એક નાનકડા ગામ માં ગરીબ દંપતિ રેહતું હતું. પતિ રામુ પત્ની અંજુ ને તેમની એક નાનકડી વાલસોયી દિકરી ખુશી. રામુ ખેતર માં મજૂરી કરતો હતો અને જે પૈસા મળે તેમા ગુજરાન ચલાવતો હતો.પત્ની અજું પણ નાનું-મોટું સીવવાનું કામ કરી બે પૈસા ભેગા કરી દિકરી ને ઉછેરી રહ્યા હતા. પતિ-પત્ની કરકસર થી ઘર ચલાવતા, બંન્ને ને દિકરી વ્હાલી હતી. એ લોકો એને ભણાવી સારા ઘરે વળાવાના સપનાં સેવતા હતા.ખુશી ને મોટી થતા જોય અંજુ ની ચિંતા દિવસે ને દિવસે વધતી રહી. બંન્ને પતિ-પત્ની ગમે તેટલી મહેનતસ કરે તો પણ બચત થતી નહીં.અંજુ ને ચિંતાગ્રસ્ત રેહતી જોય ને રામુ સમજાવતો કે રામ રાખ સે આપણા પણ દિવસો બદલાશે. પણ એક માતા નો જીવ કોઇ દલીલ સ્વીકાર તો નહીં એ વધુ ને વધુ કસર કરવા લાગી એક ટાણું કરી બે પૈસા જોડવા લાગી.


દિકરી ના પહેલા જન્મ દિવસે લાલ ફ્રોક લાવી હતી હવે ખુશી 5 વર્ષ ની થઇ ગઈ હતી માટે ટૂંકું થઇ ગયું હતું. દર વર્ષે વર્ષગાંઠના દિવસે આ ફ્રોક સંદુક માંથી કાઢી ખુબ રડતી પોતાની ગરીબી પર કે દિકરી ને કંઇ અપાવી શકતી નથી.ખુશી નાની હતી છતાં માં ના આશું લુંછી ને ભેટી પડતી. અંજુ પણ દિકરી ના પ્રેમને પપ્પીઓના વરસાદ થી ભીંજવી દેતી ને ફ્રોક ને ફરી તેની ચળકતી કોથળી માં પેક કરી સંદુક માં મૂકી દેતી.


અંજુ ને દિકરી ના સારા ઉછેર ની ચિંતા કોરી ખાતી હતી.એક દિવસ અંજુ ખુબ માંદી પડી, પૈસા વપરાય જાય કહીં દવા પણ લેતી નહીં રામુ ખુબ સમજાવતો છતાં કંઇ સમજતી નહીં. એક દિવસ આમ જ જીદ માં ને જીદ માં દિકરી ની ચિંતા માં પોતાના પ્રાણ છોડી ને જતી રહીં નાનકડી ખુશી માતા વગર ના પ્રેમ થી અનાથ બની ગઇ.રામુ માટે પત્ની નો વિયોગ સહેવો મુશ્કેલ હતો છતાં દિકરી ને સંભાળવાનો પ્રયત્ન કરતો હતો. પણ અંદર થી સાવ તૂટી ચુક્યો હતો આમ ને આમ વર્ષ વીતી ગયું.ખુશી પણ પોતાની માતા ને નિસ્તેજ નયનોથી શોધ્યા કરતી, પરંતુ પિતા મા જ માતા ને શોધતી હોય તેમ પિતાની કાળજી માતા રાખતી તેમ રાખવાનો પ્રયત્ન કરતી પિતા આવે એટલે પાણી લઇ આવતી, માથા પર હાથ ફેરવતી, રાતે પગ દબાવી આપતી.


રામુને એખલા હાથે ઘરનું કામ ખેતર નું કામ કરવું પડતું રાત થઇ થાકી જતો બીજી બાજુ દિકરી ને મોટી કરવાની જવાબદારી પહાડ જેવી લાગતી. ચિંતા માં એનો સ્વભાવ ચીડયો થવા લાગ્યો,ચીડયા સ્વભાવ ની સાથે સાથે તે કઠોર પણ બનતો ગયો. જવાબદારી ના બોજ તળે એની વ્હાલ સોઇ દિકરી પ્રેમના ઝરણાં માંથી એક બોજ,પહાડ જેવી જવાબદારી જ લાગવા લાગી. પોતાની ચિંતા અને એકલતા માં પોતાની દિકરી નું બાળપણ, ઉદાસીનતા, ઇચ્છા, પ્રેમ, એકલતા કંઇ પણ જોઇ શકયો નહીં. દિકરી નાની હોવા છતાં એની કાળજી લેતી હતી નિઃસ્વાર્થ પ્રેમ વરસાવતી હતી તેને નજર અંદાજ કરી બદલા માં ગુસ્સો, તિરસ્કાર વરસાવતો રહ્યો નાની અમથી માંગણી માં દિકરી પર હાથ ઉઠાવી બેસતો. છતાં ખુશી માતા ના ગયા પછી જાણે વધુ સમજણી થઇ ગઇ હોય એમ પિતા ના ગુસ્સા માં પ્રેમ શોધતી રેહતી. આખો દિવસ આજુબાજુ વાડા ઘરે કે ઓટલે બેસી ને કાઢી નાંખતી.


આજે ઘર માં એખલી ઉદાસ બેઠી હતી. અને માં ને પણ યાદ કરતી હતી ત્યાં એની નજર સંદુક પર પડી અને એનું લાલ ફ્રોક યાદ આવ્યું તે ઊભી થઇ ને ધીરે રહીં બે હાથે જેમ-તેમ કરી ને ઉગાડી, તેમા માંએ ચળકતી કોથળી મા મુકેલું ફ્રોક કાઢયું અને પોતાની છાતી એ વળગાડી કલાક રડતી રહી જાણે એ ફ્રોક ને નહીં પણ પોતાની માતા ને વળગી હોય તેવો એહસાસ કરતી રહીં. બહાર થી એની બહેનપણી ની બુમ સાંભળી તરત બાળ સહજ વ્રૃતિ એ ફ્રોક ને ફરી સંદુક માં મૂકી રમવા જતી રહીં. રોજ ની જેમ પિતા ના પ્રેમ ને તરસતી ખુશી નિરાશા સાથે સૂઇ ગઇ. ફરી રોજ ના જેવો જ દિવસ ઉગ્યો.પિતા ના હાથે કાયમ ધ્રુતકારાતી ખુશી પિતા ને કોઇ પણ રીતે ખુશ કરી પહેલા ના જેવા પિતા બનાવવા મથતી હતી પરંતુ નાનકડી ખુશી ને કંઇ સમજાતું નહીં. બજાર માં મેળો આવ્યો છે એ બેનપણી પાસે જાણે છે, પણ એને કોણ મેળા મા લઇ જાય, પિતા ને કેવાની હિંમત થતી નોતી કારણ કે જો મેળા નું બોલે તો પાછા પિતા ગુસ્સે થાય અને માર ખાવો પડે એટલે માસુમ ખુશી પોતાની ઇચ્છા ને મન માં જ સેહમીને ઉદાસ ચહેરે ઓટલે બેશી રહીં બહેનપણી સાથે રમવા પણ ના ગઇ. આજ ફરી પોતાની માતા ને યાદ કરી રડી રહી હતી. ત્યાં બાજુ માં રેહતા મનુ બા ખુશી ને રડતી જોઇ પાસે આવી પ્રેમ થી માથે હાથ ફેરવતા બેઠા ને પુછવા લાગ્યા શું થયું? ભુખ લાગી છે? બેનપણી સાથે કીટા થઇ ગઇ? બીક લાગે છે? પેટ માં દુખે છે? પણ ખુશી કોઇ જ જવાબ આપતી નથી. થોડી વાર બાજુ માં બેસી રહ્યા. ફરી ધીરે રહીં પૂછ્યું શું થયુ? પણ કંઇ જવાબ મળતો નથી. મનુ બા પ્રેમથી ફરી સમજાવા લાગ્યા, જો તું મને કેશે વાત તો હું બી તને એક વાત કહીંશ ને ચોકલેટ બી આપીશ. ખુશી રડમશ ચેહરે મનુ બા ગમી જોઇ ને બોલી મારે કંઇ નથી જોઇ તું મારે તો મારા પિતા સાથે મેળા માં ફરવા જવું છે ને એમની સાથે રમવું છે.આ સાંભળતા મનુ બા ની આંખે ઝળઝળીયા આવી ગયા. લુગડાના કોરે આંખ લુછતા સમજાવવા લાગ્યા.


મનુ બા બધું જાણતા હતા એટલે ઘણી વાર રામુ ને સમજાવતા કે ઠપકો બી આપતા દિકરી પર ગુસ્સે ના થવાય. પણ રામુ પર કોઇ અસર થતી નહીં એમની વાતો ની. ખુશી મનુ બા ને સવાલ પૂછવા લાગી કે હું પિતા ને શું આપું કે ખુશ થઇ જાઇ અને મેળા માં લઇ જાઇ. મારા પર ગુસ્સો પણ ના કરે. હું શું કરું પિતા માટે? મનુ બા પણ વિચારતા થઇ ગયા કે નાનકડી ખુશી ને શું આપવો જવાબ, થોડી વાર કંઇ ના બોલતા ફરીવાર પૂછવા લાગી બા હું શું આપું? મનુ બા થોડું હાસ્ય લાવી ને તારે જે આપવું હોય તે અપાય પિતા ને તો બધું અપાય. જરા વાર વિચારી ને ખુશી ફરી ઉદાસ થઇ ગઈ. મનુ બા ફરી થી હાથ ફેરવતા બોલ્યા હવે ફરી શું થયું મારી ઢીંગલી ને! આંખ માં આશું સાથે બોલી મારી પાસે તો કંઇ નથી આપવા માટે. મનુ બા હસતા હસતા બોલ્યા પિતા ને તો દિકરી જ વ્હાલી હોય વસ્તુ નઇ.પણ પિતા તો મારી પર કાયમ ગુસ્સે જ થઇ જાય તો હું શું કરુ? મનુ બા એ પ્રેમ થી ખુશી ને પોતાની સોળ માં લઈ ને કેવા લાગ્યા જો દિકરા પિતા આખો દિવસ ખેતરે કામ કરે તો થાકી જાય માટે ગુસ્સે થઇ જાય. પણ જો હું એક વાત કવ તે તું રાતે પિતા ને પ્રેમ થી કેજે એટલે માની બી જશે ને મેળા માં પણ કાલે લઇ જસે આ સાંભળી માસુમ ખુશી આનંદિત થઇ ઉઠી, સાચે મેળા માં લઈ જશે? એમ બોલી ઉઠી મનુ બા સમજાવતા,હા લઇ જ જશે કાલે એની ઢીંગલી નો જન્મ દિવસ છે તો કેમ ની લઇ જાય! આ સાંભળી ખુશી ગોળ ગોળ કુદવા લાગી. રાતે જ પિતા ધરે આવે એટલે જન્મ દિવસ નું કંઇસ કહીં મેળા માં જવા ની તૈયારી કરવા દોડતી ઘર માં જતી રહી. ઘરમાં જઇ કાલે કયું ફ્રોક પેહરશે તે વિચારવા લાગી. એની નજર ફરી સંદુક પર પડી, ફરીથી ખોલ્યું ને લાલ ફ્રોક બહાર કાઢ્યું એકદમ નાનું હતું પણ એને બો ગમતું માટે એને થોડી વાર વળગી રહી આજે એને એની માતા ની પપ્પી ઓ યાદ આવી અને વિચારવા લાગી હું પિતા ને આમ જ પપ્પી કરું તો બહુ ગમશે અને મેળા પણ લઇ જ જશે. પણ પિતા એ ના કરવા દીધી તો? ગુસ્સે થાય તો? આ વિચારે ફરી ઉદાસ થઇ ગઇ. થોડી વાર ફ્રોક લઇ ને બેસી રહી અચાનક દોડી ને મનુ બા પાસે ગઈ અને એક ખાલી કોથળી લઇ આવી. સંદુક પાસે બેસી ને કોથળી ની અંદર પપ્પી ઓ ભરવા લાગી કોથળીનો ફુગ્ગો બનાવી દોરા થી બંધ કરી દીધી ખુશ થતા બોલવા લાગી રાતે જન્મ દિવસ નું કહીં ને આ પપ્પી વાળી કોથળી આપીસ જેથી પિતા જી ખુશ થઇ જશે. ફ્રોક ફરી ચળકતી કોથળીમાં મુકતા વિચારવા લાગી કે પપ્પી વાળી કોથળી આવી ચળકતા કાગળમાં મૂકુ તો પિતાજી વધુ ખુશ થશે. એટલે આ જ કોથળી નો નાનો હિસ્સો ફાડી લીધો ને ફ્રોક ફરી અંદર મુકી સંદૂક બંધ કરી દીધી હવે એની પપ્પી ભરેલી કોથળી પર ચળકતી કોથળી નો ટુકડો લગાવી દીધો.


હવે એ નાચતી કુદતી પિતા ની રાહ જોવા લાગી. બીજી તરફ રામુ ને મજુરી ના પૈસા ઓછા મળ્યા, વાણિયો પણ ઉધારી ચુકવવા કળકાઈ થી કહીં ગયો આ બધા દુઃખ ને ચિંતા માં દિકરી માટે થોડું ખાવાનું લઇ ઉદાસીનતા માં ઘરે પોહચ્યોં. સુનમુન ઘરમાં ખુણા માં જઇ બેસી ગયો. પિતા ને ઘરે આવી ગયેલા જોઈ ખુશી આનંદ માં આવી ગઇ દોડી ને પિતા માટે પાણી નો ગ્લાસ લઇ આવી નાનકડી ખુશી પિતા પાસે પ્રેમ થી ઉભી રહીં પિતા ને ખુશી નો આનંદ જોવાની દરકાર જ ન હતી એ એના જ દુઃખ માં ગરકાવ હતો બસ ચીડાયને કોથળી માંથી ખાવાનું ખાય લે ને સૂઇ જા.કહીં પોતે બારી માંથી બહાર જોવા લાગ્યો ખુશી પિતા ને ઉદાસ જોઇ કંઇ બોલી ના શકી પોતે તૈયાર કરેલી પપ્પી ની કોથળી પોતાના ફ્રોક માં સંતાળી ને ઉભી રહીં. બાજુ મા ખુશી ને ઉભેલી જોઇ ને ફરી બોલ્યો હવે શું જોઇ છે? ત્યારે ગભરાતા ધીરે થી બોલી પિતાજી હું કંઇ તમારા માટે લાવી છું આ સાંભળીને રામુ વિચાર મા પડી ગયો, શું લાવી છે? ગુસ્સા મા બોલી ગયો ધીરે થી ફ્રોક માંથી ચળકતી કોથળીમાં લપેટેલી કોથળી આપી. આ જોઇ ચીડાયને કોને આપ્યું કયાંથી પૈસા લાવી? કહીં ગુસ્સે ભરાયો.આમ પિતાની નારાજગી જોઈ ગભરાતા બોલી આ મારી પોતાની જ કોથળી છે તમારા માટે જાતે બનાવ્યું છે. આ સાંભળી ચીડાતા ચીડાતા ચળકતું કાગળ ખોલવા લાગ્યો ખોલી ને જોયું તો કોથળી ખાલી ફગ્ગો કરેલી હતી. આ જોઇ રામુ ખુબ જ તાડુકી ઉઠ્યો પેહલે થી જ ચિંતા માં હતો તેમા દિકરી એ ખાલી કોથળી આપી જેથી પોતાના ગુસ્સા પર કાબુ ના રાખી શકયો ને કોથળી ફાળીને ફેકી દીધી ને દિકરી પણ મારી ગરીબી ને રમત બનાવે છે સમજી ને ગુસ્સે થી જોરદાર 4-5 તમાચા મારી ને હળસેલી મુકી. ખુશી રડતી રડતી હિબકે ચડી ગઇ ધીરે થી પપ્પી ભરેલી કોથળી જે રામુ એ ફાળી કાઢી તે કોથળી ને પોતાની મુઠી માં સંતાળીને રડતી રડતી જમીન પર જ સંદુક પાસે સૂઇ ગઇ પિતા ના ગુસ્સા ને માર કરતા તેની પપ્પી ઢોળાય ગઇ તેથી દુઃખી થઇ ને પિતા એ તેના વ્હાલ ને ધોળી કાઢ્યો માટે રડતા રડતા ડૂસકા ભરતી રહીં. રામુ જવાબદારી ના બોજ માં એવો દબાયો હતો કે દિકરી ની લાગણી કે વાત સાંભળી જ ના શકયો દિકરી ના ડૂસકા પણ નાં જોઈ શકયો.
રામુ સવારે ચિંતા માં બહાર ઓટલે બેઠો હતો ત્યાં મનુબા ખુશી કહીં બુમ પાડતા આવ્યા. રામુ બોલ્યો હજી સુતી છે. તો મનુ બા વિચાર માં પડી ને કહેવા લાગ્યા કેમ હજી સૂતી છે? રોજ વહેલી ઉઠી જાય ને આજે એના જન્મદિવસે જ મોડી ઉઠવાની કાલે એને કીધું તો હતું. આ સાંભળીને રામુ સામે 7 વર્ષ પહેલા નો દિવસ યાદ આવી ગયો.નાનકડી બાળકી નો જન્મ થયો હતો અને અંજુ ની આ છેલ્લી નિશાની હતી રાત નો બનાવ યાદ આવતા નાનકડી ખુશી ને મારી હતી માટે ઝડપથી ઘર માં દોડી ગયો.જયાં નીચે સૂતી હતી ત્યાં થી ઉચકી ને ખોળા માં લઇ લીધી. કુમળુ શરીર પિતા ના માર ને અને પિતા એ પોતાની પપ્પી ફેકી દીધી તે સહન ના કરી શકી ખુશી નું આખું શરીર તાવ થી તપતું હતું ને ગાલ પણ તમાચા થી સૂજી ગયો હતો. રામુ ચોધાર આશું પાડતા દિકરી ને પ્રેમ થી ઉઠાડવા લાગ્યો ખુશી એ ધીરે થી આંખ ખોલી ને પિતા ના ખોળા માં જોઈ રાતનો માર ભુલી હસવા લાગી.રામુ દિકરી ને પપ્પી ના વરસાદ થી જન્મદિવસ ના આશિર્વાદ આપવા લાગ્યો ત્યારે ધીરે થી ખુશી બોલી પિતાજી કાલે કોથળી ખાલી નોતી એમા મેં આખી કોથળી ભરી ને પપ્પી ભરી હતી. મનુ બા એ કીધું હતું પિતાને વ્હાલ આપ જે એટલે તને મેળા માં લઇ જશે એટલે મેં મારા ફ્રોક ની કોથળી ફાળીને તમારા માટે ભેટ બનાવી હતી. પણ તમે ઢોળી કાઢી, કહીં રડવા લાગી રામુને હવે એના વર્તન થી પસ્તાવાનો વારો હતો.ચોધાર આશું એ રડતા દિકરી ને છાતી સરસો ચાંપી બોલી ઉઠયો હા દિકરા મને માફ કરી દે હું તારા વ્હાલને ના સમજી શકયો. ચાલ દિકરા દવાખાને જઇ ને દવા પી લેજે પછી સાંજે મેળા માં પણ જઇશું પણ ખુશી રાત ના માર ને સહન કરી શકી નહીં તાવ મગજ પર ચઢી ગયો હતો રામુ દવાખાને દોડીને લઇ જવા લાગ્યો પરંતુ ખુશી પિતાને વળગી ને કાયમ માટે પિતાને છોળી ગઇ. દવાખાને પોહચતાં જ ડોક્ટર એ તપાસતા કહ્યું દિકરી નથી રહીં . આ સાંભળતા જ રામુ પર વ્રજઘાત થયો હોય તેમ નિસ્તેજ બની જમીન પર ફસડાય પડ્યો. જે દિકરી પિતાને પપ્પી થી વ્હાલ આપવા માંગતી હતી તેને જવાબદારી સમજી હડસેલતો રહ્યો નાનકડી દિકરી ફકત પિતાનો પ્રેમ ઇચ્છિતી હતી બદલામાં ઘણી ના શકાય તેટલો પ્રેમ જ આપતી હતી પણ રામુ ગરીબી,એકલતા,જવાબદારી ના બોજ માંથી બહાર જ નીકળી ના શકયો. હવે નિસ્તેજ થયેલા દિકરી ના ચહેરા ને જોઇ પોતાની જાત ને તિસ્કાર કરી ઉઠ્યો. દિકરી ના હાથ ની મુઠી પર નજર પડતાં પપ્પી ભરેલી કોથળી ને ચળકતી કોથળીનો ડુચો જોઈ પોતાની સુધબુધ ગુમાવી બેઠો. એણે એક કોથળી નહીં પણ દિકરી ના અરમાન આયુષ્ય જ ફાળી કાઢ્યું હતું. દિકરી ની પહેલી અને અંતિમ ભેટ ને છાતી એ વળગાડી મારી ખુશી મારી ખુશી ચીસાચીસ કરી માનસિક સમતુલન ગુમાવી બેઠો. દિકરી ની ભેટ ને ના સમજી શકયો બદલામાં પોતાની દિકરી ને પોતે જ મારી નાંખી એમ બોલતા બોલતા ખુશી ને બુમ પાડતો રહ્યો પણ અફસોસ ચારે તરફ ખુશી અદ્રશ્ય હતી.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.