સબંધ એ જવાબદારી નથી નિભાવવાની..
સબંધ એ લાગણી છે પરસ્પર ની જોડાયેલી..,

સબંધ એ વ્યાપાર નથી નફા કે નુકસાન નો...
સબંધ એ પાકુ સૈરવયુ છે પરસ્પર ની સમજદારી નુ..,

સબંધ એ મયૉદિત બધંન નથી ઈચ્છાઓ ને મારવાનુ..
સબંધ એ ખુલ્લું આકાશ છે ઈચ્છાઓ ને ઉડવાનુ..,

સબંધ એ નામકરણ નથી કોઇ અદલા બદલીનુ..
સબંધ એ ઉપનામ છે નામ માં સમાવી લેવાનુ...,

સબંધ એ કોઈ એવી દોરી નથી જીવનમાંથી ખતમ કરવાની..
સબંધ એ જીવાદોરી છે જીવન જીવી જવાની....!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.