એ દિવસે હું સ્યુસાઇડ કરી લેવાની હતી. દિમાગ ભમી ગયું હતું. એ ગૂંચવાડા ઉકેલવા અશક્ય હતા. પણ એ રાતે ચિરાયુ આવ્યો. એણે મને સમજાવી. મન જરા શાંત પડ્યું.


"મને હજુ વિશ્વાસ નથી તારા પર." એણે મને કહ્યું.


મેં કહ્યું, "ના, એવું નથી !"


એણે મને દિલાસો આપ્યો, કહ્યું, “લાઈફ બહુ મોટી છે, તારે હજુ બહુ લાંબું જીવવાનું છે, બહુ બધું કરવાનું છે...” એ આખી રાત મારા બેડરૂમની ચાદર પર અમારા સુખના સળ પડતા રહ્યા.


સવારે વહેલો જ એ ચાલ્યો ગયો. મને બસ એની મોર્નિંગ કિસ યાદ હતી. મારામાં કંઈક અજીબ પરિવર્તન આવેલું. જિંદગી જરા ગમવા માંડી, લાગ્યું કે ચહેરો ખીલી ગયો છે! ગળા પર પડેલા એના લવ બાઇટ્સને અનુભવીને મારા ટેરવા આહ્લાદિત થઈ ગયા! મને જરા લજ્જા આવી ગઈ અને એણે મારા રૂપમાં પૂરેલી રંગોળી જોવા હું દોડીને અરીસાની સામે પહોંચી ગઈ. અરીસામાં મને મારુ પ્રતિબિંબ ન દેખાયું! હું ડઘાઈ ગઈ! બહુ લાબું જીવવાનું હતું હવે!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.