​સુરભી: જો તો આમાં ખબર નહિ પડતી શું થઈ ગયું.હું તો બસ તારો ફોટો જોતી તી એમાં તો વચ્ચે કશુંક આવી ગયું અને આમ કહી ને રવિ ના હાથ માં મોબાઈલ આપ્યો.

Mom કેટલી વાર કહ્યું મોબાઈલ માં ગમે ત્યાં ટચ ના કરો,જેટલું શીખવાળ્યું એટલું જ કરો ને પછી બગડી જશે તો નવો લેવો પડશે.

અરે દીકરા હું કઈ નહિ કરતી બસ તારા ફોટો જોતી તી.સુરભી ને શબ્દોરૂપી હથિયાર ઉપાડવાનો કોઈ મતલબ ન હતો એટલે પોતાની જગ્યા એ જતી રહી.

હું કરી દઉં, પણ કઈ દઉં હવે હું નહિ શીખવાળું આ છેલ્લી વાર, કદાચ એનો આ વાક્યયુદ્ધ નો અંતિમ પડકાર હતો.

હા અમે ૧૦ ચોપડી ભણેલા, અમને તમારા જેટલું ના આવડે, એ લાચાર મુખે નીકળેલ સુરભી ના શબ્દો ના તીર રવિ ના કાને પડતા પહેલા જ બુઠા થઈ ગયા, ને અમારા જમાના માં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા અત્યારે તો મોબાઈલ, લેપટોપ કોણ જાણે શું શું આવશે.

Mom એટલે જ કહું છું આ ઉમર એ મોબાઈલ મુકો ને હરિ ની માળા જપો અને એમ બોલતા નહી સાથે રવિ પોતાના મોબાઈલ માં ધુસી ગયો.

કદાચ આવો જ સંવાંદ ઘરે ઘરે ચાલતો હશે.કેમ ના ચાલે Generation Gap (પેઢી વચ્ચે અંતર) છે.ફેશન અંબોડા અને બે ચોટલા માંથી સ્ટ્રેટ વાળ માં આવી ગઈ, પાટલુન માંથી કેપ્રી, ઘાઘરા પોલકું અને કટમીડી માંથી સ્કર્ટ અને કુર્તી અને રહેણીકહેણી માં દાતણ માંથી ટુથપેસ્ટ માં ,નળિયા માંથી પીઓપી માં અને રેડિયો માંથી સ્માર્ટફોન માં!!!

આટલું બદલ્યું તો માણસ ના મન ના બદલે? પરિવર્તન જ પ્રકૃતિ નો નિયમ છે (અને મારું માનું તો હોવો જ પણ જોઈ).

પણ(મારે કે તમારે આ પણ ક્યારેય નહિ ખૂટે) ૩૨-૩૫ વર્ષ પેલા પણ એક ૨૫ વર્ષ ની માં અને ૫ વર્ષ ના છોકરા વચે પણ મોટો Generation Gap (પેઢી વચ્ચે અંતર) હતો જ ને!

એ અધરાતે પણ ધોડીયા માં પેશાબ કરનાર બાળક ને સુવડાવવા એ જાગતી એને ડાઈપર કોને કેવાય એ ક્યાં ખબર હતી.કાખ માં ફેરવતી અને સુવડાવતી એ જનની ને હોકર શું એ ક્યાં ખબર હતી પણ એની પરવરીશ માં ક્યારેય ઉણપ નથી રહી.

ઘણા એ તો હમણાં Mother Day માં Social Media માં લખ્યું તું, માં ને યાદ કરવા એક દિવસ પુરતો નહિ, કેટકેટલું ગણાવીશ એના તો અગણિત છે ઉપકરો આવા Status ના ૫૦૦ like કમાવનાર શું સાચુક માં માંની કદર કરતો હશે? કે આ પછી વિર્તુઅલ દુનિયા નું લાગવણ ? આ સવાલ નો જવાબ હા કે ના નો નહિ પણ એક સાચી સમજણ નો છે.જરૂર છે આ બધા માંથી બહાર આવવાનું , દેખાડો એ ના કરો જે બીજા ને જોવો છે , એ કરો જે તમે દિલ થઈ કરવા માગો છો અને એટલો જ પ્રેમ ઉભરતો હોય તો આ વૃધ્ધાશ્રમ ને તાળા લાગી ગયા હોત.પણ આજે એની સંખ્યા દિનપ્રતિ વધતી જાય છે.

વચ્ચે એક વાત યાદ આવી ગઈ કઈ દઉં, ઉંમર ના ઉમરે ઉભેલી માં ને દવાખાને દાખલ કરી, છેલ્લી ઈચ્છા હતી કે એના દીકરો કોળિયો કરાવે, બધા એ મનાવ્યા પણ ન માન્યા અને અંતે વિદેશ માં નોકરી કરતો દીકરો આવતા વેત જ બબડ્યો, હું ખવડાવું તો જ શું વધુ જીવસો? અને આ બધા ખવડાવસે મરી જશો, પણ માને તો હૃદય માં ઉભરાતું મમત્વ ઠારવું તું,ફરી એક વાર એજ હાથે માથા પર હાથ ફેરવી ને દિલ માં ઉભરાયેલ ઉમળકા ઠારવાતા,ખાટલા માંથી માંડ માંડ ઊભા થયા અને કહ્યું, તું જયારે નાનો હતો ત્યારે આપણી પાસે એટલા પૈસા ન હતા, અને તું રોજ જમવા બેસતો ત્યારે TV માં હાથી જોવાની હઠ કરતો ત્યારે આ તારી લાચાર માં, બે ગોઠણીયે વાંકી વળી, દર્દ કરતી પીઠ પર બેસાડી ને આખા ઘર માં હાથી બની ફેરવતી અને ખવડાવતી, એટલે તારે ભૂખ્યું ના સુવું પડે. આવી જ કેટલીય વાતો કદાચ દરેક ઘરે જોવા મળશે.

કહેવાય છે ને કે ભગવાન ને ભજવા થી કદાચ માંબાપ નહિ મળે પણ માંબાપ ને ભજવા થી ભગવાન ચોક્કસ મળશે , અરે એતો પૂજાય છે ભગવાન વરસો થી મંદિર માં, બાકી ગર્ભ માં જીવ મૂકી શું? કદાચ એજ પથ્થર ની મૂર્તિ ની સામે માગવા થી મળશે કે નહિ પણ જીવનદાતા અને જીવનપોષક એ માં સામે વગર માગ્યે પણ મળી જશે એની ગેરંટી. સમય ના સેકંડ કાંટા પર ચાલતા આપણી પાસે મઝા અને મહેફિલ માણવાનો નો સમય મળી જશે પણ વૃદ્ધ માનો ટેકો બની ને દવાખાને લઇ જવાનો સમય નહિ મળે , ફોન પર અપોઇમેન્ટ લેનારા આપણે જો માંનો હાથ પકડી ને દવાખાને લઇ જશો તો અડધા રોગો તો એમ જ મટવાના.

મન થી અભાગ્યા , બુધ્ધી થી અભણ એવા આજ નાં જુવાનીયા ને લાગતું હોય કે એને શું મોટા ઉપકાર કર્યા, તો ૩,૪ કિલો ની ઈંટ પેટે બાંધી ને ખાલી ૧ દાડો ફરજો, એને તો ૨૭૦ દાડા વિતાવ્યા , સ્વાદીલુ ભોજન ત્યાગી ને, કેટકેટલી કડવી દવા પી ને તમને મીઠી દવા પીવડાવી, રાતજાગી ને તમને સૂવડાવ્યા,ફૂંક મારી મારી ને કરાવેલ એ કોળિયો, કેટલી અભણ માંએ એના દીકરા ને ભણાવ્યા. અરે હું ગેરંટી દઉં છું, નહિ થાય તમારા થી, એના માટે તો માં બની ને અવતરવું પડે.

આજ ના યુગ માં જેટલું માં ના હાથ ના તહતહતા ઘી વાળો રોટલો અને ધુમર ધુમર થતું વલોણું માંથી નીકળતા માખણ ના પીંડા નહિ ખેચતા એના કરતા ગંધાતા ગટર ની બાજુ માં નાખેલ લારી ના પકોડા , ટેટ્રા પેક કેમિકલયુક્ત દૂધ અને છાસ ખેચે છે અને આપણે કહેતા ફરી છે એ ,મમ્મી મને હવે તમારા હાથ ની જાડી રોટલી નહિ ભાવતી, આજે હું બહાર ખાવા જઈશ, ક્યાંથી ભાવે લાલ ચટકદાર, ચીઝ થી લતપથ ,મોઢા માં પાણી આવે એવા પીઝા એ જ જીભ ચટપટી કરે દીધી છે.

ગાડરિયા મારગ માં ગાડા માં બેસી ને જે મઝા હતી એ આજ ના AC બસ અને ધુવાડીયા વાહનો માં નહી, પણ લાચાર થઈ ને શહેર માં ૯ કલાક ની નોકરી કરતો અને લગન પછી બાયડી સાથે અલગ રૂમ માં રહેતો યુવાન ખાલી ૨ મીનીટ કાઢી ને માં ને પૂછી લેજો કે ૨ ટાણા ખાધું કે નહિ, એટલું પૂછશો તો પણ માનું પેટ ભરાય જશે અને પ્રેમનો ઓડકાર પણ આવી જશે.

માં તો એના દીકરા ના વ્હાલ કરવા માટે ભૂખી છે.એની મમતા નો ધોધ તો ચાલુ જ રહેશે કોઈ દી દુકાળ નહિ પડે.દુનિયા માં જાત જાત ના માપ શોધવા માટે સાધન બન્યા છે પણ કોઈ સાધન એની મમતા ને માપી નહિ શકે.

આતો કડવી હકીકત છે બાકી મારી કલમ માં એટલી શાહી પણ નહી કે, એ એક શબ્દ માં ને વર્ણવી શકે. કેમ કે માં કદાચ લખવા માટે બની જ ના હોય, એને તો જીવવાની હોય,જીવી લો બે ધડી શું ખબર આપણો આવતો જનમ એક અનાથ આશ્રમ માં થાય?

એટલે જ કદાચ આ કવિ ની પંક્તિ સમજતા આપને વાર લાગશે...

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
રખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

– દામોદર ખુશાલદાસ બોટાદકર
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.