વિસ્મય ને પણ ત્યારે જરૂર વિસ્મય થયું હશે,

એણે શિશુ ની આંખ માં અનાયાસ ઝાંક્યું હશે,

અંધારી ગોદ માં થી ભડભાંખળું સળવળ્યું હશે,

જ્યારે પુષ્પ નાં પાંદે મોતી-બિંદુ ઝળક્યું હશે,

આસમાન ના હૈયે ક્યાંક છાની ચીસ ઉઠી હશે,

ઉડતા પંખી ની પાંખે થી પિંછું ખર્યુ હશે.

સકળ ક્લેશ ને કાવાદાવા શમી ગયા હશે,

કાલો-ઘેલો ‘મા’ ધ્વનિ પહેલ-વહેલ પ્રગટ્યો હશે.

આ ખિલખિલાટ ચહેરો પરાણે વ્હાલો લાગ્યો હશે,

ને ત્યારે રોમ રોમ જશોદા નું વ્હાલ નીતર્યું હશે..
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.