ડીજે નાં તાલ પર યુવા હૈયાઓ થનગની રહ્યાં હતાં. ધ્રુવા પણ એમા પોતાના મિત્રો સાથે તાલ સાથે તાલ મિલાવી રહી હતી. રમતા રમતા એની નજર એક ખૂણામાં ચુપચાપ બેઠેલા અક્ષય પર પડે છે. ધ્રુવા રોજ રમવા આવતી અને અક્ષયને રોજ આજ જગ્યા પર આજ સ્થિતિમાં બેઠેલો જોતી. એય મનીશા સાંભળ તો જોતો પેલો રોજ આજ જગ્યા એ આમજ ઉદાસ બેઠો હોય છે. નથી એની સાથે કોઇ રમવા વાળું હોતું બસ એ આમ આખી રાત બધાને રમતા જોયા કરે આમજ ઉદાસ બનીને તુ ઓળખે છે કોણ છે એ? ધ્રુવા પોતાની સાથે રમતી પોતાની સહેલી ને પૂછે છે.


હા એનું નામ અક્ષય છે. એની ગર્લફ્રેન્ડ અને એ નોરતા પર અહિયાં જ રમવા આવતાં અને એ બંને હંમેશા જીતતા હતાં એક વર્ષે આમજ આખી રાત રમી જ્યારે એ પોતપોતાના ઘરે જતા હતાં તયારે રચના નું અકસીડેન્ટ થયુ અને એ એટલું ભયાનક હતુ કે રચના નું ઘટના સ્થળે જ મોત થયુ. અને બસ ત્યારથી અક્ષય ની આજ હાલત છે આ વાત ને 3 વર્ષ થવા આવ્યાં પણ એને જાણે જીવવાનુજ છોડી દીધું


ઓહ એમ વાત છે તો ચાલ એને જીવતાં શીખવી દઉ પાછું? એમ કહી ને એ અક્ષય પાસે જાય છે.


હલો, હુ ધ્રુવા અને તમે? ધ્રુવા વાત શરૂ કરવાના આસયથી કહે છે. પણ અક્ષય એની સામે જોયા વીના એમજ ચૂપ ચાપ બેઠો રહે છે. હુ રોજ જોવ છું તમે આમજ અમે લોકો રમતા હોય એ જોયા કરો છો તો તમે પણ રમવા આવો અમારી જોડે, નાં મને રમવા નો શોખ નથી. અક્ષય જવાબ વાળતા કહે છે. તો શુ ખાલી જેવનૉજ શોખ છે, આ વાત સાંભાળતા જ અક્ષય ગુસ્સે થઈ જાય છે. અને ઘૃવા ને કંઈ કહેવા જાય એ પહેલાજ ઘૃવા એને અટકાવતા કહે છે કે હુ જાણું છું જે તમારી સાથે થયુ છે એ બધુ. તમે કોઈને ખોયા છે અને હુ પોતાને ખોઈ રહી છું.


તમે શુ કહેવા માંગો છો હુ કંઇ સમજ્યો નહીં , થોડા આશ્ચર્ય સાથે અક્ષય ઘૃવા તરફ નજર નાખતા કહે છે. મને કેન્સર છે અક્ષય અને હુ હવે કેટલું જીવી શકીસ એ મને નથી ખબર. કદાચ અત્યારે તમારી સાથે વાત કરતા કરતા પંણ મોત આવી જાય એવું પણ બની શકે અને કાં તૌ આમ રમતા રમતા. પણ હુ મારી ઝીંદગી આમ તમારી જેમ ઉદાસ થઈ ને નથી જીવવા માંગતી. અક્ષય તમે જેમ રચના ને પ્રેમ કરત હતાં એમ મારા friends અને family પણ મને પ્રેમ કરે છે અને એ પ્રેમ જ મને તાકાત આપે છે.


પ્રેમ કાં તો તાકાત હોઇ શકે અક્ષય અને કાંતો કમજોરી, અને રચના નો પ્રેમ તમારા માટે કમજોરી હતો એમજ ને? નાં, નાં એવું નથી ઘૃવા ને વચ્ચે જ અટકાવતા કહે છે, એવુ જ છે અક્ષય તમને જોતાં તો એવુજ લાગે છે. શાહજહાં એ પણ મુમતાઝ ને ખોઈ હતી, પણ એણે તાજમહેલ બનાવી ને સાબીત કરી દીધું કે એનો પ્રેમ એનાં માટે તાકાત હતો. તો આમ કોઈ માટે મરી તો બધા જાણે પણ કોઇ માટે જીવવું અઘરું છે. તમારે તો રચના ને એવી રીતે યાદ કરવું જોઇએ કે તમે તો ઠીક બીજા પણ તમારા પ્રેમ ને સલામ કરે.


અને તમારા જીવનમા જે ખાલીપો રચના નાં જવાથી આવ્યો એ ખાલીપો તમે બિજા ને કેમ આપી શકો?

ખાલીપો મે કોને આપ્યો? અક્ષય ઘૃવાને પુછે છે.તમારી ફેમિલી ને તમારા parents ને. તમે પણ એમનાથી એટલાજ દુર થઈ ગયા જેટલી રચના તમારાથી.


અને તમને ખબર છે અક્ષય અત્યારે તમારા મા બાપ રચના ને દોષ આપતાં હશે કે એ છોકરી એ તમને આવા બનાવી દીધા. તો હવે તમે બોલો, તમે પોતે જીવી રચના ને તમારામાં જીવતી રાખવા માંગો છો? તમે તમારા પ્રેમ ને તાકાત બનવા માંગો છો? તમે રચના નાં અધુરા રહી ગયેલા બધા સપના પૂરા કરવા માંગો છો? જો હા તો આજ મારી સાથે રમીને તમારે આ જ જીતી ને બતાવવુ પડશે.


એ રાતે અક્ષય ઘૃવા સાથે મન ભરીને રમે છે અને જીતે પણ છે, આખી રાત રમી જ્યારે ઘૃવા ઘરે જઈ રહી હોય છે ત્યારે એ અક્ષય પાસે જાય છે અને કહે છે કે સોરી અક્ષય પણ મે તને જૂઠું કહ્યુ હતુ કે મને કેસર છે, મને કોઇ બીમારી નથી. તો તુ જૂઠું કેમ બોલી ઘૃવા, અક્ષય બસ હુ એ અક્ષય ને જોવા માંગતી હતી જે આખી રાત પોતાની રચનાં માટે રમ્યો. બસ આમજ રચના નાં પ્યાર ને તારી તાકાત બનાવ, અને લોકો એની પાર આંગળી નાં ઉઠાવી જાય એ જોજે, ચાલ તો હુ જાવ હવે? એમ કહી ઘૃવા અક્ષય ની વિદાય લે છે. અને અક્ષય એને જતા જૉઈ રહે છે. અને પાછળ ડી જે પર song વાગી રહ્યુ હતુ. અજીબ દસતા હૈ યે કહાં શુરૂ કહાં ખતમ.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.