કાઢી ને બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા. પણ આજે નિકુલભાઈને કઈ સમજાતું નહોતું આજે તેમની રિયા કંઈક અલગ જ હતી. તેમણે રિયાબહેન કાંઈક ઉદાસ છે એવું લાગ્યું.
"રિયા, શું થયું?"
"અરે, નિકુલ કઈ નથી થયું. ચાલો જમી લઈએ."
"હા, જમી લઈએ પણ આજે તું ઉદાસ છે . કેમ??"
"કાંઈ નથી નિકુલ બસ બાજુ વાળા સાથે થોડી બહેશ થઇ ગઈ હતી. ચાલો હવે જમી લો."
"અરે ગાંડી, આવડી વાતમાં ગુલાબ કરમાય જાય એમ થોડું ચાલે...ચાલ જમી લઈએ. "

બંને એ જમી લીધું. ફ્રેશ થઇને બેડરૂમમાં TV જોતા હતા. રિયાબહેને ધીમેથી કીધું,
"નિકુલ"
"હા, બોલ ને રિયા.."
"એક વાત કહું??"
(નિકુલ મજાક માં)"અરે, બે-ચાર બોલી જ દે તને સાંભળવાનો મોકો જ નથી મળતો..."
"આપણે અનાથ આશ્રમમાંથી એક બાળક લઇ આવીએ તો.....!?"
નિકુલભાઈ આ સાંભળીને થોડા અસ્વસ્થ બની ગયા. પણ તેમને ઉતાર આપ્યો.
" કેમ? "
"બાળકને માતા-પિતા નો પ્રેમ મળે અને આપણને બાળક નો. અને મારે ઘરે સમય પણ જાય."
"વાત તો બરાબર છે. પણ તને અચાનક આજે કેમ એવો વિચાર આવ્યો...!!!?"
"બસ એમજ, ખોટું કીધું? "
"ના, ના, આવતા રવિવારે જઇએ મુલાકાતે."
"હા"

એમ તેઓ મુલાકાતે ગયા અને એક બાળકને દત્તક બનાવીને લાવ્યા. આ બાળકનું નામ યશરાજ હતું. રિયાબહેન અને નિકુલભાઈ બંને યશરાજ ને બહુજ પ્રેમ કરતા. માતા-પિતા થી પણ વિશેષ પ્રેમ કરતા અને યશરાજ પણ બંનેનું એટલુંજ ધ્યાન રાખતો. ભણવામાં પણ ખુબ હોશિયાર હતો.

MBBS માં એડમિશન લેવા માટે નિકુલભાઈ એ ખુબ મહેનત કરી અને ડોનેશન ભરીને એડમિશન લેવડાવ્યું. ભણવાનું પૂરું થયા પછી નિકુલભાઈ એ તેને નાનું દવાખાનું ખોલી આપ્યું. રિયાબહેન અને નિકુલભાઈ એ યશરાજને આગળ લાવવા માટે ખુબ મહેનત કરી હતી. પણ હવે દીકરો ડોક્ટર બની ગયો હતો અને બધું સરખું થઇ ગયું હતું. હવે બંને ને લાગતું હતું કે હવે આપણે યશરાજના લગ્ન કરાવી દેવા જોઈએ.

દવાખાનું સારું ચાલતું હતું યશરાજને તો યાદ પણ નહોતું કે મને દત્તક લીધો છે. હું તેમનો દીકરો નથી. વગેરે...
પણ એક દિવસ બન્યું એવું કે એક આધેડ ઉંમરના દંપતી આવ્યા દવાખાને અને કેસ લાખાવ્યો. તે દિવસે યશરાજ પણ થોડો બેચેન હતો. તેને નહોતું સમજાતું કે કારણ વગર કેમ આજ કઈ સૂઝતું નથી...!!. પછી એ બહેન નો વારો આવ્યો તે બંને અંદર ગયા અને ડોકટરને જોતા જ તેઓ કઈ બોલી જ ના શક્યા. યશરાજ કહે," હેલો બેહેન તમને શું થયું છે?"
પણ આ બહેન કે ભાઈ કઈ બોલ્યા જ નહિ બસ યશરાજને જોતા જ રહ્યા. બે-ત્રણ વાર બોલાવ્યા પછી તેમને કહ્યું , "સાહેબ, તમારા પિતાનું નામ રાધુભાઈ છે?"
યશરાજે તરત કહ્યું ના બહેન નિકુલભાઈ છે.
પણ પાંચેક મિનિટ પછી યશરાજને અચાનક યાદ આવ્યું કે મારા જન્મ દેનાર પિતાનું નામ તો રાધુભાઈ છે. અને આ કદાચ એ જ હતા. પણ એ કઈ બોલ્યો નહિ.
ત્યાં એ બહેન બોલ્યા બેટા ખોટું ના બોલ. ચાલ ઘરે.
હવે યશરાજ ને યાદ આવ્યું કે હા આ એજ છે.
પછી તેને કહ્યું કે ના મારા માતા-પિતા તો અહીં રે છે. હું કોઈ રાધુભાઈને નથી ઓળખતો. પણ આ બંને તો હવે પોતાનો ખોવાયેલો દીકરો મળ્યો એટલે તેને ઘરે લઇ જાવા વળગ્યા હતા.

કોઈ એ એવું કીધું કે કેસ કરો કે આ અમારો દીકરો છે. અને આ લોકોએ અમારી પાસેથી છીનવી લીધો છે. આ અભણ માં-બાપ ને તો દીકરાની લાલચ હતી એટલે કઈ વિચાર્યા વગર આ મોટા માણસની વાત માની લીધી. અને કેસ કર્યો.

આ વાત જાણીને યશરાજને થોડું દુઃખ થયું. તે મનમાં મુંજાણો," હવે શું કરું??"
એક બાજુ જન્મ આપનાર માતા-પિતા છે. તો બીજી તરફ પાલક માતા-પિતા છે. જેમને મારી માટે પોતાનું જીવન સમર્પણ કર્યું છે.
એકલો એકલો મનમાં ઘુચવાતો અકળાતો જોઈને રિયાબહેને માથે હાથ મૂકીને કહ્યું, "બેટા ચિંતાના કર."
"પણ મમ્મી કોર્ટે નથી જવું મારે."
"બેટા, આપણે ક્યાં કઈ ખોટું કર્યું છે. એમને તારા જેવો જ છોકરો હશે ને એમ હશે એટલે એમને પણ વિશ્વાશ આવી જાય માટે જરૂરી છે કોર્ટ જવું બેટા ગભરાઈશ નહિ."
પણ યશરાજ હજી પણ કોર્ટમાં જાવા ત્યાર નથી.
છતાં કોર્ટમાં પહોંચે છે. હજી એને એમ થાય છે કે
શું કઇશ?
ક્યાં માતા-પિતા ને છોડીશ?
શું કરું????
એમને આમ વિચારતા તેને હાજર થવાનો સમય થઇ ગયો. યશરાજ ને પૂછવામાં આવ્યું કે, "તમારા માતા-પિતા કોણ?"
"રિયાબહેન અને નિકુલભાઈ......!!"
યશરાજ એટલુંજ બોલી શક્યો. અને કોર્ટમાં જાહેર થયું કે, "યશરાજ નિકુલભાઈ નો દીકરો છે."
પણ યશરાજને હજી બેચેન જોઈને રિયાબહેને પૂછ્યું, " બેટા શું વાત છે મને સાચું સાચું જણાવ..."
પછી યશરાજ ને થયું કે જે માતા મને એટલો પ્રેમ કરતી હોઈ એ મને સમજી જ શકે. પછી તેને હકીકત રિયાબહેન ને જણાવી. આ જાણીને રિયાબહેન થોડા મુંઝવણમાં મુકાઈ ગયા પરંતુ તેમને વચ્ચેનો રસ્તો બતાવ્યો. રિયાબહેને કહ્યું કે જો એ તારા માતા-પિતા છે તો એમનો પણ હક છે તને દીકરા તરીકે રાખવાનો. માટે આપણે તેમને અહીં બોલાવી લઈએ શહેરમાં એમ પણ હવે તારે દવાખાનું સારું ચાલે છે ઈશ્વરની ઇચ્છાથી માટે આપણે એમને પણ અમારી સાથે રાખીશું.
"બેટા તારા જેવું કોઈ નસીબદાર નહિ હોઈ જેને બે-બે માતા-પિતાનો પ્રેમ નસીબમાં મળે."
આમ, ગામડેથી તેના જન્મદાતા માતા-પિતાને અહીં બોલાવી લીધા અને બધા સાથે સુખી અને ખુશી રહેવા લાગ્યા.

કહેવાય છેને "માં તે માં" અંતે તો રિયાબહેન એક માતા જ હતા. માતાનું હૃદય ક્યારેય બાળકને પરેશાનના જોઈ શકે. અને એક માતા જ એક માતાની લાગણીને સમજી શકે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.