બીજલ ના લગ્ન લેવાણા હતા અને, લગ્ન ને આડે બે દીવસ બાકી હતા.. બીજલ ના શરીરે પીઠી ચોળાતી હતી ઘર ના વડીલ બૈરાઓ પીઠી ચોળતા હતા અને પીઠી ચોળાતા ચોળાતા વચ્ચે ,વચ્ચે હસી મજાક ચાલુ હતા કાકી બોલ્યા બીજલ ,સાસરે જઇ ને અમને ભુલી નહી જાતી હો.... મીનામાસી કહે બીજલ...સાંભળે છે કે... સપના જોવે છે... સાંભળ તો ખરી બીજલ તુ કાઇ એકલી પહેલીવહેલી નથી પરણતી હો..... અમે પણ પરણ્યા છીએ હો.....( બીજલ ની બહેપણીઓ વડીલો ન સાંભળે એમ ટીખળો કરતી હતી) બધા ને બીજલ ના લગ્ન નો ઉત્સાહ અને લગ્ન માણવાનો અભરખો હતો પીઠી ચોળતા ,ચોળતા એકબીજા ને પુછતા હતા તુ લગ્નવીધી ,વખતે શુ પહેરવાની છે? ..મીનામાસી બોલ્યા હુ તો ઘરચોળુ પહેરવા ની છુ મે, તો , હજી હમણા જ નવુ લીધુ છે... કચ્છ ફરવા ગઇ તી ને હમણા, ત્યારે જ મે લીધુ..... આમ વાતો કરતા કરતા પીઠી ના ગીતો ગવાતા હતા....પીઠી ચોળે બેન ની માતા, પીઠી ચોળે પીઠી ચોળે બેન ની ભાભી, પીઠી ચોળે બેન ના કાકી ,પીઠી ચોળે બેન ના મામી, પીઠી ચોળે બેન ના માસી.... આવા મીઠા મીઠા અવાજો થી ઘર ગુંજી રહ્યુ હતુ ઘર ના વાતાવરણ મા લગ્ન નો આનંદ ઉભરાતો હતો.... બીજલ આ બધુ જોઇ ને ચીન્તા મા પડી ગઇ...શુ થશે? સક્સેસ થઈશ મારા મીશન મા... મારા મમ્મી પપ્પા ની આબરુ જાળવી શકીશ? આવા તો કેટલાય વીચારો બીજલ ના મન મા રમી રહ્યા હતા..... કોઇ ને કાઇ ખબર જ નોતી( બીજલ એકલી..જ મન મા મુંઝાતી હતી)...મમ્મી પારુલબેન તો હરખઘેલા બની ને બીજલ ને કેસરીયા દુધ પોતાના હાથે થી પીવરાવી રહ્યા હતા અને સાથેસાથે દીકરી ને શીખામણ આપી રહ્યા હતા સાસરે બધા ની સાથે કેમ રહેવુ, કેમ ઉઠવુ, બેસવુ..

પણ બીજલ એના પોતાના વીચારો મા હતી મમ્મી શુ કહે છે એ એના ધ્યાન મા નોતુ પણ વચ્ચે વચ્ચે ડોકુ ધુણાવતી રહેતી એટલે મમ્મી ને એમ થાય કે દીકરી સાંભળે છે એકચીત્તે ,અને પારુલબેન શીખામણ દેવા ની સાથે, સાથે ડ્રાયફ્રુટ પણ ખવડાવી રહ્યા હતા.. પપ્પા સુરેશભાઇ ફોન મા કેટરીંગ ની વાતો કરી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે પારુલબેન ને પુછ્યા કરતા હતા કે વેવાઇ , બાસુંદી ની બદલે ફ્રુટસેલાડ નુ કહે છે અને ઘુઘરા ની બદલે સમોસા નુ કહે છે તો શુ કહુ.... પારુલબેન તો બીચારા બોલ્યા કે જેમ વેવાઇ કહે એમ કરો જાજી માથાકુટ ના કરો અત્યાર થી વેવાઇ ને રાજી રાખો તો દીકરી ને સાંભળવુ ન પડે અને વાંધો ન આવે.. હવે મને બોલાવતા નહી સમજ્યા...મારે બહુ કામ છે સુરેશભાઇ ને ટીખળ સુજી... ને બોલ્યા, તુ એકલી જ કામ કરેછે લગ્ન નુ, હુ તો સાવ નવરોધુપ બેઠો છુ....પારુલબેન બોલ્યા શુ તમે પણ કેવી વાત કરો છો... અને પતી પત્ની બેઉ હસી પડ્યા બેઉજણા ને દીકરી નુ કન્યાદાન આપી પુણ્યશાળી બની પોતાની ફરજ પુરી કરવી હતી

બીજલ આ બધી વાતો સાંભળતી હતી... પોતે શુ કરવા જઇ રહી છે એનો અણસાર પણ કોઇ ને આવવા ન દીધો શાંતી થી પીઠી ચોળાવતી ચોળાવતી રાત નો પ્લાન મગજ મા ઉતારી રહી હતી.. અને રાત ના ત્રણ ના ટકોરે બીજલ ઘર છોડી ને એના મીશન માટે ચાલી નીકળી ... સવાર પડતા તો ઘર મા હો... હા.. શરુ થઇ ગઇ દોડાદોડ કરતા સુરેશભાઇ ને ઠંડી મા પણ પરસેવો છુટી ગયો.. ફસડાઇ પડ્યા... એક ની એક દીકરી .. કાલ ના લગ્ન હતા અને આજે દીકરી ઘર મા નથી શુ કરવુ.. પારુલબેન માટે તો ઘરે ડોક્ટર બોલાવવા પડ્યા બીપી હાઇ... થયુ હતુ...ઘર મા મહેમાનો કાનાફુસી કરી રહ્યા હતા આવુ તે ક્યાય હોતુ હશે? દીકરી ને લફરુ હોય તો ત્યા જ પરણાવી દેવી જોવે.. આમ આબરુ ના ધજાગરા કરે... ત્યા તો સુરેશભાઇ ને આવતા જોઇ ને બધા ચુપ થઇ ગયા..સુરેશભાઇ હજુ તો પોલીસ મા કમ્પલેન કરવા ઘર ની બહાર નીકળવા જાય છે ત્યા તો સામે થી બીજલ દેખાણી અને એ પણ હસતી, હસતી સુરેશભાઇ સ્તબ્ધ બની ને ઉભા રહ્યા અને બીજલ ઘર મા ઘુસી પોતાના રુમ મા ભરાઇ ગઇ.. સુરેશભાઇ ની હીંમત નો થઇ બીજલ ને કાઇ પુછવા ની ,અને વીચાયુઁ કે જ્યારે બીજલ દરવાજો ખોલે પછી જ એને પુછવુ, મહેમાનો દેખતા તમાશો નથી કરવો બીજલ સીધી બપોરે પોતાના રુમ નો દરવાજો ખોલી ને. જમવા ના ટાઇમે બહાર આવી અને જમી ને બીજલ ચુપચાપ પોતાના રુમ મા જવા જાય છે ત્યા તો સુરેશભાઇ એ એને રુમ મા બોલાવી.. અને સટાક.... એક તમાચો મારી દીધો જે દીકરી ને કોઇ દીવસ ઉંચે અવાજે નોતી બોલાવી ....બીજલ રડવા લાગી.. પણ સુરેશભાઇ ને કાઇ અસર નો થઇ અને પુછ્યુ ક્યા ગઇ હતી બોલ...બીજલ બોલી પપ્પા તમે નહી સાંભળી શકો... મે કોઇ આડુ પગલુ નથી ભયુઁ.... સુરેશભાઇ બોલ્યા મને જવાબ જોઇએ.. અને એ પણ સાચ્ચો... મારા માથે હાથ મુકી ને બોલ... બીજલ , સુરેશભાઇ ની લાડકી... બીજલ ને પણ પપ્પા માટે બહુ માન હતુ અને આમપણ પપ્પા ને દીકરી અને દીકરી નેપપ્પા વહાલા હોય...બીજલ બોલી પપ્પા તમારા પાટઁનર નો દીકરો મેહુલ ,છેલ્લા બે વરસ થી મારી પાછળ હાથ ધોઇ ને પડ્યો હતો.. પહેલા તો હુ બહુ લાઇટલી લેતી હતી કે... આવુ બધુ તો જુવાન થઇએ એટલે ચાલ્યા કરે... મે બહુ મચક નો આપી....એટલે એનો ઇગો હટઁ થયો હશે અને એના ફ્રેન્ડ સકઁલ મા નીચાજોણુ થયુ કે... તુ એક છોકરીને ન પટાવી શક્યો...એટલે ધુવાફુવા થયો.અને એનો બદલો લેવા એણે ન કરવા નુ કામ કયુઁ સુરેશભાઇ ઉકળી ગયા શુ કયુઁ તારી સાથે બોલ હમણા જ સાલા ને જેલ મા નખાવી દઉ બીજલ બોલી પપ્પા શાંત થઇ જાવ એવુ તો કાઇ નથી કયુઁ કે તમારી દીકરી ને કુવો પુરવો પડે, તમારી લાજ રાખી છે ભગવાને પણ.. મેહુલે મને બ્લેકમેઇલ કરવા મારા પસઁનલ ફોટાઓ પાડ્યા હતા બાથરુમ ના, બેડરુમ ના, કપડા ચેન્જ કરતા...એવા તો કેટલાય ફોટા ક્યારે પાડ્યા એની મને ખબર જ નોતી . અને ફોટાઓ મા કોઇ પરપુરુષ ને મારી સાથે જોડી દીધો છે અને જોઇ ન શકાય એવા ફોટાઓ પાડ્યા છે અને એ ફોટાઓ ના વીડીયો બનાવી ને... એણે ફેસબુક ઉપર વાઇરલ કયૉ.. અને અમુક ,અમુક જણા ને પસઁનલ મોકલ્યા એમા તમારા જમાઇ પણ આવી ગયા એની તો મને ચાર દીવસ પહેલા ખબર પડી પણ પંદર દીવસ પહેલા મારી બહેનપણી ઉમીઁ નો અમેરીકા થી ફોન આવ્યો કે.... તુ એટલી મોડઁન થઇ ગઇ કે તારા ઓપન ફોટાઓ ,વલ્ગર ફોટાઓ સુમી ના નામે ફેસબુક ઉપર મુકવા લાગી... પણ હુ તારો ચહેરો ઓળખી ગઇ... મને તો ..તારા ફોટાઓ જોઇ ને... લાજ આવી..હુ તો અમેરીકા મા રહી ને પણ ભારતીય પરંપરા નીભાવુ છુ પંજાબી ડ્રેસ દુપટ્ટાવાળો પહેરુ છુ સમજી , મે ઉમીઁ ને કીધુ ઉમીઁ, મને બોલવા નો તો મોકો આપ ક્યા ફોટા, કેવા ફોટા મે તો હજુ ફેસબુક મા અપલોડ કરવા નુ ચાલુ પણ નથી કયુઁ હજુ તો હુ....શીખુ છુ સમજી....ઉમીઁ ઠંડી પડી ગઇ મારી વાત સાંભળી ને... બોલી મને પણ એમ થયુ કે રુઠીચુસ્ત પરીવાર ની બીજલ...આવા વલ્ગર ફોટાઓ કઇરીતે મુકી શકે, જોઇ ને મને તો નવાઇ લાગી અને એટલે જ તને ફોન કયૉ...હવે તુ કાઇ ચીન્તા નહી કર, હુ ડીપ મા જઇ ને તપાસ કરુ છુ કે આ કામ કોણે કયુઁ છે.. તુ કોઇ ને કહેતી નહી ,નકામી હોહા થઇ જશે.. બીજલ બોલી પ્લીઝ મને જલ્દી જણાવજે મારી સગાઇ થઇ ગઇ છે અને લગ્ન પણ નજીક મા છે.. ઉમીઁ બોલી, ઓકે, બને એટલુ જલ્દી જણાવુ છુ.. અને ફોન મુકાઇ ગયો ..અને અઠવાડીયા મા જ ઉમીઁ નો ફોન આવ્યો કે મેહુલ નામ ના છોકરા એ આ વીડીયો વાઇરલ કયૉ છે... અને નામ સાંભળી ને હુ સ્તબ્ધ થઇ ગઇ મેહુલે કેમ આવુ કયુઁ હશે. અને હુ મેહુલ ના ખાસ ફ્રેન્ડ સમીર ને ઓળખતી હતી એની પાસે ગઇ એણે મને વીગતવાર વાત જણાવી કે મેહુલ તારા પ્રેમ મા ગાંડો થયો હતો.. અને તારા તરફ થી કોઇ પ્રત્યુતર ન મળતા ઉશ્કેરાણો હતો .. પણ કોલેજ છોડ્યા પછી મને તો કાઇ ખબર નથી... હુ તો એને મળ્યો પણ નથી.. પણ જો તુ આ વાત કરે છે તો કદાચ... એવુ બની શકે અને સમીર સાથે વાત કરી ને હજુ તો હુ સમીર ના ઘર ની બહાર નીકળી ત્યા તો તમારા જમાઇ નો ફોન આવ્યો કે મારે તને મળવુ છે.. અને હુ સીધી મલય ને મળવા અજન્ટા રેસ્ટોરન્ટ પહોચી મલય પહેલા થી જ પહોચી ગયો હતો...હુ એનુ મોઢુ જોતા જ ડરી ગઇ શુ થયુ મલય? તબીયત તો સારી છે ને?અને વધારે કાઇ પુછુ એ પહેલા એણે મોબાઇલ મારા હાથ મા આપ્યો ફેસબુક ઓન કરી ને અને મોબાઇલ મા મારા આવા બીભીત્સ ફોટાઓ જોઇ ને મને ચક્કર આવી ગયા મલયે મને પકડી ને ખુરશી ઉપર બેસાડી અને મને પુછ્યુ આ બધુ શુ છે ?કોણ છે આ છોકરો? મે કીધુ મને કાઇ જ ખબર નથી મલય..મારો વીશ્વાસ કર અને મારી વાત સાંભળ મે વીગતવાર સમીર સાથે ની વાત કરી...મલય ને વીશ્વાસ બેઠો મારા ઉપર.. અને એણે મને કહ્યુ તુ ચીન્તા નહી કર મેહુલ ને કેવીરીતે સાણસા મા લેવો એ મારા હાથ મા છે..અને ગઇકાલે મલયે મને ફોન કરી ને જણાવ્યુ કે આજે અડધી રાત્રે મેહુલ ને ઉંઘતા જ જડપવા નો છે અને હુ, મલય ,અને મલય નો એક ફ્રેન્ડ જે સીઆઇડી નો જાસુસ છે એને પોલીસ નો ડ્રેસ પહેરાવી ને લઇ ગયા અડધી રાત્રે પોલીસ ને અને અમને બેઉજણા ને સાથે જોઇ ને મેહુલ ના હોશ ઉડી ગયા પોલીસ ને પગે પડી ને પોતાની આપવીતી કહી સંભળાવી ઓલા એ પણ પોલીસ ના ડ્રેસ નો બરાબર ઉપયોગ કયૉ મેહુલ ને બે ત્રણ લાકડી ઠોકી દીધી અને મેહુલ પાસે થી ફેસબુક ક્લીયર કરાવી ને એની સહી લીધેલો કાગળ લઇ લીધો..અને પછી મેહુલે મારી માફી માંગી એટલે હાશકારો થયો મે મલય ને પણ થેન્ક્સ કીધુ કે મારા ઉપર વીશ્વાસ મુક્યો અને મલય મને રીલેક્સ કરવા જોક્સ સંભળાવતો, સંભળાવતો ઘર સુધી મુકી ગયો અને હુ હસતી હસતી ઘરે આવી ત્યા તો તમે સામા મળ્યા પપ્પા અને હુ રાત ની નીંદર પુરી કરવા મારા રુમ મા ઘુસી ગઇ અને એનો મતલબ તમે ઉંધો સમજ્યા બસ આટલી જ વાત હતી પપ્પા સુરેશભાઇ તો દીકરી ની આવી વાતો સાંભળી ને કાઇ બોલી જ ન શક્યા દરવાજે ઉભેલા પારુલબેન ની આંખ મા આંસુ ની ધાર અને કાન માંડી ને બેસેલા મહેમાનો તો સાંભળતા જ રહ્યા અને સુરેશભાઇ દીકરી ની માથે હાથ ફેરવી ને એટલુ જ બોલ્યા દીકરી હોય તો તારા જેવી જે...બહાદુર ,હીંમતવાળી અને દીકરા જેવી... અને બીજે દીવસે હોશે હોશે પારુલબેન અને સુરેશભાઇ દીકરી ને કન્યાદાન આપી ધન્ય ધન્ય થઇ ગયા

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.