જો દોસ્ત તુ ના હોત

' જો દોસ્ત તુ ના હોત'

કોની સાથે રમત એ સંતાકૂકડી અને પકડ દાવ
ની એ રમત
જો દોસ્ત તું ના હોત,
તે સ્કૂલ થી ઘરે આવવાની હરીફાઈ અને
તે લેશન પુરુ કરવાની હરીફાઈ
નું શું થાત ?
જો દોસ્ત તુ ના હોત,
કોનાથી હુ નારાજ થાત અને
કોણ મને મનાવત ?
જો દોસ્ત તુ ના હોત,
કોલેજ ની એ મસ્તી અને એ
મોડી રાત ની પાર્ટી કોની સાથે થાત ?
જો દોસ્ત તુ ના હોત,
કોની સાથે કરત લેક્ચર્સ બંક
અને કેવી રીતે મળત તે મારો પહેલો પ્રેમ ?
જો દોસ્ત તુ ના હોત,
કોણ ઠેકડી ઉડાવત મારા તે બ્રેકઅપ ની
અને કોણ દેવદાસ કહી ને મને
ચીડવત ?
જો દોસ્ત તુ ના હોત,
પુસ્તકો ના પાઠ તો આવડી જાત
પણ
જીવન ના પાઠ નુ શું થાત ?
જો દોસ્ત તુ ના હોત.

હાર્દિક રાવલ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.