ઉડે પતંગીયું

ઉડે પતંગીયું આભમાં જો ધીમે ધીમે,

નીલગગનમાં પંખ પસારે ધીમે ધીમે.

અલગારી યૌવના નિરખે ઉડાન એની,

દિલડું કરે પ્રયાણ જો સંગે ધીમે ધીમે.

ઉંચેરા શમણા એના; એથી ઉંચી આશ,

ઉંચેરી ભરવી ઉડાન એને ધીમે ધીમે.

પતંગિયાની પાંખે બેસી સ્વપ્ન સૃષ્ટિએ,

વિહારે થનગન મનડું એનું ધીમે ધીમે.

નયણાં નિરખે હૈડું હરખે મુખડું મલકે,

મનડે વ્યાપ્યો કલશોર કેવો ધીમે ધીમે

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.