થ્રી ચીયર્સ

‘થ્રી ચિયર્સ ફોર ‘યંગિસ્તાન’!!’

ભલે ફિલ્મી કે વેવલું સાઉન્ડ કરે પણ જિંદગીમાં અમુક નામ, વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે તત્વો સાથે આપણી જબરી લેણાદેણી હોય છે! ૨૦૦૯ માં મેં ‘સંદેશ’ દૈનિકમાં બુધવારે કોલમ લખવાનું ચાલુ કર્યું એ સમય મારી જિંદગીનો એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ઉંમર ફક્ત ૨૩ વર્ષ, પ્રોફેશનલી લખવાનું એ પણ ડેડલાઈનમાં, અને એ પણ દર બુધવારે નવાં વિષયો સાથે! નો વે, મારું કામ નહિ એ. ત્યારે તત્કાલીન મેગેઝિન એડિટર ધૈવત ત્રિવેદી એ પ્રેમ થી ધક્કો મારી મને લખતો કર્યો, હું ઓરકુટ અને ફેસબુકમાં એ પહેલા લગભગ ૨૦૦૬ થી થોડું થોડું લખતો, ‘ચિત્રલેખા’માં નિયમિત પત્રો લખતો જે છપાતા. બસ, આટલું જ. અંતે નવેમ્બર ૨૦૦૯માં વિકલી કોલમ શરુ થઇ અને નામ રાખવામાં આવ્યું, ‘યંગિસ્તાન’! આજે સાત વર્ષ પછી પણ અવિરત જર્ની ચાલુ જ રહી છે અને જુઓ આજે જોગાનુજોગ આ ‘નિયોનેટ’ મેગેઝિન માટે વિશિંગ નોટ લખી રહ્યો છું, એનું નામ પણ ‘યંગિસ્તાન’ જ રાખવામાં આવ્યું!

કોલમ હોય કે ઈ-મેગેઝિન, બસ કોઈ પણ તબક્કે એક ધક્કાની જરૂર હોય છે, જે સાચા સમયે અને સારા ઈરાદા સાથે આવવો જોઈએ! બાકીનું કામ ‘ઓટો પાઈલટ મોડ’ માં આગળ વધતું જાય છે!

અત્યારે ૨૦૧૬ માં જયારે ફેસબુક પર કોઈ પણ આવીને ગુગલ ઇન્ડિક કિ-બોર્ડની મદદ થી ચેક ઇન થી લઈને જાતભાતની પોસ્ટ લખી ૨૦૦-૪૦૦ લાઈક્સ મળી જાય છે, બાકી ગંભીરતા થી એ પણ નિયમિત લખવું, It’s altogether different ball game. કલમ ઘસવામાં અને લોકોને મજા આવે એવું તરોતાજા લખવામાં KRK અને અમિતાભ બચ્ચન જેટલો ફર્ક છે!

ગુજરાતી ભાષામાં ફ્રેશ કન્ટેન્ટ બહુ ઓછું લખાય છે એવું મારું માનવું છે, એમાં પણ માહિતીપ્રદ લખવામાં સ્ટાઈલ જતી રહે છે, અને સ્ટાઈલ લાવવાની લાયમાં એકલી વેઠ ઉતરે છે. ગુજરાતી કોલમ રાઈટિંગમાં અંગત રીતે જેમને વાંચવા ગમે છે એમાં એવરગ્રીન બક્ષીબાબુનાં જુના લેખો, વિનોદ ભટ્ટ, નગીનદાસ સંઘવી, જય વસાવડા, સંજય છેલ શુમાર છે! ઘણું લખાય છે, વંચાય છે પણ આજે પણ ગુજરાતી લેખકોમાં બહુ ઓછા લેખકો કે કવિઓને જોઈતું માન-સન્માન અને વળતર મળે છે એ પણ હકિકત છે!

બીજી તરફ મેગેઝિન્સ ન્યુઝ પ્રિન્ટનાં ભાવ વધવાનાં લીધે, સોશિયલ મિડિયાનાં પ્રભાવ અને ઘટતી જતી સેલ્ફ લાઈફનાં લીધે વળતા પાણી થયા છે! ઇન્ડિયા ટુડે-આઉટલુક અને ધ વિક ને બાજુ પર રાખીએ તો છેલ્લા થોડા વર્ષોમાં ‘ઓપન’ અને ‘કેરેવેન’ એવા ગણ્યાગાંઠ્યા મેગેઝિન્સ જ એવા છે જેને વાંચવા ગમે! ગુજરાતી ભાષામાં ‘સફારી’, ‘અભિયાન’ અને ‘ચિત્રલેખા’ એ ત્રણ જ મેગેઝિન્સ છે જે વર્ષો વિત્યે આજે પણ અડીખમ છે. ચેલેન્જીસ તો અપાર છે, પણ ટકી રહેવું મહત્વનું છે. સમય કિન્ડલ અને ઇપેપર નો છે ત્યારે આ ‘યંગિસ્તાન’ની જેમ ઈ-મેગેઝિન એ સમય નો તકાજો અને કાલનું ભવિષ્ય છે!

મને પૂરો વિશ્વાસ છે કે અહીં વધુ ને વધુ લેખકો-કવિઓ જોડાતા જશે અને એક મુવમેન્ટ બનતા વાર નહિ લાગે, સમય પ્રમાણે માર્કેટિંગ અને પ્રમોશન પણ જરૂરી છે, સતત નવું કન્ટેન્ટ પણ જોઇશે. ખાલી પાનનાં ગલ્લા માફક કમેન્ટબાજી કરે રાખવા કરતા કંઇક નક્કર કામ કરવું પડશે, ‘યંગિસ્તાન’ ને અને એનાં યુવા સંપાદક બ્રિન્દા ઠક્કરને અઢળક વિશિઝ સાથે ઓલ ધ બેસ્ટ....

ભાવિન અધ્યારૂ (અમદાવાદ)

bhavinadhyaru@gmail.com

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.